ભાવનગરમાં મનહર પટેલ મજબૂત થયા, ભાજપ છોડી રાજુ સોલંકી કોંગ્રેસમાં

ભાવનગરના કોળી આગેવાન અને ભાજપમાં અન્યાયનો ભોગ બનેલા રાજુ સોલંકી કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે. આમ થતાં ભાવનગરના કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ વધારે મજબૂત બન્યા છે. ભાજપના ઉમેદવાર ભારતી શિયાળ સામે તેઓની વધારે જીતની શક્યતા ઊભી થઈ છે. હવે તેઓ ફરી એક વખત પક્ષાંતર કરી રહ્યાં છે.

રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મને અને મારા 3 સમર્થકોને ટિકિટ ફાળવી હતી. ભાવનગર જિલ્લાની અંદર ત્યારે ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્બારા મને ગાંધીનગર લઈ જઈને સમજાવીને મને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડીને ખેસ પહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આજસુધી મારા સમાજને અને મારા સમર્થકોને, મારા સંગઠનના કાર્યકર્તાઓને ક્યાંકને ક્યાંક એવું લાગી રહ્યું છે કે, આપણી સાથે અન્યાય થાય છે, આપણી સાથે વિશ્વાસઘાત થયો છે અને ક્યાંકને ક્યાંક મારા સંગઠનની, મારા સમર્થકોની, મારા સમાજની અવગણના કરવામાં આવી રહી છે. મારા સંગઠનના કાર્યકર્તાઓની એવી લાગણી હોય એમને પણ અપેક્ષા હોય, એમને પણ આશા હોય કે, રાજુભાઈ સોલંકીને પદ મળે અને કોઈ જગ્યા પર તેમને યોગ્ય સ્થાન મળે એવી અપેક્ષાઓ પર પાણી ફર્યું હોય તેવું એમને લાગી રહ્યું છે એટલે તેઓ પણ નારાજ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસ પાર્ટી મજબૂત બને અને સારામાં સારું લોકસભામાં પરિણામ લાવી શકે તે માટેના તમામ પ્રયત્નો તન-મન અને ધનથી કામ કરીશ અને માત્ર હું જ નહીં પરંતુ મારુ ગુજરાતનું સંગઠન પણ આ દિશામાં કામ કરશે.