[:gj]કાણોદર માં વાયરલ ફીવર થી એક બાળકી નું મોત[:]

[:gj]બનાસકાંઠા,તા.04

સરહદી બનાસકાંઠા માં ભારે વરસાદ ને લઈ રોગચાળો માથું ઊંચકી રહ્યો છે જેથી  જીવલેણ ડેન્ગ્યુ માથું ઉચકતા આ મહારોગ ને લઈ અનેક લોકો ભોગ બની રહયા છે ત્યારે પાલનપુર તાલુકા ના કાણોદર ગામમાં વધુ એક નવ વર્ષીય બાળકી નું મોત થતાં ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. જ્યારે કાણોદર માં દશ દિવસ માં બે બાળકીઓ મોત ને ભેટતા આરોગ્ય તંત્ર ની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ પાલનપુર તાલુકા ના કાણોદર ગામે રહેતા સુનિલકુમાર વાઘેલા (દરજી) કે જેઓ આરોગ્ય વિભાગ માં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે તેમની નવ વર્ષીય દીકરી સાક્ષી ધોરણ  ૩ માં કાણોદર પ્રાથમિક શાળા માં અભ્યાસ કરે છે તેને અઠવાડિયા પૂર્વે તાવ ની અસર થતા તાત્કાલિક સ્થાનિક સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા જ્યાં તબિયત વધુ લથડતાં પાલનપુર ની ખાનગી હોસ્પિટલ માં સારવાર અપાવી હતી પરંતુ કાઉન્ટ વધુ ઘટતા અને  ફરક ન પડતા મહેસાણા આઈ. સી યુ. માં દાખલ કરવા માં આવી હતી. મહેસાણા પાંચ દિવસ સારવાર અપાવી હતી જોકે ગુરૂવાર રાત્રે વાયરલ ફીવર ( શંકાસ્પદ ડેન્ગ્યુ) ના કારણે સાક્ષી નું અકાળે મોત નિપજતા પરિવાર સહિત ગામ માં હાહાકાર મચવા સાથે ઘેરો શોક છવાયો હતો. જોકે કાણોદર માં વાયરલ ફીવર તેમજ ડેન્ગ્યુ ના મહારોગ ના કારણે દશ દિવસ માં બે માસૂમ બાળકીઓ ના મોત નિપજતા આરોગ્ય તંત્ર ની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા હોવા નું જાણવા મળે છે

જિલ્લા આરોગ્ય અધિકારી શું કહે છે

કાણોદર માં ગુરુવારે વાયરલ ફીવર ના કારણે એક માસૂમ બાળકી નું મોત થતાં આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. ગર્ગ ને પૂછતાં તેઓ એ જણાવ્યું હતું કે સાક્ષી દશ દિવસ થી વાયરલ ફીવર ની સારવાર હેઠળ હતી અને ગુરુવારે તેની કરું  મોત નીપજ્યું છે જ્યારે આરોગ્ય ની પાંચ ટિમો એ ગામમાં સર્વે હાથ ધરી દવાઓ નો છંટકાવ  તેમજ ઇન્દીરાનગર સહિત ના વિસ્તારોમાં ફોગીંગ ની કામગીરી સતત કાર્યરત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું

ઓ.પી ડી કાર્યરત કરાઇ
કાણોદર માં ગુરુવારે સાક્ષી નામ ની નવ વર્ષીય બાળકી નું વાયરલ ફીવર ના કારણે મોત નિપજતાં આરોગ્ય તંત્ર હરકત મા આવી  કાણોદર માં સતત ઓપીડી કાર્યરત કરી સર્વે હાથ ધર્યો હોવાનું ડૉ. નયનાબેન પટેલે જણાવ્યું હતું જ્યારે હાલ માં કોઈ શંકાસ્પદ કેસ ન હોવાનું જણાવ્યું હતું.[:]