આયાત વેરો 16 ટકા કરતાં સોનાની દાણચોરી વધશે, અદાણી એરપોર્ટ હબ બનશે

Gold Smuggling Set to Rise, Adani Airport to Become a Hub, सोने की स्मगलिंग बढ़ेगी, अडानी एयरपोर्ट बनेगा हब

દિલીપ પટેલ
અમદાવાદ, 16 મે 2026
સોનાની આયાત ડ્યૂટી 6%થી વધારીને 15% કરવામાં આવતા ગુજરાત પર ખાસ કરીને જ્વેલરી, હીરા અને વેપાર ક્ષેત્રમાં અસર પડી છે.
જ્યારે સોના પર આયાત વેરો વધાર્યો છે ત્યારે દાણચોરી વધી છે. બેકારી વધી છે. ગુજરાતમાં 30 લાખ કારીગરો ઘરેણાના વેપારમાં હોવાનો અંદાજ છે.

સ્મગલિંગ – દાણચોરી ફરી વધી શકે છે. જેમાં દુબઈ, અબુધાબી, શારજાહ, બેંકોકથી ઓછી કિંમતનું સોનુ દાણચોરીથી આવતું રહ્યું છે.

અદાણી એક્સપોર્ટ પર દાણચોરી વધશે.
અમદાવાદમાં અદાણી હસ્તકના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ફરી એક વખત સોનાની દાણચોરી માટે હબ બની શકે છે. જે પકડાય છે તે 1 ટકાથી વધારે ન હોવાનું માનવામાં આવે છે.
2023–2025ના 3 વર્ષમાં અંદાજે 180 કિલો, 199 કરોડનું પકડાયું હતું.
2024માં 126.5 કિલો
2025માં 53.6 કિલો
આમ 2024-25ના નાણાકીય વર્ષમાં 135 કિલો રૂ. 70 કરોડ.
ફેબ્રુઆરી 2024 સુધી અંદાજે 100 કિલો.

ગુજરાતમાં સોનાની દાણચોરી
પહેલાં જ્યારે ડ્યુટી 15% હતી ત્યારે દાણચોરી વધી હતી.
2014માં 75.5 કિલો રૂ. 23 કરોડ, કચ્છ-જામનગર દરિયાઈ માર્ગે જપ્તા
2017માં 52 કિલો, રૂ. 15 કરોડ અદાણીના મુંદ્રા બંદરેથી
2019માં 1300 કરોડના રેકેટનો ભાંડાફોડ થયો હતો.
2022માં 39.4 કિલો રૂ. 22 કરોડ પકડાયું હતું.
2023-24માં 70 કિલો, રૂ. 50 કરોડ.
2024માં 93 કિલો રૂ. 66 કરોડ અમદાવાદ અને સુરત એરપોર્ટ પર જપ્ત.
2024-25માં 74 કિલો રૂ. 54 કરોડ.

દર અઠવાડિયે રૂ. 1 કરોડથી વધુ સોનું પકડાયું હતું.

2024માં ડ્યુટી 6% થતાં સત્તાવાર આયાત વધી અને ગેરકાયદેસર આયાત ઘટી હતી.

હવે ફરી હવાઈ મથક, દરિયાકાંઠે  દાણચોરીનું જોખમ વધશે.

સરકારની આવક વધશે
2021-22માં 10 ટકા ડ્યુટીમાં રૂ. 35,000 કરોડ
2023-24માં 15% ડ્યુટી કરી તો રૂ.17 હજાર  કરોડ આવક થઈ હતી.
2024-25માં 6% કરી તો 26 હજાર કરોડ.
2025-26માં 15 ટકા કરીનો 40 હજાર કરોડથી 50 હજાર કરોડ આવક થઈ શકે છે.
50 હજાર કરોડમાંથી ગુજરાતમાંથી 6થી 7 હજાર કરોડની આવક કેન્દ્ર સરકારને થવાની શક્યતા છે.

ભારત વિશ્વનો સૌથી મોટો સોનાનો ગ્રાહક દેશ છે. દર વર્ષે 700–900 ટન સોનું આયાત થાય છે.

