[:gj]જ્યાં મગફળી નથી થતી ત્યાં કાગળ પર બતાવી કરોડોનું કૌભાંડ[:]

[:gj]બનાસકાંઠા જીલ્લાના વાવ- સૂઇગામપંથકમાં મગફળી કૌભાંડ ચર્ચાસ્પદ બન્યું છે. આ અંગે કોંગ્રેસના અગ્રણીઓએ સોમવારે પાલનપુર ખાતે ધરણા કરી જણાવ્યું હતુ કે, વાવપંથકમાં ક્યાંય મગફળીનું વાવેતર જ થયું નથી. તો પછી માર્કેટયાર્ડમાંથી સરકારે ટેકાના ભાવે કઇ રીતે મગફળી ખરીદી? તો બીજી તરફ સૂઇગામના કેટલાક ખેડૂતોએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી આ આક્ષેપો ખોટા હોવાનું જણાવી ધારાસભ્યએ આ મુદ્દે માફી માંગવા જણાવતાં મામલો ગરમાયો છે.

બનાસકાંઠા જિલ્લામાં મગફળી કૌભાંડ ના મુદ્દે કોંગ્રેસ આક્રમક મૂડ માં છે. જ્યાં પાલનપુર ખાતે સોમવારે કોંગી અગ્રણીઓએ ધરણાં યોજી કલેકટરને આવેદન આપ્યું હતુ. જેમાં જણાવ્યું હતુ કે, વાવપંથકમાં ક્યાંય મગફળીનું વાવેતર જ થયું નથી. તો પછી માર્કેટયાર્ડમાંથી સરકારે ટેકાના ભાવે કઇ રીતે મગફળી ખરીદી? તો બીજી તરફ ભાભર, સુઇગામ તાલુકાના કેટલાક ખેડૂતોએ કોંગ્રેસના આક્ષેપોને ખોટા ગણાવી મગફળીનું વાવેતર કરી ટેકાના ભાવે માર્કેટયાર્ડમાં વેચી અને તેનાં નાણાં પણ બેન્ક મારફત ખેડૂતોના ખાતામાં આવ્યા હોવાનું જણાવી રહ્યા છે.

ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ તેમની નિષ્ફળતા ઢાંકવા રાજકીય ઇરાદાઓ થી પ્રેરાઈને જનતાને મગફળીનો મુદ્દે ગેરમાર્ગે દોરી રહી છે. આવેદનપત્ર મારફતે ખેડૂતોએ ખોટી રીતે ચોર સાબિત કરવાના પ્રયાસ બદલ ધારાસભ્ય ખેડૂતોની માફી માંગે તેવી માંગ કરી છે.આ અંગે ભરડવાના રહેવાસી ગણેશજી રાજપૂતે જણાવેલ કે, ગઈ સાલમાં મેં ભરડવા ખાતે મારા સર્વે નં.674 પૈકી સ.વે.નમ્બર માં બે હેકટર માં મગફળી વાવેલી હતી. એમાંથી 100 બોરી મગફળી થયેલી છે. અને ટેકાના વેચી હતી.[:]