ટાઇમ બોમ્બ
પૂર્વ અમદાવાદમાં રિંગ રોડની આસપાસના કેટલાક ગામ મિની શિવાકાશી એટલે કે ફટાકડાની ફેક્ટરીઓનું હબ બની ગયા છે.
ખેતરો, ખાલી પ્લોટોમાં ગેરકાયદે રીતે ફટાકડાના કારખાનાનો રાફડો ફાટ્યો છે. વસ્ત્રાલ, વટવા આસપાસના ગામોમાં 10 કિલોમીટરમાં 200 કારખાના છે. દિવાળી નજીક 500 કારખાના થઈ જાય છે.
રામોલની ઘટના
અમદાવાદના રામોલ-વસ્ત્રાલ રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં 18 જૂલાઈ 2026માં શનિવારે ધડાકા સાથે ભીષણ આગ લાગી. 3 બાળકો, 4 મહિલા અને 2 પુરુષ સહિત કુલ 10 લોકોના મોત થયા હતા. 10 જીવતા લોકો કંકાલ બની ગયા. 6 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જેમાં એકનું પાછળથી મોત થયું હતું. 10 સેકન્ડના ગાળામાં જ થયેલા વિસ્ફોટમાં આખો શેડ હવામાં ઊડી ગયો હતો. જેમાં એક જ પરિવારના માતા અને તેના 4 નિર્દોષ બાળકો હતા. ફેક્ટરી માલિક મેહુલ ડોડિયા ફરાર હતો. એ માટે કલેકટર, પોલીસ, ફાયર બ્રિગેડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર છે.
સીસીટીવી (CCTV) ફૂટેજમાં દેખાય છે કે, બપોરે 3:54 કલાકે શેડના એક ખૂણામાં સામાન્ય તણખો થયો અને બે લોકો બહાર ભાગ્યા હતા. 5 સેકન્ડમાં (3:55:04 કલાકે) આખી ફેક્ટરી વિનાશક ધડાકા સાથે ઊડી ગઈ હતી.
રામોલમાં ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થયા બાદ અનેક કિલોમીટર દૂરથી ગાઢ ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા.
મૃતકો
રિન્કુ ભરતભાઈ ચારેલ (ઉંમર: 16 વર્ષ)
રવિના ભરતભાઈ ચારેલ (ઉંમર: 14 વર્ષ)
શિવાની ભરતભાઈ ચારેલ (ઉંમર: 14 વર્ષ)
રમિલાબેન ભરતભાઈ ચારેલ (ઉંમર: 37 વર્ષ)
વિરલ ઉર્ફે નીરવ ભરતભાઈ ચારેલ (ઉંમર: 06 વર્ષ)
સવિતાબેન સુરેશભાઈ ડામોર (ઉંમર: 38 વર્ષ)
ઉષાબેન ગોવિંદભાઈ ધીમાભાઈ ડામોર (ઉંમર: 45 વર્ષ)
મોહમ્મદ અશરાર ઇરફાન અલી સૈયદ (ઉંમર: 20 વર્ષ)
અઝરુદ્દીન રુકનુદ્દીન કાઝી (ઉંમર: 25 વર્ષ)
મજાક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 2 લાખ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રૂ. 4 લાખની સહાય જાહેર કરીને મૃતકોની મજાક ઉડાવી હતી. અમદાવાદ મહાનગર પાલિકાની કચેરીએ દેખાવો કરીને આવેદનપત્ર આપ્યું હતું.
મૃતકના પરિવારને તાત્કાલિક રૂ. 1 કરોડની આર્થિક સહાય આપવા માંગણી કરી હતી. ઈજાગ્રસ્તોને વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર આપો. બેદરકાર અધિકારીઓ અને ફેક્ટરી માલિકો સામે ગુનો નોંધી કડક પગલાં લેવાય. સમગ્ર ગુજરાતમાં ચાલતી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીઓ, વિસ્ફોટક સામગ્રીના ગોડાઉનો અને અન્ય જોખમી એકમો સામે તાત્કાલિક કડક તપાસ કરવામાં આવે.
ફેક્ટરી ક્યાં
રામોલ-ગાત્રાડ રોડ પર, નહેરના કાંઠે, મહેમૂદપુરા વિસ્તારમાં, ટેલેન્ટ શાળા પાસે, મહેમૂદપુરા ખાતે ફટાકડા ઉત્પાદન અને પ્રોસેસિંગ માટે ઉપયોગમાં લેવાતા ખુલ્લા પ્લોટ અને શેડમાં ફેક્ટરી ચાલતી હતી.
ફાયર વિભાગને 3:30 વાગે અંગારકોલ મળ્યો હતો. ફાયરબ્રિગેડ આવે ત્યાં સુધીમાં જે લોકો ઘાયલ થયા હતા અને ફસાયા હતા તેને બહાર કાઢી લીધા હતા.