ગુજરાતમાં
ગુજરાતનો હિસ્સો સામાન્ય રીતે અંદાજે 12% થી 15% માનવામાં આવે છે. કારણ કે અમદાવાદ, સુરત અને રાજકોટ દેશના મોટા ગોલ્ડ-જ્વેલરી કેન્દ્રો છે.

ગુજરાતમાં સોનાની ખપત
2020માં 85–95 ટન રૂ. 40 હજાર કરોડનો વેપાર છે. ત્યારે 10 ગ્રામના રૂ. 48 હજાર સરેરાશ હતા.
2022માં 110–120 ટન અને વેપાર 65 હજાર કરોડ
2024માં 120–135 ટન અને રૂ. 90 હજાર કરોડ.
તોલાનો ભાવ રબ. 72,000

2025માં 130–145 ટન અને વેપાર રૂ. 1 લાખ કરોડ હોવાની શક્યતા છે. ત્યારે તોલાનો ભાવ 90 હજાર સરેરાશ હતો.

2026માં 115 ટન સોનાની ખપત થઈ શકે છે. વેપાર 1 લાખ 20 હજારથી 1 લાખ 60 હજાર કરોડ થઈ શકે છે.
સોનાની ખપત ઓછી થશે પણ વેપારનું ટર્ન ઓવર વધશે. તેથી સરકારને આવક પણ વધશે.
લગ્નમાં 70 ટકા જેવું સોનું ખરીદ કરાય છે.
હીરાના ઘરેણામાં 10 ટકા જેવું છે.

ડાયમંડ જ્વેલરી
લાયસન્સ હોલ્ડરને થોડા લોકો છે. જે ગલ્ડ આયાત કરીને ઘરેણા બનાવી નિકાસ કરે છે. જેટલું સોનુ મંગાવે એટલું નિકાસ કરવાનું હોય છે. તેમને વેરામાં રાહત મળે છે. નિકાસ કરે તો તે ડ્યુટી પરત મળે છે. પણ એક વર્ષનું રોકાણ તેમાં બાકી રહે છે.

સુરત વિશ્વનું સૌથી મોટું 80 ટકા હિસ્સા સાથે હીરા પોલિશિંગ કેન્દ્ર અને ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં આગળ છે.
ડાયમંડ જ્વેલરીમાં ભારતની નિકાસમાં 45 ટકા હિસ્સો ગુજરાતનો છે.
સુરતમાં ઘરેણા બનાવતી મોટી 350 ફેક્ટરીઓ છે તેને અસર થઈ શકે.

સીએડી અને લેબબ્રોન ઘરેણામાં ચાલે છે.
ડાયમંડ જ્વેલરી
સુરતમાં ડાયમંડ જ્વેલરી બનાવતાં 6 હજાર યુનિટ, અમદાવાદ 2 હજાર, રાજકોટ 3 હજાર એકમો છે.

હીરા ઉદ્યોગ
પોલીસ હીરાથી ઘરેણાં બને છે. તેથી ગુજરાતના 15 લાખ કારીગરો અને અન્ય લોકોને હીરામાં અસર થઈ શકે છે.
ગુજરાતમાં 2022-23માં 2 લાખ કરોડની નિકાસ હીરાની થઈ હતી. જે 2025-26માં 1 લાખ 20 હજાર કરોડ થઈ ગઈ છે. 3 વર્ષ ભારે મંદી રહી હતી. હવે સોનાના વેરાના કારણે તે 1 લાખ કરોડ થઈ શકે છે. 2023થી 25 ભારે મંદી હીરામાં રહી છે. ફરી એક વખત મંદી થશે.
નાના 12 હજાર કારખા અને 5 લાખ કારીગરો અસર થશે.
નાના વર્કશોપ પણ 15 હજાર છે.

લેબગ્રોન ડાયમંડના 4 હજાર કારખાના છે.

ગુજરાત 1 લાખ કરોડના હિરા આયાત કરે છે. તેની સામે 2 લાખ કરોની નિકાસ કરે છે.

