સમાચાર વિશ્લેષણ – દિલીપ પટેલ
ગાંધીનગરમાં 29 વર્ષના 10 ધોરણ ભણેલા ઓબીસી મેયર રૂપસિંહ ઠાકોરને ભાજપે બનાવ્યા છે.
બાંધકામના ધંધો કરે છે. તેની પાછળનું રાજકારણ જેનજી છે. ગુજરાતના યુવાનો ભાજપથી નારાજ છે, તેને પોતાની તરફ ખેંચવા અને ઉત્તર ગુજરાતના ઠાકોર મતોને ખેંચવા માટે રાજકીય ચાલ માત્ર છે.
મોદીની સંમતિ
ગાંધીનગરને સારા આયોજનથી આગળ લઈ જઈ શકે એવા મેયર બનાવવાના બદલે 10 ધોરણ સુધી ભણેલા આજ્ઞાકારી મેયર બનાવવાનું ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને 90% GMCનો વિસ્તાર ગાંધીનગરના સાંસદ અમિત શાહના વિસ્તારમાં આવે છે, તેમણે નામ નક્કી કરીને વારાણસીના સાંસદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંજૂરી લેવામાં આવે છે તે રીતે આમાં પણ લેવામાં આવી હશે જ. એમની મંજૂરી વગર તે શક્ય નથી. અલ્પેશ ઠાકોર ગાંધીનગરના ધારાસભ્ય છે. તેમના માણસ તરીકે મેયરને બતાવવામાં આવે છે.

ઠાકોર સેના
ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનામાં તે હતા. અલ્પેશ ઠાકોરે ઠાકોર મતદાતાઓને રિઝવવાનો આ નિર્ણય કર્યો છે. ભાજપમાં રાજકારણ કરવા માટે અલ્પેશ ઠાકોરે ઠોકોર સેનાનું પતન કર્યું છે. ત્યારથી ઠાકોર સમાજનો અવાજ દબાવી દેવાયો છે.
અલ્પેશ ઠાકોરએ 2011માં ગુજરાત ક્ષત્રિય-ઠાકોર સેના સ્થાપી હતી. ઠાકોર સમાજના સામાજિક પ્રશ્નો, દારૂના વ્યસન અને ઓબીસી હકોના મુદ્દાઓને લઈને આ સંગઠન આગળ આવ્યું હતું. 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારબાદ 2019માં ભાજપમાં પક્ષપલટો કર્યો હતો.
ઠાકોર સમાજના સામાજિક પ્રશ્નો માટે ઊભા થયેલા નેતૃત્વનું રાજકીય પક્ષ સાથે જોડાણ થયા પછી સમાજના પ્રશ્નોનું નિરાકરણ કેટલું આવ્યું? મેયરની પસંદગીથી ભાજપ ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ આપવાનો સંદેશ આપે છે. પરંતુ આ પ્રતિનિધિત્વથી સમાજમાં શિક્ષણ, રોજગાર, સામાજિક વિકાસ અને આર્થિક સ્થિતિમાં કેવો ફેરફાર આવશે તે મેયરના કાર્યકાળમાં માપવું પડશે.
કોંગ્રેસનું પ્રભુત્વ
કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરનું જે રીતે પ્રભુત્વ વધ્યું છે તેને ખાળવા માટે આ નિર્ણય લાયકાતના ધોરણે નહીં પણ રાજકીય ધોરણે લેવામાં આવ્યો છે. ઠાકોર સમાજમાં કોંગ્રેસનું પરંપરાગત રાજકીય જોડાણ રહ્યું છે. ગેનીબેન ઠાકોરની લોકસભાની જીતે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને એક ઓળખ આપી છે. અલ્પેશ ઠાકોર પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા છે. ઠાકોરના પિતા ખોડા ઠાકોર અને કુટુંબ કોંગ્રેસના રહ્યા છે.