અદાલતમાં રજૂ
ફેક્ટરીના માલિક મેહુલ ડોડીયા છે, જેની અટકાયત કરી હતી. ફેક્ટરી માટે પોલીસ પાસે મંજૂરી માગવામાં આવી હતી. પરંતુ પોલીસે મંજૂરી ન આપતા તેણે ગેરકાયદે ચાલુ કરી દીધી હતી. બંને આરોપીઓને ઘી કાંટા સ્થિત એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.આર. ઠાકુરની કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કેસની ગંભીરતા અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે બંને આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના 27મી જુલાઈ સુધીના (7 દિવસના) પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા.
20 દિવસ પહેલા આગ લાગી
આ ફેક્ટરીમાં 20 દિવસ પહેલા આગ લાગવાની ઘટના બની હતી. જેમાં બે શ્રમિકોના મોત થયા હતા. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન હતી. પગલાં લીધા હોત તો 10 લોકોના મોત થયા ન હોત.
20 વર્ષથી ફેક્ટરી
રમીલા ડોડિયા એલ.જી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા. ફટાકડા ફેક્ટરી છેલ્લાં 20 વર્ષોથી રમીલા ડોડિયા જે મેહુલ ડોડિયાના માતા છે, તેના દ્વારા ચલાવવામાં આવી રહી હતી. શરૂઆતમાં નરેન્દ્ર અને રમીલાએ જગ્યા ભાડે રાખીને ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું હતું.
ફેક્ટરીમાં અગાઉ વર્ષ 2014માં ભયાનક બ્લાસ્ટ થયો જેમાં 14 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. તેમનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું.
રમીલાએ પુત્ર મેહુલ ડોડિયાના નામે 2020માં નવું લાયસન્સ મેળવી લીધુ હતું.
પોલીસે આ ફેક્ટરીના લાયસન્સ રીન્યુ અંગેની અરજી પર નેગેટિવ રિપોર્ટ આપ્યો હતો. છતાં ફેક્ટરી ચાલુ હતી.
જમીનના મૂળ માલિક અને કૌભાંડમાં આર્થિક મદદ કરનારની તપાસ થશે.
FSL
FSLના અહેવાલમાં ફેક્ટરીમાં નિયમ મુજબ મહત્તમ 15 કિલો પોટેશિયમ નાઈટ્રેટ રાખવાની જ છૂટ હોય છે, પરંતુ અહીં તેનાથી પણ વધુ માત્રામાં જોખમી વિસ્ફોટક પદાર્થોનો જથ્થો સંગ્રહાયેલો હતો.
એસ.આઈ.ટી. (SIT) ના વડા અને એડિશનલ પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, કેમિકલ કે ચપ્પલના ઘર્ષણથી પોટેશિયમ, સોડા અને સલ્ફરના મિશ્રણમાં આ વિસ્ફોટ થયો હોવાની આશંકા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની છે. RAF ઓફિસર રતુલ કુમાર અને ટીમ 5 મિનિટમાં પહોંચી હતી.
પ્રચંડ વિસ્ફોટ
આ ધડાકો એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીનું એક મોટું લોખંડનું પતરું હવામાં ફંગોળાઈને સીધું કેનાલના સામા કિનારે જઈને પડ્યું હતું. વિખરાયેલાં ટિફિન, સૂકાતા કપડાં અને ફટાકડાના પેકિંગના કાગળો હતા.
25 ફૂટ દૂર રસોડું
20 થી 25 ફૂટના અંતરે એક નાનકડી ઓરડીમાં કારીગરોના રહેવા-જમવાની વ્યવસ્થા હતી. આ ઓરડીમાં ગેસનો બાટલો, ચૂલો, વાસણો અને ખાટલા હતા.
13 ફેક્ટરી બંધ
રામોલથી ધામતવાણના 9 કિ.મી.માં ફટાકડાની 50 ગેરકાયદે ફેક્ટરીઓ છે. રામોલ વિસ્તારમાં આવેલી અન્ય 13 ફેક્ટરી સામે ઝુંબેશ હાથ ધરી હતી.
જેમાંથી 12 અગાઉથી જ બંધ હતી. 40થી 40થી 45 જેટલા ગેરકાયદે બાંધકામ સામે ઝુંબેશ આદરી હતી. બે એકમો પર કાર્યવાહી કરવામાં આવી હતી. ફટાકડાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પાણીનો મારો ચલાવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. બંને એકમોને સીલ કરી દેવાયા હતા.
