[:gj]ડીફેકટ લાયબલિટીવાળા શહેરમાં કેટલા કીલોમીટરના રોડ છે તેનાથી સ્થાયી સમિતિના ચેરમેન અજાણ[:]

[:gj]

અમદાવાદ,તા.૧૮
અમદાવાદ શહેરમાં આ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં તુટેલા રસ્તાઓ મામલે મેયરે કરેલા નિવેદનથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી શકે છે.સ્થાયી સમિતિના ચેરમેન અમુલ ભટ્ટે આજે કહ્યુ,શહેરમાં હાલ રોજ ૧૫ ટન ડામરની મદદથી રોડ રીસરફેસની કામગીરી કરાઈ રહી છે.સાથે જ તેમને પુછવામાં આવ્યુ કે,શહેરમાં જે રોડ તુટેલા છે એ પૈકી ડીફેકટ લાયબલિટીવાળા રોડ કેટલા અને કેટલા કીલોમીટરના તેના જવાબમાં તેમણે કહ્યુ,મને ખબર નથી.ઉપરાંત ડીફેકટ લાયબલિટી કેટલા વર્ષની છે એ અંગે પણ તેમણે તેઓ અજાણ હોવાનુ કહ્યુ છે.આમ સત્તાધારી પક્ષના જ બે હોદ્દેદારોના નિવેદનોમાં વિરોધાભાસ હોઈ દિવાળી પર્વ પહેલા શહેરમાં તુટેલા તમામ રસ્તાઓ રીસરફેસ થાય એવી ખુબ ઓછી શકયતા છે.

આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલા પ્રેમાભાઈ હોલને રૂપિયા દસ કરોડમાં લેવા અંગેની દરખાસ્ત અનિર્ણિત રાખવામાં આવી છે.આ અંગે ચેરમેનનુ કહેવુ હતુ કે,એક વખત લીધા બાદ તેનો કઈ રીતે ઉપયોગ કરવો,ત્યાં ઓડીટોરીયમ બનાવવુ,હોલ કે સિવિક સેન્ટર એ હજુ નકકી થઈ શકયુ નથી.તેમના મત પ્રમાણે એક વખત ખરીદી લીધા બાદ જા તેનો યોગ્ય હેતુથી ઉપયોગ ન કરી શકાય તો ખર્ચ માથે પડે એથી આ દરખાસ્ત હાલ અનિર્ણિત રાખી છે.ઝીરો અવરમાં વિરાટનગરની પાણીની ટાંકી વિશે ચર્ચા થઈ હતી.વિરાટનગરની ટાંકીનુ પાણી ઠકકરબાપાનગર વોર્ડને આપવા સામે સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો.ચેરમેનનુ કહેવુ હતુ કે,મેયર દ્વારા કરાયેલા નિર્ણય મુજબ દરેક વોર્ડમાં પાણીનુ સમાન વિતરણ થવુ જાઈએ.સરસપુરના બોમ્બે હાઉસિંગની પાણીની ટાંકીમાં સિમેન્ટની પાઈપલાઈન હોવાથી તે લિકેજ થતી હોવાની પણ ચર્ચા થઈ હતી અને પાઈપ બદલવા કહેવાયુ હતુ.પોટલીયા વોર્ડમાં આવેલા અમૃતલાલ મંગળદાસ પાર્ટી પ્લોટના મેઈન્ટેનન્સની પણ ચર્ચા થઈ હતી.

ચાર મહીને કાંકરીયા લેકફ્રન્ટ યાદ આવ્યુ..
૧૪ જુલાઈના રોજ કાંકરીયા ખાતે રાઈડની દુર્ઘટના બની હતી એ પછી આજે પહેલીવાર સ્ટેન્ડીંગ કમિટીમાં કાંકરીયા ખાતે રાઈડ સહીત હીલિયમ બલુન વગેરેની એકટિવિટી ફરીથી શરૂ કરવા બાબતે ચર્ચા થઈ હતી.મેયર અને સ્થાયી સમિતિના ચેરમેને કહ્યુ,એકટિવિટી બંધ કરવાનો નિર્ણય રાજય સરકારનો હતો પણ હવે તહેવારો નજીક આવી રહ્યા હોઈ શકય એટલી એકટિવિટી પોલીસની મંજુરીથી શરૂ થાય એ માટેના પ્રયાસો કરાશે.હીલિયમ બલુન શરૂ કરતા પહેલા તેનો ફીઝીબલિટી રિપોર્ટ મંગાવાશે,કેમકે ભૂતકાળમાં તેમાં પંકચર પડવાના કારણે બંધ કરવુ પડયુ હતુ.

ઔડા પાસેથી પ્લોટ એકવાયર કરાયો

અમપાએ ઔડા પાસેથી ટીપી સ્કીમ નંબર-૨૫ વેજલપુરનો એક પ્લોટ સંપાદીત કર્યો છે.આ પ્લોટ પર શૈક્ષણિક સંબંધી પ્રવૃત્તિ માટે કાર્યવાહી કરાશે.રન્ના પાર્ક ટીપી સ્કીમ નંબર-૨૯માં દિવાળી બાદ ગ્રીન બેલ્ટો પટ્ટો ખોલવા અંગે કાર્યવાહી હાથ ધરાશે.

માણેકચોકમાં મોબાઈલ ટોયલેટવાન મુકાશે

દિવાળીના પર્વ નજીકમાં છે ત્યારે માણેકચોકમાં મહીલાઓ માટે ટોયલેટ ન હોવાના કારણે ખરીદી માટે આવતી મહીલાઓને ભારે પરેશાની વેઠવી પડતી હોવાથી હાલ પુરતુ માણેકચોકમાં મહીલાઓ માટે મોબાઈલ ટોયલેટ વાન મુકવાનો નિર્ણય કરાયો છે.

બીઆરટીએસમાં ટ્રેઈન સ્ટાફ ન હોવા અંગે પણ આજે કમિટીમાં ચર્ચા થઈ હતી.ચેરમેનનુ કહેવુ હતુ કે,બીઆરટીએસમાં અમદાવાદ બહારથી આવનારા લોકો પણ મુસાફરી કરતા હોય છે.પણ તકલીફ એ થાય છે કે,બહારથી આવનારને રાયપુર જવુ હોય પણ કઈ બસ રાયપુર જશે એ જાણવુ હોય તો એ સ્ટાફને પુછે અને સ્ટાફને પણ ખબર હોતી નથી.આથી બીઆરટીએસના સ્ટાફને ખાસ તાલિમ આપવામાં આવશે.

[:]