[:gj]લશ્કરી ઉદ્યોગો માટે ગુજરાતમાં સ્કૂલ ઓફ  એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટડીઝ સેન્ટર સ્થપાશે[:]

[:gj]સ્કૂલ ઓફ એડવાન્સ ડિફેન્સ સ્ટડીઝની સુવિધામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સાયન્ટિસ્ટ અને ટેકનોલોજીસ્ટ અને રાજ્ય સરકાર વચ્ચે નવી દિલ્લી ખાતે એમઓયુ સંપન્ન

રાજ્યમાં સંરક્ષણ સંબંધિત ઉદ્યોગો થકી રોજગારીની તકોનુ નિર્માણ થશે

ગાંધીનગર 5 માર્ચ 2020

રાજ્યમા સંરક્ષણ સંબંધિત ઉદ્યોગોની ભાગીદારી થકી રોજગારી માટે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે રાજ્યનુ ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટડીઝ (એસ.એ.ડી.એસ.) સેન્ટર સ્થાપવાનો નિર્ણય કર્યો છે.

શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ આ અંગે વિગતો આપતા કહ્યુ હતુ કે આ સેન્ટરના નિર્માણ માટે નવી દિલ્હી ખાતે સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટડીઝની સુવિધા માટે રાજ્ય સરકાર અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સાયન્ટિસ્ટ અને ટેકનોલોજીસ્ટ (આઇ.ડી.એમ.ટી.) સાથે નવી દિલ્લી ખાતે એમ.ઓ.યુ કરાયા છે. સંરક્ષણ સંબંધિત ઉદ્યોગોની ભાગીદારી થકી રોજગારીની તકો માટે રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને ઉદ્યોગોને યોગ્ય રીતે જોડાણ કરવામાં મહ્ત્વનું પુરવાર થશે.

ગુજરાત યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ડિફેન્સ સ્ટડીઝ (એસ.એ.ડી.એસ.) સ્થાપવા માટેના સહયોગ અને સંશોધનના હેતુ અર્થે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ નોડલ પાર્ટનર જ્યારે આઈ.આઈ.ટી.-રામ અમદાવાદ અને આઇ.ડી.એસ.ટી. નોલેજ પાર્ટનર તરીકે નિયુક્ત કરવામા આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી અને આઈડીએસટી વિદ્યાર્થીઓને ઉદ્યોગની ભાગીદારી અને રોજગારીની તકો માટે ગુજરાત સરકાર સાથે પરામર્શ કરીને ઉદ્યોગને યોગ્ય રીતે જોડણ કરવામાં કારગર સાબિત થશે. ગુજરાત સરકાર અને આઈડીએસટી પરસ્પર રીસોર્સ પર ઉપલબ્ધ કરી સંસાધનોની વહેંચણી કરશે અને ગુજરાતમાં સંરક્ષણ-સંબંધિત પ્રયત્નોને મજબૂત કરવા માટે ગુજરાત સરકારના આઇડીએસટી અને નાણાકીય સંસાધનોના બૌદ્ધિક સંસાધનો અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.[:]