[:gj]ગાંજા-દારૂનો ભોગબનેલી સામાન્ય મહિલાઓને પ્રદિપ જાડેજા સામેથી મળવા ગયા[:]

[:gj]ગૃહ પ્રધાન પ્રદીપ જાડેજાની કચેરીએથી અમદાવાદ ઈસ્કોન પાસે આવેલા રામદેવનગરના ઝૂંપડાની બહેનોને ફોન કરવામાં આવ્યો કે તમને જે મુશ્કેલી છે તે માટે મળવા આવો. મહિલાઓની ફરિયાદ હતી કે રામદેવનગરમાં દારુ અને ગાંજો મોટા પ્રમાણમાં વેચાય છે. તેથી તેમના પતિ ખોટા રસ્તે જાય છે. તેથી તેઓએ ગાંધીનગરમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ નવ બહેનો, વિચરતા સમુદાઈ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી મીત્તલ પટેલ, પ્રમુખ માધવભાઈ, ભગવાનભાઈ પ્રદીપ જાડેજાને મળવા ગાંધીનગર ગયા હતા. એમણે આ દુષણને ડામવા તમામ કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. નાના માણસની તેમણે ખબર કાઢી હતી.

એમની સાથેની વાતમાં એમણે સામેથી કહ્યું, મારે વસાહતમાં આવવું છે, અમે કહ્યું આવો અને સાંજે પાંચ વાગે તેઓ વસાહતમાં આવ્યા. આવીને બધી બહેનોને એમણે સાંભળી અને તેમને કોઈ તકલીફ ના થાય તે માટે દારૃ ગાંજો સદંતર બંધ થાય તે માટે કાયદાકીય રીતે તમામ સહયોગ મળશે તેવી ખાત્રી આપી.

અમદાવાદના રામદેવનગર વિસ્તારમાં બાવરી સમાજની પ્રતિનિધિ બહેનો દ્વારા આ વિસ્તારમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અંગે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાને ફરિયાદ કરી ત્યારે સ્થળ પર રૂબરૂ આવી તપાસ કરવા ખાતરી બાદ બાવરી સમાજની આ બહેનોની રુબરુ મુલાકાત લીધી હતી.

જાડેજાએ સમગ્ર આ વિસ્તારમાંથી આ દૂષણ દુર થાય તે માટે તમામ પગલા લેવાશે તેની ખાતરી આપી તેમનો ડર દૂર કર્યો હતો. જેને બાવરી સમાજની બહેનોએ આવકાર્યો હતો. બાવરી સમાજની બહેનોને નિભર્યપણે પોતાની રજૂઆત કોઇપણ સમયે તંત્ર સામે કરી શકે છે તેમ જણાવી નશાકારક પદાર્થોની હેરાફેરીથી થતા સામાજિક નુકસાન માટે બહેનોની જાગૃતિને તેમણે બિરદાવી હતી.

પોલીસ તંત્ર દારૂ જેવા સામાજિક દૂષણો દૂર કરવા સમાજની પડખે છે. બાવરી સમાજમાં આ દૂષણો દૂર થાય તે માટે  પુનઃવસન માટે સરકાર વિચારી રહી છે.  અમદાવાદના પોલીસ કમિશનર એ.કે.સિંઘ હાજર હતા. [:]