ઉજાલા બલ્બ તળે ભ્રષ્ટાચારનું અંધારું, વીજળી કૌભાંડ લબુક-ઝબૂક ?

મીણબત્તી અને ફાનસ વાપરવું ન પડે એ માટે થોમસ એડિસને 500થી વધું પ્રયોગ કર્યા પછી વિજળીનો ગોળો – બલ્બ બનાવવામાં અપ્રતિમ સફળતા મળી હતી. તેમનો એક માત્ર ઈરાદો પ્રકાશને સસ્તો કરવાનો હતો. ગુજરાત સરકારે પ્રકાશને સસ્તો કરવા માટે 12 કરોડ એલઈડી બલ્બ રાહત દરે આપવાનું નક્કી કર્યું હતું. દેશમાં 30 કરોડ બલ્બથી રૂ.15,581 કરોડની વીજળી બચી હોવાનો સરકારનો દાવો છે. 28 મે 2016 દરેક ઘરમાં 9 વોટના 12 કરોડ એલઇડી બલ્બ રાહતદરે આપશે. રૂ.300નો બલ્બ હોવાનો દાવો સરકારે કર્યો હતો. એક ઘરને 10 લેખે રૂ.80માં આપવાનું શરૂ કર્યું હતું. જેના કારણે ગ્રાહકોને રૂ.336 વર્ષે બચત થવાની હતી. સમગ્ર ગુજરાતમાં 1.20 કરોડ વીજ ગ્રાહકના 12 કરોડ બલ્બ દ્વારા 650 કરોડ યુનિટ વીજળીની વર્ષે સરકારને બચત થવાની હતી.  જ્યારે વીજળીના બિલની રૂ.2500 કરોડની બચત થવાની હતી.

દેશમાં સૌથી વધું વેચાણ ગુજરાતમાં

‘ઉન્નત જ્યોતિ બાય અફોર્ડેબલ એલઇડીઝ ફોર ઓલ’ (ઉજાલા) સ્કીમ એનર્જી એફિશિયન્સી સર્વિસિસ લિમિટેડ (EESL)એ અમલમાં મૂકી છે. EESLએ એનટીપીસી, પીએફસી, આરઇસી અને પાવરગ્રીડ કંપનીનું સંયુક્ત સાહસ છે. ગુજરાતમાં કુલ 615 જગ્યાએ આ સસ્તા એલઈડી બલ્બનું વિતરણ કરીને દેશમાં સૌથી વધું વેચાણ ગુજરાતમાં થયું હતું. 1 મહિનામાં 12 લાખ લોકોએ 61 લાખ બલ્બ ખરીદ કર્યા હતા.  ઑગસ્ટ 2016 સુધીમાં 42 લાખ પરિવારમાં 2 કરોડ એલઈડી બલ્બ વેચાયા હતા. ગુજરાતનાં રૂ.850 કરોડના બલ્બ વેચાયા હતા. જે એક કૌભાંડ બની ગયું છે. લોકો છેતરાયા નાની રકમ હોવાથી વ્યક્તિગત રીતે કોઈએ ફરિયાદ પણ ન કરી અને કરોડો રૂપિયાના હલકી ગુણવત્તાના બલ્બ પધરાવી દેવામાં આવ્યા છતાં ભાજપની રૂપાણી સરકાર અને વીજ પ્રધાન સૌરભ પટેલે  આ અંગે કંઈ જ કર્યું નથી તેમની કચેરીમાં આ બધી જ ફરિયાદો આવીને પડી છે.

કિંમત કેમ ઘટી

23 ડિસેમ્બર 2016થી ઉજાલા બલ્બની કિંમત ઘટાડીને રૂ.65 કરી દેવામાં આવી હતી. જે હપ્તેથી ખરીદે તેને રૂ.70માં આપવાનું શરૂ કરાયું હતું. એલઈડી ટ્યુબ લાઈટ અને ફાઈવ સ્ટાર રેટિંગના ઉર્જાક્ષમ પંખા રૂ. 1,110માં વેચવાનું શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. 20 વૉટની એક એલઈડી ડ્યુબ લાઈટ ગ્રાહકને રોકડામાં રૂ.210માં આપે છે. કેન્દ્ર સરકારે નક્કી કરેલાં ભાવ કરતાં રૂ.20નો ઓછો ભાવ ગુજરાત સરકાર લઈ રહી છે. આવું કેમ કરવામાં આવ્યું હતું.

સરકારને 3500 કરોડનો ફાયદો

‘ઉજાલા'(ઉન્ન્ત જયોતિ બાય એફોર્ડેબલ એલ.ઇ.ડી. ફોર ઓલ) યોજનાની શરૂઆત અમદાવાદ જિલ્લામાં મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા, મંત્રી  શંકર ચૌધરી, મંત્રી પ્રદિપ જાડેજાની ઉપસ્થિતિમાં કન્વેન્શન સેન્ટર, જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે શરૂ કરી હતી. શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, એલઈડીથી રાજ્ય સરકારને રૃ.3500 કરોડનો ફાયદો થશે. વીજ કંપની મારફત સરકારે રાહતદરે વેચેલા એલઈડી બલ્બનું અજવાળું તો ઓછું છે જ પરંતુ બલ્બનું આયુષ્ય પણ ટૂંકું છે, 6 મહિના પછી બલ્બ બંધ થઈ જતાં હતા. તેની ગુણવત્તા હલકી હોવાનું જણાતા આ પ્રધાનોએ છેતરપીંડી કરી હોવાનું લોકોને લાગવા લાગ્યું છે.

