પોલીસ ટાર્ગેટ બનાવશે તો પાલનપુરના રિક્ષા ચાલકો ચક્કાજામ કરશે

પાલનપુર, તા.૧૬

16 સપ્ટેમ્બરથી વાહનચાલકો માટે નવા દંડની જોગવાઇ કરવામાં આવી છે. પાલનપુરમાં રિક્ષાચાલકોએ આ બાબતે રવિવારે પાલનપુરમાં બેઠક યોજી હતી અને રિક્ષાચાલકોને ટાર્ગેટ બનાવાશે તો રિક્ષાચાલકો ચક્કાજામ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને અનિશ્ચિત મુદ્દતની હડતાળ ઉપર ઉતરી જશે. આ બાબતે ઓટો ચાલક સંઘર્ષ સમિતિના પ્રમુખ સાજીદ મકરાણીએ જણાવ્યું કે ‘અમે અગાઉ પણ તંત્રને આવેદનપત્ર આપી રિક્ષાચાલકોને બાઈક અને કાર ચાલકોની જેમ દંડની રકમમાં રાહત આપવામાં આવે એવી રજૂઆત કરી હતી પરંતુ તંત્ર તરફથી અમને કોઈ પ્રતિસાદ મળ્યો નથી. આ બાબતે રિક્ષા સલાહકાર સમિતિના પ્રહલાદ પરમારે જણાવ્યું કે ‘સરકાર દ્વારા રિક્ષા ચાલકોને દંડની રકમની જે જોગવાઈ કરાઈ છે તે ખૂબ જ વધારે છે.