ડાયમંડ બુર્સ નિષ્ફળ
સુરતમાં ડાયમંડ સેઝ અને બુર્સનું 2022-23માં 26 હજાર કરોડ ટર્નઓવર હતું, તે 2023-24માં 14 હજાર કરોડ થઈ ગયું છે. જે આયાત કરે છે તેના 2 ટકા કરે છે.

હીરા ઉદ્યોગ
ગુજરાતમાં નાના પાયે હીરા ઘસવાનું કામ કરતાં કારખાના સૌથી વધારે છે. તેમને અસર થઈ શકે છે.
ગુજરાતમાં 13 લાખ હીરાના કારીગરો છે.
જેમાં સુરતમાં 8 લાખ,
ભાવનગર 1 લાખ,
અમરેલી 50 હજાર,
રાજકોટ 30 હજાર,
અમદાવાદ 35 હજાર,
જુનાગઢ 20 હજાર,
બોટાદ 15 હજાર,
અન્ય જિલ્લામાં 25 હજાર

વેપાર ઘટશે
કાચા માલ મોંઘુ પડશે અને કામકાજ ધીમું પડી શકે છે. ઉદ્યોગ સંગઠનો 10–15% સુધી વેપાર ઘટવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાત ભારતના સૌથી મોટા સોનાના દાગીના અને હીરા-જ્વેલરી કેન્દ્રોમાંનું એક છે.
સોનાના દાગીનાં મોંઘાં થશે
અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર જેવા શહેરોમાં દાગીનાના ભાવ તરત જ વધશે.
લગ્ન સીઝન અને તહેવારોમાં ખરીદી ઘટી શકે છે.

નાના સોનારા, કારીગરો અને વર્કશોપ છે.
રાજકોટ – સોના અને ચાંદીના દાગીનાનું મેન્યુફેક્ચરિંગ વધારે છે.
અમદાવાદ – છૂટક અને જથ્થાબંધ બજાર છે.
સુરત – હીરા જડીત જ્વેલરી નિકાસ કરે છે.
સુરત વિશ્વનું મોટું હીરા પોલિશિંગ કેન્દ્ર છે. હીરા સાથે ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ જોડાયેલો હોય છે. હવે.
નિકાસ ઘટશે, મૂડી રોકાણમાં વધારો થશે.
આથી રોજગારી અને કામમાં ઘટાડો થશે.

હલકા ઘરેણાં
ગ્રાહકો હલકાં અથવા ઓછી કેરેટના દાગીના તરફ વળશે, 22 કેરેટ બદલે 18 કેરેટ બનાવશે
જુના સોનાના દાગીના વેચીને નવા બનાવશે.
ગ્રામીણ ગુજરાતમાં ખરીદી ઘટશે.
લગ્ન ખર્ચ વધશે
સરકારને કસ્ટમ ડ્યુટીથી વધુ આવક

આ નિર્ણયનો સૌથી વધુ પ્રભાવ ગુજરાતના જ્વેલરી ક્લસ્ટર — સુરત, રાજકોટ અને અમદાવાદ — પર જોવા મળી શકે છે.

ગુજરાતમાં સોનાના ધંધા સાથે જોડાયેલાં વેપારીઓ અને કારીગરો કે મજૂરો કેટલાં છે

ગુજરાતમાં સોનાના ધંધા સાથે સીધા અને આડકતરી રીતે લાખો લોકો જોડાયેલા છે. ચોક્કસ સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી, કારણ કે મોટો ભાગ અસંગઠિત (informal) ક્ષેત્રમાં કામ કરે છે, પરંતુ વિવિધ ઉદ્યોગ સંગઠનો અને અહેવાલોના આધારે અંદાજિત સ્થિતિ આ પ્રમાણે છે:

રોજગારી
સોનાના દાગીના બનાવતા કારીગરો 4 લાખ
જ્વેલરી દુકાનો અને વેપારીઓ 1 લાખ
હોલસેલ, કાસ્ટિંગ, પોલિશિંગ, પેકિંગ, ટ્રાન્સપોર્ટ વગેરે 1 થી 1.5 લાખ.
હીરા-જ્વેલરી જોડાયેલ કામદારો (ખાસ સુરત) 8 થી 10 લાખ
કુલ સીધા અને પરોક્ષ રોજગાર અંદાજે 12 થી 16 લાખ છે.
જોકે દેશમાં 3 કરોડ લોકો સોનાના ધંધા સાથે જોડાયેલા હોવાનું સંગઠને જાહેર કર્યું હતું તે હિસાબે 10 ટકા પ્રમાણે ગુજરાતમાં 30 લાખ લોકો રોજગારી મેળવે છે.

