[:gj]કર્ણાટક-આંધ્રપ્રદેશને ગીરના સિંહો આપી દેવાશે [:]

[:gj]કર્ણાટકના મૈસૂરમાં સિંહની બે જોડી તથા આંધ્ર પ્રદેશના તિરૂપતિમાં સિંહની એક જોડી આપવા ગુજરાતના વન વિભાગે મંજૂરી આપી છે. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી કર્ણાટક રાજ્યના મૈસૂર ખાતેના ચામરાજેન્દ્ર ઝૂઓલોજિકલ ગાર્ડનને બે નર અને બે માદા એશિયાઇ સિંહ આપવામાં આવશે તેમજ ૧ માદા રૅડ નેક્ડ વૉલબી કર્ણાટકના આ પાર્કને ગુજરાત આપશે.

ચામરાજેન્દ્ર ઝુઓલૉજિકલ ગાર્ડન – મૈસૂર આ પ્રાણીઓની સામે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને 1 નર અને 1 માદા હિપોપોટેમસ, 1 નર અને 2 માદા ગોર, બ્લેક સ્વાનની 1 જોડી તેમજ 1 નર રેડ નેક્ડ વૉલબી જેવા વન્ય પ્રાણીઓ આપશે.

સક્કરબાગના પ્રાણી સંગ્રહાલયમાંથી એશિયાઇ સિંહની 1 જોડી, ડોમિસાઇલ ક્રૅન અને રોઝી પૅલિકેનની 1-1 જોડી, ઝીબ્રા ફ્રીન્ચની બે જોડી, બાર્કિંગ ડિઅરની 1 જોડી તેમજ થામીન ડિઅરની 1 જોડી, સ્પુનબિલની 1 જોડી, ચિંકારાની 2 જોડી આંધ્રપ્રદેશમાં તિરૂપતિના એસ.વી. ઝુઓલોજિકલ પાર્કને એનિમલ એક્સ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ આપવામાં આવશે.

આંધ્ર પ્રદેશનું આ એસ. વી. ઝુઓલોજિકલ પાર્ક તેને મળનારા ગુજરાતના વન્ય પ્રાણીઓ સામે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને જૅકલની 1 જોડી, સ્લૉથ બેઅરની 1 જોડી, ઇન્ડિયન ગોરની 1 જોડી તેમજ 1 નર બેંગાલ વ્હાઇટ ટાઇગર અને પોર્ક્યૂપાઇનની 1 જોડી આપશે.[:]