[:gj]મનપાના દરજ્જા માટે પ્રધાનમંત્રીને પત્ર[:]

[:gj]મોરબી, શનિવાર

સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા મોરબીને મહાનગરપાલિકા બનાવવા માટે હવે માગણી થઈ રહે છે, અને તેના માટે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી માગણી પણ કરવામાં આવી છે. વ્યવસાયે સીએ અને જાગૃત નાગરિકે આ અંગે વિવિધ રજૂઆત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી મોરબીને મહાનગરપાલિકાનો હોદ્દો આપવા આ અંગેની માગણી કરી છે.

કેન્દ્ર સરકારના 370 અને 35-એ જેવા નિર્ણયોની સરાહના કરનારા રાજેશ અરણિયાએ પ્રધાનમંત્રીને પત્રમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીકાળમાં આપે જ જિલ્લો બનાવેલા મોરબી શહેરમાં માથાદીઠ આવક સૌથી વધુ છે, પરંતુ શહેરમાં ખુલ્લી ગટર, તૂટેલા રસ્તા, આડેધડ બાંધકામ, કચરાના ઢગલા અને ટ્રાફિક સમસ્યાની પારાવાર મુસીબતો છે. મોરબીને ભલે ઔદ્યોગિક નગરી ગણાવાતી હોય, પરંતુ 10 લાખની વસ્તી ધરાવતા મોરબીમાં હજુ સુધી વિકાસ થયો નથી.[:]