તાળા વાગી ગયા
ફટાકડાના વેચાણ અને ઉત્પાદનના બોર્ડ અહીં જોવા મળ્યા હતા. 1 કિલોમીટરના માર્ગની બંને બાજુ ખેતરોમાં 7 ફેક્ટરી છે. મોટાભાગની ફેક્ટરીઓ અને સ્ટોલ બંધ એક-દોઢ મહિનાથી બંધ હતી.
દુર્ઘટના સર્જાઇ હોવાથી મોટાભાગના સંચાલકો ફેક્ટરીઓને તાળા મારીને ફરાર થઈ ગયા છે.
સલામતી નહીં
10 સેકન્ડમાં ફૂટી જતાં ફટાકડા બનાવવામાં 10 કલાકનો સમય લાગે છે.
15થી 16 અગ્નિશામકના બાટલા સાથે 20 થી 25 રેતીની અને પાણીની ડોલ મૂકવી પડે છે.
અમદાવાદના 40 ટકા કારખાનામાં ફાયર સેફ્ટીની સુવિધા નથી. દારૂગોળાની વચ્ચે બાળકો, યુવાનો અને મહિલાઓ ફટાકડા બનાવતા હતા. શ્રમિકોનો કોઈ વીમો લેવામાં આવ્યો નહોતો. 20થી 30 ટકા મહિલાઓ અને બાળકો મજૂરી કામ કરે છે.
આગ ઓલવવા પાણી કે રેતી હોતા નથી. ફાયર એલાર્મ, એક્સટિંગ્વિશર, પાણીની ટાંકીઓ, સ્પ્રિંકલર નથી હોતા. હેન્ડ ગ્લોવ્ઝ કે પૂરતા અગ્નિશામક સાધનો જેવી પ્રાથમિક સુરક્ષા પણ નહોતી.
અધિકારીઓ અને ચૂંટાયેલા રાજકારણીઓના કારણે લોકો જીવતા ભુંજાઈ જાય છે. પરિવારો વિખેરાઈ જાય છે. આ છે સુરક્ષિત રાજ્યનું ભાજપનું નવું મોડલ!
ગુજરાતમાં 5 વર્ષમાં ફટાકડાના ધડાકા
20 એપ્રિલ 2023: અરવલ્લીમાં વિસ્ફોટમાં ચારના મોત.
10 મે 2023: ગોડાઉનમાં આગ.
21 એપ્રિલ 2024: અમદાવાદના વત્રાલમાં વિસ્ફોટ. બે મોત.
1 એપ્રિલ 2025 : ડીસામાં 7 બાળકો સહિત 21 ના મોત.
1 એપ્રિલ 2026: બોટાદના ટીંભીમાં વિસ્ફોટ. 1નું મોત, 2 ઈજાગ્રસ્ત.
10 જૂન 2026: બે શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત.
મળતિયા અધિકારીઓ દ્વારા અપાતી ખોટી મંજૂરી
ભ્રષ્ટાચાર
કારખાના શરૂ કરવા માટે આવતી અરજી સ્થળ તપાસ કર્યા વગર મંજૂરી આપી દેવાય છે. ફાયર સેફ્ટીની ચકાસણી કર્યા વગર વેચાણના લાયસન્સ આપી દેવાય છે. તલાટી, મામલતદાર, મળતિયા અધિકારોના લીધે જીવતા બોમ્બ બને છે. વાચ, બીબીપુર અને ધામતવાણ ગામમાં રસ્તાની બાજુએ લાયસન્સના નામે 3 લાખ રૂપિયા આપીને ફટાકડાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. વચેટિયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી કોઈ પણ જાતની સ્થળ તપાસ કે ફાયર સેફ્ટી ચેક કર્યા વગર જ મંજૂરીઓ આપી દેવાય છે. શરૂઆતમાં માત્ર વેચાણ માટે અપાતા લાયસન્સ બાદમાં ગેરકાયદે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ફેરવાઈ જાય છે.
રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 ફેક્ટરીઓમાંથી માત્ર ૧1 જ ફેક્ટરી કાયદેસર લાયસન્સ અને નિયમો મુજબ ચાલતી જોવા મળી હતી.
ભાજપના સાંસદને રજૂઆત કરાઈ છતાં કોઈ પગલાં લેવાયા નથી.
10થી 25 મજૂરો એક ફેક્ટરીમાં કામ કરતાં હોય છે.
મજૂરી 500 રૂપિયા!
આસપાસના ગામના શ્રમિકો આવા કારખાનામાં દારૂગોળો ભરવા, પેકેજિંગ સહિતના કામ કરવા માટે આવે છે. મજૂરી રૂ. 500 મળે છે.