જેન જીથી વિપરીત
જેન જીનું આંદોલન પેપર લીક અટકાવવા, બેકારી દૂર કરવા, શિક્ષણ સુધારવા, શાળા સુધારવા માટેનું હતું. તેને ઉપરના નેતાઓએ પડકાર ફેંકીને નિર્ણય લઈને જાહેર કર્યું કે ભાજપ જેન જીના આંદોલનના મૂળ કારણોના બદલે તેની વિરૂદ્ધની નીતિ અપનાવશે. ઓછું ભણેલાને આગળ કરશે. શાળાનું શિક્ષણ નહીં સુધીરે. ભણેલા નહીં હોય તો શિક્ષિત બેકાર પણ નહીં હોય.
આંદોલનોમાં મુદ્દાઓમાં પેપર લીક અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા, શિક્ષણની ગુણવત્તા, સરકારી નોકરીઓની અછત, બેરોજગારી અને રોજગારની તકો, શિક્ષણ અને રોજગારમાં સમાન તક, એટલે 29 વર્ષના મેયરની નિમણુંક યુવાનોને રાજકીય સંદેશ આપે છે, પરંતુ યુવાનોના મૂળ પ્રશ્નો ઉકેલાયા છે એવું તેનાથી સાબિત થતું નથી.
પસંદગી અને રોટેશન
ઓબીસીને મેયર રોટેશન મુજબ નક્કી કરવાનો નિયમ છે તેનો અમલ આ રીતે કર્યો છે. 10 વર્ષથી ભાજપમાં રહેલા છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઠાકોર સમાજના આઠ સભ્યો જીત્યા છે. તેમાં અનુભવીના બદલે નવાણીયા મેયર બનાવી દેવાયા છે.
8 કોર્પોરેટરો એવા છે જેઓ OBC સામાન્ય છે. ભાજપ સંગઠનની ચર્ચાઓ મુજબ મેયર પદના અન્ય મજબૂત દાવેદારોમાં કનૈયા દેસાઈનું નામ મોખરે હતુ. વરિષ્ઠ અને ગાંધીનગર શહેરના ભાજપના મહામંત્રી તરીકે પણ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી.
મહેશ ચૌધરી બિલ્ડર લોબીમાંથી આવતા હોવાથી પક્ષમાં તેમનો પ્રભાવ સારો એવો છે.
વિષ્ણુજી ઠાકોર, જયંતીભાઈ ડાભી, ધર્મેન્દ્ર નાયી પક્ષના વફાદાર અને જમીની કાર્યકર તરીકે છબી ધરાવે છે. અંકિત બારોટ જેવા યુવા કોર્પોરેટરના નામની ઓબીસી ક્વોટા હેઠળ શરૂઆતમાં ચર્ચા થઈ હતી. પણ તેમને મેયર ન બનાવાયા. તેથી ભાજપના કેન્દ્રીય નેતૃત્વ અને પાર્લામેન્ટ્રી બોર્ડનો નિર્ણય ઘણાંને પસંદ આવ્યો નથી.
કુટુંબ
મેયરનો પરિવાર ભાજપ સાથે જોડાયેલો છે. મેયરના પિતા ગુણુભાઈ છે. બે બાળકોના પિતા છે. પત્ની સોનલ ગૃહિણી છે. પહેલી વખત ચૂંટાયા અને મેયર બનાવી દેવાયા છે. ઇન્દ્રોડા ગામમાં રહેતા ગુણુભાઈના બે દીકરા દલપત અને રૂપસિંહ પિતાના રેતાના ધંધા સાથે સંકળાયેલા છે.
દસ ધોરણ પાસ કરીને રૂપસિંહ રેતાના ધંધામાં જોડાયા હતા. રેતી, કપચી, ઈંટોનો સામાનના ધંધો છે. ઇન્દ્રોડા ઉપરાંત ગાંધીનગરના સેક્ટર 26માં પોતાનું મકાન છે.
18 વર્ષની ઉંમરથી પક્ષ સાથે જોડાયેલા છે.ભાજપની યુવા પાંખ, ભારતીય જનતા યુવા મોરચાના વોર્ડ પ્રમુખ રહી ચૂક્યા છે.
