[:gj]6 હજાર કરોડનો ધંધો કરતાં શ્રેષ્ઠી સવજીભાઈએ કેમ આવી ભૂલ કરી ? તેમનું જીવન જાણો [:]

[:gj]રૂ.6000 કરોડનું ટર્નઓવર ધરાવતા, કર્મચારીઓને દર વર્ષે કાર આપતાં અને સમાજને દાન આપતા સવજીભાઈ ગુજરાતમાં એક સારા વ્યક્તિ કરીકેનું ઉદાહરણ બની ગયા હતા. તેઓ પ્રેણાદાયી તો છે જ પણ મોટીવેશનલ ભાષણ આપવા માટે ગુજરાત ભરમાં જાણીતા છે. તેમણે જાહેર જીવનમાં બીજી વખત મોટી ભૂલ કરી છે. ભરૂચ પાસે નર્મદા નદીની વચ્ચે આવેલા ટાપુ પર પોતાનો આલીશાન રીસોર્ટ અને બંગલો બનાવવા માટે નદીમાં ગેરકાયદે રસ્તો બનાવવા માટે પાળો બનાવી દીધો હતો. આ અંગે એક વર્ષથી અખબારો લખી રહ્યાં હતા. તેમ છતાં તેમની સામે કોઈ પગલાં ભરવાની હિંમત કરતાં ન હતા. હવે તેમની સામે કાનૂની પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

ભરૂચ ખાતે નર્મદા નદીના પટમાં ખાનગી રિસોર્ટ માટે રસ્તો બનાવી દેવાયો છે. રિસોર્ટ સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકીયાનો છે. સવજીએ પોતાના રિસોર્ટ અને ક્રિકેટ ગ્રાઉન્ડમાં જવા માટે નર્મદામાં 1 હજાર પ્લાસ્ટીકની થેલીમાં રેતી ભરી ગેરકાયદે રસ્તો બનાવી લીધો છે. તેથી પાણી રોકાઈ ગયું હતું. રસ્તાની કોઈ મંજૂરી લેવામાં આવી નથી. CRZની કોઈપણ મંજૂરી નથી. રસ્તાના કારણે નર્મદા નદીનું પાણી અવરોધાઈ રહ્યું હતું. નર્મદાનું પાણી અવરોધાવાના કારણે આસપાસના ગામના લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી.

સવજીભાઈએ કહ્યું કે મારી ભૂલ હશે તો સુધારી લઇશ. મીઠું પાણી નથી મળતું, દરિયાનું પાણી ભળી જાય છે. નદી પુરાઈ ગયેલી છે. ત્યાં રસ્તો નથી. કોઈ અહિતનું કામ નથી કર્યું.

રિસોર્ટ આસપાસ 10 લાખ વૃક્ષો તેમણે ઉગાડ્યા છે. 200 ગાય રાખી છે. કેમિકલ ખાતર વાપરવામાં આવતું નથી. ઓર્ગેનિક જ કૃષિ પાક લેવાય છે. અઠવાડિક રતામાં અમે જઈએ છીએ. ક્રિકેટનું એક ગ્રાઉન્ડ બનાવ્યું છે.

સવજીભાઈની બીજી ભૂલો

સુરતની હરેકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિક સવજીભાઈ ધોળકિયા દિવાળીમાં 4 વર્ષથી પોતાના કર્મચારીને  કાર અને ઘર બોનસ તરીકે આપી હતી. કેટલાંક કર્મચારીઓને તો મર્સીડીઝ આપે હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ કરી હિરાઘસુને કારની ચાવીઓ આપી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “આપણી પાસે વૈભવ, સુખ સમૃદ્ધિ માટે સંસ્કાર પણ જાળવી રાખજો. હરેકૃષ્ણ નામ જ એવું છે, જેના નામમાં સંસ્કારના સુગંધ આપોઆપે આવે છે.” તેમણે નરેન્દ્ર મોદીને ખોટા પાડ્યા છે.