ખેતર ભાડે
ખેડૂતો પાસેથી અડધાથી એક વીઘા જેટલી ખેતરને મહિને 2 લાખ રૂપિયા જેટલું ભાડું ચૂકવવામાં આવે છે. પતરાના શેડ લગાવી ફટાકડા વગેરેના જોખમી કારખાના ઉભા કરી દેવાય છે. 2 વીઘા જગ્યા ફરજિયાત છે. જમીન માલિકો 15 દિવસના 1 લાખ રૂપિયા ભાડા વસૂલીને જમીન આપી દે છે. છેલ્લા 2-3 મહિનાથી કલેક્ટર દ્વારા મંજૂરી રિન્યૂ કરાઈ નથી. આમ છતાં પોલીસ અને અન્ય અધિકારીઓની રહેમનજર હેઠળ આ ફેક્ટરીઓ ખાનગી રાહે ચાલી રહી છે. આ અંગે ગ્રામવાસીઓએ સ્થાનિક સાંસદને લેખિત રજૂઆત કરી હતી.
તપાસ ટૂકડી બનાવી
SITની રચના, પણ ટીમમાં ફાયર-AMCની બાદબાકી કરી દેવામાં આવી હતી. રામોલ વિસ્તારમાં છેલ્લા 25 દિવસથી આ ગેરકાયદે ફેક્ટરી બેરોકટોક ચાલી રહી હતી, તે જ પોલીસ સ્ટેશનના પીઆઇ, એસીપી અને ડીસીપીને આ સમગ્ર કેસની તપાસનો દોર સોંપવામાં આવ્યો છે. પોલીસ સિવાય અન્ય કોઈપણ વિભાગના અધિકારીઓને સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યા નથી.
તપાસનું નાટક
અમદાવાદ શહેરમાં મોટી હોનારત થાય અને નિર્દોષ નાગરિકો જીવ ગુમાવે, ત્યાર પછી જ તંત્ર ઊંઘમાંથી જાગે છે તેવો જ ઘાટ ફરી એકવાર જોવા મળ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)નું ફાયર વિભાગે 19 જુલાઈ, 2026માં 147 સ્થળોએ તપાસ કરી હતી. નિયમોનું ઉલ્લંઘન કરતા 30 એકમોને નોટિસ અને 4 એકમોને સીલ કરવામાં આવ્યા હતી.
વિસ્ફોટક અધિનિયમ 1884 ની કલમ 6B હેઠળ, ફટાકડાનું ઉત્પાદન અથવા વેચાણ કરવા માટે અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ કાયમી લાઇસન્સ જરૂરી છે. 60 દિવસની મંજૂરીની પ્રક્રિયા ખૂબ જ કડક છે. આ માટે સ્થાનિક પોલીસ, સર્કલ ઓફિસર, મામલતદાર, ડેપ્યુટી એસપી, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકની મંજૂરી જરૂરી છે અને તે પહેલાં સ્થળનું ભૌતિક નિરીક્ષણ પણ જરૂરી છે.
અરજદારોએ ઉંમર, રહેઠાણ, માલિકીનો પુરાવો અથવા જગ્યાની લીઝ, સાઇટનો નકશો, ગુમાસ્તા લાઇસન્સ અને માન્ય ફાયર એનઓસી સબમિટ કરવાનું રહેશે. આ કડક કાયદાકીય જરૂરિયાત હોવા છતાં, અમદાવાદમાં ગેરકાયદે મેન્યુફેક્ચરિંગ હબ વિકસી રહ્યાં છે.
ઝોન
તપાસ કરેલી એકમની સંખ્યા
પશ્ચિમ ઝોન 24, નોટિસ 0
મધ્ય ઝોન 44, નોટિસ 4
ઉત્તર ઝોન 15, નોટિસ 1
દક્ષિણ પશ્ચિમ ઝોન 21, નોટિસ 21
દક્ષિણ ઝોન 34, નોટિસ 1
ઉત્તર પશ્ચિમ ઝોન 4, નોટિસ 3
પૂર્વ ઝોન 5, નોટિસ 0
કુલ ફેક્ટરીની તપાસ કરી 147, નોટિસ 30ને આપી.
નોટિસ આપવામાં આવેલી ફેક્ટરી
એબીસી ટ્રાન્સપોર્ટ, આઈ. એસ. લોજિસ્ટિક્સ, યાર્ડ શોપિંગ મોલ, ઓલા ઇલેક્ટ્રિક સર્વિસ સેન્ટર, ગુડલક ફર્નિચર, રેઝા ફર્નિચર મોલ, હોનેસ્ટ ડેકોર પ્રાઇવેટ લિમિટેડ, અક્ષત શાહ ફર્નિચર, પુથાવાલા પેકેજિંગ, સાલાસાર લેમિનેટ લિમિટેડ, એસ. કે. ડિઝાઇનર, રેની કોસ્મેટિક કંપની, વેસ્ટ પોઈન્ટ હોન્ડા,
માલુ સરફેસ કોટિંગ, ઓટો માર્ટ, એર પાવર સર્વિસ, રાજેન ઓટો, એમ. એમ. એન્ટરપ્રાઇઝ, એસ. કે. ટાઇલ્સ, આવકાર ઓટો પાર્ટ્સ, તાઝબાની, અવિનાશ ટ્રેડર્સ – સિઝનલ, ગુજરાત પાપડ ભંડાર, જય હિન્દ સ્ટોર્સ, રાધે સિઝનલ સ્ટોર્સ, મા અંબિકા સિઝનલ સ્ટોર, હીના ટ્રેડર્સ, ચાઇના ફટાકડા, ગુરુકૃપા ફટાકડા તથા માનવ મંદિર ફટાકડાની દુકાનો અને ફેક્ટરી હતી.
