MLA Gopal Italia: Aam Aadmi Party Fails in Junagadh District
મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત 6 તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ ગુમવી
અમદાવાદ, 2 મે 2026
આમ આદમી પક્ષના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાના જિલ્લા જૂનાગઢમાં તાલુકા પંચાયત આમ આદમી પક્ષને ધારી સફળતા મળી નથી. વિસાવદર, ભેસાણ બે તાલુકા પંચાયત આપને મળી છે.
જૂનાગઢ તાલુકા પંચાયતમાં બન્નેને સરખી મળી છે. બાકીની 5 તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા મેલવી છે.
મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત આમ આદમી પક્ષે હારી છે. વિસાવદરને બાદ કરતાં 3 નગર પાલિકામાં આમ આદમી પક્ષ ક્યાંય નથી.
ગોપાલ ઈટાલીયાની જવાબદારી
2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પક્ષના જૂનાગઢ જિલ્લા ચૂંટણીની જવાબદારી ગોપાલ ઇટાલીયાની હતી. સામાન્ય રીતે સ્થાનિક ધારાસભ્ય કે પ્રદેશના નેતાને ઇન્ચાર્જ બનાવે છે. 2026ની ચૂંટણી વખતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગુજરાતના સૌથી મોટા ચહેરા હતા અને વિસાવદર-જૂનાગઢ પંથકમાં પ્રચારની કમાન તેમના હાથમાં હતી. તેથી વ્યવહારિક રીતે જિલ્લાની રણનીતિ તેઓ જ સંભાળતા હતા.
જૂનાગઢ જિલ્લા પંચાયત –
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 30માંથી 23 ભાજપ, આમ આદમી પક્ષને 7 બેઠક મળી છે.
નગરપાલિકા –
જૂનાગઢ જિલ્લમાં નગરપાલિકા માણાવદર, વિસાવદર, કેશોદ, વંથલી, માંગરોળ, મેંદરડા, ભેસાણ, બિલખા છે. વિસાવદરમાં સારો દેખાવ છે.
કેશોદ –
કેશોદ ન.પા.માં 36 બેઠકમાંથી ભાજપ 33, કોંગ્રેસ 3 મળી છે.
માંગરોળ નગરપાલિકા –
માંગરોળ નગરપાલિકામાં 20 બેઠકોમાંથી 1 બેઠક આપ જીત્યો છે.
તાલુકા પંચાયત
જૂનાગઢની 9 તાલુકા પંચાયતમાં પક્ષ અને બેઠકો
ભાજપ – 87
AAP – 49
કોંગ્રેસ – 19
અપક્ષ – 3
કુલ બેઠકો: 158
1 – વિસાવદર-
વિસાવદર તાલુકાની 18 બેઠકમાંથી 11 બેઠક આપ, 6 ભાજપ અને 1 અપક્ષ ઉમેદવારનો વિજય.
2 – ભેસાણ
ભેસાણ તાલુકાની 16 બેઠકમાંથી 13 બેઠક પર આમ આદમી પાર્ટી અને 3 બેઠક પર ભાજપનો વિજય થયો છે. પરંતુ ત્યાં પ્રમુખ આમ આદમી પાર્ટીનો નહીં બની શકે કારણ કે SC અનામતના કારણે અપસેટ થયું છે.
3 જુનાગઢ –
જુનાગઢ તાલુકાની 18 બેઠક પૈકી 9-9 બેઠક પર ભાજપ- આપનો વિજય થતા.
4 – મેંદરડા-
મેંદરડા તાલુકાની 16 બેઠક પૈકી 10 બેઠક પર ભાજપ, 4 બેઠક પર કોંગ્રેસ, 1 બેઠક પર આપ અને 1 અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.
5 – માળીયાહાટીના-
માળીયાહાટીના તાલુકાની 20 બેઠક પૈકી 14 બેઠક પર ભાજપ, 2 બેઠક પર કોંગ્રેસ અને 4 બેઠક પર આપની જીત થઈ છે.
6 – વંથલી-
વંથલી તાલુકાની 16 બેઠક પૈકી 11 બેઠક પર ભાજપ અને 5 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.
7 – માણાવદર –
માણાવદર તાલુકાની 16 બેઠક પૈકી 12 બેઠક પર ભાજપ અને 4 બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે.
8 – માંગરોળ-
માંગરોળ તાલુકાની 20 બેઠક પૈકી 12 બેઠક પર ભાજપ, સાત બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આપની જીત થઈ છે.
9 કેશોદ –
કેશોદ તાલુકા પંચાયતમાં 10 બેઠક ભાજપ, 6 બેઠક કોંગ્રેસ, 1 બેઠક આપ તથા 1 બેઠક અપક્ષના ઉમેદવાર જીત્યા છે.
ગુજરાતી
English





