[:gj]ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભૂલ કબૂલી માફી માંગે, હાર્દિક સામે પણ આવા કેસ [:]

[:gj]ભાજપની સરકારો સામે આંદોલન કરીને સત્તાને પડકારનારા હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી અનેક પ્રકારના અદાલતી દાવાઓનો સામનો કરી રહ્યાં છે.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વાઇરલ વિડિઓ વિવાદ મામલે અગોતરા જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં રીત દાખલ કરી હતી. હાઇકોર્ટે જીગ્નેશ મેવાણીને વાઇરલ વિડિઓ શેયર કરવા બાબતે ભૂલ થઈ હોવાનું કબૂલાત કરતો સોગંદનામું રજુ કરવા માટે આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 23 જુલાઈના રોજ હાઇકોર્ટમાં હાથ ધરાશે. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાના સોસીયલ મીડિયા એકાઉન્ટ માંથી મેં મહિનામાં  એક સ્કૂલના વાઇરલ વિડિઓ ઉપર ટ્વીટ કર્યું હતું. વલસાડની આર એમ વી એમ સ્કૂલના નામે ટ્વીટ કર્યું હતું. સ્કૂલ સંચાલકોએ વિડિઓ ઉપર ખોટી રીતે ટ્વીટ કર્યું હોવાના કારણે જીગ્નેશ મેવાણી વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. હાઇકોર્ટમાં આગોતરા જમીન અરજી રજુ કર્યા પહેલા વલસાડની સેસન્સ કોર્ટમાં જીગ્નેશ મેવાણીએ આગોતરા જામીનની અરજી રજુ કરી હતી. પરંતુ વલસાડની સેશન કોર્ટે આગોતરા જામીનની અરજીને ફગાવી દીધી હતી. ત્યાર બાદ હવે આગોતરા જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે. પરંતુ હાઇકોર્ટે સોગંદનામું રજુ કરવાનો આદેશ કર્યો છે. માફી માંગવા કહ્યું છે.

વાઇરલ વિડિઓમાં સ્કૂલના એક બાળકને શિક્ષક લાકડી વડે માર મારી રહ્યા હતા. અને એક રૂમમાં લાકડી આપતા નજરે પડતા હતા. આવા વિડિઓ ઉપર જીગ્નેશ મેવાનીએ ટ્વીટ કરી દાવો કર્યો હતો કે વિડિઓમાં નજરે પડતી સ્કૂલ વલસાડની  આર એમ વી એમ સ્કૂલ છે અને ત્યાંના શિક્ષકો દ્વારા આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે. આમ ટ્વીટર ઉપર ટ્વીટ કર્યા હોવાના કારણે શાળાના પ્રિન્સિપાલ બીજલ પટેલે જીગ્નેશ મેવાની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી હતી.[:]