સીલ કરાઈ
સીલ કરવામાં આવેલા એકમો
કાંતિભાઈ ચીનીલાલ શ્રીમાળી, વસ્ત્રાલ, ગામ દસક્રોઈ
મોહસીનખાન સિદ્દીકખાન પઠાણ, બક્ષીના કુવા પાસે, નબીમીયાનું ખેતર, રામોલ
જીશાનુદીન ઝહીરુદીન સૈયદ, નારોલ, અમદાવાદ
કમરૂદ્દીન બદરરુદ્દીન સૈયદ(“કિંગ ફાયર વર્કસ”)
નિષ્ઠુર ભાજપ
સુરતનો ભયાનક તક્ષશિલા અગ્નિકાંડ હોય, રાજકોટનો કાળજું કંપાવી દેનારો ગેમઝોન કાંડ હોય કે પછી ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગ, આ તમામ ઘટનાઓમાં નિર્દોષ નાગરિકો હોમાઈ ગયા છે. સહાય આપી સરકાર સહાનુભૂતિનો દેખાડો કરીને જવાબદારીમાંથી છટકી જાય છે. વાસ્તવમાં નિષ્ઠુર શાસકો અને ભ્રષ્ટ તંત્ર જ કરુણ દુર્ઘટના માટે મુખ્ય જવાબદાર છે.
આગ દુર્ઘટના બનતી રહીને નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા પણ સરકારે ઠોસ પગલાં ન લીધા
કોઈપણ દુર્ઘટના ઘટે એટલે સરકાર ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિનું નાટક કરે છે.
વાંચ ગામ
વાંચ ગામમાં 2005માં અમદાવાદ શહેરના દસ્ક્રોઈ તાલુકામાં આવેલ વાંચ ગામમાં ફટાકડાની પહેલી ફેક્ટરી નાખવામાં આવી હતી. ફટાકડાની 50 ફેક્ટરી 5 હજારથી વધુ લોકો કામ કરે છે.
સમગ્ર રાજ્ય સહિત આસપાસના અન્ય રાજ્યોમાં પણ વાંચ ગામના ફટાકડાઓની સપ્લાય કરવામા આવે છે. દિવાળી આવે તેના 6 મહિના અગાઉથી કામ શરૂ થાય છે. ફટાકડાની ફેક્ટ્રી માટે 20 થી 25 લાખ રૂપિયાનું રોકાણ થાય છે. જીએસટી લાગે છે. 40 વર્ષથી ફટાકડા બનાવવાનું કામ કરતા અનેક મજૂરો છે.
પ્રક્રિયા
ફટાકડા બનાવા દારૂગોળો ચાળીને તેનો પાઉડર બનાવાવામાં આવે છે. આ પાઉડરમાં દોરી નાખી લાંબી દિવેટ બનાવી તેને સૂકવવામાં આવે છે. બાદ તેનું કટિંગ કરવામાં આવે છે. ત્યાર બાદ કોઠી, મીરચી બોમ્બના ખોખામાં 1 ગ્રામ દારૂગોળો પાઉડર ભરવામાં આવે છે. પાઉડર ભર્યા બાદ તેની ઉપર માટીમાં ગુંદર ભેળવી તેનો બેઝ તૈયાર કરવામાં આવે છે. 4 કલાક સૂકવ્યા બાદ તેની ઉપર કાગળ ચોટાડવામાં આવે છે. ફરી તેને 2 કલાક સૂકવવામાં આવે છે. પેકિંગ કરી વેપારીઓને મોકલી આપવામાં આવે છે. જે ફટાકડો ફૂટતા 10 સેકન્ડ થાય છે તેને બનાવવા માટેની પ્રોસેસ 10 કલાકની હોય છે.
એસિડ કારખાના
એસિડ અને જ્વલનશીલ કેમિકલના કારખાના વિંઝોલ, નારોલ, રખિયાલ, વટવા વિસ્તારોમાં મોટી સંખ્યામાં મંજૂરી વગર ચાલી રહ્યા છે. અમદાવાદમાં 8થી 10 હજાર કારખાના ધમધમી રહ્યા છે. જેમાં ટકા યોગ્ય ફાયર સેફ્ટીની સુવિધા નથી.
