દિલીપ પટેલ
અમદાવાદ, 18 એપ્રિલ 2026
અમદાવાદ મહા નગરપાલિકાની 2026ની સામાન્ય ચૂંટણી જીતવા માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો – સંકલ્પ પત્ર અમદાવાદના કાર્યાલય ખાતે ઋષિકેશ પટેલે જાહેર કરીને વચનો આપ્યા હતા. તેમના વચનો આમ તો 2025-26ના અને અગાઉના અમદાવાદ મહાનગર પાલિકાના અંદાજપત્રમાં ઘણી બાબતો મૂકવામાં આવી છે. ગત સંક્લ્પ પત્રમાં દાવો કરાયો હતો કે, 96 ટકા વચનો પરિપુર્ણ કર્યા છે. પણ વાસ્તવિકતા જૂદી છે. વચનો પૂરા થયા નથી. આપેલા વચનોમાં કામ થયું ન હોવાના કારણે સ્થિતી સુધરવાના બદવે વકરી છે.
ઝૂંપડપટ્ટી મુક્ત શહેર
ચૂંટણી ઢંઢેરામાં સૌથી મોટું વચન અમદાવાદમાં 8 લાખ લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે તેમને પાકા મકાનો આપીને શહેરને ઝૂંપડપટ્ટી મુક્ત કરવાનું છે. દર ચૂંટણીની જેમ ફરી એક વખત વચન આપવામાં આવ્યું છે. જે વર્ષોથી આપવામાં આવે છે.
વચનમાં કહેવામાં આવ્યું તેમાં કહેવામાં આવ્યું હતું કે, શહેરને સ્લમ મુક્ત કરાશે, 50000 મકાનોનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. તેનો સીધો મતબલ એ નિકળે છે કે હજુ 50 હજાર કુટુંબો અને 3 લાખ લોકો જો ઝૂંપડામાં જીવન જીવી રહ્યા છે.
આ વચનની વાસ્તવિકતા એ છે કે, 11 સ્લમ વિસ્તારને રીડેવલપ કરીને 5 હજાર મકાનો બાંધવામાં આવ્યા હતા. ઘણા સ્લમ રીડેવલપ થયા છે. કેટલાક TP સ્કીમમાં દૂર થયા છે. જે ખાનગી બિલ્ડરોએ ઝૂંપડા તોડીને તેના સ્થાને પાકા મકાન આપ્યા છે. પણ મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 18 હજાર કરોડના શહેર પાછળ ખર્ચમાંથી એક કોઈ રોકાણ કર્યું નથી.
2026માં 650થી 700 ઝૂંપડ પટ્ટી છે, જેમાં 7 લાખ લોકો રહે છે. સ્લમ-ફ્રી શહેર બનાવવાની જાહેરાત વચ્ચે મૂળભૂત સુવિધાઓ વગરના વિસ્તારમાં ગરીબ નાગરિકો રહે છે.
2011–2013 દરમિયાન સ્લમ ફ્રી સિટી બનાવવા જાહેરાત કરાઈ હતી. એક્શન પ્લાન બનાવાયો હતો. 15 વર્ષથી કામ પુરું થયું નથી.
મોતની ફાટક
બીજું મહત્વનું વચન ફાટક મુક્ત શહેરનું આપ્યું હતું.
પણ વાસ્તવિકતા એ છે કે, અગાઉ અમદાવાદમાં માનવરહિત રેલવે ક્રોસિંગમાં નોંધાયેલી 1617 ઘટનામાંથી 373ના મૃત્યુ થયા હતા. જ્યારે રાજકોટમાં 202, સુરતમાં 318, વડોદારામાં 182 વ્યક્તિએ માનવરહિત રેલવે ક્રોસિંગ પર અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતા.
સવારે 8થી સાંજના 7 કલાક સુધી માનવરહિત રેલવે ક્રોસિંગ ઉપર સૌથી વધારે અકસ્માત થાય છે.