આ ઘટના અંગે મોરારી બાપુ, રમેશ ઓઝા જેવા કથાકારોએ વીડિયો દ્વારા અભિનંદન આપ્યા હતા.

સવજીભાઈ જે કાર આપતાં તે કર્મચારીઓના મહિને થતાં પગારમાંથી કાપી લેતા હતા. જે ડાઉન પેમેન્ટ તરીકે કાર કંપનીને આપતાં હતા. તેમણે પોતાના કર્મચારીઓને તો બનાવી લીધા પણ સમાજ સાથે પણ બનાવટ કરી હતી. તમામ કાર હરેકૃષ્ણ કંપનીના નામે ખરીદવામાં આવે છે. જેમાં જીએસટીનો ફાયદો મળે છે. કાર કંપનીએ રૂ.80 હજાર એક કાર દીઠ ઓછા કરી આપ્યા તે હરેકૃષ્ણને સીધા મળેલા છે. 5 વર્ષ સુધી કારના કારણે આવકવેરાનો ઘસારો સવજીભાઈ લઈ જાય છે.  અડધો હપતો કંપની ભરે અને અડધો કર્મચારી ભરે છે. કાર મેળવનાર કર્મચારીએ બોન્ડ લખી આપવો પડતો હતો કે તે સતત 5 વર્ષ સુધી તેમની કંપનીમાં કામ કરશે. આ એમની પહેલી ભૂલ હતી બીજી ભૂલ નિયમો અને કાયદાનો ભંગ કરીને નર્મદા નદી પર ભવ્ય રિસોર્ટ બનાવીને કરી છે. વર્ષ 2017માં કર્મચારીનું પ્રોવીડંડ ફંડ (પીએફ) કાપ્યા પછી સરકારમાં જમા નહીં કરાવવાના આરોપસર તેમની કંપનીને દંડ પણ થયો હતો. તેમને ત્યાં 9થી 10 હજાર કર્મચારીઓ કામ કરે છે. 4 હજાર કર્મચારીઓને આવા બોનસ આપ્યા છે. કંપનીની નેટ વેલ્યું રૂ.6 હજાર કરોડની આસપાસ છે. 1996માં 4 કર્મચારીઓને મારૂતિ 800 ગાડી ભેટ આપી હતી. ત્યારથી દર વર્ષે કર્મચારીઓને કંઈક આપે છે. એક પ્રકારની મોટિવેશનલ સ્કીમ છે. ધોળકિયા કહે છે, જેમની પાસે ઘર ના હોય તેમને હું ઘર આપું છું, ઘર હોય તેમને કાર આપું છું. દરેક કર્મચારીને લક્ષ્યાંક આપવામાં આવે છે. જે લક્ષ્ય મેળવે તેને કાર, ઘર, વીમા પોલીસી કે ઘરેણા આપુ છું. જે કર્મચારીઓ કંપનીને જેટલો લાભ કરાવતાં હોય છે તેના દસ ટકા તેમને આપવામાં આવે છે.

કર્મચારીને ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલના હસ્તે એક-એક કરોડ રૂપિયાની મર્સિડીસ કાર ભેટમાં આપી હતી.

 

જાણો સવજીભાઈની સફળ જીવન સફર

સફળ વ્યક્તિ

નાનપણમાં હું ભણી તો નથી શક્યો માટે આજે રોજ બરોજ ની જિંદગી માં ભણવાનું પસંદ કરું છું. એવું સવજીભાઈ દરેક મોટીવેશન ભાષણમાં કહે છે. તેઓ  5 ધોરણ સુધી જ ભણેલા છે. 12 એપ્રિલ 1962ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં એક ખેડૂતને ત્યાં જન્મ થયેલો.  તેમની સફળતા પાછળ સૌથી મોટો હાથ તેમની માતાનો રહ્યો છે. 12થી 58 વર્ષના સમયગાળામાં તેમણે અનેક સંઘર્ષનો સામનો કર્યો છે.

