[:gj]ગુજરાતમા નકલી નવી નોટો કોણ છાપી રહ્યું છે, દેશમાં સૌથી વધું નકલી નોટ ગુજરાતમાં [:]

[:gj]ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં સમગ્ર દેશની જે નવી નકલી નોટ પકડાઈ છે. દેશમાં નોટબંધી બાદ ગુજરાતમાં કેટલાંક રાજકીય નેતાઓના સંતાનો દ્વારા તેમની કચેરીમાં જુની નોટ બદલી આપવામાં આવતી હતી. કેટલાંક અખબારોના માલિકો પણ દિલ્હી જઈને નવી નોટોનો સોદો કરી આવ્યા હતા. ગુજરાતમાં કમીશનથી નોટ બદલી આપવામાં આવતી હતી. મહેશ શાહ નામના વ્યક્તિ પાસેથી 10,000 કરોડની નોટો પકડાઈ હતી. જેની તપાસ દાબી દેવામાં આવી છે. આ નોટો કેટલાંક રાજકીય નેતાની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતનો એક પણ ઉદ્યોગપતિ જુની નોટ બદલવા માટે બેંકની લાઈનમાં ઊભો રહ્યો ન હતો.

આ બધા શંકાસ્પદ હિસાબ પછી ગુજરાતમાં જ સૌથી વધું નવી નકલી નોટ કેમ પકડાઈ રહી છે તે એક રહસ્ય છે. નોટબંધી બાદ દેશમાં સૌથી વધુ ગુજરાતમાંથી રૂપિયા 6 કરોડ બનાવટી નોટો જપ્ત કરવામાં આવી છે. લોકસભામાં રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હંસરાજ ગંગારામ આહિરે આ વિગતો જાહેર કરી હતી. જોકે તે અંગેના કારણો તેમણે આપ્યા ન હતા.

સંસદમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાંથી કુલ રૂ. 5,94,87,470 (પાંચ કરોડ પંચાણું લાખ) બનાવટી ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે. એ રીતે સમગ્ર દેશમાંથી એકલાં ગુજરાતમાંથી જ 40 ટકા બનાવટી નોટો જપ્ત કરવામાં આવી છે. જોકે પ્રધાને જાહેર કર્યું હતું કે દેશમાં બનાવટી નોટો ફરતી કરવાની વ્યવસ્થામાં સંડોવાયેલા તત્વોની તપાસ કરાઈ રહી છે.

ઉત્તર પ્રદેશના કાનપુરમાં પોલીસે એક ઘરમાંથી 500 અને 1000 રૂપિયાની 97 કરોડો રૂપિયાની જૂની ચલણી નોટો જપ્ત કરી હતી. આરોપીઓ નોટબંધીના 14 મહિના પછી 16 લોકો આ કૌભાંડમાં પકડાયા હતા. પણ બ્લેક મનીને કાયદેસરના નાણાંનું સ્વરૂપ કઈ રીતે આપતા હતા. શું નકલી ચલણી નોટ આપવામાં આવતી હતી કે કેમ તે તપાસ કરવામાં આવી રહી છે. અશોક ખત્રી કાનપુરમાં ટેક્સટાઈલ અને રિઅલ એસ્ટેટનો બિઝનેસ કરે છે તે 10 ટકા કમિશનથી નોટોની બદલી કરી આપતો હતો. આવું જ ગુજરાતના મહેશ શાહના કેસમાં થયું હતું. પણ તે સમગ્ર કેસ દબાવી દેવાયો છે.

નવી નકલી અને અસલી નોટો તથા જૂની નોટો બદલી આપવાનું ગુજરાતમાં કરોડો રૂપિયા પકડાયા બાદ કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું હતું. પણ તેમાં યોગ્ય તપાસ થઈ ન હોવાનું પણ ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.[:]