37 બ્રિજ ઓછા
નવેબર 2019માં રાજ્ય સરકારની ફાટક મુક્ત-ગુજરાતની યોજના હેઠળ શહેરી વિસ્તારમાં રેલવે ફાટક ઉપર 37 ઓવરબ્રિજ-અન્ડરપાસ બનાવવાના હતા. ગુજરાત સરકારે 5 રેલવે ઓવરબ્રિજ અને 10 રેલવે અન્ડરપાસ મંજૂર કર્યા હતા. તે ઓછા છે.
જેમાં એકલા અમદાવાદમાં 7 રેલવે ઓવરબ્રિજ તથા 14 રેલવે અન્ડરપાસ બનાવવાના હતા. 15 પ્રોજેક્ટને પ્રથમ તબક્કે મંજૂરી અપાઈ હતી. 50 ટકા નાણાં રાજ્ય સરકાર આપવાની હતી, 50 ટકા રકમ મહાનગર પાલિકાએ ખર્ચવાની હતી.
નવેમ્બર 2019માં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રૂ. 431.37 કરોડના ખર્ચે 24 રેલવે ઓવરબ્રિજ-અંડરપાસ બનાવવાની દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલી હતી.
જેમાં સાબરમતી ડી-કેબિન, હેબતપુર-થલતેજ, વંદે માતર, ઋતુ બંગલો ન્યૂ રાણીપ-ગોતા અને નવા વાડજ-નારણપુરા વચ્ચે અગિયારસી મંદિર ખાતે અન્ડરપાસ યોજનામાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના રેલવે તંત્રએ નાણાં ફાળવવાની ના પાડી દીધી હતી. રાજ્ય સરકારે 100 ટકા પોતાના ખર્ચે અહીં અન્ડરપાસ બનાવવાનું નક્કી કર્યું હતું. નરેન્દ્ર મોદી સામે પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકાર કે ભૂપેન્દ્ર પટેલની સરકાર બોલી શકી ન હતી.
નવેમ્બર 2019માં રેલવે અંડરપાસ બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં વટવા, વિંઝોલ, વંદે માતરમ, ગોતા – ત્રાગડ-છારોડી, ઉમાભવાની, ચાંદખેડા – IOC, ચાંદખેડા – સાબરમતી, ડી-કેબિન- હેબતપુર, થલતેજ – વંદેમાતરB, ઋતુ બંગલો, ગોતા – અગિયારસી મંદિર, નારણપુરા – જલારામ મંદિર, પાલડીનો સમાવેશ થાય છે. બીજા 26 પુર અમદાવાદ બહાર બનાવવા પડે તેમ હતા.
1006 ગેટ મેન
અમદાવાદ ડિવિઝનમાં ફરજ બજાવતાં 1006 ગેટમેનોએ ક્યારેક ન આવે ત્યારે 24 કલાકની નોકરી કરવી પડે. રાતના ઝોકું આવી જતા ટ્રેન ફાટકે ઉભી રહી ગઈ હોવાના બનાવો બને છે.
69 રેલવે ફાટક
2020 સુધીમાં 33 ફાટક પર ફ્લાયઓવર કે અંડરપાસ બની ગયા. 2018માં પહેલી વખત જાહેરાત કરાઈ કે 100 ટકા ફાટક મુક્ત કરાશે. 50 ટકા કામ થયું હોવાનું રેકર્ડ પર જણાય છે.
ટ્રાફિક સિગ્નલ
AI આધારિત ટ્રાફિક સિગ્નલ વિકસાવવાની યોજના ચૂંટણી ઢંઢેરામાં ફરી એક વખત આપેલું હતું.
2026-27ના અંદાજપત્રમાં AI આધારિત ટેકનોલોજીથી ટ્રાફિક સિગ્નલ ડેવલપ કરવાનું જરૂરી છે. આ સિસ્ટમ દ્વારા વાહન વ્યવહારનું રિયલ-ટાઈમ વિશ્લેષણ થઈ શકશે અને ટ્રાફિક જામ ઘટાડવામાં મદદ મળશે. આ માટે અંદાજપત્રમાં રૂ.20 કરોડ ફાળવવામાં આવ્યા હતા.