પિતા પાસેથી રૂ.3900 લઈને પ્રાગજીભાઈ સાથે હીરા વ્યવસાયમાં ભાગીદારી શરૂ કરી હતી.

12 વર્ષની ઉંમરે તેઓ સુરતની તેમના કાકાના દિકરાના એક નાના કારખાનામાં હીરા ઘસવાનું કામ 1977-78માં કરતાં હતા. 12.50 રૂપિયા ખર્ચીને એસટીની બસમાં આવ્યા હતા. તેમના માતા-પિતા મને દુધાળામાં રહેવા દેવા નહોતા માગતા અને તેઓ ગામમાં જ રહેવા માગતા હતા. પણ તેમને સારા માણસ બનવું હતું. મોટા માણસ બનવું હતું. ખૂબ પૈસા વાળા થવું હતું. ત્યારે લક્ષ્ય એક લાખ રૂપિયા હતો. તેમની માતાએ કહ્યું હતું કે, સારો, મોટો અને પૈસા વાળો માણસ બનજે. આ વાત તેમના મનમાં ઘર કરી ગઈ હતી. અનેક લોભ લાલચ આવી પણ તેમાં તેઓ લપસ્યા નહીં.

આવા સ્વપ્ન વચ્ચે તેમનો પગારના મહિને રૂ.180 મળતો હતો. સારું કામ કરતાં હોવાથી તેનો પગાર થોડા સમયમાં રૂ.1200 થઈ ગયો હતો. 1 વર્ષ સુધી નોકરી કરી હતી, જેમાં હીરાના નિષ્ણાત બની ગયેલા હતા. થોડા સમાજમાં તેમને બે ભાઈ તુલસી અને હિમ્મત  અને કેટલા મિત્રો સાથે પોતાના ઘરેથી હીરા ઘસવાનું કામ શરૂ કર્યું હતું. સવજીભાઈએ 1980માં સુરતના મહિધરપુરા લીમડા શેરી ખાતે બે હીરાની ઘંટી શરૂ કરી હતી અને રૂપિયા 25 હજાર કમાણી કરી હતી. રૂપિયા 10 હજાર ઉછીના લઇને વરાછા રોડ ઘનશ્યામ નગરમાં રૂપિયા 35 હજારમાં મકાન ખરીદ્યુ હતું. મહિને એક લાખ રૂપિયા કમાવાનું લક્ષ્ય બનાવ્યું હતું. આ માટે રૂ.1 લાખ વ્યાજે લઇને નવેસરથી હીરાનું કારખાનું શરૂ કર્યું.

સવજીભાઈ અને તેમના બે ભાઈઓ સતત 10 વર્ષ સુધી 18-18 કલાક મહેનત કરી અને હીરાની ઘંટીઓની સંખ્યા વધારતા ગયા હતા. રફ ખરીદી માટે એન્ટવર્પ કે બેલ્જીયમ જવા લાગ્યા હતા. સુરતમાં સીધી રફ લાવીને તૈયાર હીરા વેચવાનું શરૂ કર્યું હતું.

7 વર્ષમાં 1991માં તેમનું ટર્નઓવર રૂ.1 કરોડ પહોંચી ગયું હતું. 1992માં મુંબઈમાં કચેરી શરૂ કરી ત્યાંથી જ તેઓ હીરાનો ધંધો કરવા લાગ્યા હતા. સખત મહેનત અને કામ પ્રત્યેની નિષ્ઠાને કારણે કંપનીના મેનેજર બની ગયા હતા. ઈ.સ.1992માં ચાર ભાઈઓએ તે કંપની ખરીદી લીધી હતી.

15 વર્ષોના સંઘર્ષ બાદ હરેક્રિષ્ણા એક્સપોર્ટ્સની સ્થાપના કરી હતી.

