[:gj]બે વખત નાયબ મુખ્ય પ્રધાન રહેલા નીતિન પટેલની રાજકીય કારકિર્દી કેવી રહી [:]

[:gj]શ્રી નીતિનભાઈ પટેલનું જીવનચારિત્ર
વ્યક્તિગત માહિતી
શ્રી નીતિનભાઇ પટેલ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળે છે. તે ઉપરાંત રાજ્યના નાણાં, માર્ગ અને મકાન , પાટનગર યોજના, નર્મદા , કલ્પસર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવા વિભાગના કેબિનેટમંત્રી તરીકેની જવાબદારી પણ તેઓશ્રી સંભાળે છે. નૈતિક સિદ્ધાંતો સાથે સ્વચ્છ પ્રતિભા ધરાવતા રાજકીય આગેવાનની સાથે તેઓ ભારતીય જનતા પાર્ટી ના એક સંનિષ્ઠ કાર્યકર પણ છે.

ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના “વૈશ્વિક સ્તરે ભારત “ના સ્વપ્ન પરત્વે “સૌનો સાથ સૌનો વિકાસ ” વિચારમંત્રને શ્રી નીતિનભાઈ પટેલે પૂર્ણરૂપે સાકાર કર્યો છે. તેઓશ્રીએ ગુજરાતના દરેક વિસ્તારમાં દરેક સમાજને લઇ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી નેતૃત્વની ગુજરાત સરકારમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પરિવહન અને વ્યાપાર જેવા વિવિધ ક્ષેત્રે નિતીવિષયક નિર્ણયો લઇ દરેક નાગરિકને સુખ -સગવડ અને સલામતી મળી રહે અને રાજ્યની પ્રજાનો સર્વાંગી વિકાસ થાય એવી પ્રસંસનીય કામગીરી કરેલ છે.

તેઓશ્રીનો જન્મ 22 જૂન 1956 ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે થયેલ છે. તેઓશ્રીનો ઉછેર તેમના દાદાના સમયથી ગર્ભશ્રીમંત એવા પરિવારમાં થયેલ. અભ્યાસકાળ પૂર્ણ થતા તેઓશ્રીએ તેમના કૌટુંબિક વ્યસાયમાં સામેલ થઇ તેને આગળ વધાર્યો.

તેઓશ્રીના લગ્ન શ્રીમતી સુલોચનાબેન પટેલ સાથે થયા છે. તેઓશ્રીના પરિવારમાં મોટા પુત્રશ્રી જૈમીનભાઇ, પુત્રવધુ શ્રીમતિ ઝલકબેન, પૌત્રી વૈશ્વી તથા નાના પુત્રશ્રી સન્નીભાઈ છે.

શ્રી નીતિનભાઈ પટેલે તેમની રાજકીય કારકિર્દી ની શરૂઆત સને 1977માં કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે કરેલ આજદિન સુધી તેઓશ્રી જાહેર જનતાની સેવા માટે હંમેશા કાર્યરત રહ્યા છે. સને 1990માં તેઓશ્રી પ્રથમ વખત ગુજરાત વિધાનસભા તરીકે ચૂંટાયેલા. પ્રજાજનોની સેવાની ભાવના અને જીવન પ્રત્યેના તેમના મૂલ્યો તેમજ સિદ્ધાંતોથી જાહેર જીવનમાં સતત આગળ વધતા રહ્યા અને આજે તેઓશ્રી ગુજરાત સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સાથે ગુજરાત સરકારના નાણાં, માર્ગ અને મકાન , પાટનગર યોજના, નર્મદા , કલ્પસર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવા વિભાગના કેબિનેટ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી ગુજરાતના વિકાસમાં સહભાગી થયા છે.

સામાજિક-શૈક્ષણિક સેવાઓ
મહામંત્રી, કડી તાલુકા નવનિર્માણ સમિતિ, ૧૯૭૪
૧૯૭૭ થી કડી નગરપાલિકામાં ૧૫ વર્ષના સભ્ય પદ દરમિયાન નગરપાલિકાની કારોબારી સમિતિ સહીત વિવિધ સમિતિઓના અધ્યક્ષ તરીકે કામગીરી કરેલ છે.
પ્રમુખ, કડી નગરપાલિકા ૧૯૮૮-૯૦ સુધી કામગીરી કરેલ છે.
મહેસાણા ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેંક લી. માં ૮ વર્ષ ડીરેક્ટર
૧૯૮૪ થી ડીરેક્ટર, ખેત ઉત્પન્ન બજાર સમિતિ, કડી
પ્રમુખ, મહેસાણા જિલ્લા ભારતીય જનતા પક્ષ ૧૯૯૭-૯૮
કારોબારી સભ્ય , ભાગ્યોદય જનરલ હોસ્પિટલ, કડી
ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્‍ટી બોર્ડના સભ્‍ય.ભારતીય જનતા પાર્ટી રાષ્‍ટ્રીય કારોબારી સભ્‍ય
રાજકીય નેતા તરીકે ની વિકાસગાથા
195622 જૂનના રોજ મહેસાણાના જિલ્લાના વિસનગર ખાતે જન્મ
1974કડી તાલુકા નવનિર્માણ કમીટીના મહામંત્રી
1977પ્રથમ વખત કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યા.
1984કડી તાલુકા એ.પી.એમ.સીના ડિરેક્ટર
1988-90કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે બીજી વખત ચુંટાયા તથા મહેસાણા ડિસ્ટ્રીક્ટ કૉ. ઓ. બેંક, મહેસાણાના ડિરેક્ટર તરીકે ચુંટાઈ સળંગ 8 વર્ષ માટે જવાબદારી સંભાળી.
1990પ્રથમ વખત કડી વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચુંટાયા.
1991-92ગુજરાત નગરપાલિકા પરિષદના ઉપ. પ્રમુખ
1995પ્રથમ વખત આરોગ્ય વિભાગના કેબીનેટ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો.
1997-98મહેસાણા જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ
1999માર્ગ અને મકાન વિભાગ, નાની અને મધ્યમ સિંચાઈ વિભાગના કેબીનેટ મંત્રી, ગુજરાત રાજ્ય
2001નાણાં વિભાગના કેબીનેટ મંત્રી, ગુજરાત રાજ્ય
2002મહેસૂલ વિભાગના કેબીનેટ મંત્રી, ગુજરાત
2007શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પાણી પુરવઠા, સિંચાઈ વિભાગના કેબીનેટ મંત્રી, ગુજરાત
2012મહેસાણા વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્ય તરીકે ચુંટાયા.
2012નાણાં, આરોગ્ય, તબીબી શિક્ષણ, સામાજીક કલ્યાણ અને વાહનવ્યવહાર વિભાગનાં કેબીનેટ મંત્રી, ગુજરાત
2014આરોગ્ય, તબીબી શિક્ષણ, સામાજીક કલ્યાણ, માર્ગ અને મકાન વિભાગ, પાટનગર યોજના, વાહનવ્યવહાર વિભાગના કેબીનેટ મંત્રી, ગુજરાત
2016નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી.
2018નાયબ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી.[:]