40 હજાર કરોડની વીજ લૂંટ, સ્માર્ટ વીજ મીટરમાં સ્માર્ટ ચોરી

Gujarat; ₹40,000 Crore Electricity Heist, ‘Smart’ Theft

દિલીપ પટેલ
અમદાવાદ, 24 મે 2026
સમગ્ર ગુજરાતમાં 1 લાખ કરોડનું વીજળી બિલ આવે તો તેમાંથી સરકારને 17 હજાર કરોડની આવક વીજ વેરાની થાય છે.

ગુજરાતની સરકારને આ વર્ષે રૂ. 13 હજાર કરોડની આવક વીજ વેરામાંથી થવાની છે.

ગુજરાત સરકારની આવક 12 હજાર કરોડથી વધીને 18 હજાર કરોડ થઈ જશે, વીજ કંપનીઓને બખ્ખાં થવાના છે. ચૂંટણી પુરી થઈ તેની સાથે જ ભાજપ સરકારે સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું છે.

2023–24 માટે રાજ્યમાં કુલ વીજ ગ્રાહકો 2 કરોડ હતા.
તમામના મીટર સ્માર્ટ થઈ જશે ત્યારે સરકારની વેરાની આવક 12 હજાર કરોડથી વધીને 18 હજાર કરોડ થઈ શકે છે.

વીજ કંપનીઓની આવક તમામ વીજ મીટર સ્માર્ટ થઈ જાય તો તે હિસાબે 40 હજાર કરોડની આવક વધી  શકે છે.

આમ જનતા પર 30થી 40 હજાર કરોડનો વીજ ભાવ વધારો આવી શકે છે.

ગુજરાત માટે 1 કરોડ 67 લાખ સ્માર્ટ મીટર લગાવાના છે  જેમાંથી  જુલાઈ 2025 સુધીમાં 20.94 લાખ સ્માર્ટ મીટર લગાવાયા હોવાની સંસદીય માહિતી છે.
નવેમ્બર 2025 સુધીમાં 28.76 લાખ લગાવાયા હોવાનો દાવો કરાયો હતો. એક વર્ષમાં 7.8 લાખ લગાવાયા હતા.

સૌરાષ્ટ્રમાં 33 લાખ મીટર બદલવાના છે.

મધ્ય ગુજરાત – MGVCL દ્વારા 11 લાખ સ્માર્ટ મીટર 6 મહિના પહેલા લગાવી દીધા હોવાનો દાવો કર્યો હતો.

2019 આસપાસ ગુજરાતમાં 26 હજાર મીટર લગાવાયા હતા.

કોઈ કાયદો નથી.

ફાયદા
સિમ-કાર્ડ જેવા કોમ્યુનિકેશન સાધનો છે.
ઓનલાઈન રિચાર્જ, દૈનિક મોનિટરિંગ, વીજળીમાં ગ્રાહકો કરકસર કરશે, ચોરી અટકાવવી,  હોવાથી વીજ ચોરી પકડવી સરળ બને છે.

કેન્દ્રીય ઊર્જા મંત્રાલયે સંસદમાં આપેલા આંકડા અનુસાર આરડીએસએસ સ્કીમ હેઠળ ગુજરાતમાં 1.67 કરોડ સ્માર્ટ વીજ મીટર લગાવવા નક્કી કર્યું હતું. પરંતુ, 15મી જુલાઈ, 2025 સુધીમાં માત્ર 21 લાખ સ્માર્ટ મીટર જ લાગી શક્યા હતા.

વીજ ગ્રાહકોની ફરિયાદ છે કે, જૂના મીટર કરતા સ્માર્ટ મીટરમાં વધુ વીજ બિલ આવી રહ્યું છે. તેથી સ્માર્ટ વીજ મીટરનો ઉપયોગ કરવા ઇચ્છુક નથી.
લોકો સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરી રહ્યા છે.

