[:gj]કુવામાં ખાબકેલી ભેંસને ફાયર બ્રિગેડના જવાનોએ લાંબી મહેનત બાદ બચાવી[:]

[:gj]રાજકોટ,તા.20

રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.14મા સોરઠિયાવાડી નજીક આવેલી માસ્તર સોસાયટીના કૂવામાં ભેંસ ખાબકી હતી. ભેંસ કુવામાં ખાબકતાંની સાથે જ આસપાસના લોકો ભેગા થઇ ગયાં હતા તેમજ કુવામાં પડેલી ભેંસને બહાર કાઢવાની તજવીજ હાધ ધરવામાં આવી હતી. પરંતુ ગડમથલ બાદ ભેંસને બચાવાઇ નહતી. અંતે લોકોએ ફાયરબ્રિગેનડે જાણ કરી હતી.  તત્કાલ રેસ્કયુ ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. કૂવામાં એક કલાકથી તરફડિયા મારતી ભેંસને બચાવવા માટે ફાયરબ્રિગેડના 12થી વધુ જવાનોએ બે કલાક સુધી રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ભેંસને જીવતી બહાર કાઢી હતી. ભેંસને દોરડાઓ વડે કાઢવામાં આવી હતી. ફાયરના જવાનોએ અથાક જહેમત ઉઠાવીને આ ભેંસને બચાવવાનું ઉમદા કાર્ય કર્યુ હતું.[:]