દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના મોટીઝરી ગામે દીપડાનું રેસ્ક્યૂ કરવા જતા એક વન કર્મી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલો કરી જંગલ તરફ ભાગ્યો હતો.
તે અગાઉ ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ખેડૂત બળવંતભાઈ મોતીભાઈ પટેલ ને ગંભીર ઇજાઓ ખેડૂત ને હુમલો કર્યો હતો. દીપડો નાળામાં ઘૂસ્યો દીપડાને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા.
બારીયા રેન્જના આર.એફ.ઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળ પર પહોંચી જઈ જે નાળામાં દીપડો ઘુસી ગયો હતો, તે નાળાને કોર્ડન કરી ગ્રામજનોને ત્યાંથી દૂર ખસેડ્યા હતા. નાળામાં દીપડો ઘૂસ્યો હતો ત્યાં પાંજરું મુકવામાં આવ્યું હતું. રેસ્ક્યું હાથ ધરાતા દીપડો નાળામાંથી નીકળી સીધો છલાંગ મારી એક વન કર્મી ઉપર હુમલો કરી દીધો હતો. કર્મીઓ દોડી આવતા દીપડો ત્યાંથી જંગલ તરફ ભાગી ગયો હતો. વનકર્મીના હાથ ઉપર ઇજા થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.


English




You must be logged in to post a comment.