[:gj]ભીમ સેનાના ચંદ્રશેખર આઝાદે કહ્યું ગુજરાતમાં જંગલરાજ [:]

[:gj]ગુજરાતમાં હાલમાં જ દલિત સમાજનો વરઘોડો રોકવાની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારની ટીકા કરતા ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખ આઝાદે ગુજરાત સરકાર પર શાબ્દિક પ્રહારો કરતા ચેતવણી આપી હતી કે, આ પ્રકારના અત્યાચાર હવે સહન નહીં કરવામાં આવે. ગુજરાતમાં જંગલરાજ કાયમ છે, અનુસુચિત જાતિના લોકોને સંવિધાન દ્વારા આપવામાં આવેલા મૌલિક અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે.

રાવણના નામથી જાણીતા ચંદ્રશેખર આઝાદે કહ્યું હતું કે, હું ગુજરાત એટલે આવ્યો છું, કારણ કે હાલના દિવસોમાં દલિતો પર અત્યાચારની કેટલીય ઘટનાઓ થઇ છે. એવું લાગે છે કે, ગુજરાતમાં સંવિધાનના પ્રાવધાન લાગુ નથી થતા. દરેક નાગરિકને ભેદભાવથી બચાવનારા સંવિધાનના અનુચ્છેદ 15ને ગુજરાત સરકારે હટાવી દીધો હોય એવું લાગે છે.

ફક્ત વરઘોડો રોકવાની અહિંયા વાત નથી, પરંતુ ગુજરાતમાં દલિત મૂંછ રાખવા અને પોતાના નામમાં સિંહ લખવાને કારણે પણ અત્યાચારનો શિકાર લોકોએ બનવું પડ્યું છે. અમને હજુ સુધી મંદિરોમાં જવાની પરમિશન નથી. આ બીજું કઇ નહીં, પરંતુ જંગલ રાજ છે. હું સરકારને જણાવવા માગું છું કે, હવે દલિત આ અપમાન સહન નહીં કરે. અમે ઇચ્છીએ છીએ કે, સરકાર જાગી જાય અને હોંશમાં આવી જાય.[:]