નવી જાહેરાત
સરકારે કહ્યું કે, ઉદ્યોગ વિભાગ સમગ્ર ગુજરાતમાં ફાયર NOC માટે એકમાત્ર સત્તાધિકારી રહેશે. તમામ ફેક્ટરીઓ પર લાગુ પડશે, ભલે તે મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા નગરપાલિકાની હદમાં હોય કે બહાર આવેલ હોય.
ઔદ્યોગિક એકમોની તપાસ કરશે. માન્ય Fire NOC જારી કરશે. શ્રમ વિભાગ કાર્યસ્થળની સલામતી, અકસ્માત નિવારણ અને ફેક્ટરી સલામતી કાયદાના પાલનની દેખરેખ રાખશે.
ઔદ્યોગિક ફાયર સેફ્ટી માટે અલગ વિશેષ વિભાગ સ્થાપિત કરવામાં આવશે. ઔદ્યોગિક અને બિન-ઔદ્યોગિક વિસ્તારમાં અલગ ફાયર સર્વિસ વિભાગો બનાવવામાં આવશે.
2021થી ગુજરાતમાં ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફ્ટીની જવાબદારી અંગે કોઈ નિર્ણય લેવામાં આવતો ન હતો.
ફટાકડાનો વેપાર
રાજ્યમાં વર્ષે ફોડાતા અંદાજે રૂ. 500 કરોડના ફટાકડા ફાડવામાં આવે છે. ગુજરાતમાં બનતા ફટાકડા ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 150 કરોડ છે. જે 30 ટકા ગુજરાતમાં બને છે. જે મોટા ભાગે સાદા ફટાકડા હોય છે. જેમાં લવિંગિયા ફટાકડા, કોઠી, ચકલી, ટીકડી અને તારામંડળ જેવી સામાન્ય આઈટમોનું ઉત્પાદન વધુ થાય છે.
70 ટકા ફટાકડા તમિલનાડુના શિવાકાશીથી આયાત કરવામાં આવે છે.
કાયદેસર અને ગેરકાયદેસર મળીને 300 ફેક્ટરી અમદાવાદમાં છે. જે 10 હજાર લોકોને મજૂરી આપે છે.
ડીસા ફટાકડા ઉત્પાદન માટેનું બીજું સૌથી મોટું કેન્દ્ર છે. અહીં પણ વર્ષોથી મોટા પાયે ફટાકડા બનાવવાની ફેક્ટરીઓ અને ગોડાઉનો આવેલા છે. જ્યાં આગ લાગતાં 21 લોકોના મોત થયા હતા.
દેશમાં ફટાકડા ફેક્ટરી
ભારતમાં ફટાકડાનો વાર્ષિક વેપાર આશરે રૂ.6થી 7 હજાર કરોડ છે. લાયસન્સ ધરાવતી સત્તાવાર ફેક્ટરી 1500 જેટલી છે. જેમાં તમિલનાડુમાં 1482 લાયસન્સ ધરાવે છે. ગેરકાયદેસર બજાર અને કારખાનાઓનું નેટવર્ક ખૂબ મોટું છે.
ભારત દુનિયામાં ચીન પછી ફટાકડાનું ઉત્પાદન કરતો બીજો સૌથી મોટો દેશ છે.
તમિલનાડુનું શિવાકાશી શહેર ભારતના 90 ટકા ફટાકડા ઉદ્યોગનું મુખ્ય હબ છે. 3 લાખ લોકોને સીધી અને 5 લાખથી વધુ લોકોને આડકતરી રોજગારી આપે છે.
ચાઈનીઝ ફટાકડાની દાણચોરી થાય છે.
બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં નાના ગેરકાયદે ઘરો કે કામચલાઉ શેડમાં લાયસન્સ વિના ફટાકડા બને છે. જેનો કોઈ સત્તાવાર ટેક્સ રેકોર્ડ હોતો નથી. જે મોટા ભાગે નકલી માલ બનાવે છે.
હોમ-બેઝ્ડ કુટીર ઉદ્યોગો અને તહેવારો પૂરતા બનતા કામચલાઉ શેડ બનાવીને ફટાકડા બનાવે છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે કાયદેસરની મોટી ફેક્ટરીઓ ઝડપથી ‘ગ્રીન ક્રેકર્સ’ કે જે ઓછું પ્રદૂષણ કરતા ફટાકડા બનાવી રહ્યાં છે.
ગેરકાયદેસર એકમોમાં હજુ પણ પ્રતિબંધિત કેમિકલ્સનો સરેઆમ ઉપયોગ ચાલુ છે.
