નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી સહિત ભાજપ કોર કમિટીના તાસ લેશે

27 Oct 2018

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માઠી દશા બેઠી છે. ત્યારે ગુજરાતમાં વારે ઘડીએ ઉભી થતી વૈમનસ્યની રાજકીય સ્થિત પર રૂપાણી સરકાર અસરકારક કામગીરી નથી કરી શકતી. પરિણામે નરેન્દ્રભાઈ મોદીને અને અમિત શાહને હસક્ષેપ કરી કોકડા ઉકેલવા મથામણ કરવી પડે છે. એટલેજ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેટલીવાર ગુજરાત આવે છે તેટલીવાર કોઈકને કોઈક મડાગાંઠ ઉકેલવા સરકાર અને સંગઠન સાથે ચર્ચા કરવી પડે છે.
વડાપ્રધાન એક દિવસ અગાઉ ગુજરાત આવી પહોંચશે અને પ્રોટોકોલ મુજબ રાજભવન ખાતે તેઓ રાત્રી રોકાણ કરશે રાત્રે 10 કલાકે નરેન્દ્ર મોદીના આગમન બાદ તેઓ તરતજ સરકાર અને સંગઠનના વિશેષ ક્લાસ લેશે .
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ 30મી ઓકટોબરે રાત્રે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ અને મંત્રીમંડળ ઉપરાંત પ્રદેશ કોર કમિટી ની ટીમ સાથે મહત્વની બેઠક કરશે .
જેમાં ધીમે-ધીમે બેઠું થઇ રહેલું પાટીદાર અનામત આંદોલન, પરપ્રાંતીઓ પર થયેલા હુમલા,, અંગે તેમજ મહત્ત્વના ડ્રિમ પ્રોજેક્ટો અંગે વડાપ્રધાન પ્રગતિ અહેવાલ માંગે તેવી શક્યતાઓ છે ,
તો બીજી તરફ આ બેઠક ની અંદર જ ખેડૂતોના પ્રશ્ને વિશેષ ચર્ચા કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે .કારણકે વર્તમાન સ્થિતિ નર્મદા બંધમાં પાણીનો સંગ્રહ જોઈએ તેટલો ઉપલબ્ધ નથી. પરિણામે ખેડૂતો પાણીના મુદ્દે નારાજ બનતા હોવાની ફરિયાદ ઊભી થઈ છે .ત્યારે ખેડૂત વર્ગમાં ઊભી થયેલી નારાજગી દૂર કરવી ખૂબ જ જરૂરી છે .એટલે આ મુદ્દે પણ સરકારે શું પ્રગતિ કરી તેનો અહેવાલ માંગશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે .
સાથે સાથે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે પણ સરકારે આગોતરા શું આયોજન કર્યા છે. તેની ચર્ચા પણ કરવામાં આવશે આ ઉપરાંત પરપ્રાંતીયોના હુમલાના કારણે રોલ મોડલ બની ચૂકેલા ગુજરાતની છબી ખરડાઈ ગઈ છે .ત્યારે આ મુદ્દે પણ પ્રધાનમંડળ અને સંગઠનના વિશેષ ક્લાસ લેશે તેમ મનાઈ રહ્યું છે. તો બીજી તરફ વાઇબ્રન્ટ સમિટ ની સરકારે કેવી તૈયારીઓ કરી છે. તેની સમીક્ષા સાથે ચર્ચા કરશે. જેમાં ગુજરાતમાં મૂડી રોકાણનો ટાર્ગેટ કેવી રીતે પૂરો કરવામાં આવશે. ક્યાં દેશ અને રાજ્યના ઉદ્યોગ પતિઓ રોકાણ માટે ગુજરાત આવવા તૈયાર છે ? જેવા વિવિધ મુદ્દે તલસ્પર્શી ચર્ચા કરશે.અને સમિટ ને સફળ કેવી રીતે બનાવવી તેનું માર્ગદર્શન પણ આપશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.