આકાશવાણી દ્વારા સંગીત સ્પર્ધા – 2019નું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારની ઉંમર 30 જૂન 2019ના રોજ 16 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જે હિન્દુસ્તાની કે કર્ણાટક સંગીતમાં સંગીત સ્પર્ધામાં ભારત કક્ષાએ ભાગ લઈ શકશે. જેમાં શાસ્ત્રીય કંઠ્ય, શાસ્ત્રીય વાદ્ય, ઉપશાસ્ત્રીય કંઠ્ય સંગીત માત્ર હિન્દુસ્તાની માટે જ, સુગમ કંઠ્ય, લોક સંગીતમાં લોક ગીતો, ભજન અને લોકવાદ્ય સંગીત તથા વૃંદગાન, પાશ્ચાત્ય સંગીત (કંઠ્ય, વાદ્ય અને બેન્ડ). પ્રાથમિક સ્પર્ધાના વિજેતાઓને નિર્ણાયક સ્પર્ધા માટે ધ્વનીમુદ્રિત કરવામાં આવશે અને વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવશે. આ માટેની પ્રાથમિક સંગીત સ્પર્ધાનું આયોજન 8 જુલાઈથી 26 જુલાઈ, 2019 દરમિયાન કરવામાં આવશે. આ માટેના નિયત અરજી પત્ર આકાશવાણીના નજીકનાં કેન્દ્ર પરથી રજા સિવાયના દિવસોમાં કાર્યાલયના સમય દરમિયાન રૂબરૂ મેળવી શકાશે.
સ્પર્ધાની ફી પેટે અરજી પત્ર સાથે રૂ.500નો ડીમાન્ડ ડ્રાફ્ટ પ્રસાર ભારતી, ઓલ ઈન્ડિયા રેડિયો, નવરંગપુરા, અમદાવાદના નામનો કરવાનો રહેશે. જેની વિગત અરજીમાં માંગ્યા પ્રમાણે આપવાની રહેશે. ઉમેદવાર આકાશવાણીના માન્ય કલાકાર ન હોવા જોઈએ તથા અગાઉ આવી કોઈ સ્પર્ધામાં ઈનામના વિજેતા ન હોવા જોઈએ. અરજી પત્રક આકાશવાણી ખાતેથી મળશે. અરજી પત્રો પહોંચાડવાની છેલ્લી તારીખ – 07 મી જૂન 2019ને શુક્રવાર રહેશે. akashvani.in/competition or allindiaradio.gov.in પર ઓનલાઈન અરજી કરી શકાય છે.