ભારત સરકાર દ્વારા 25 જૂન 2015ના રોજ 100 સ્માર્ટ સિટીમાંથી ગુજરાત રાજ્યના 6 શહેરોમાં અમદાવાદ શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
જેમાં ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) અપગ્રેડ, CCTV અને વિડિયો એનાલિટિક્સ સિસ્ટમનું આધુનિકીકરણ, ટ્રાફિક મેનેજમેન્ટ અને સ્માર્ટ સિગ્નલ સિસ્ટમ સુધારણા, રિયલ-ટાઇમ ડેટા મોનિટરિંગ અને ડેશબોર્ડ વિકાસ, IOT સેન્સર અને ફીલ્ડ ડિવાઇસ ઇન્ટિગ્રેશન, ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ મજબૂત બનાવવી, સાયબર સિક્યુરિટી અને ડેટા સેફ્ટી અપગ્રેડ, સોફ્ટવેર, હાર્ડવેર અને નેટવર્ક ઇન્ફાસ્ટ્રક્ચર અપગ્રેડ, સિસ્ટમ મેન્ટેનન્સ અને સ્ટાફ ટ્રેનિંગ, મોનિટરિંગ, મૂલ્યાંકન અને ટેકનિકલ સપોર્ટ માટે અંદાજપત્રમાં રૂ..15 કરોડ ફાળવ્યા હતા. આ યોજના 10 વર્ષથી અધુરી છે.
વચન તો આપ્યું પણ વાસ્તવીકતા એ છે કે, શહેરમાં 300 ટ્રાફિક સિગ્નલ છે. ન ચાલતા સિગ્નલ અંદાજે 5 ટકા છે. 14–15 સિગ્નલ હંમેશા હંધ હોય છે. હીટવેવ દરમિયાન સિગ્નલો બંધ થઈ જાય છે.
2026માં 78 સિગ્નલ બપોરે બંધ હોય ગતા. ઘણા જંકશનમાં સિગ્નલ નથી. ટાઈમિંગ ગડબડ છે. 160 સિગ્નલમાં CCTV નથી. 100 LEFT ટર્ન ખુલ્લા મૂકવાની જાહેરાત ઢંઢેરામાં કરાઈ હતી.
લીલી બત્તી
2025માં અમદાવાદના 400 ટ્રાફિક જંકશન પર ટ્રાફિક ઘટાડવા અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. સિગ્નલો સિંક્રોનાઇઝ હોવાથી એક વખત ગ્રીન સિગ્નલ મળ્યા બાદ આગળનાં જંકશનો ઉપર ગ્રીન સિગ્નલ મળશે. સિગ્નલ પર ઊભા રહેવામાં લાગતા સમયમાં ઘટાડો થશે
અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ સર્વર જોડાવાનું હતું.
જેમાં અડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, વ્હીકલ ડીટેકશન સેન્સર, ઈન્ટેલીજન્ટ એન્ડ કનેક્ટેડ કંટ્રોલર, કોમ્યુનિકેશન નેટવર્ક, સેન્ટ્રલ સર્વર સાથે જંકશનો ઉપર ટ્રાફિકની પરિસ્થિતી, કોરીડોરની તથા વિસ્તારની પરિસ્થિતી, એટીસીએસ સોફ્ટવેર, ટ્રાફિક સીમ્યુલેશન સોફટવેર, ટ્રાફિકની સારી વિઝીબીલીટી તથા જુદા જુદા સાઈનેજીસ, ફિક્સ સાઈન બોર્ડ વગેરેનો સમાવેશ થાય છે.
સિસ્ટમોને સિંગલ ઈન્ટફેસમાં સંકલિત કરવાની હતી. જેથી ટ્રાફિકની સ્થિતિ પર વાસ્તવિક સમયનો ડેટા પૂરો પાડી શકાય. જેથી કાર્યક્ષમ શહેરના આયોજન માટે ટ્રાફિકની સ્થિતિ જાણાનું આયોજન હતું.
પણ તે પ્રમાણે શહેરનું સંચાલન થતું નથી. માત્ર દંડ ફટકારવા આ સિસ્ટમનો ઉપયોગ વધારે થાય છે.
આ સીસ્ટમનો અમલ કરતા પહેલા 300 જંકશનોનો સર્વે કરવામાં આવ્યો હતો.
