[:gj]કાશ્મીરની પથરીનો ભારતનો રેકોર્ડ તોડતું ગુજરાત [:]

[:gj]ગયા વર્ષે ધરમપુર શહેરના રામવાડી વિસ્તારમાં રહેતાં મૂળ ખારવેલ ગામના 45 વર્ષના મહેશભાઇ રસીકભાઇ પટેલને પેશાબમાં અસહ્ય પીડા થતાં તેમની યુરીનરી બ્લેડરમાં પથરી હોવાનું બહાર આવતાં ધરમપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમના પેટમાં ઓપરેશન કરતાં એશિયાની સૌથી મોટી પથરી નિકળી હતી.

વલસાડના ધમપુરના ડો. કે. સી. પટેલે દર્દીના શરીરમાંથી 1365 ગ્રામની પથરી કાઢી છે. ભારતમાં સૌથી મોટી પથરી કાશ્મીર રાજ્યના એક દર્દીની 834 ગ્રામ મળી આવી હતી. જેનો રેકોર્ડ ગુજરાતે તોડ્યો છે. ભારતની રેકર્ડ બુકમાં સ્થાન મેળવ્યું  છે. એશિયાની સૌથી મોટી પથરી મહેશ પટેલના પેટમાંથી નિકળી હતી. વિશ્વની સૌથી મોટી પથરી 1900 ગ્રામની બ્રાઝિલના દર્દીના શરીરમાંથી કાઢવામાં આવી હતી. જે વિશ્વ વિક્રમ છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ બાબતની નોંધી લીધી હતી અને પથરીના કારણો તપાસ્યા હતા.

ધરમપુરની એક ખાનગી હોસ્પિટલના તબીબને 1.365 કિલો વજનની નાળિયેર જેટલી આકારની પથરીનું ઓપરેશન કરવા બદલ તેમને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોડર્ઝમાં સ્થાન મળ્યું છે. એક્સરે અને સોનોગ્રાફીમાં પેલ્વિસ ઓકયુપાઈ હોવાનું બહાર આવ્યું હતું. ડો. ડી.સી પટેલ સહિત હોસ્પિટલના તબીબો ડો હેમંત પટેલ, ડો નીતાલ પટેલ અને ડો લોચન પટેલની મદદથી તાત્ઓકાલીક પરેશન કરાયું હતુ. જેમાં દર્દીના શરીરમાંથી ૧૩૬૫ ગ્રામની પથરી નીકળી હતી. પથરીની લંબાઈ ૧૫ સે.મી. પહોળાઈ 12સે મી અને ઊંચાઈ 10સે.મી. હતી. 1 કલાકથી વધુ સમયના ઓપરેશન બાદ 1.365 કિલો વજન ધરાવતી અને 15x12x10 cm, 5.9×4.7×3.9 ઈંચ. આ પથરી એશિયા ખંડમાં સૌથી મોટી પથરી છે. જેને બુક લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોડર્ઝમાં સ્થાન આપી પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

 [:]