[:gj]અમદાવાદ શહેરના ૨૬ વિસ્તારોમાં લોકો પ્રદુષિત પાણી પીવે છે[:]

[:gj]અમદાવાદ, અમદાવાદ શહેરમાં બે માસની અંદર કોલેરા જેવા ચેપીરોગના કુલ ૧૬ જેટલા કેસ નોંધાયા છે.જુન માસમાં બાર કેસ અને આ માસમાં અત્યારસુધીમાં કુલ ચાર કેસ નોંધાવા પામ્યા છે.શહેરના સૈજપુર,વ†ાલ,દાણીલીમડા અને નિકોલ એમ કુલ ચાર વિસ્તારમાં એક-એક એમ ચાર કેસ કોલેરાનાન નોંધાવા પામ્યા છે.આ તરફ શહેરમાં ૨૬ વિસ્તારમાં લોકો પ્રદુષિત પાણી પી રહ્યા છે.ઝાડા ઉલ્ટી,કમળા અને ટાઈફોઈડના એક હજાર જેટલા કેસ નોંધાવા પામ્યા હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામા છે.
અમદાવાદ શહેરમાં ૧૩ જુલાઈ સુધીમાં પાણીજન્ય એવા ઝાડા-ઉલ્ટીના કુલ ૪૫૦ કેસો સપાટી ઉપર આવવા પામ્યા છે.ઉપરાંત કમળાના ૨૦૦ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.તો ટાઈફોઈડના ૩૦૦ કેસ નોંધાવા પામ્યા છે.શહેરમાં જુન-૨૦૧૯માં વટવા,ગોમતીપુર,દાણીલીમડા અને જમાલપુર વિસ્તારમાં મળીને કુલ ૧૨ કેસ કમળાના નોંધાવા પામ્યા હતા.આ માસમાં અત્યાર સુધીમાં ચાર કેસ નોંધાવા પામ્યા છે.શહેરને સ્વચ્છ બનાવવાની મુહીમ ચલાવી રહેલા મ્યુનિસિપલ કમિશનર તેમના હાથ નીચે કાર્યરત એવા હેલ્થ અને ઈજનેર એમ બે વિભાગો વચ્ચે સંકલન સાધવામાં નિષ્ફળ જતા શહેરના અનેક વિસ્તારોમાં લોકો મજબુરીથી પ્રદુષિત પાણી પી રહ્યા છે.તેર જુલાઈ સુધીમાં શહેરના અલગ અલગ પોકેટોમાંથી કુલ મળીને પાણીના ૭૫૫ નમુના લઈને તેને લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા.જે પૈકી ૨૬ જેટલા વિસ્તારોમાંથી લેવામાં આવેલા સેમ્પલ પીવાલાયક ન હોવાનુ પુરવાર થવા પામ્યુ છે.શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય એ માટે સાત ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.છતાં શહેરમાં ૧૩ જુલાઈ સુધીમાં સાદા મેલેરીયાના ૨૦૦ જેટલા કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત ઝેરી મેલેરીયાના સાત,ડેન્ગ્યુના ૧૨ અને ચીકુનગુનીયાના બે કેસ નોંધાવા પામ્યા છે.[:]