હરેક્રિષ્ણા કંપની હાલ 75 દેશોમાં ડાયમંડ એક્સપોર્ટ કરે છે. હરેક્રિષ્ણા ડાયમંડના સાત દેશોમાં આઉટલેટ્સ છે. વિશ્વભરના 5૦૦૦ શો-રૂમોમાં ક્રિષ્ણા બ્રાન્ડ ડાયમંડ જ્વેલરી ઉપલબ્ધ છે. હરે ક્રિષ્ના ડાયમંડની 7 દેશમાં કચેરી છે. કંપનીમાં કામ કરનારા કારીગરો અને ડાયમંડ એન્જિનિયરોની એવરેજ સેલેરી 1 લાખ રૂપિયા છે.

તેમના હીરાના ધંધામાં રોજ જોખમ રહે છે. તેમની પાસે ધંધો કરવાના પૈસા ન હતા. છતાં જોખમ ખેડીને ધંધો કર્યો હતો. તેમણે જોખમ લઈને કર્મચારીઓને આપ્યું. કર્મચારીઓએ તેનું બે ગણું કરી આપ્યું હતું. કર્મચારીઓએ તેની જીંગદી કંપની માટે આપી દીધી.

હીરા ઘસવાની યોજના

એક હીરો ઘસવાની જે રકમ મળતી હતી તેમાં કર્મચારીઓને કહ્યું કે તમે 3 હીરા ઘસી કાઢો છો. પણ હવે તમને હું તેમાં 10 ટકા રકમ વધું આપીશ. ત્યારથી 3ના બદલે 4 હીરા ઘસવાની સરેરાશ આવી હતી. કર્મચારી રોજના સમયમાં ઉત્પાદન વધારે કરે તો નુકશાન કશું નથી. હું પણ ખુશ કર્મચારી પણ ખુશ. તો પછી સફળતા કેમ નહી મળે ? તેઓ 18 કલાક મહેનત કરે છે. તેમના કર્મચારીઓને મળવા માટે દરવાજા ખુલ્લા હોય છે.

રસ્તા પર હીરા

બેલ્જીયણમાં જુઈસ લોકો એન્ટવર્પના હોલેન્ડ શહેરના રસ્તા પર બેસીને હીરાનો કાચો માલ વેચતાં હતા. જઈસ લોકો તેઓ વિશ્વના પહેલા હીરા પારખું અને હીરા ઘસુ કારીગર છે. ઉત્તર ભારતના શાહ અને મહેતા પરિવાર હોલેન્ડ જઈને હીરા ખરીદવાની પહેલી શરૂઆત કરી હતી. ઉત્તર ભારતના વેપારી સાથે રહીને સૌરાષ્ટ્રના લોકોએ હીરાનો વેપાર શરૂ કર્યો હતો. જુઈસ પ્રજા પણ સૌરાષ્ટ્રની પ્રજાની જેમ આખા પરિવારને સાથે રાખીને ધંધો કરવામાં માને છે. પોલીશ્ડ હીરાની સાથે રફ હીરા પણ સૌરાષ્ટ્રના લોકો ખરીદવા લાગ્યા હતા. પછી તો જુઈસ લોકો પાસેથી આ ઉદ્યોગ સૌરાષ્ટ્રના લોકોએ આંચકી લીધો છે. વિશ્વમાં આજે 100માંથી 90 હીરાનું પોલીસ સુરત-ગુજરાતમાં થાય છે. સુરતના લોકોએ હીરા ઘસવાની ટેકનોલોજી ઝડપથી બદલી છે. ઓછા ભાવ, શ્રેષ્ઠ કામ, સમયસર કામ આપીને હીરાનો ધંધો સુરત પાસે સરકી ગયો છે.

દાનવીર પિતાના દાનવીર પુત્ર

સવજી ભાઈ આજે ઘણા નાના મોટા દાન આપવા માટે જાણીતા છે. ગરીબ ને જરૂરિયાતમંદ લોકો ને ખુલ્લા દિલથી મદદ કરે છે. તેમના પિતા આવકની 10 ટકા રકમ લોકોને મદદ કરવામાં ખર્ચતા હતા. હવે તેઓ પિતાને અનુસરે છે. તેમનું માનવું છે કે, તેમ જેટલું આપશો, એટલું જ સામેથી તમને મળશે.

