[:gj]અલ્પેશ રાજીનામું આપશે અને ફરીથી ચૂંટણી લડશે [:]

[:gj]લોકસભા ચૂંટણીના પરિણામ પછી ઠાકોરસેનાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને મળીને દોઢ કલાક સુધી રાજકીય શોદાબાજી કરી હતી. તેમાં એવું બહાર આવ્યું છે કે, તેણે હવે ધારાસભ્ય પદ છોડવું પડે તેમ છે. તેથી તે હવે રાજીનામું આપવાનું આયોજન કરીને ભાજપમાંથી રાધનપુરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે. કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામુ આપ્યા પછી કોંગ્રેસ પ્રદેશ કમિટી દ્વારા અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવાની રજૂઆત કરવામાં આવી છે. તેમાં તેમને ગમે ત્યારે હાંકી કાઢવામાં આવે તેમ છે. તેથી તે હવે ભાજપ સાથે રાજકીય શોદાબાજી પર ફરી એક વખત ઉતરી આવ્યા છે. અગાઉ અનેક વખત ભાજપ સાથે તેમણે શોદા કર્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપના પૂર્વ નેતા ત્રિવેદી અલ્પેશને બચાવી રહ્યાં હોવાના આરોપો કોંગ્રેસે અગાઉ મૂક્યા હતા. કોંગ્રેસે માંગણી કરી છે કે અલ્પેશ હવે કોંગ્રેસનો સભ્ય નથી તેથી ધારાસભ્યના પદ પર રહી શકે નહી અને તેની તુરંત હકાલપટ્ટી કરવી જોઈએ.

હંમેશની જેમ ભાજપમાં જોડાવાની વાતને તેઓ નકારી રહ્યા છે. જે થવાનું છે તે સારું થવાનું છે એવું કહે તો છે. પણ પોતાનું ધારાસભ્ય પદ બચાવવા માટે હવે ભાજપના શરણે તે ગયો છે. જે રીતે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પોચતાની સામે 23 કેસ ગુજરાત સરકારે કરેલા હોવા છતાં પણ આજે લડી રહ્યાં છે એ રીતે અલ્પેશ ઠાકોર લડવાના બદલે ભાજપને મદદ કરી રહ્યો છે. કારણ કે તેનું ધારાસભ્ય પદ બચાવવું છે.

રાધનપુરના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ કે જે ઠાકોર છે તેઓ કહે છે કે,  અલ્પેશ તો ભાજપમાં જ છે. કોંગ્રેસ ખોટી પાછળ પડી છે ધોકો લઈને. કોંગ્રેસવાળા હવે પાછા લેવાના નથી તેથી અલ્પેશ ઠાકોર ટૂંક સમયમાં વિધિવત રીતે ભાજપમાં જોડાશે. કેબિનેટ મંત્રી પણ બનશે. કોંગ્રેસને અલ્પેશે નુકસાન તો કર્યું જ છે. થરાદમાં ઉમેદવાર ઊભો રાખીને ભાજપને જીતાડવાનું કામ તો તેણે જ કર્યું છે. અત્યારે અલ્પેશ ભાજપનો જ છે. અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને 6 મહિનામાં ફરીથી ચૂંટણી લડશે. પોતાની રાધનપુર સીટ પરથી ભાજપમાંથી તેઓ ચૂંટણી લડશે.[:]