The world’s hot chilli ghost Zolkia exported to London, Rupala did nothing for Gujarat
ગાંધીનગર, 2 ઓગષ્ટ 2021
ભૂત ઝોલકિયા, સૌથી તીખા મરચાં જે ઇશાન ભારતથી લંડન પહોંચ્યા છે. ગુજરાતના અમરેલીના વતની કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા હોવા છતાં તેઓ અમરેલીના પ્રખ્યાત મચરા નિકાસ કરાવી શક્યા નથી.
નાગાલેન્ડના મરચા હવે ઈંગ્લેન્ડ પહોંચી ગયા છે. ભૂત ઝોલકીયા જાતના મરચા એ વિશ્વની સૌથી તીખા મરચાંમાંનું એક છે. જે હવે લંડનમાં પહોંચી ગયા છે. ભારતમાં આ મરચાની ખેતી આસામ, નાગાલેન્ડ અને મણિપુરમાં થાય છે. ગુજરાતમાં તેની જાત સુધારીને ઉગાડવા માટે પ્રયાસો થયા નથી. ગુજરાતનું પ્રખ્યાત ગોંડલ મરચું, દેવડાના ભોલર મરચા, સુરેન્દ્રનગરનું મરચુ અને સુરતના લવીંગીયા મરચા છે. પણ તેમાં તીખાશ વધારવા માટે ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓ સફળ નથી થયા. જો તેમ થયું હોત તો તેની સારી એવી નિકાસ થઈ શકી હોત.
નાગા રાજા મરચાને વિશ્વની સૌથી તીખા 5 મરચાની યાદીમાં ટોચ પર છે. જેને GI ટેગ ‘કિંગ મરચાં’, અપાયો છે. જે હવે લંડન પહોંચી ગઈ છે. ગુવાહાટીથી લંડન હવાઈ માર્ગે નિકાસ કરવામાં આવી હતી.
રાજા ચિલીની આ માલને સ્કોવીલી હીટ યુનિટ્સ (એસએચયુ) ના આધારે વિશ્વની સૌથી તીખી ગણવામાં આવે છે.
નાગાલેન્ડનું આ મરચું ભૂત ઝોલકીયા અને ઘોસ્ટ મરી તરીકે પણ ઓળખાય છે. તેને 2008 માં GI પ્રમાણપત્ર મળ્યું.
APEDA નાગાલેન્ડ સ્ટેટ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ બોર્ડ (NSAMB) ના સહયોગથી તાજા કિંગ ચિલી એક્સપોર્ટના પ્રથમ શિપમેન્ટનું સંકલન કર્યું. જૂન અને જુલાઈ 2021માં પ્રયોગશાળા પરીક્ષણ માટે તેના નમૂના મોકલવામાં આવ્યા હતા. પરીક્ષણ પરિણામો પ્રોત્સાહક હતા. કારણ કે તે ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવે છે. તાજા રાજા મરચાંની નિકાસ એક પડકાર હતો, કારણ કે તે તુરંત સુકાઈ જાય છે.
2021 માં APEDAએ જેકફ્રૂટ, લીંબુ, લાલ ચોખા, લેટેકુ ‘બર્મીઝ ગ્રેપ’ ની નિકાસ કરવામાં પૂર્વોત્તર રાજ્યોને મદદ કરી છે. પણ ગુજરાતના કેન્દ્રમાં કૃષિ પ્રધાન પરતોત્તમ રૂપાલા હોવા છતાં કોઈ મદદ કરવામાં આવી નથી.
ગુજરાતની નિકાસ
મરચાનો ભૂકો વિદેશમાં સારો એવો નિકાસ થાય છે. તેથી ગોંડલમાં ભારતના મોટા નિકાસકારો ખરીદી કરે છે. ગોંડલના મરચા પર ડાઘ હોતા નથી, તેથી માંગ છે. પણ જંતુનાશકોના અવષેશો મચરા પાવડરમાં આવતાં હોવાથી તે નિકાસને અસર કરે છે. મરચાંની નિકાસ રાજસ્થાન સહીત રાજ્યોમાં થાય છે. સ્વાદમાં તિખાસ ધરાવતું આ મરચું નમકીન ઉધોગમાં ઉપયોગી બને છે. જ્યારે આગવી ઓળખ બનેલાં ઘોલર અને રેશમ પટ્ટો મરચાં જે અથાણાં સહીત ગૃહીણીઓનાં ખાસ્સાં માનીતા છે. કુક્ડ વાયરસ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. ભાવનગરમાં ડબલ પટ્ટો મરચું પાવડર વધુ ખવાય છે. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટકથી મરચાની આયાત થાય છે.