ગ્રાહકની રૂ. 12 હજાર કરોડ તો કંપનીઓ પાસે ડિપોઝિટ પેટે જમા છે.

વિધાનસભામાં ફરિજિયાત વીજ મીટર અંગે વીજ પ્રધાને જાહેરાત કરી હતી.

સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા ત્યાં સામાન્ય બિલ કરતાં અનેક ગણા વધારે રકમના બિલો આવ્યા હતા, જેને કારણે મોટો વિવાદ થયો હતો.

વી.સી.એલની  કચેરી ખાતે વિરોધ પ્રદર્શન પણ થયા હતા અને લોકોએ આ સ્માર્ટ મીટર યોજનાને પડતી મૂકવાની માંગણી કરી હતી.

સ્માર્ટ મીટર દર 7 કે 10 વર્ષે ફરજિયાત બદલવું પડશે. જૂના મીટર લાગી ગયા બાદ 20-25 વરસ સુધી બદલવામાં આવ્યા નથી.

કોર્પોરેટ કંપનીઓ જે ઈચ્છે તે સરકાર કરે છે. લોકોએ કમાઈ કમાઈને કોર્પોરેટ કંપનીઓને તગડી કરવાની છે. એ કોર્પોરેટ કંપની સત્તાપક્ષને ફંડ આપીને તગડો કરે છે.

મત મેળવવા માટે ધર્મના ઈન્જેક્શન સરકાર પાસે પૂરતા પ્રમાણમાં છે, એટલે સરકારને કે સત્તાપક્ષને કોઈ ચિંતા નથી !

સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર એ એક ડિજિટલ ઉપકરણ છે જે પરંપરાગત મીટરના મેન્યુઅલ રીડિંગ્સને બદલે, યુટિલિટી આપનારને રીઅલ-ટાઇમ વીજળી વપરાશ ડેટા આપમેળે રેકોર્ડ કરે છે અને મોકલે કરે છે. આ અદ્યતન મીટર રિમોટ મોનિટરિંગ, વિગતવાર વપરાશ વિશ્લેષણ , ટેમ્પર ડિટેક્શન જેવી સુવિધા છે.

લોકો સ્માર્ટ મીટરને સ્માર્ટ મુસીબત માને છે.

TOD-ટાઇમ ઓફ ડે મુજબ દિવસે અને રાત્રે યુનિટના ભાવ અલગ અલગ રહેશે.
દિવસે વીજળીના ભાવ ઓછા થશે અને રાત્રે વધુ હશે.

સ્માર્ટ મીટર બાબતે કોર્પોરેટ કંપની જવાબ આપતી નથી.

મીટર રીડર નહીં રહે. બીલ સીધું ગ્રાહકના ફોનમાં આવશે.

રાજ્યમાં સ્માર્ટ મીટર સામે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, વીજ વપરાશ કરતા વધુ બિલ આવવાની ફરિયાદ સાથે લોકો વીજ કંપનીઓની કચેરીઓને ઘેરાવો કરી રહ્યા છે.

શરૂઆતમાં ચકરડી વાળા વીજ મીટર ચુંબકથી ચાલતા હતા.
તે બદલી નાખવામાં આવ્યા હતા. ડિજિટલ મીટર લગાવાયા હતા. હવે સ્માર્ટ મીટર.
ડિજિટલ મીટરમાં વીજ વપરાશના ડેટાનો સંગ્રહ થઇ શકે છે.

સરકારને વેરાની આવક
1 હજાર સુધી 15 ટકા અને 1 હજારના બીલથી વધારે હોય તો 20 ટકા સરકાર વેરો લઈ જાય છે.

સરેરાશ દરેક ગ્રાહક પાસેથી રૂ. 600 વેરો સરકાર લઈ જાય છે.

છેલ્લા 10 વર્ષમાં વીજ વેરાની આવક રૂ. 6,700 કરોડથી વધીને રૂ. 13 હજાર કરોડ સુધી પહોંચી છે.
100 ટકાવો વધારો થયો છે.

