[:gj]ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ વિશે કેટલાક અગત્યના મુદ્દા[:]

Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

[:gj]પ્રો. હેમંતકુમાર શાહ

નીતિના સંદર્ભમાં કેટલાક નોંધનીય મુદ્દા નીચે મુજબ છે:

  1. નવા સ્થપાનારા ઉદ્યોગો માટે આ નીતિમાં મોટા પ્રમાણમાં રાહતો આપવામાં આવી છે. પરંતુ જે ઉદ્યોગો માંદા પડ્યા છે કે બંધ પડ્યા છે તેમને માટે આ નીતિમાં કશું નથી. GIDCની વસાહતોમાં અનેક ઉદ્યોગો બંધ પડ્યા છે કે માંદા પડ્યા છે અને તેમને ફરી સજીવન કરવા માટે પણ આ નીતિમાં ભાર મૂકાવો જોઈતો હતો.
  2. ગુજરાતમાં જે 7.32 લાખ MSMEs છે તેમાં 96 ટકા એકમો તો સૂક્ષ્મ અને લઘુ એકમો છે અને તેમને માટે આ નીતિમાં કશું જ છે નહિ એમ લાગે છે. આ ઉદ્યોગો જ ઓછી મૂડીએ વધુ રોજગારી પૂરી પડે છે.
  3. જે રીતે કેન્દ્ર સરકારે કોરોના મહામારીના ગાળા દરમ્યાન MSMEsની વ્યાખ્યા જે રીતે બદલી નાખી છે તે જોતાં તો આ રાહતોનો લાભ મધ્યમ એકમો જ લઈ જશે એમ પણ લાગે છે. નાના ઉદ્યોગોને પોતાને પણ આ દહેશત છે જ.
  4. આ નીતિ લાંબે ગાળે થનારા ઉદ્યોગોના મૂડી રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે વધે તેના પર ધ્યાન આપે છે, પરંતુ અત્યારે કોરોના મહામારીને લીધે જે ઉદ્યોગો બંધ પડ્યા છે તે ઉદ્યોગો ચાલુ થાય તેમના વિષે કશું કહેતી નથી. મહાન અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કેઈન્સ એમ કહે છે કે “લાંબે ગાળે તો આપણે બધા મરી ગયા હોઈએ છીએ.” એટલે ટૂંકા ગાળા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતી.
  5. ગુજરાતમાં જે ચાલુ કારખાનાં છે તેમાં રસાયણ ઉદ્યોગનાં 13.59 ટકા, કાપડ-વસ્ત્ર ઉદ્યોગનાં 11.85 ટકા અને ખનીજ ઉદ્યોગનાં 9.89 ટકા છે. આ ત્રણેય મળીને આશરે 35 ટકા કારખાનાં થાય છે. આ ત્રણ વિષે વધુ સ્પષ્ટ રીતે નીતિમાં કશું કહેવામાં આવ્યું નથી કે જેમ બીજા ઉદ્યોગો વિષે કહેવામાં આવ્યું છે.
  6. નીતિમાં રાજ્યના પછાત પ્રદેશોના વિકાસ માટે ઝાઝું કશું કહેવામાં આવ્યું નથી. રાજ્યની 22 ટકા વસ્તી ધરાવતા અમદાવાદ અને સુરત જિલ્લામાં 64 ટકા ઉદ્યોગો છે. આ સંતુલન દૂર કરવાની જરૂર છે. વળી, 1980ના દાયકામાં આઈ. જી. પટેલના અધ્યક્ષપદે નિમાયેલી સમિતિએ જે 52 તાલુકા પછાત ગણાવ્યા હતા તે 52 તાલુકા ફરી 2005ની વી. આર. એસ. કૌલગી સમિતિએ પછાત ગણાવ્યા હતા. એટલે પછાત તાલુકાઓનું પછાતપણું દૂર કરવા માટે વિશેષ પ્રયાસો કરવાની જરૂર છે. આ નીતિમાં તે અંગેના મુદ્દાની ગેરહાજરી વર્તાય છે. નવેસરથી પછાતપણું દૂર કરવા માટે એક બીજી સમિતિ પણ નીમવાની જરૂર છે.
  7. ગુજરાતમાં 2015માં એક દિવસમાં એક કારખાનામાં 52.92 લોકોને રોજગારી મળતી હતી અને તે 2018માં 52.25 થયા છે. આમ, રોજગારીમાં કોઈ ફેર પડ્યો નથી. એટલે બેકારી દૂર કરવા માટે વધુ શ્રમપ્રધાન ટેક્નોલોજી પર ધ્યાન આપવાની જરૂર છે.
  8. જે મોટા ઉદ્યોગો રૂ. 500 કે રૂ. 1000 કરોડનું મૂડી રોકાણ કરતા હોય તેમને બેંકો લોન આપે જ છે, એટલે તેમને રૂ. 40 કરોડ જેટલી રોકડ મૂડી સહાય રાજ્ય સરકાર તરફથી આપવાની શી જરૂર છે?

[:]