[:gj]ગોડસેને દેશભક્ત કહેનારા વિષ્ણું પંડ્યાને ગુજરાત સાહિત્ય અકાદમીમાંથી હાંકી કાઢો[:]

[:gj]આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલગીરીનો આરોપ પ્રજ્ઞાસિંહ ઠાકુર પર છે. દેશ માટે આતંકવાદીઓ માટે લડીને સહિદ થયેલા અધિકારી કરકરેને પાકિસ્તાન સાથે જોડી રહ્યાં છે. ઠાકુરે ગોડસેને દેશભક્ત કહ્યાં હતા. પછી, સુરતમાં ગોડસેની છબી સામે હિન્દુ મહાસભાએ આરતી ઊતારી હતી. હવે નરેન્દ્ર મોદીના ચાહક અને ટીવી પર ચર્ચા દરમિયાન ભાજપ કે સંઘની વિચારધારા ધરાવતાં વિષ્ણુ પંડ્યાએ કહ્યું હતું કે, “ગોડસે દેશભક્ત હતા, અને ગાંધી પણ  હતા.”

વિષ્ણું પંડ્યા અગાઉ પણ અનેક વખત વિવાદ ઊભા કરી ચૂક્યા છે. તેઓ શંકરસિંહ વાઘેલા સાથે રહીને નરેન્દ્ર મોદીના ટીકાકાર રહ્યાં હતા. હવે મોદીની આરતી ઊતારવા માટે જાણીતા બની ગયા છે. તેથી તેમને ગુજરાત સાહિત્ય અકાદમી કે જે ગુજરાત સરકારની સંસ્થા છે તેમાં તેમની નિયુક્તિ આપવામાં આવી હતી.

સાહિત્ય અકાદમી સંભાળી ત્યારથી વિવાદ ઊભો કહ્યો છે. સાધના સાથે તેમને હવે કોઈ સંબંધ રહ્યાં નથી. અકાદમીના અધ્યક્ષ છે અને સ્ક્રીપ્ટ લખવાની ફી લે છે.

મોટા ભાગના પત્રકારો માને છે કે, વિષ્ણું પંડ્યા અંગે સાહિત્યકારોએ સાથે મળીને નિર્ણય લેવો જોઈએ. રાષ્ટ્રપિતા અંગેના નિવેદનો અંગે મુખ્ય પ્રધાન તેમની સાથે અસંમત હોય તો તેમને સરકારી સંસ્થામાંથી દૂર કરવા જોઈએ. તેમણે નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરતાં હતા. તેમની વિરૃદ્ધમાં એક પુસ્તક પણ લખ્યું છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કહેવાતા ઇતિહાસકાર પંડ્યાએ કહ્યું, “જો ગોડસએ ગાંધીને મારી નાખ્યા તો મહારાષ્ટ્રમાં ગાંધીના નામથી 8,000 લોકો પણ માર્યા ગયા હતા. સતવાલકર હતો, જેની લાઇબ્રેરી બળી ગઈ હતી અને તેને નાસિકમાં ભાગી જવું પડ્યું હતું. તેથી, જો તમે ગાંધીની હત્યાથી સંબંધિત ઘટનાઓ જોવા માંગતા હો, તો તમારે સંપૂર્ણ પરિપ્રેક્ષ્યમાં જોવું પડશે. ‘

પંડ્યાએ ગુજરાત સમાચારમાં અગાઉ લખ્યું હતું કે, ગાંધીહત્યા નથુરામ ગોડસેએ કરી, તે ‘કટ્ટર હિન્દુ’ હતો એટલે ભારતના ભાગલાનો વિરોધ કરનારા તમામ પરિબળો ગાંધી હત્યામાં સામેલ છે એમ વારંવાર ઠસાવી દેવાયું. સાવરકર હિન્દુ મહાસભાના નેતા હતા તેમને ય પકડવામાં આવ્યા. (સરદાર પટેલ દ્વારા) આરએસએસ પર પ્રતિબંધ મુકી દેવાયો. એટલું જ નહીં, પૂનાના અને મહારાષ્ટ્રના ચિત્તપાવની બ્રાહ્મણો ગાંધીવિરોધી છે એમ ગણાવીને તે સમયના સમાજવાદીઓ અને કોંગ્રેસે તેમના ઘરો પર હુમલા કર્યા, બાળી નાખવામાં આવ્યા. વેદ મૂર્તિ પંડિત સાતવલેકર સંઘમાં જતા હતા એટલે તેમનું ઘર – કેન્દ્ર – ગ્રંથાલય બાળી નંખાયા. સાતવલેકરે મહારાષ્ટ્ર છોડીને ગુજરાતના પારડી ગામમાં આવીને રહેવું પડ્યું.

વિષ્ણુ પંડ્ય કોણ છે?

2002 ના ગોધરા રમખાણો પછી, પંડ્ય ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસે આવ્યા હતા. તેમણે સલાહ આપી કે કેવી રીતે ભારતીય લોકોના ઇતિહાસમાં આ ઘટનાને સારી રીતે રજૂ કરી શકાય છે. તેમણે મોદીને સલાહ આપી હતી કે સંઘ સાથે સંકળાયેલા શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થી લંડનથી ગુજરાત લાવવામાં આવે અને તેમના ગુણોની પ્રશંસા કરવામાં આવે. સમજાવો કે શ્યામજી કૃષ્ણ વર્માને કાળા પાણી માટે સજા કરવામાં આવી હતી, તેમણે બ્રિટીશને માફી માંગી હતી અને હંમેશાં તેમના હિતોનું રક્ષણ કરવા વચન આપ્યું હતું. પછીથી તે યુરોપમાં ગયા. 2003 માં નરેન્દ્ર મોદીએ સ્વીટ્ઝર્લેન્ડથી તેમની હાડકાં લાવ્યા હતા. તેમણે ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓને અવગણવાના આરોપસર કોંગ્રેસની આલોચના કરી અને ટીકા કરી હતી.

પાંડ્ય આરએસએસના મુખપૃષ્ઠ ‘સાધના’ ના સંપાદક રહ્યા છે. આ પહેલી વખત નથી કે સંઘ સાથે સંકળાયેલા ઇતિહાસકારે ગોડસેની પ્રશંસા કરી. નાથુરામ પર એક પુસ્તક લખ્યું હતું.

હત્યારો દેશદ્રોહી ગોડસે અને રાજકીય સાદ્વી પ્રજ્ઞા ઠાકુર[:]