સોનાના ધંધાના શહેરો
અમદાવાદ
અમદાવાદમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ અને માર્કેટ સાથે સીધા લગભગ 1 લાખ લોકો જોડાયેલા હોવાનું ઉદ્યોગ સંગઠનો કહે છે. માણેકચોક અને રતનપોળમાં પીક સીઝનમાં લગભગ 50 હજાર લોકો કામ કરે છે.

રાજકોટ
રાજકોટ ગુજરાતનું મોટું ગોલ્ડ-સિલ્વર જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ છે. અહીં અંદાજે 1.5 લાખ લોકો કામ કરે છે.

સુરત
સુરતનો મુખ્ય ધંધો હીરા છે, પરંતુ ગોલ્ડ-ડાયમંડ જ્વેલરીમાં પણ મોટા પ્રમાણમાં રોજગાર છે. સુરતના હીરા ઉદ્યોગમાં આશરે 8 લાખથી 10 લાખ લોકો કામ કરે છે.

સોનારા કે કારીગર
ડિઝાઇનર
કાસ્ટિંગ
પોલિશિંગ
હોલમાર્કિંગ સ્ટાફ
રિટેલ દુકાનદારો
હોલસેલ વેપારીઓ
હીરા જડાવનાર કારીગરો
પેકિંગ અને ટ્રાન્સપોર્ટ કામદારો
નાના વર્કશોપ અને ઘર આધારિત મજૂરો

સોનાની આયાત ડ્યુટી વધતાં વધુ અસર નાના કારીગરો અને રોજમદાર મજૂરો પર પડી શકે છે.

ગુજરાતમાં સોનાનું વેચાણ
ભારતમાં દર વર્ષે અંદાજે 700–900 ટન સોનાની માંગ રહે છે. તેમાં ગુજરાતનો હિસ્સો અંદાજે 15% સુધી માનવામાં આવે છે.
ગુજરાત ભારતમાં સોનાના સૌથી મોટા બજારોમાંનું એક છે.
વાર્ષિક સોનાની માંગ અંદાજે 120 થી 160 ટન
વાર્ષિક જ્વેલરી બજાર મૂલ્ય અંદાજે રૂ. 75,000 કરોડ થી રૂ. 1.2 લાખ કરોડ
દૈનિક સરેરાશ વેચાણ રૂ. 300 કરોડ
લગ્ન સીઝનમાં દૈનિક વેચાણ રૂ. 500 કરોડ

મોટા સોનાના બજાર
માણેકચોક
અમદાવાદનું સૌથી મોટું પરંપરાગત ગોલ્ડ માર્કેટ. હજારો કરોડનું વાર્ષિક ટ્રેડિંગ થાય છે.

રતનપોળ
રિટેલ જ્વેલરી અને લગ્ન ખરીદીનું મોટું કેન્દ્ર.

રાજકોટ
ગુજરાતનું મુખ્ય ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ. અહીંથી સમગ્ર ભારતમાં દાગીના સપ્લાય થાય છે.

સુરત
હીરા સાથે ગોલ્ડ-ડાયમંડ જ્વેલરીનું મોટું બજાર.

આયાત ડ્યુટીની અસર
વેચાણ 10–20% ઘટી શકે
હળવા દાગીનાની માંગ વધે
જુના સોનાના એક્સચેન્જમાં વધારો થાય
નાના કારીગરો અને વર્કશોપ પર સીધી અસર પડે
ખાસ કરીને અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા કેન્દ્રોમાં આ અસર વધુ જોવા મળે છે.