પંચ ગંગા તીર્થ સરોવરનું નિર્માણ

સવજીભાઈ ધોળકિયાએ પંચ ગંગા તીર્થ સરોવરનું નિર્માણ કર્યું છે. 5 સરોવર 6 મહિનામાં બનાવી દીધા હતા. અમરેલી જીલ્લાના દુધાળા અકાળા અને લાઠી જેવા ગામો પણ પાણીની આ જ સમસ્યા સાથે જોડાયેલા હતા. ગામોના કેટલાક લોકો સ્વયંસેવક તરીકે તળાવમાં કામ કરવા માટે તૈયાર થયા એટલે સવજીભાઈએ સુરતનો ધંધો છોડીને દુધાળા ગામમાં રહેવા આવી ગયા હતા. 150 એકર, 120 દિવસ, 260 શ્રમિકો અને 3 સુંદર સરોવરો બની ગયા હતા. જરૂર પડી ત્યારે માટી ખોદવા જેસીબી અને માટી લઈ જવા ટ્રકો પણ ચલાવી હતી. એપ્રિલ, મે અને જૂન મહિનાની ગરમીમાં આ કામ કર્યું હતું. તળાવમાંથી ત્રણ મહિનામાં 15 ખોદકામના મશીનો અને 30 ડમ્પર ટ્રક દ્વારા 1.10 લાખ ફેરામાં 27.50 લાખ ટન માટી બહાર કાઢી હતી. 120 દિવસની કાળી મજૂરી કરીને, 260 સ્વયંસેવકોની મદદ સાથે સવજીભાઈ ધોળકિયાએ ત્રણ સુંદર સરોવરની રચના કરી. બંજર જમીન પર બનેલા તળાવથી 80 હજાર લોકોને તેનો લાભ થશે. દુધાળાના લોકોની આવકમાં રૂા. 4 કરોડનો વધારો થયો છે. બીજા તળાવોથી લાઠી, અકાળા તથા આજુબાજુનાં 20 ગામડાંઓનાં લોકોને તેનો ફાયદો થશે. અહીંના લોકોની ખેતીની આવક વધશે અને ખેડૂતો ભરપૂર પાણીની માત્રા થકી પાક લઈ શકશે.

ગામમાં પ્લેન ઉતાર્યું

સારી બસની સુવિધા નથી તેવા અમરેલી શહેરમાં સવજીભાઈએ પોતાની માલિકીનું પ્લેન ઉતાર્યું હતું. વતનના લોકોએ ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું. ગામડાંમાં રહેતા ત્યારે નાટક જોવા માટે ટિકિટના 3 રૂપિયા પણ ન હતા. હવે તેમના વતન દૂધાળા ગામમાં રાજા ભરથરી નાટક શો કર્યો હતો.

સક્સેસ સ્ટોરી જિંદગીમાં નાની એવી મુશ્કેલીથી નાસીપાસ થતા લોકો માટે આદર્શ ઉદાહરણ પૂરું પાડે એવી છે. તેણે પ્રેરણા આપતાં ભાષણમાં કહ્યું હતું કે, મારી સુરતની બંને કંપનીમાં અમે નિર્ણય કર્યો કે કર્મચારીઓ સાથે અમે બધા સાથે જમીશું. જેનો ખર્ચ કંપની ઉઠાવશે. તેનાથી ફાયદા એ થયા કે એકતા વધી, બધા નજીક આપ્યા, કંપનીમાં વધું કામ કરવાની ભાવના વધી, 45 મીનીટમાં અમે બધા જમી લેતા હતા. કર્મચારીઓએ બપોરે જમવા જવાનું બંધ કર્યું હતું. તેથી સમયની બચત થઈ. હીરા બદલાઈ જતાં હતા તે બંધ થયું. 10 ટકા સમય ઉત્પાદરમાં વધી ગયો. થોડું અલગ વિચારી જુઓ, મુશ્કેલીઓ નહીં આવે. જ્યારે મુશ્કેલી આવે ત્યારે વિચારો પર કાબુ રહેતો નથી. આવી પરિસ્થિતિમાં શાંત મગજથી લેવામાં આવતો નિર્ણય સારું પરિણામ આપે છે.

