[:gj]ભૂપેન્દ્રસિંહને જીતાડવામાં મદદ કર્યા બાદ, લોકસભા મતગણતરીમાં ચૂંટણી પંચે ભૂલ સુધારી[:]

[:gj]2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા વિધાનસભા બેઠકની મત ગણતરી વખતે અધિકારીએ કરેલી ભૂલો ફરીથી ન થાય તેની ખાસ તકેદારી રાજ્યમાં રાખવા માટે આદેશ કરાયા છે. ગુજરાત વડી અદાલત દ્વારા મતગણતરી દરમિયાન ધોળકાના ચૂંટણી અધિકારી દખલગીરીના કિસ્સા બાદ મતગણતરી દરમિયાન આર.ઓ. હેન્ડબુટનો ચુસ્ત અમલ કરવા જણાવ્યું છે. ધોળકામાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા માટે ચૂંટણી અધિકારીએ મદદ કરતાં તેઓ જીતી ગયા હતા.

ગુજરાત કોલેજના મતગણતરી કેન્દ્રની મુલાકાત બાદ જિલ્લા કક્ષાએ ગણતરીદારોને વિશેષ તાલિમ આપવામાં આવશે. દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ પાંચ–પાંચ ઈવીએમ અને વી.વી.પેટની સ્લીપોનું મેળવણું કરવાનું રહેશે. 23મીએ 28 મતગણતરી કેન્દ્રો ઉપર 26 લોકસભા અને 4 વિધાનસભા મતક્ષેત્રની મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતના 28 સ્થળો પર મતગણતરી થશે. કેન્દ્રીય ચૂંટણી પચં દ્રારા ખાસ હેન્ડબુક ફોર રિટર્નિગ ઓફિસર આપવામાં આવી છે. જેની ચુસ્ત અમલવારી કરવા જણાવેલું છે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે હાથ દરવામાં આવશે.

આ વખતે ચૂંટણીપંચને રાઉન્ડવાઈઝ ચૂંટણીપંચનો આંકડો મોકલવામાં આવશે આ માટે ટેકનોલોજીનો સારો એવો ઉપયોગ કરવામાં આવશે.

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આદર્શ મતગણતરી મથકનો પ્રયોગ અમદાવાદના પોલીટેકેનિક ખાતે થયો હતો. તેની સફળતા બાદ દેશભરના તમામ રાજ્યોમાં આદર્શ મતગણતરી કેન્દ્રો બનાવવાનો નિર્ણય કેન્દ્રીય ચૂંટણીપચં દ્વારા લેવાયો હતો. ફરી ચૂંટણીમાં ગુજરાત રોલ મોડલ પુરવાર થયું હતું.

મતગણતરી કેન્દ્ર અને સ્ટ્રોંગ રૂમ વચ્ચે લઈ જવાતાં ઈવીએમ અને વીવી પેટની હેરફેર સંપૂર્ણપણે સીસીટીવી સર્વેલન્સ હેઠળ રાખવામાં આવશે. સ્ટ્રોંગરૂમ ખોલવાથી લઈને ઈવીએમની હેરફેર કરતા મજૂર, મતગણતરીના કર્મચારીઓ અને એજન્ટો માટે ખાસ કલર કોડ નક્કી કરવામાં આવ્યો છે. અપાતા ઓળખકાર્ડ–બેઝ વગેરે માટે વિધાનસભા મત વિસ્તાર દીઠ રંગની નિશાની નક્કી કરવામાં આવી છે.

ઉપરાંત કાઉન્ટિંગ સેશન પર એજન્ટોની જગ્યા નક્કી કરવામાં આવી છે. ઈવીએમ અને વીવી પેટને ઓળખીને કરીને તેને રંગની ઓળખ આપવામાં આવશે. જેના આધારે કયા વિધાનસભા ક્ષેત્રની મત પેટી છે. તે નક્કી કરી શકાશે.

ગુજરાત કોલેજ, અમદાવાદ- રાજ્યનું આદર્શ મતગણતરી કેંદ્ર23 મે 2019ના રોજ લોકસભાની ચુંટણીની મતગણતરી થવાની છે. જેમાં રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલી કૃષ્ણાએ અમદાવાદ ગુજરાત કોલેજ ખાતે ઊભા કરાયેલા રાજ્યના આદર્શ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડે પાસેથી માહિતી મેળવી હતી. રાજ્યના તમામ જિલ્લાના રિટર્નિંગ અધિકારીઓની એક દિવસની તાલીમ શિબિરમાં માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

ઇ.વી.એમ., વી.વી.પેટ અને બેલેટ પેપરની ગણતરી સંબંધિત બાબતોની તાલીમ સાથે જાણકારી આપવામાં હતી.મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી કૃષ્ણાએ જણાવ્યું હતું કે આ આદર્શ મતગણતરી કેન્દ્રની રાજ્યના તમામ રિટર્નિંગ ઑફિસર સહિતના અધિકારીઓ મુલાકાત લેશે અને પોતાના જીલ્લાઓના મતગણતરી કેન્દ્રો પર એવી જ  વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરશે. મતગણતરી કેંદ્ર ખાતે કાયદો અને વ્યવસ્થા, સી.સી.ટી.વી.કેમેરા, જરુરી સુચનાઓ સાથેના સાઇન બોર્ડ, સુવીધાઓ, પારદર્શીતા સાથે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસારની તમામ વ્યવસ્થા ગુજરાત કોલેજ ખાતે કરવામાં આવી છે.

આ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્યના તમામ જીલ્લાઓના મતગણતરી કેન્દ્રો પર કરવામાં આવશે. ગુજરાત કોલેજ ખાતે અમદાવાદ પશ્ચિમ બેઠક તથા એલ. ડી. એન્જિ.કોલેજ ખાતે અમદાવાદ પૂર્વની મતગણતરી યોજાશે. આ પ્રસંગે અધિક નિર્વાચન અધિકારી અશોક માણેક, પી. ભારતી, એસ. એમ. પટેલ, તથા સંયુક્તનિર્વાચન અધિકારી જયદીપ દ્વિવેદી અને જિલ્લા ચુંટણી અધિકારી વિક્રાંત પાંડે, અમદાવાદ પુર્વના રિટર્નિંગઅધિકારી એમ. મહેશ બાબુ સહિત તમામ જિલ્લાનાં રિટર્નિંગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. [:]