બલ્બ બંધ થવા લાગ્યા

1 ઓગસ્ટ 2018ની સ્થિતી જૂઓ, ઉજાલા ટ્યૂબલાઇટ ખરીદનારને ત્રણ વર્ષની વોરંટી આપી હતી. એકથી દોઢ વર્ષમાં જ ટ્યૂબ લાઇટ ઉડી જવા લાગી હતી. પણ એક મહિનાથી લોકો ગુજરાત વિદ્યુત બોર્ડની કચેરીએ ધક્કા ખાઈ રહ્યાં હતા તેમ છતાં સ્ટોક ન હોવાનું કહીને બદલી આપવામાં આવતી ન હતી. ટ્યુબલાઈટ કરતાં તો ધક્કા ખાવામાં જ વધું પેટ્રોલ લોકોએ ખર્ચી નાંખ્યું હતું. બોર્ડના અધિકારીઓ ગ્રાહકોની ફરિયાદ સાંભળવા તૈયાર ન હતા. તાલુકા કક્ષાની કચેરીએ રોજના 10થી 15 લોકો બલ્બ અને ટ્યુબલાઈટ બદલવા ધક્કા ખાવા લાગ્યા હતા. સમગ્ર રાજ્યમાં આ સ્થિતી ઊભી થઈ હતી. વીજ પ્રધાન સૌરભ પટેલ નીંભર બની ગયા હતા. રાજરકારણીઓ યોજના શરૂ કરી દે છે પણ વીજ ગોળા અને વીજ લાકડી વોરંટી પહેલાં જ ધડાધડ ઊડી રહ્યાં હતા પણ કોઈ જવાબ આપવા તૈયાર ન હતા. બદલી આપવાનું બંધ કરી દેવાયું હતું. હલકી ગુણવત્તાના બલ્બ આપવામાં આવ્યા હતા. મોટા ભાગના ગ્રાહકોની ફરિયાદ હતી કે તેમને ખરાબ ગુણવત્તાના બલ્બ આપવામાં આવ્યા છે.

સરકારી યોજના પણ સરકારે બલ્બ બદલી આપ્યા નહીં

ખેડા આણંદની મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હવે નાગરિકોને યોગ્ય જવાબ પણ આપવામાં આવતા ન હતા.  નાગરિકો એલ ઈ ડી ના નામે લૂંટાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે વીજ કંપનીના કર્મચારીઓ નાગરિકોને યોગ્ય જવાબ આપતા નથી  પરંતુ  બલ્બની માહિતી મેળવવામાં  તેમની ઉદ્ધતાઈનો ભોગ બનવું પડે છે. સરકારી યોજના હતી તેથી સરકારે તે બદલી આપવા જોઈએ પણ તેવું સૌરભ પટેલે કર્યું ન હતું.

બલ્બ ન બલદી આપવાનું પણ કૌભાંડ

ભરૂચમાં 50 લોકોએ જીઈબી કચેરીએ હોબાળો મચાવ્યો હતો. મે 2018માં મોરબીમાં લોકો બલ્બ બદલવા ગયા ત્યારે એક મહિના પછી આવવા માટે કહેવામાં આવ્યું હતું. બલ્બ-ટ્યુબલાઈટ ખરાબ થઈ ગયા બાદ GEB દ્વારા બદલી આપવામાં આવતા નથી, જેના કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી GEBની મુખ્ય ઓફિસે લોકોએ હોબાળો મચાવ્યો હતો. લોકો છેલ્લાં ઘણા સમયથી ખરાબ થઈ ગયેલા ટ્યુબલાઈટ અને બલ્બ બદલવા માટે GEB પર આવતા હતા અને GEBના અધિકારીઓ દ્વારા લોકોને ખરાબ થયેલા બલ્બ અને ટ્યુબલાઈટ બદલી આપતા ન હતા. જે કારણે પરેશાન થયેલા લોકો દ્વારા કાપોદ્રા GEBની મેઈન ઓફિસ પર હોબાળો કરવામાં આવ્યો હતો.

લોકોએ અધિકારીઓને કહ્યું હતું કે હેલ્પલાઈનમાં ફોન લાગતો નથી અને ક્યારેક ફોન લાગે તો કોઈ ફોન ઉપાડતું નથી. પોસ્ટ ઓફિસેથી પણ આ બબ્લ વેચવાનું શરૂ કર્યું હતું. 6 એપ્રિલ 2018માં વડોદરાના રાવપુરા પોસ્ટ ઓફિસમાંથી હજારો બલ્બ ગુમ થઈ ગયા હતા.

