[:gj]કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતમાં [:]

[:gj]કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે 28 નવેમ્બર 2018 સુધી આવ્યા છે. ટોચના નેતાઓ સાથે લોકસભાની ચૂંટણી અને  વિધાનસભાની જસદણ બેઠકની પેટા ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર અંગે નેતાઓને મહત્વની જવાબદારી સોંપશે. નવા નિમાયેલા નિરીક્ષકો સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત નવા હોદ્દેદારોને ચૂંટણી અંગે જવાબદારીઓની વહેંચણી કરશે. 27મીએ યુથ કોંગ્રેસ અને NSUIના હોદ્દેદારો સાથે બેઠક યોજાશે. બંને પાંખોને લોકસભાની કામગીરી સોંપીને યોગ્ય માર્ગદર્શન આપશે.

કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ જસદણ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના મનાતા દાવેદારો અને અન્ય આગેવાનો સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરશે. સૌરાષ્ટ્રના તમામ MLA સાથે જસદણ બેઠક જીતવા બેઠક કરીને ગણનીતિ તૈયાર કરશે. લોકસભાની ચૂંટણી પહેલા રાજીવ સાતવ હજુ મુલાકાતો લઈને ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીથી લઈને તમામ કામગીરીમાં હાજર રહેશે. લોકસભાની ચૂંટણીમાં દરેક પક્ષે પોતાના ઉમેદવારને જીતાડવા માટે ખાસ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનના ભાગરૂપે કોંગ્રેસના પીઢ નેતા અને ગુજરાતના પ્રભારી આજથી ગુજરાતની મુલાકાતે છે. તેમના આગમનને પગલે ગુજરાત કોંગ્રેસ દ્વારા કેટલીક બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષને લોકો સ્વિકારતા નથી. જેથી નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારો ભાજપ અને કોંગ્રેસ પૈકી એક સાથે હાલ મિલાવીને જ ચૂંટણી જંગમાં ઝંપલાવે છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ મતદારો સુધી પહોંચાડવાના માટે કાર્યકરોને કામે લગાડી દેવાયા છે.[:]