[:gj]ભાજપના ધારાસભ્યો સામે ગુના [:]

[:gj]ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સને ભાજપે ચૂંટણી જીતવાનું હથિયાર બનાવ્યું છે. એવો આક્ષેપ વારંવાર કોંગ્રસ કરી રહી છે. ૪૫ ભાજપી ધારાસભ્યો સામે કેસો નોંધાયેલા છે. ગુજરાતની જનતાનો આક્રોશ જાણી ભાજપના નેતાઓ કોંગ્રેસ પર આક્ષેપ કરીને છબી સુધારવા પ્રયાસો કરી રહ્યાં છે. પણ વાસ્તવમાં ભાજપે જ હત્યા-અપહરણ સહિતના કેસોમાં સંડોવાયેલાં અને ગુનાહિત ઇતિહાસ ધરાવનારાંઓને કેસરી ખેસ પહેરાવીને ચૂંટણીઓ જીતી છે.

ભાજપ ભલે સુશાસનની વાતો કરે પરંતુ ક્રિમિલાઈજેશન ઓફ પોલિટિક્સને ભાજપ ચૂંટણીનું હથિયાર બનાવી રહ્યું હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે. વર્ષ ૨૦૧૨માં વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ ઉમેદવારો પૈકી ૪૫થી વધુ ઉમેદવારો ફોજદારી ગુનાઓ નોંધાયા હતાં. જેમને ગત વખતે ટિકિટ આપીને ભાજપનું ચાલ ચરિત્ર ખુલ્લુ પડ્યુ હોવાનો કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ આરોપ લગાવ્યો છે.

વર્ષ ૨૦૧૨માં ૧૧૫ ચૂંટાયેલાં ધારાસભ્યો પૈકી ૩૨ ધારાસભ્યો પર ગંભીર ગુનાનો નોંધાયેલાં છે. ૬ ધારાસભ્યો સામે અતિ ગંભીર ગુનાઓ નોંધાયાં છે. આ ઉપરાંત ભાજપના અનેક પદાધિકારી પણ આર્થિક ગુનાઓમાં સંડોવાયેલાં છે.

ભાજપના જે આગેવાનો સામે ફોજદારી કેસો નોંધાયા છે. તેમના પર નજર કરીએ તો

ફોજગારી કેસના આરોપ મત વિસ્તાર કેસ
શંકર ચૌધરી વાવ 17 કેસ
જીતેન્દ્ર સોમાણી વાંકાનેર 12 કેસ
બાબુ જમના પટેલ દસકોઇ 10 કેસ
દિલિપ પટેલ આણંદ 4 કેસ
નીતિન પટેલ મહેસાણા 5 કેસ
પુરૂષોત્તમ સોલંકી ભાવનગર 6 કેસ
જગરૂપસિહં રાજપુત બાપુનગર 3 કેસ
પ્રદીપસિંહ જાડેજા વટવા 2 કેસ
ભૂષણ ભટ્ટ જમાલપુર 2 કેસ
મોતીલાલ વસાવા ડેડિયાપાડા 4 કેસ
કશ્યપ શુક્લ રાજકોટ પૂર્વ 4 કેસ
જયરાજસિંહ જાડેજા ગોંડલ 4 કેસ
પ્રાગજી પટેલ વિરમગામ 2 કેસ
રોહિતજી ઠાકોર દહેગામ 2 કેસ
લાલજી મેર ધંધૂકા 2 કેસ
કાંતિ અમૃતિયા મોરબી 2 કેસ
કરસન દુલા કુતિયાણા 2 કેસ
મહેન્દ્ર સરવૈયા પાલીતાણા 2 કેસ
જયંતિ રાઠવા જેતપુર 2 કેસ
હર્ષ સંઘવી મજૂરા 2 કેસ
દુષ્યંત પટેલ ભરૂચ 2 કેસ
કોંગ્રેસ જાહેર કરેલી યાદી પર નજર કરીએ તો,

ભાજપના નેતાઓ સામેના આરોપ

અમિત શાહ એન્કાઉન્ટરના કેસોના આરોપ
શંકર ચૌધરી બોગસ ડીગ્રી, ચારણકા પ્રોજેક્ટમાં સંડોવણીનો આરોપ
બાબુ બોખિરિયા ખાણખનીજ કૌભાંડનો આરોપ
પુરૂષોત્તમ રૂપાલા અર્બુદા ક્રેડિટ કૌભાંડમાં નામ આવ્યું
દિલિપ પટેલ ચરોતર બેન્ક ડુબાડ્યાનો આરોપ
સૌરભ પટેલ સોલાર એનર્જી કૌભાંડ, જીએસપીસી કૌભાંડ
વિઠ્ઠલ રાદડિયા ગેરકાયદે ફાયરિંગ, નોટબંધી બાદ નાણાં જમા કરાવવાનો વિવાદ
બચુભાઇ ખાબડ રેત ખનનમાં નામ ઉછળ્યું
બાબુ કટારા કબુતરબાજીનો આરોપ
બાબુ જમના પટેલ જમીનના છેતરપિંડીના કેસ
કરશન ઓડેદરા અપહરણ ધમકીના કેસ
જયંતિ ભાનુશાળી નયિલાકાંડમાં નામ ઉછળ્યું
દેવજી ફતેપરા કરોડથી વધુની છેતરપિંડૉનો આરોપ
જેઠા ભરવાડ ગુનાખોરીમાં સામેલ
દીનુ બોઘા સોલંકી અમીત જેઠવા હત્યા કેસમાં નામ ઉછળ્યું
સી.આર પાટીલ
ડાયમંડ જયુબિલી બેંકનું ઉઠમણું[:]