દેશમાં ફેક્ટરી
રાજ્ય કાયદેસર (PESO લાઇસન્સ) ફેક્ટરીઓ અનુમાનિત ગેરકાયદેસર/કુટીર એકમો વાર્ષિક ઉત્પાદન મૂલ્ય (અંદાજે) મુખ્ય હબ અને ટિપ્પણી
તમિલનાડુમાં લાયસન્સ ધરાવતી ફેક્ટરી 1,085 અને ગેરકાયદે 1,500
ગુજરાતમાં લાયસન્સ ધરાવતી ફેક્ટરી 15 અને ગેરકાયદે 200 – 300
બંગાળમાં લાયસન્સ ધરાવતી 50 અને ગેરકાયદે 1,000
મધ્યપ્રદેશ લાયસન્સ ધરાવતી 30થી 150
ઉત્તર પ્રદેશ લાયસન્સ 40 અને ગેરકાયદે 300
હરિયાણા (રોહતક), મહારાષ્ટ્ર અને બિહારમાં કરોડોનો ફેલાવો.
ગુજરાતમાં તમામ પ્રકારની 51,000 નોંધાયેલી ફેક્ટરીઓ છે.
નીતિની ખામી
શ્રમ વિભાગ પાસે અગ્નિશામક સાધનો નથી.
વિશેષ તાલીમ સાથે ફાયર કર્મચારીઓ નથી.
ફાયર ના વાંધા પ્રમાણપત્ર અપાતા ન હતા. કારખાનાઓમાં આગની દુર્ઘટનાઓ, જાનહાનિ અને આર્થિક નુકસાન જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી.
છત્રાલ ઔદ્યોગિક વિસ્તારમાં દર વર્ષે અનેક આગની ઘટનાઓ બને છે અને હાલ તેઓ કડી તથા કલોલ ફાયર સ્ટેશનો પર નિર્ભર છે.
શહેરી વિકાસ વિભાગ (UDD)
ફાયર ના વાંધા પ્રમાણપત્ર આપશે.
ધોરણો નક્કી કરશે.
આગ અંગેના નિયમો અમલમાં મૂકશે.
ફાયર મળખુ વિકસાવશે.
નવી વિંગ બનાવશે.
શ્રમ વિભાગ
અકસ્માત નિવારણ
ફેક્ટરી સલામતી કાયદાના પાલનની દેખરેખ.
ઓપરેશનલ જોખમોનું સંચાલન.
00000000
જોખમી કેમિકલ્સ
સુપ્રીમ કોર્ટ અને ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા ફટાકડામાં અતિ જોખમી અને ઝેરી એવા 6 મુખ્ય રસાયણો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તે હવાને ગંભીર રીતે પ્રદૂષિત કરે છે અને માનવ સ્વાસ્થ્ય માટે ઘાતક છે.
પ્રતિબંધિત કેમિકલ્સ
બેરિયમ સોલ્ટ / બેરીયમ નાઇટ્રેટ ફટાકડા ફૂટતા વખતે આકર્ષક લીલો રંગ ઉત્પન્ન કરવા અને ફટાકડાની શેલ્ફ-લાઈફ વધારવા માટે છે. જે શ્વાસ લેવામાં તકલીફ, ફેફસાની બીમારી અને હૃદયના ધબકારા અનિયમિત થવાની ગંભીર સમસ્યા થાય છે.
લિથિયમનો ઉપયોગ ફટાકડા જ્યારે આકાશમાં ફૂટે ત્યારે તેજસ્વી લાલ રંગ લાવવા માટે હોય છે. તે નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. ગર્ભવતી મહિલાઓ માટે અત્યંત જોખમી છે.
સીસું ફટાકડામાં વિસ્ફોટ સમયે ખાસ પ્રકારનો તડતડાટી કે અવાજ લાવવા માટે વપરાય છે. જેનાથી શ્વાસ દ્વારા શરીરમાં જવાથી મગજ, કિડની અને કિશોરોની પાચન શક્તિ પર સીધી ઝેરી અસર કરે છે.
આર્સેનિક કેમિકલ ફટાકડાના મિશ્રણને સ્થિર રાખવા અને પ્રકાશ, તેજસ્વી વાદળી, સફેદ પ્રકાશ માટે વપરાય છે. જે અત્યંત ઝેરી તત્વ છે જે કેન્સર અને ત્વચાના રોગોનું કારણ બની શકે છે.
મર્ક્યુરી કે પારોનો ઉપયોગ ફટાકડામાં વિસ્ફોટક ક્ષમતા વધારવા અને રંગોને વધુ ઘાટા કરવા થાય છે. જેનાથી કિડની અને મગજની કામગીરીને કાયમી ધોરણે નુકસાન થઈ શકે છે.
