જમીન પચાવી પાડતાં ખેડૂતે મુખ્યમંત્રી સમક્ષ કરી ઈચ્છામૃત્યુની માગ

ગાંધીનગર, તા. 25
દસક્રોઈના મુઠિયા ગામના ખેડૂતની જમીન ભૂમાફિયા દ્વારા પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઉદય ઓટોલિંકના માલિક અને તેના પુત્રએ જમીન પચાવી પાડી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. જમીન કૌભાંડ અંગે સરકાર અને પોલીસને જાણ કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં આખરે ખેડૂતે મુખ્યમંત્રી પાસે ઈચ્છામૃત્યુની માગણી કરી છે.