[:gj]વડોદરાની કાર્યપાલક ઈજનેર ACBના સકંજામાં [:]

[:gj]અમદાવાદ,તા:૨
વડોદરામાં પાણીજન્ય રોગચાળા બાદ કોર્પોરેશનની પાણીની ટાંકીમાં મોટાપાયે ગંદકી જોવા મળી હતી, જે ન હોવી જોઈએ. જોવાનું એ છે કે આ પાણીની ઓવરહેડ અને અંડર ગ્રાઉન્ડ ટાંકીઓ સાફ કરાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેમાં સંબંધિત અધિકારીઓ દ્વારા મોટાપાયે કટકી કરવામાં આવી છે.

વડોદરામાં પાણીની ટાંકીમાં ગંદકી જોવા મળતાં વિવિધ ટાંકીની સફાઈ માટે રૂ.32 લાખનું બિલ મંજૂર કરાવવામાં મૂકવામાં આવ્યું હતું. જે અંગે કાર્યપાલક ઈજનેર દ્વારા મોટાપાયે કટકી કરવામાં આવી હતી. ACBએ આ અંગે કાર્યપાલક ઈજનેર મુકુંદ પટેલને ઝડપી પાડ્યા છે. તપાસમાં મુકુંદભાઈ પટેલ પાસેથી એક ચિઠ્ઠી મળી આવી છે, જેમાં કોન્ટ્રાક્ટરનાં નામ અને નાણાંનો હિસાબ રાખવામાં આવ્યો છે.

ACBએ આરોપીના 4 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. કાર્યપાલક ઈજનેર મુકુંદ પટેલે એક કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.1.5 લાખની લાંચ સ્વીકારી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે હાલમાં મુકુંદ પટેલની પૂછપરછ હાથ ધરી છે, જેમાં તેણે પોતાના અક્ષરમાં લખેલી ચિઠ્ઠી અંગે તપાસ ચાલુ છે. જો કે હાલમાં લાંચિયા મુકુંદ પટેલે ચિઠ્ઠીમાં લખેલાં નામ અને રૂપિયા અંગે કોઈ ખુલાસો કર્યો નથી. પણ તપાસમાં આવા અનેક ભ્રષ્ટાચારમાં સંડોવણી હોવાની શક્યતા સેવાઈ રહી છે. આરોપી દ્વારા કોઈ ખુલાસો કરવામાં ન આવતાં તેના ગાંધીનગર ખાતે ફોરેન્સિક ટેસ્ટ કરાવવામાં આવશે.

 [:]