એન્ટિમની કેમિકલ ફટાકડામાં સુંદર ચમક અને ગ્લિટર ઈફેક્ટ કે તણખલા પેદા કરવા માટે વપરાય છે. તેનો ધુમાડો આંખોમાં બળતરા અને શ્વાસનળીમાં ઇન્ફેક્શન પેદા કરે છે.
ચાઈનીઝ ફટાકડામાં વપરાતું પ્રતિબંધિત કેમિકલ પોટેશિયમ ક્લોરેટ હોય છે. આ કેમિકલ ખૂબ જ જ્વલનશીલ છે. મોટો બ્લાસ્ટ કરે છે.
વૈજ્ઞાનિકોએ ‘ગ્રીન ક્રેકર્સ’ વિકસાવ્યા છે, જેમાં બેરિયમ નાઈટ્રેટનો ઉપયોગ બિલકુલ થતો નથી. તે પરંપરાગત ફટાકડા કરતાં 30% ઓછું પ્રદૂષણ ફેલાવે છે. જો તમે ગ્રીન ક્રેકર્સની ઓળખ માટે QR કોડ અને લોગો ખાસ વપરાય છે.
કેમિકલ ગુજરાતમાં બને છે
કેમિકલ બનાવતી સત્તાવાર કંપનીઓમાં ભારતમાં ઓક્સિડાઈઝર્સ અને મેટલ પાવડર બનાવતી ઘણી મોટી લાયસન્સ ધરાવતી કંપનીઓ છે.
બેરીયમ નાઇટ્રેટ (લીલો રંગ ઉત્પન્ન કરતું કેમિકલ): આ કેમિકલ મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ, કાચ અને સિરામિક ઉદ્યોગ માટે બનાવવામાં આવે છે.
ભારતમાં Vishnu Priya Chemicals (હૈદરાબાદ),
Ravi Chem Industries (અંકલેશ્વર, ગુજરાત),
Chemical Bull (મુંબઈ) જેવી કંપનીઓ તેનું ઉત્પાદન કરે છે.
પોટેશિયમ ક્લોરેટ (અતિ વિસ્ફોટક કેમિકલ): આ કેમિકલ તમિલનાડુની Pandian Chemicals Limited (PCL) અને વૈગાઈ કેમિકલ્સ (Vaigai) તેના દેશના સૌથી મોટા ઉત્પાદકો છે.
મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ પાવડર: મેટલ પાવડર બનાવતી મોટી માઇનિંગ અને મેટલ રિફાઇનરી કંપનીઓ દ્વારા આ પાવડર સપ્લાય કરવામાં આવે છે, જે ફટાકડામાં તેજસ્વી સફેદ પ્રકાશ અને અવાજ માટે વપરાય છે.
કેમિકલ્સ ઓપન માર્કેટમાં ‘ઔદ્યોગિક કાચા માલ’ તરીકે વેચાય છે. ગેરકાયદેસર ફટાકડા બનાવનારાઓ સ્થાનિક કેમિકલ સપ્લાયર્સ અને વચેટિયાઓ પાસેથી અન્ય ઉદ્યોગના નામે (જેમ કે રંગ કે ટેક્સટાઈલ ઉદ્યોગ) બિલ વગર રોકડેથી આ કેમિકલ ખરીદી લે છે.
શિવાકાશી અને તેની આસપાસ દિવાસળી બનાવવાની હજારો ફેક્ટરીઓ છે, જ્યાં પોટેશિયમ ક્લોરેટ વાપરવાની મંજૂરી છે. ઘણીવાર દિવાસળીના કારખાનાના કોટામાંથી આ કેમિકલ ચોરીછૂપીથી ફટાકડાના ગેરકાયદે એકમોમાં મોકલી દેવાય છે.
ચાઈનીઝ દાણચોરી: પોટેશિયમ કલોરેટ જેવા અતિ જોખમી કેમિકલનો મોટો જથ્થો દરિયાઈ માર્ગે કન્ટેનર દ્વારા ‘ચાઈનીઝ ફટાકડા’ અથવા ‘રો કેમિકલ’ ના ખોટા લેબલ હેઠળ ભારતમાં ગેરકાયદેસર ઘૂસાડવામાં આવે છે.
સરકાર અને PESO ભારતમાં વિસ્ફોટક પદાર્થો પર નજર રાખતી છે. PESO (Petroleum and Explosives Safety Organization) દ્વારા હવે આવા જોખમી કેમિકલ્સના ઉત્પાદનથી લઈને વેચાણ સુધી ‘બારકોડ અને ટ્રેકિંગ સિસ્ટમ’ ફરજિયાત કરવામાં આવી રહી છે, જેથી કોઈ કંપની કાયદેસર રીતે બનાવેલું કેમિકલ ગેરકાયદેસર ફટાકડાના કારખાનાવાળાને ન વેચી શકે.


English





You must be logged in to post a comment.