[:gj]પ્રદૂષિત નદીઓમાં ગુજરાતનો પાંચમો ક્રમ[:]

[:gj]અમદાવાદ,
દેશભરમાં સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં ગુજરાતની સાબરમતી, નર્મદા, ભાદર, વિશ્ર્વામિત્રી, તાપી, મહી સહિતની ૨૦ નદીઓ સાથે સૌથી વધુ પ્રદૂષિત નદીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં પાંચમા નંબરે છે. કેન્દ્ર સરકારના વોટર રિસોર્સ, રિવર ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે આ લેટેસ્ટ આંકડા આપ્યા છે. ગુજરાતમાં નદીઓના શુદ્ધીકરણ માટે વપરાયેલા નાણાંનો વેડફાટ થયો છે, કારણ કે એક પણ નદીની સૌથી વધુ પ્રદૂષિત નદીની કેટેગરીમાંથી બાદબાકી થઈ નથી. આંકડા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે સવાલો ઊભા કરે છે.
સાબરમતી નદીના શુદ્ધીકરણ માટે બે વર્ષ પહેલાં ૫૦૦ કરોડ અને તાપી માટે બે કરોડ ફાળવાયા હતા. ગુજરાતની સૌથી વધુ પ્રદૂષિત ૨૦ નદીઓમાં સાબરમતી, નર્મદા, અમલાખડી, ભાદર, ભોગાવો, ખારી, વિશ્ર્વામિત્રી, ભાદર, ત્રિવેણી, અમરાવતી (નર્મદાની શાખા), દમણગંગા, કોલક, માહી, શેઢી, તાપી, અનાસ, બલેહવર ખાદી, કીમ, મેશ્ર્વા, મિંઢોળા છે.[:]