[:gj]રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ઉથલાવી દેવા ભાજપનું કાવતરું નિષ્ફળ [:]

[:gj]કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતને તોડવા માટે ગોઠવાયેલ સોગઠા ઉંધા પડતાં ભાજપે જિલ્લા પંચાયતને ડિસકવોલીફાઇડ કરવાની તૈયારી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યોમાં અંદરોઅંદર અસંતોષ ફાટી નીકળ્યો હતો. જેનો ભાજપના નેતાઓએ લાભ લઇ નારાજ સભ્યોને પૈસાના જોરે બાંધકામ અને કારોબારી સમિતિમાં કબ્જો જમાવી લીધો હતો.
કારોબારી અને બાંધકામ સમિતિ હસ્તગત કર્યા બાદ ભાજપની નજર પ્રમુખ અને ઉપપ્રમુખ પદ ઉપર છે. પ્રમુખ-ઉપપ્રમુખને ઉથલાવવા માટે તનતોડ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પરંતુ ભાજપની કારી ફાવતી નથી.
કોંગ્રેસના  સભ્યોને ભાજપના બાહુબલી નેતાના ફાર્મહાઉસમાં બોલાવી આદેશ આપવામાં આવ્યો હતો કે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખને ઉથલાવવાના છે. રર જેટલા કોંગી સભ્યોએ એકી અવાજે ત્યારે એમ કહ્યું હતું કે આવું જ થશે બાદમાં જિલ્લા પંચાયતમાં આવતાં કોંગ્રેસના બવાખોરોનો મીજાજ બદલાઈ ગયો હતો. ભાજપ ઉપર પાણી રેડી દઇ પ્રમુખ જૂથને સમર્થન આપી દીધું હતું.
ગઇકાલે ભાજપના બાહુબલી નેતા અને જિલ્લા ભાજપના અગ્રણીઓ દ્વારા ફરી ગોંડલ નજીક ફાર્મ હાઉસમાં કોંગ્રેસના બળવાખોર સભ્યોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ આ અંગેની જાણ પ્રમુખ જૂથને થઇ જતા તેઓએ ડેમેજ કંટ્રોલના ભાગરૂપે કવાયત હાથ ધરી હતી અને બાગી સભ્યોનો સંપર્ક કરી તાબડતોબ બેઠક બોલાવી હતી.
આમ ગોંડલ નજીક ફાર્મહાઉસમાં આઠ બાગી સભ્યો હાજર રહ્યા હતા. જ્યારે રર સભ્યો પ્રમુખ જૂથને બેઠકમાં હાજર રહ્યા હતા. આથી પ્રમુખ જૂથને હાલ તુર્ત પુરતી બહુમતી હોવાથી ભાજપનો દાવ ઉલ્ટો પડયો છે.
બબ્બે વખત ભાજપને કોંગી સભ્યોનું સમર્થન લેવામાં નિષ્ફળતા મળી હોવાથી હવે નવો દાવ અજમાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્યારે ભાજપ પાસે કોંગ્રેસના આઠ સભ્યો છે. તેના જોરે રાજકોટ જિલ્લા પંચાયતને ડિસકવોલીફાઇડ (ગેરલાયક) કરવા માટેનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. છેલ્લા ચાર મહિનાથી ભાજપ-કોંગ્રેસના સભ્યોની અંદરોઅંદરની લડાઇના કારણે જિલ્લા પંચાયતનો વહીવટ સંપૂર્ણ ઠપ્પ થઇ ગયો છે. અધુરામાં પુરુ કારોબારી અને સામાન્ય સભા સામે પણ કાનુની વિવાદ સર્જાયો છે. આથી ભાજપનું જૂથ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી જિલ્લા પંચાયતને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી હાથ ધરનાર છે.[:]