[:gj]ગાંધીનગરમાં સિરિયલ કિલર કિન્નર નિક્ળ્યો તેના ઘરેથી સ્ટકુટર કબજે કર્યું [:]

[:gj]ગાંધીનગર અને આસપાસના વિસ્તારમાં એક પછી એક ત્રણ ખુન કરનાર હત્યારો ઓળખાયો છે. પોલીસે તેનું સ્કેચ જાહેર કર્યું હતું. હવે સીસીટીવી કેમેરામાં એક ચાની લારી પાસે જોવા મળ્યો છે. ગાંધીનગર પોલીસે શોધી અને ઓળખી કાઢ્યો છે. જો કે કિલરના ઘર સુધી પહોંચેલી પોલીસે હત્યા વખતે કીલર જે સ્કૂટરનો ઉપયોગ કરતો હતો તે કબજે લીધું છે, પણ હત્યારો પોતાના ઘરે ઘણા દિવસથી આવ્યો નથી. તેના કારણે તેના ઘર ઉપર પોલીસ જાપ્તો મૂકી દેવામાં આવ્યો છે.

એક પછી એક ઓક્ટોબર મહિનાથી ગાંધીનગરમાં શરૂ થયેલી હત્યાને ભેદ ઉકેલવા માટે ખાસ તપાસ દળની રચના કરી હતી. આ હત્યારાને ઓળખવા અને શોધવા માટે 60 કરતા વધુ ટીમો કામ કરી રહી હતી. સંભવીત તમામ સ્થળે વોચ ગોઠવી હતી અને હત્યા સ્થળની આસપાસના CCTV કેમેરા ચેક કર્યા હતા, જેમાં એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળી હતી. અડાલજના મોમાઈ ટી સ્ટોલ ઉપર મળેલા CCTV ફુટેજના આધારે હત્યારો રાની નામનો વ્યંડળ હોવાનું પોલીસ માની રહી છે. પોલીસ દ્વારા તેના ફોટોગ્રાફ પણ જાહેર કરી દીધા હતા.

આમ છતા પોલીસને તેની કોઈ ભાળ મળતી નહોતી. દરમિયાન પોલીસે એક વ્યક્તિએ ફોન કરી જાણકારી આપી હતી. ગાંધીનગરના વાવોલમાં આવેલા એક ફ્લેટના પાર્કિગમાં પ્લાસ્ટીકથી ઢાકેલું એક એક્ટિવા પડ્યું છે. આ માહિતીને આધારે ગાંધીનગર સેક્ટર-7 પોલીસ, એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચ પહોંચી હતી. પોલીસ જે સ્કૂટરને શોધી રહી હતી તે મળી આવ્યુ હતું. પોલીસે તપાસ કરતા ફ્લેટમાં રહેતી એક વ્યક્તિનું હોવાનં બહાર આવ્યુ હતું. પોલીસે ફ્લેટમાં તપાસ કરતા ફ્લેટમાં એક વૃદ્ધા અને તેમનો દીકરો રહે છે, જ્યારે આ સ્કૂટર જેનું છે તે પુત્ર લાંબા સમયથી લાપત્તા છે. લાપત્તા પુત્રએ થોડા વર્ષો પહેલા લોકો સાથે છેતરપિંડી કરી પાંચ કરોડનું ફુલેકુ ફેરવ્યું હતું ત્યાર બાદ તે લાપત્તા થઈ ગયો હતો.

પોલીસને મળેલી જાણકારી પ્રમાણે તે ત્યાર બાદ તે વ્યંડળો સાથે ફરવા લાગ્યો હતો, જે તાજેતરમાં પોતાની માતાની પાસે આવ્યો હતો, પરંતુ ગાંધીનગર પોલીસે તેના ફોટોગ્રાફ અને સ્કેચ જાહેર કર્યા બાદ તે ફરાર થઈ ગયો છે. પોલીસે તેના ઘરે જાપ્તો ગોઠવી તેને શોધવાની પ્રક્રિયા વધારી દીધી છે.[:]