2020–21મા 8,000 કરોડ
2021–22માં 9,770
2022–23માં 10,600
2023–24માં 11,736
2024–25 11,741
2025–26 12,493
2026–27 13,022 (બજેટ અંદાજ)

સરકારના વીજ કરના આધારે વીજ વપરાશ ગણીએ તો સરેરાશ 17 ટકાની આવક પ્રમાણે રૂ. 78થી 80 હજાર કરોડની વીજળીનું બીલ આવે છે.

જો તેમાં 10 ટકા બીલ વધે તો પણ કંપનીઓને 8 હજાર કરોડનો ફાયદો થાય છે.

ઘણી જગ્યાએ 50 ટકા વીજ વધારે આવતું હોવાની ફરિયાદો છે. એ હિસાબે ગુજરાતની જનતા પર 40 હજાર કરોડનું વધારાનું બિલ આવી શકે છે.

કેશુભાઈની ગરીબ વીજ યોજના મોદીએ બંધ કરી

ગરીબ-મધ્યમવર્ગને વીજ બીલમાં 1995થી મહિને 50 યુનિટ રાહત આપવાની યોજના કેશુભાઈએ બનાવી
પરિણામ સારા મળતા 1998થી 100 યુનિટ સુધીના ઘર વીજળીમાં 25 ટકા રાહત મધ્યમ વર્ગને આપી
મોદીએ ફેબ્રુઆરી 2003થી ગરીબોને રાહત આપતી કેશુભાઈ પટેલની ભાજપ સરકારની યોજના બંધ કરી
2002ની ચૂંટણી પહેલાના ઢંઢેરામાં ગરીબોને મફત વીજળીનો કોઈ ઉલ્લેખ ન હતો
મોદીએ કારણ આપ્યું કે ઉત્પાદકીય સ્ત્રોતો તરફ ખર્ચ થાય અને વીજ બચતની ટેવ પડે તે જરૂરી છે
રૂ. 125 કરોડની 25 ટકા રાહત મોદી સરકારે પરત ખેંચી, ઉદ્યોગોને મફતમાં ગૌચરની જમીનો આપી
આપેલું વચન ફેરવી તોડવું તેનું બીજું નામ નરેદ્ર દામોદર મોદી છે
કેજરીવાલ ગુજરાતમાં 2022માં 300 યુનિટ વીજળી મફત આપવાના હતા
હિમાચલ પ્રદેશમાં ભાજપ સરકાર ફ્રીમાં 200 યુનિટ વીજળી કેમ આપે છે?
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ઢંઢેરામાં મફત વીજળીનું ભાજપે વચન આપ્યું
ગુજરાતમાં કેમ 200 યુનિટ વીજળી ફ્રી કરવામાં આવતી નથી
દિલ્હીમાં 200 યુનિટ સુધી વીજળી રૂ. 3 અને ગુજરાતમાં રૂ. 8 કેમ?
ગુજરાતમાં વીજ વેરો 15 ટકા અને દિલ્હીમાં 5 ટકા, ગુજરાતમાં લૂંટ
દિલ્હીમાં 400 યુનિટ સુધીના બિલમાં અનેક પ્રકારની રાહત, ગુજરાતમાં લૂંટ
સોલાર વીજ માટે લોકો પૈસા રોકે, તો તેને મોદી પોતાની મફત વીજળી કહે છે
વીજ કાયદો લાવી મોદી સરકાર મફત વીજળી 2021માં બંધ કરવાની હતી
ખેડૂતોની સબસીડી તેના ખાતામાં જમા કરવી પણ બિલ આપવાનું હતું
ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ કહ્યું કે,  પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત
200 યુનિટ વીજળી ફ્રી આપવાની ગુજરાતમાં કોઈ વિચારણા નહીં – કનુ દેસાઈ