11 હજાર હેક્ટરમાં 22 હજાર ટન ઉત્પાદન
ગુજરાતમાં 11299 હેક્ટરમાં સૂકા મરચાના વાવેતર સાથે 22051 ટન ઉત્પાદન 2019-20માં થયું હતું. જેની સામે ભારતમાં 7.33 લાખ હેક્ટર (18.11 લાખ એકર)માં 17.64 લાખ ટન ઉત્પાદન થયું હતું. જે 2400 કિલો એક હેક્ટરે ઉત્પાદન મેળવે છે. ગુજરાતના ખેડૂતો 1900 કિલો માંડ ઉત્પાદન મેળવે છે. ગોંડલમાં 2380 કિલો મરચા હેક્ટરે પાકે છે. મહેસાણામાં 2000 કિલો મરચા હેક્ટરે પાકે છે. 2080 ટન મરચા પંચમહાલમાં પાકે છે. દેશની સામે ઘણી ઓછી ઉત્પાદકતાં ગુજરાતમાં મળી રહી છે. ભારતની સરેરાશ ઉત્પાદકતા 2400 કિલોની છે. ગુજરાતના ખેડૂતો 1900-2000 કિલો ઉત્પાદન એક હેક્ટરે કરે છે. આમ એક હેક્ટરે ગુજરાતના ખેડૂતોને 500 કિલોની ખોટ જાય છે.
વિશ્વમાં ચીનના ખેડૂતો 6820 કિલો મરચા હેક્ટરે પેદા કરે છે.
ગુજરાત પાછળ
ગુજરાતમાંથી લીલા મરચાની નિકાસ થતી નથી. ગુજરાતમાં 50 હજાર જેટલાં ખેડૂતો વર્ષે રૂપિયા 200-300 કરોડનું મરચું પેદા કરે છે. ગુજરાતમાં લાલ ચટક અને તીખા તમતમતા સૂકા મરચાની ખેતીમાં ખેડૂતો આગળ આવી શક્યા નથી. લીલા મરચા સાથે તેનું ઉત્પાદન અનેક ગણું વધું છે. જાન્યુઆરી માસથી મરચાની સિઝનનો આરંભ થાય છે. 5 મહિના સુધી સૂકા મરચાની સીઝન ચાલે છે. 20 લીકો લીલા લાલ મરચામાંથી 3 કિલો સૂકા મરચાનો પાવડર નિકળે છે. ગુજરાતના ખેડૂતોને સારા બિયારણ આપવામાં 4 કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓ સદંતર નિષ્ફળ રહ્યાં છે.
ગોંડલ કીંગ
ગોંડલ સૂકા તીખા મરચા માટે પહેલેથી વખણાય છે. દેશમાં ગોંડલના મરચાનો સ્વાદ અને અનોખી સોલમના કારણે વખણાતું હતું. દેશી મરચું ઉગાડાતું હતું, પણ હવે એવું રહ્યું નથી. અહીં અસલી ગોંડલ મરચૂં હવે પેદા થતું નથી. 10 વર્ષમાં અહીં ગોંડલનું મરચું બહું ઓછું રહ્યું છે. જે ઉગાડાય છે તે નવા સંશોધીત તીખા અને વધું ઉત્પાદન આપતાં મરચા પેદા કરવામાં આવે છે. અહીં જાત – વેરાયટી 002, 035, 702, 735, રેવા, શાનિયા, દેશી રેશમપટ્ટા જેવી 20 વેરાયટીઓ-જાતનું વાવેતર. બે વર્ષથી કાશ્મિરી મરચાનું વાવેતર થવા લાગ્યું છે. રોજનું 2500 ભારીનું વેચાણ થાય છે. ગુજરાત બહારના વેપારીઓ આવે છે. 2380 કિલો એક હેક્ટરે પેદા કરે છે, જે ગુજરાતમાં સૌથી વધું છે.
ગોંડલમાં 5 ટકા પાક
એવી માન્યતા રહી છે કે ગોંડલ મરચા માટે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. પણ એવું નથી. સમગ્ર ગુજરાતમાં પાકતા કુલ મરચાના 9 ટકા જ રાજકોટ જિલ્લામાં પાકે છે. તેનો મતલબ કે આખા ગુજરાતના 22051 ટન મરચામાંથી 5 ટકા લેખે ગોંડલમાં 1100 ટનથી વધું મરચા પાકતાં નથી.