નામ ઉજાલા યોજના પણ ઘરમાં થયું અંધારું

લોકોએ સરકારની ઉજાલા યોજનાએ લોકોના ઘરમાં અંધારૂ કર્યુ હોવાના આક્ષેપ લગાડ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષની વોરંટી હોવા છતાં એક જ વર્ષમાં લેમ્પ અને ટ્યુબલાઈટ ખરાબ થઈ જાય છે. આ લેમ્પ અને ટ્યુબલાઈટની વોરંટી હોવા છતાં પણ કોઈ બદલી આપતું નથી. આ બાબતને લઈને ઉગ્ર થયેલા લોકોને શાંત કરવા માટે GEB અધિકારી દ્વારા લોકોને કંપની ઊઠી ગઈ હોવાનું કહેવામાં આવ્યું. કંપની ઊઠી જવાની વાત સાંભળતા લોકોએ સરકાર પર છેતરપિંડીના આક્ષેપો લગાડ્યા હતા. લોકોએ કહ્યું કે સરકાર વીજ બચાવવા માટે બલ્બ અને ટ્યુબલાઈટનું ઉત્પાદન કરવાનો કોન્ટ્રક્ટ લેભાગુ કંપનીને આપીને ગુજરાતની જનતા સાથે છેતપિંડી કરે છે.

ઉજાલા બલ્બ વીજ બિલ કૌભાંડ

રાજ્યમાં કુલ 3.31 કરોડ નંગ ઉજાલા બલ્બ વેચાયા છે, જ્યારે કચ્છમાં 12.42 લાખ નંગ વેચાણ થયું છે. તે ખરીદી કરતી વખતે વીજ બિલની એક નકલ આપવી પડતી હતી. તેનો ગેરલાભ લઈને જેમણે બલ્બ ખરીદ કર્યા નથી તેમના વીજ બિલમાં રૂ.150થી 300ની રકમ ઘણી જગ્યાએ પી.જી.વી.સી.એલ. બિલમાં હપ્તાની રકમ ઉમેરીને બિલ મોકલાવે છે. ઉજાલા બલ્બની ખરીદી કૌભાંડ થયું છે. ઈ.ઈ.ઈ.સી.એલ. નામની એક ખાનગી કંપનીને સમગ્ર રાજ્યમાં બલ્બ વેચવાનું કામ સોંપ્યું હતું. કોંભાંડ સમગ્ર રાજ્યમાં બહાર આવતાં રાજકોટના નાણાં વિભાગના જનરલ મેનેજરે એક પરિપત્ર બહાર પાડીને વીજ બિલમાં રકમ નહીં લખવા અને બલ્બનું વેચાણ બંધ કરવા આદેશ આપવો પડ્યો હતો. કરોડો રૂપિયાની ગોલમાલ થઈ છે. ઊન ડિવિઝનમાં 70 વીજગ્રાહકોએ બલ્બ ખરીદ કર્યા ન હોવા છતાં બિલમાં બલ્બના રૃપિયા ઉધારી દીધા હતા. જે નાણાં ઓક્ટોબર 2018માં પરત આપવા પણ વચન આપવામાં આવ્યું છે.

મહેસાણા, પોરબંદર, મોરબીમાં તો જીઈબી કચેરીએ આ બલ્બ કંપનીએ પોતાની કચેરી બંધ કરી દીધી ત્યારે જીઈબી કંપનીએ પણ પોતાની કોઈ જવાબદારી ન હોવાનું કહ્યું હતું. દરેક જગ્યાએ આ રીતે બલ્બની કચેરીઓ બંધ કરી દેવામાં આવી હતી. અને જીઈબીએ હાથ ખંખેરી લીધા હતા.

સુરતમાં ભ્રષ્ટાચાર

13 ફેબ્રુઆરી 2018માં સુરતના કાપોદ્રામાં DGVCL કેન્દ્રમાં સ્ટોક ન હોવાનું જાહેર કરાયું હતું પણ લોકો ગોડાઉનમાં ઘુસી ગયા હતા અને ત્યાં મોટો જથ્થો પડેલો હોવાનું પકડી પાડવામાં આવ્યું હતું. હાજર લોકો એક-એક લેમ્પ લઈને ગોડાઉનની બહાર આવ્યા હતા. અહીં રાખેલો સસ્તા લેમ્પનો જથ્થો બહાર ઊંચા ભાવે વેચી નાંખવામાં આવતો હતો.

બલ્બ ઉડી જવા અને નહીં બદલી આપવા રાજ્યભરમાં દરેક સ્થળે ઘટના બની હતી. શરૂંઆતમાં તે બદલી આપવામાં આવ્યા પણ પછી કંપનીએ બદલી આપવાનો ઈન્કાર કરી દીધો. ગુજરાતના ઊર્જા વિભાગના વડા સૌરભ પટેલે આ કંપની સામે આજ સુધી કોઈ જ પગલાં ભર્યા નથી.