વિમાન કંપની ખરીદી

વેન્ચુરા એર કનેક્ટ લિમિટેડ કંપની ખરીદ કરી હતી. રાષ્ટ્રપતિએ એવોર્ડથી સન્માનિત થયેલા છે. ગોવિંદભાઈ ધોળકિયા (શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ), લાલજીભાઈ પટેલ (ધર્માનંદન ડાયમંડ), સવજીભાઈ ધોળકિયા (હરેકૃષ્ણ એક્સપોર્ટ) અને લવજીભાઈ દાળિયા-બાદશાહ (અવધ ગ્રુપ) એ શરૃં કરેલી દેશની પ્રથમ આંતરરાજ્ય એરલાઈન્સ સર્વિસ વેન્ચુરા એર કનેક્ટ કંપની છે.

તમારામાંથી ડર બહાર જશે ત્યારે આત્મવિશ્વાસ આ‌વશે

મારા વડીલ ગોપાલભાઈએ મને કહ્યું કે, તારે 108 ભગવાનના નામના 11 લાખ પાઠ કરવા છે. સવારે બપોરે સાંજે પાઠ કરવા લાગ્યો, લોકો હસતા પણ ખરા. સાડા ત્રણ વર્ષે 12 લાખથી વધુ પાઠ પુરા થયા. એનાથી એક ફાયદો થયો. મને મારું વચન પૂરું કર્યાનો અહેસાસ થયો. મને એમ લાગ્યું કે સાડા ત્રણ વર્ષના પાઠ પછી મારા નિર્ણયો મારુ સારું કરશે. એટલે ડર કાઢીને ફટાફટ નિર્ણય લેતો ગયો. જ્યારે તમારામાં ડર હશે ત્યારે આત્મવિશ્વાસ દૂર ભાગશે અને જ્યારે તમે ડરને બહારનો દરવાજો બતાવશો તો તમારો આત્મવિશ્વાસ આપોઆપ આવશે. ઈશ્વર પાસે કોઈ વસ્તુની ભીખ ન માંગો, પોતાની જાતને એટલી ઘસી નાખો કે તેને સામે ચાલીને તમને આશિર્વાદ આપવા જ પડે.

પુત્રને નોકરી કરાવી

પોતાના પુત્ર દ્રવ્ય ધોળકીયાએ ન્યૂયોર્કની ‘પેસ યુનિવર્સિટી’થી MBA થયા બાદ દ્રવ્ય કુટુંબના ધંધામાં  શામેલ કરતા પહેલા બીજા સ્થળે કામ કરવા માટે કહ્યું હતું. દ્રવ્યની પહેલી નોકરી એક કોલ સેન્ટરમાં હતી. દીકરા દ્રવ્ય ધોળકીયાને એક મહિના સુધી સાધારણ જીવન જીવવા અને સાધારણ નોકરી કરવા કહ્યું હતું. તેણે 3 જોડી કપડાં અને કુલ 7000 રૂપિયામાં કોચ્ચીમાં એક મહિનો નોકરી કરીને પછી પગાર લીધા વગર નોકરી છોડી દીધી હતી. ત્યાર બાદ દર અઠવાડિયે નવી નોકરી શોધવા કહ્યું હતું. સવજીભાઈ ઈચ્છતા હતા કે, તેમનો પુત્ર જિંદગીને સમજે અને જુએ કે ગરીબ લોકો કેવી રીતે નોકરી અને પૈસા કમાવવા માટે સંધર્ષ કરે છે. જિંદગીની આ બાબતો કોઈપણ યુનિવર્સિટી નહીં શીખવાડી શકે. જે માત્ર જિંદગીના અનુભવો દ્વારા જ શીખી શકાય છે. [:]