ઉપરાંત નવા 100 જંકશન તૈયાર કરી અંદાજીત 400 જંકશન પર એટીસીએસ યોજના શરૂ કરવાની હતી. શહેરમાં 301 સિગ્નલ છે.
રંગ – 7 વર્ષ પહેલાં બમ્પ પર પીળા અને સફેદ રંગના થર્મોપ્લાસ્ટિક પટ્ટા લગાવવા રૂ.58 લાખનો ઠેકો સૂર્યા વોલ કેર કેમ પ્રા.લિ.ને 32 ટકાથી ઓછા ભાવે આપવામાં આવ્યો હતો. અમદાવાદ અને સુરતમાં એક વર્ષમાં રોડ નિશાનો માટે રૂ.100 કરોડનું ખર્ચ થતું હોવા છતાં યોગ્ય રીતે થતું નથી.
2019 સુધીમાં અમદાવાદમાં ચાર વર્ષમાં ટ્રાફિક સિગ્નલ જમ્પના 78 કરોડ રૂપિયાના દંડના ઈ-મેમો ઇસ્યુ કર્યા, પરંતુ વસૂલાત માત્ર 24 કરોડની જ થઈ હતી.
ઈલેક્ટ્રિક બસ
વચન આપ્યું હતું કે, 2030 સુધીમાં 3000 ઇલેક્ટ્રિક બસ ખરીદ કરવામાં આવશે. આ સારું વચન છે.
2026ની વાસ્તવિકતા એ છે કે, 400 ઇલેક્ટ્રિક બસ હાલમાં ચાલે છે
1000 નવી ઇલેક્ટ્રિક બસ આપવાની જાહેરાત કરાઈ હતી. 1100 બસ છે જેમાં AMTS પાસે 750 બસ છે. BRTS પાસે આશરે 350 બસ છે.
પુલ
પુલો બનાવવાનું વચન આપ્યું છે. પણ ખોખરા પુલના ભ્રષ્ટાચારને એ વચન ધોઈ શકે તેમ નથી. 2026-27ના બજેટમાં અન્ડરપાસ,અન્ડરબ્રીજ તેમજ ઓવરબ્રિજ બનાવવા માટે અંદાજપત્રમાં રૂ.50 કરોડ ફાળવેલા હતા. 17 નવા બ્રિજ, સુભાષબ્રિજને 8 માર્ગીય બનાવવામાં આવશે. વાસ્તવીકતા – શહેરમાં આશરે 92 પુલ રેલ્વે સાથે છે
15 વર્ષમાં 46 ફ્લાયઓવર બન્યા છતાં ટ્રાફિક યથાવત છે.
100 નવા બ્રિજ કે ફ્લાયઓવર 10 વર્ષમાં બનાવવા જરૂરી છે. તેની સામે ઓછા છે.
રમતના મેદાનો
વચન – દરેક વોર્ડમાં એક મેદાન અને બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી ઝોન બનાવવામાં આવશે. પણ 70 રમતગમત અને રિક્રિએશન સુવિધાઓ છે.
જેમાં 45 જીમ અને રમતના મેદાનો છે. જેમાં 6 સ્કેટિંગ રિંક, 5 સ્પોર્ટ્સ સેન્ટર, 7 ટેનિસ કોર્ટ છે.
ખરેખર તો 9–12 ચોરસ મીટર પ્રતિ વ્યક્તિ હોવું જોઈએ તે અમદાવાદમાં એક વ્યક્તિ પાસે 1.3 ચોરસ મીટર જેટલી ઓપન સ્પેસ છે, ઓછામાં ઓછો, ઓપન સ્પેસમાં 7–8 ગણો ગેપ છે
શહેરમાં બાળકો અને ખેલાડીઓ માટે પૂરતી જગ્યા નથી.