સૌથી વધું ઉત્પાદન ગોંડલ લે છે
ગુજરાત રાજ્યના ખેડૂતો સરેરાશ એક હેક્ટરે 1.95 ટન મચરા પકવી જાણે છે. ગોંડલમાં 820 હેક્ટરમાં 1952 ટન મરચા પેદા થાય છે. ગોંડલમાં 2.38 ટન મરચા હેક્ટરે પાકે છે. મહેસાણામાં 2 ટન મરચા હેક્ટરે પાકે છે. 2.08 ટન મરચા પંચમહાલમાં પાકે છે. આમ સમગ્ર ગુજરાતમાં ગોંડલના ખેડૂતો સૌથી વધું મરચા પકવે છે.
ભેળસેળ
લાલ મરચામાં તેના છોડનો ભૂકો, ડીંગડા અને પાન ભેળવી દેવનો ધંધો વેપારીઓ કરી રહ્યાં છે. કારણ કે મરચાની હવેના સુધારેલી જાતોની તિખાશ એટલી બધી હોય છે કે, એકલુ સૂકું મરચું ખાવું મુશ્કેલ છે. જંતુનાશક દવાઓના આડેધડ વપરાશના કારણે નિકાસ પર અસર પડે છે.
ઉત્પાદન
ગોંડલમાં માર્ચમાં મરચાની સીઝન શરૂં થાય છે. રેશમ પટાની આખી સીઝનમાં માંડ 42507 ક્વિન્ટલ, ઘોલર મરચાની 10208 ક્વીન્ટલ આવક થઈ હતી. રેશમ પટાનો ભાવ રૂ.1100થી 2651 હતો. ઘોલર મરચાનો ભાવ રૂ.1200થી 3351 રહ્યો હતો. બ્રાન્ડેડ મસાલા કંપનીઓ અહીં ખરીદી કરવા આવે છે. 2020ની ઋતુની શરૂઆતમાં એક કિલોના રૂ.200થી 250 મળેલા હતા.
ગામો
ગોંડલ વિસ્તારમાં જામવાડી, મોવિયા શિવરાજગઢ, દેવચડી બાંદરા, કોલીથડ, ગરનાળા ત્રાકુડા સહિતના લગભગ તમામ ગામોમાં મરચા પાકે છે. હોળીના દિવસોમાં ખેતરો લાલ બની જાય છે.
કાશ્મિરી મરચૂ ગોંડલમાં
છેલ્લા બે વર્ષથી કાશ્મિરી મરચાની ખેતી ગોંડલમાં થવા લાગી છે. જે અગાઉ માત્ર આંધ્ર પ્રદેશમાં થતું હતું. હવે તેની મોનોપોલી તૂટી છે. ગોંડલ માર્કેટ યાર્ડના લેબોરેટરી અધિકારી પ્રદીપ કાલરીયાએ કાશ્મિરી મરચાનો સફળતા પૂર્વક વાવેતર કરી બતાવ્યું હતું. તેમણે 50 ખેડૂતોને કાશ્મિરી મરચાની ખેતી કરવા માટે તૈયાર કર્યા હતા. 2019થી ગોંડલ માર્કેટમાં કાશ્મિરી મરચાની આવક થવા લાગી છે.
મહેસાણાં કિંગ
ગુજરાતમાં સૌથી વધું 1380 હેક્ટરમાં 2760 ટન મરચા મહેસાણામાં પાકે છે. બીજા નંબર પર દાહોદમાં 1305 હેક્ટરમાં 2375 ટન મરચા પેદા થાય છે. ત્રીજા ક્રમે સુરેન્દ્રનગરમાં 1118 હેક્ટરમાં 2236 ટન મરચા પાકે છે. તાપી ચોથા નંબર પર છે જ્યાં 1205 હેક્ટરમાં 2109 ટન સુકા મરચા પાકે છે. 5માં નંબર પર રાજકોટ-ગોંડલ આવે છે.
દવા બને છે
મરચાંમાં રહેલાં કેપ્સાસીન તત્વ હોય છે. જે શરીરના દુ:ખાવામાં રાહત આપે છે. વિશ્વની સૌથી તીખી જાત ભૂત જોલેકિયામાંથી દર્દશામક દવા બને છે. મરચાનો રંગ અલગ કરીને તેનો ઉપયોગ થાય છે.