[:gj]કેવડિયામાં 700 એકર જમીન એક્વાયર કરી છે, 2700 એકર સંપાદિત વગરની[:]

[:gj]સરકાર આદિવાસીઓની જમીનો સંપાદિત કરી ટોકન પર લોકોને આપે છે અને તે લોકો તેનો વ્યાપાર કરે છે, સરકારે છ ગામોની માત્ર 700 એકર જમીન એક્વાયર કરી છે જો કે 2700 એકર સંપાદિત વગરની છે જેથી સરકાર આ જમીન નિહાર હાટેલ, SRP અને સ્વામિનારાયણ સંસ્થાને ટોકને આપી હવે એ લોકો જેને ગેસ્ટ હાઉસ, હોટેલ બનાવી લોકો પાસેથી કમાણી કરે છે ત્યારે આ જમીનો પરત આપી દો કેમકે નથી તેનું કોઈએ વળતર લીધું કે નથી જમીનનો કબ્જો છોડ્યો,જેથી અમારી જમીનો અમને આપો અને ગ્રામ પંચાયતની મંજૂરી વગર કોઈ વિકાસનું કામ કરી શકાશે નહિ ની માંગ સાથે અમે 22 ઠરાવો કર્યા છે.

નર્મદા જિલ્લામાં ખાસ કરીને ગરુડેશ્વર તાલુકામાં વિકાસની વણઝાર વચ્ચે પીસાતા આદિવાસીઓની હાલત કફોડી થઇ ગઈ છે,સરકાર ગામના લોકોને બહાર કાઢી બહારના લોકોને ગામમાં વસાવવાની નીતિ કરી રહી છે ત્યારે સરકાર હવે એક પણ ટુકડો જમીન લીધા વગર અને જે જમીનો લીધી છે જેનું કોમર્શિયલ વળતર આપે એવી માંગ સાથે ઠેર ઠેર ગરુડેશ્વરની ગ્રામ પંચાયતોમાં જે ઠરાવો થઇ રહ્યા છે જે આદિવાસીને હક્ક આપવાના અને સરકારી નીતિનો પણ ગ્રામ પંચાયતમાં વિરોધ નોંધાઈ રહ્યો છે.તાજેતર માં ગરુડેશ્વર તાલુકાના વાગડીયા ગામે પ્રાથમિક શાળા માં ગ્રામસભા યોજાઈ હતી જેમાં તલાટી રજનીશ તડવી, સરપંચ ગોવિંદ તડવી, શૈલેષ તડવી.સહીતના આગેવાનો પોતાના ગામના હકો માટે 22 જેટલા ઠરાવો કરી ગ્રામ સભામા રજુ કર્યા તલાટીએ નોંધ પણ કરી હવે સરકારને જોવું રહ્યું કે સ્વતંત્ર સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયતોના આ ઠરાવો કેટલે અંશે મંજુર રાખે છે.સાથે ગામ લોકોને સરકાર સામે લડવાની તાકાત માટે કાળી પતંગો ચગાવીને વિરોધ કરવો પડશે તેવી પણ ચર્ચા કરવામાં આવી.એટલે આગામી પતંગ ઉત્સવ અને ઉત્તરાયણ પર તમામ ગરુડેશ્વર તાલુકાના ગામો 10 હજારથી વધુ કાળી પતંગો ચગાવવાશે.[:]