[:gj]દાહોદના પોલીસ સોમાભાઇએ મલેશિયામાં એથ્લેટિક્સમાં ચાર બ્રોંઝ મેડલ મેળવ્યા [:]

[:gj]અમદાવાદ, 27 ડિસેમ્બર 2019

મલેશિયામાં યોજાયેલી એશિયા માસ્ટર એથ્લેટિકમાં દાહોદ પોલીસના હેડ કોન્સ્ટેબલ સોમાભાઇ હઠીલા વિજેતા બન્યા છે. દાહોદ આવ્યા સ્વાગત કરાયું હતું.  કરાવી રહ્યા છે.

તેમણે એથ્લેટિક્સમાં રાજ્ય, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યાર સુધીમાં ૫૩ મેડલ પ્રાપ્ત કર્યા છે. દાહોદના મિલ્ખાસિંઘ તરીકે લોકો હવે ઓળખવા લાગ્યા છે.

અઢી દાયકા પૂર્વે, યુવાની કાળમાં દાહોદની એક કોલજમાં દોડની સ્પર્ધામાં ભાગ લેવા ગરબાડાથી તેઓ આવ્યા હતા.

પછી ખબર પડી કે પસંદગી પ્રક્રીયા તો પૂર્ણ થઇ ગઇ. તેમણે કોલેજના સંચાલકોને વિનંતી કરી, બપોર બાદ ફરી પસંદગી પ્રક્રીયા કરવા માટે રાજી થયા હતા. પૈસા ન હતા તેથી બપોરે એક કચોરી ખાધી. પસંદગી શરું થઈ ત્યારે ઉઘાડા પગે દાહોદની કોલેજના મેદાનમાં તેઓ દોડ્યા હતા. પ કિ. મિ., ૧૦ કિ. મિ. અને ૧૫૦૦ મિટરની દોડની સ્પર્ધામાં તેઓ પસંદ થઈ ગયા.

આંતર કોલેજ સ્પર્ધામાં સોમાભાઇ ૫ કિ. મિ.માં ત્રીજો અને ૧૦ કિ. મિ.માં પ્રથમ નંબરે રહ્યા. પછી તો દોડવું તેનો રોજીંદો કાર્યક્રમ બની ગયો હતો. ૧૯૯૭માં દોડના કારણે જ પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી મળી હતી.  દાહોદ તાલુકા કક્ષાની સ્પર્ધામાં દ્વિતીય ક્રમે આવ્યા. તેથી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ શક્યા નહી. ૨૦૧૩માં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માસ્ટર એથ્લેટિક્સમાં ૮૦૦, ૧૫૦૦ મિટર અને પાંચ કિ. મિ. સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી આવ્યા છે.

સોમાભાઇએ પ્રેક્ટિસ વધારી. તેઓ તરણ સ્પર્ધામાં પણ વિજેતા બન્યા. નેશનલ ગેમ્સની ૪૫ વર્ષથી ઉપરની કેટેગરીમાં ભાગ લીધો પણ તેમાં સફળતા મળી નહીં.

ગુજરાત પોલીસની ડીજી કપ સ્પર્ધા માટે તેમની પસંદગી થઇ. ગાંધીનગરમાં કરાઇ ખાતે સુરેન્દ્રસિંહ સિસોદિયા પાસેથી દોડની વૈજ્ઞાનિક ઢબની તાલીમ મળી. ડીજી કપની દોડની વિવિધ શ્રેણીમાં તેમણે મેડલ મેળવ્યા. એ બાદ હૈદરાબાદ, હરિયાણા, મૈસુર, નાસિક, બેંગલુરુ અને ગંતુર ખાતે યોજાયેલી દોડની રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સ્પર્ધામાં તેઓ ગોલ્ડ, સિલ્વર અને બ્રોંઝ મેડલ મેળવી વિજેતા બન્યા હતા.

આંતરરાષ્ટ્રીય કક્ષાની એશિયા માસ્ટર એથ્લેટિક્સની ૨૦૧૭માં રૂગાવો (ચીન), ૨૦૧૮માં માલાગા (સ્પેન) અને ૨૦૧૯માં કુચિંગ (મલેશિયા)માં ભાગ લીધો. તેમની પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાના ચાર બ્રોંઝ મેડલ છે. મલેશિયાની સ્પર્ધામાં વિજેતા થઇ દાહોદ આવ્યા ત્યારે, સોમાભાઇનું રેલ્વે સ્ટેશન ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બાબત દાહોદવાસીઓનો તેમના પ્રત્યે પ્રેમ દર્શાવે છે.

દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પણ તેમને પૂરેપૂરો ટેકો અને સહાય કરવામાં આવે છે. રાજ્ય કક્ષાએ ૨૫ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૨ બ્રોંઝ, રાષ્ટ્રીય કક્ષાએ ૧૨ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૩ બ્રોંઝ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૪ બ્રોંઝ મેડલ મેળવ્યા છે. આ સફળતા પાછળ સોમાભાઇની તનતોડ મહેનત અને પોલીસ વિભાગનો સપોર્ટ કારણભૂત છે. આ હેડ કોન્સ્ટેબલ માત્ર ગુજરાત પોલીસ જ નહીં, સમગ્ર રાજ્ય માટે ગૌરવરૂપ છે.[:]