245 નવા મેદાનની જરૂર છે. ડિસેમ્બર 2023માં નક્કી કરાયું હતું કે, અમદાવાદમાં 245 પ્લોટમાં રમતગમતના મેદાન બનાવવા. તે પણ થયું નથી. 27 નવા રમતના મેદાનો બનાવવામાં આવી રહ્યાં હોવાનો દાવો છે. 2024 સુધી એક પણ પ્લોટ સંપૂર્ણ ડેવલપ થયો નહોતો. 19 પ્લોટ પ્રથમ તબક્કામાં પસંદ થયા હતા. 2026-27ના અંદાજપત્રમાં જાહેરાત કરી દીધી હતી કે, નાગરીકોને ઘર આંગણે રમત-ગમતની સુવિધા કરાવવા વટવા વિધાનસભાના વસ્ત્રાલ વોર્ડમાં, સાબરમતી વોર્ડમાં પ્લે ગ્રાઉન્ડ બનાવવા તથા ઇન્ડિયા કોલોની વોર્ડમાં મીની સ્પોર્ટસ કોમ્પલેક્ષ તથા અન્ય જરૂરિયાત મુજબ અમદાવાદ મહાનગરપાલિકામાં જુદા જુદા વોર્ડમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ, પ્લે ગ્રાઉન્ડ તથા ઓવરબ્રીજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી ડેવલપ કરવા માટે અંદાજપત્રમાં વધુ રૂ.33 કરોડ નક્કી કરી દેવાયા હતા.
અમદાવાદમાં 1200 ખાનગી શાળા પાસે રમતના મેદાનની સુવિધા નથી. હ્રદય રોગ કે ઈમરજન્સી સારવાર ઘટાડવા માટે રમત ગમતના મેદાન જરૂરી છે. અમદાવાદમાં 108ને 24,460 કોલ ઈમરજન્સી સારવારના આવે છે. જે સુરત કરતાં 5 ગણા છે. અમદાવાદમાંથી સૌથી વધુ 24 હજાર 460 દર્દીને હૃદયની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અમદાવાદમાં રોજ સરેરાશ 67 વ્યક્તિને હૃદયની સમસ્યા હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગુજરાતમાં 30% અમદાવાદ નોંધાય છે. અમદાવાદમાં 2023 કરતાં 2024માં હૃદયની સમસ્યાના કોલ્સમાં 15.47%નો વધારો થયો હતો.
પ્રદૂષણ
ચૂંટણી ઢંઢેરામાં 2026માં વચન આપ્યું હતું કે, પ્રદૂષણને અટકાવવા માટે થઈને શહેરમાં ગ્રીન કવર વધારાશે. પણ અગાઉના તમામ પ્રોજેક્ટ કાંતો અધૂરા હતા કાંતો નિષ્ફળ હતા.
હકીકત એ છે કે, 480 ચોરસ કિલોમીટરમાં ગ્રીન કવર 12% થી 12.5% વિસ્તાર છે તે માત્ર 67 ચોરસ કિલોમીટર થાય છે. ખરેખર તે 30 ટકા હોવો જોઈએ. દરેક વ્યક્તિએ 9 ચોરસ મીટર હોવું જોઈએ. જે દોઢ છે. કુલ જમીનના 16 ટકા વૃક્ષો હોવા જોઈએ.
12 લાખ વૃક્ષો છે.
રૂ. 91 કરોડના પ્રોજેક્ટ્સની મંજૂરી અમદાવાદ શહેરમાં હવા પ્રદૂષણ રોકવા માટે આપવામાં આવી હતી.
હવાના પ્રદૂષણમાં વધારો થવા માટે 36 ટકા માર્ગોની ધૂળ જવાબદાર છે. 34 ટકા ઘરેલુ, STP પ્લાન્ટ તથા ઇન્ડસ્ટ્રી દ્વારા અને 16 ટકા બાંધકામ કરતાં બિલ્ડરો પ્રદૂષણનું મુખ્ય કારણ છે.
નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા ગંભીર અને ખતરનાક વાયુ પ્રદૂષણ વાહનો, ઈન્ડ્રસ્ટ્રી, સ્મશાન દ્વારા હવામાં ફેલાય છે.
હવાનું પ્રદૂષણ ઘટાડવા 2023 સુધીના ચાર વર્ષમાં રૂ. 280 કરોડની રકમ વેડફાઇ હતી.
હવાનું પ્રદૂષણ
WHO ના રિપોર્ટ અનુસાર અમદાવાદમાં પ્રદૂષિત પીએમ 2.5ના પ્રમાણ સામાન્ય કરતા 2.2 ગણું વધારે જોવા મળ્યું હતું.
હવાનું પ્રદૂષણ ઘટાડવા એર ક્વોલિટી કંટ્રોલ પ્રોગ્રામમાં પાંચ વર્ષમાં રૂ. 425.83 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો. છતાં શહેરમાં હવાના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. રખિયાલમાં AQI 211 તથા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 276 એર ક્વોલિટી ઇન્ડેક્સ હતો.
દિવાળીના સમયગાળા દરમિયાન હવામાં પીએમ 10નુ પ્રમાણ 165 અને પીએમ 2.5 પ્રમાણે 38.33 સુધી પહોંચે છે.
પીરાણા
પીરાણા ડમ્પિંગ સાઈટને દૂર કરવામાં આવશે એવું વચન આપ્યું તેનું કામ તો 2018થી શરૂ થયું હતું.
પીરાણા ડમ્પ સાઇટ ઉપરાંત રખિયાલ, સરદાર પટેલ સ્ટેડિયમ આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય ઉપર ખતરો વધી રહ્યો છે. પીરાણા ખાતે 26 ડિસેમ્બરે એર ક્વોલિટી ઇન્ડેક્સ 320 નોંધાયો હતો.
પ્રદૂષણથી મોત
6 વર્ષમાં પ્રદૂષણ ઘટાડવા 567 કરોડ ખર્ચ્યા છતાં અમદાવાદ 10મા નંબર છે. ગુજરાતમાં વર્ષે 2 લાખ લોકોને પ્રદૂષણ ભરખી જતાં હોવાના વૈશ્વિક સંસ્થાના અહેવાલો છે. તે હિસાબે અમદાવાદમાં 5 ટકા લેખે ગણીએ તો પણ 10 હજાર લોકોના મોત થતાં હોવાનું અનુમાન મૂકી શકાય.
18 ફેબ્રુઆરી, 2023ના ભારતની સરકારી સંસ્થાના ડેટા અનુસાર, અમદાવાદ ભારતના સૌથી પ્રદૂષિત શહેરોમાં 10મા નંબરે પહોંચ્યું હતું. અમદાવાદમાં 2021માં ખરાબ હવાને કારણે 1500થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
2026ના ઢંઢેરામાં વચન આપ્યું હતું કે, કેન્સરની અદ્યતન હોસ્પિટલની સ્થાપના કરવામાં આવશે. અમદાવાદની કેન્સર હોસ્પિટલ જીસીઆરઆઈમાં 4660 દર્દીઓ ફેફસાના કેન્સરના નોંધાયા હતા.
શહેરની હવા ખરાબ હોવાના કારણે માણસનું અંદાજિત આયુષ્ય 10 વર્ષ સુધી ઘટી જાય છે.
એર ક્વોલિટી કંટ્રોલ પ્રોગ્રામમાં સરકાર તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ષ-2020થી 2025 સુધીના પાંચ વર્ષમાં
રૂપિયા 425.83 કરોડની ગ્રાન્ટ આપી હતી.
સૌથી વધુ રૂપિયા 252.71 કરોડ રોડની કામગીરી માટે હતા. જેથી પ્રદૂષણ ઘટે.
માર્ગ ખરાબ – પ્રદૂષણ માટે ખરાબ માર્ગ વધારે જવાબદાર છે. અમદાવાદમાં 2025ના ચોમાસામાં જૂન 2025ના એક મહિનામાં 5,033 રોડ ખરાબ અને 838 ખાડા થયા હોવાની ફરિયાદો નોંધાઈ હતી. ત્યારે મે–જુલાઈ 2025ના એક મહિનામાં 8,500 માર્ગ ખરાબ અને ખાડાની ફરિયાદો નોંધાઈ
2024માં 3 મહિનામાં 1 લાખ 67 હજાર ફરિયાદો માર્ગ, પાણી અને ગટરની હતી. જે પ્રદૂષણ માટે જવાબદાર છે.
શહેરમાં કુલ ફરિયાદો વર્ષ દર વર્ષે વધી રહી છે.
હવે 2026માં વચન આપ્યું હતું કે, 500 કિલોમીટર જૂની ડ્રેનેજ લાઈન બદલવામાં આવશે. નવી ગટર લાઈન નાખવાના અગાઉના વચન પૂરા થયા નથી.
પાણીનું પ્રદૂષણ
એક વર્ષમાં શહેરના 48 વોર્ડમાંથી પાણીના પોલ્યુશન અંગેની 33 હજાર 139 ફરિયાદ હતી.સૌથી વધુ ફરિયાદ ખાડીયામાંથી 2255, સરસપુરમાંથી 2027 ઉપરાંત નવાવાડજમાંથી 1810 તથા દાણીલીમડા વોર્ડમાંથી 1277 ફરિયાદ એક વર્ષ દરમિયાન તંત્રને મળી હતી.
સારા વચન
100 ટકા રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક છે. આ સારી યોજના છે.
70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને ઘરે જઈને સારવાર તથા ટેસ્ટની સુવિધા આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે.
30 ટકા મહિલાઓ માટે આરક્ષણ આપવાની વાત કરવામાં આવી છે. મહિલાઓ માટે BRTSમાં પિંક બસ મૂકાશે.
65 વર્ષના નાગરિકો માટે અમદાવાદ દર્શન નિઃશુલ્ક કરાશે.
કોમનવેલ્થ ગેમ્સ 2030’ માટે દરેક ઝોનમાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પરકોલેશન વેલ
2000 પરકોલેશન વેલ બનાવવાના પ્રસ્તાવ પણ સંકલ્પ પત્રમાં સમાવાયા છે. બનાવે છે તો તે નકામાં થઈ જાય છે. પરકોલેશન વેલ બનાવ્યા હતા એ પણ યોગ્ય કાળજી ન લેવામાં આવતા પુરાઈ ગયા હતા.અમદાવાદમાં વરસાદી પાણીનો સંગ્રહ માટે બનાવેલા પરકોલેટિંગ વેલની તપાસ કરવા 2022માં આદેશ અપાયા હતા. કારણ કે 2 ઓગસ્ટ 2024માં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ એમ ત્રણ ઝોનમાં વરસાદી પાણીના 7497 કામો માટે ઠેકા રૂ. 144 કરોડ આપ્યા હતા. અમદાવાદ મહાનગર પાલિકાના ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3180, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1617 તથા પશ્ચિમ ઝોનમાં 2500 મળી કુલ 7497 સોસાયટી દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગ કામો માટે અરજી મળી હતી. અમદાવાદમાં 1965માં 1057 ચો.કી.મી. તળાવ હતા જે ગાયબ થઈ ગયા હતા. અમદાવાદમાં એક સમયે 1400 કરતા વધુ તળાવ હોવાના પુરાવા હતા. અમદાવાદ શહેરમાં 156 તળાવ સરકારી દફતરે છે. 143 તળાવ અમદાવાદ મહાનગરપાલિકાના છે. નાના મોટા સરોવરો, તળાવ કે તળાવડીઓનો નાશ થવાથી પાણી ભરાયા હતા.બિલ્ડરોને વેચી માર્યા છે. નેશનલ લેક કન્ઝર્વેશન પ્લાન હેઠળ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 45 તળાવોને ઈન્ટરલિંક પધ્ધતિથી એકબીજા સાથે જોડવાની યોજના હજુ પુરી કરી શકાઈ નથી.
28 મોડેલ ફાયર સ્ટેશન, 140 મીટર સુધીની ઉંચાઈ સુધી કાર્યક્ષમતા ધરાવતી હાઈડ્રોલિક પ્લેટફોર્મ વિથ ફાયર ફાઈટિંગ સિસ્ટમ તેમજ ડ્રોન સિસ્ટમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આવા વચનો અગાઉ અપાયા હતા,.
BRTS રૂટમાં નવા કોરિડોરની ગતિ ધીમી છે.
મેટ્રો બની પરંતુ રોડ ટ્રાફિકમાં અસર મર્યાદિત
100 ટકા ડોર-ટુ-ડોર ઘરનો કટરો ઉપાડવાનું વચન ફરીથી આપ્યું છે. પણ અમલ પુરો થતો નથી.
Wi-Fi પ્રોજેક્ટ મર્યાદિત વિસ્તાર સુધી થઈ નથી.
ગુજરાતી
English