જીતનો પ્રયોગ
સ્વરૂપને જીતાડવા માટેની જવાબદારી ગુજરાત સરકારના ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ પ્રધાન સ્વરૂપજી ઠાકોરને સોંપાઈ હતી. 2008માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાનાજી ઠાકોરની મેયર તરીકે પસંદગી કરવામાં આવી હતી, પણ તેનાથી ભાજપને કોઈ ખાસ ફાયદો ઠાકોર મતદારોમાં થયો ન હતો.
વિધાનસભાની ગણતરી
ગાંધીનગર જિલ્લાની દક્ષિણ અને ઉત્તરની બે બેઠકોની સાથે માણસા, કલોલ અને દહેગામની બેઠક પર ઠાકોર છે. ભાજપે જ્ઞાતિવાદને ધ્યાનમાં લઈને આ નિર્ણય કર્યો છે. જે 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે નિર્ણય છે.
ઠાકોર સમાજના 12 ધારાસભ્યો છે. એમા 9 ભાજપના છે.
ઠાકોર મતદારો ભાજપથી નારાજ હોવાથી કેટલાક સમયથી ઉત્તર ગુજરાતમાં ઠાકોર સંમેલન કરવા પડી રહ્યા છે. કારણ કે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી અંદાજે 22 બેઠક ઠાકોર જ્ઞાતિ જીતી શકે છે. કુલ 41 બેઠકો પર ઠાકોર સમાજના મતદારોનું પ્રભૂત્વ છે.
ઉત્તર ગુજરાતમાં 22 જેટલી વિધાનસભા બેઠકો પર ઠાકોર મતદારોનું પ્રભૂત્વ છે. 25થી 30 બેઠકો પર ઠાકોર મતદારો સીધી રીતે ચૂંટણીના પરિણામોને અસર કરવાની ક્ષમતા ધરાવે છે.
ભણેલું શહેર પક્ષાંતરમાં ફસાયું
ગાંધીનગર સામાન્ય શહેર નથી. તે ગુજરાતનું પાટનગર છે. અહીં સચિવાલયો, વહીવટી તંત્ર, રાજકીય સત્તાનાં કેન્દ્રો અને GIFT City જેવા આર્થિક કેન્દ્રો આવેલાં છે.
ભાજપ અને નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે ગાંધીનગરને મહાનગરપાલિકા બનાવવા ઈચ્છતા ન હતા. સ્થાનિક લોકોએ અદાલતમાં લડીને તેના ચુકાદા બાદ મહાનગરપાલિકા મળી હતી. 2010માં આ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની સ્થાપના થયા બાદ આ ચોથી ચૂંટણી હતી; અગાઉ 2011, 2016, 2021માં ચૂંટણીઓ યોજાઈ હતી. આ પહેલાં મહેન્દ્રસિંહ રાણા, પ્રવીણ પટેલ, રીટા પટેલ, હિતેશ મકવાણા અને મીરાબેન પટેલ આ શહેરના મેયર રહી ચૂક્યા છે.
2011માં કોંગ્રેસે 33માંથી 18 બેઠકો જીતીને ચૂંટણી જીતી હતી. ભાજપે 15 બેઠકો જીતી હતી. કોંગ્રેસના મેયર મહેન્દ્રસિંહ રાણાને ઓક્ટોબર 2012માં અન્ય બે સભ્યો સાથે ભાજપે પક્ષાંતર કરાવ્યું હતું. કોંગ્રેસે તેની બહુમતી ગુમાવી દીધી હતી અને ભાજપે શહેરી સ્થાનિક સંસ્થામાં બોર્ડની રચના કરી હતી અને રાણાને ભાજપ દ્વારા મેયર બનાવ્યા હતા.
બીજી સામાન્ય ચૂંટણી એપ્રિલ 2016માં યોજાઈ હતી. તે ચૂંટણીમાં કુલ 32 બેઠકોમાંથી કોંગ્રેસ અને ભાજપ બંનેએ 16-16 બેઠકો જીતી હતી. જો કે કોંગ્રેસના કોર્પોરેટર પ્રવીણ પટેલને ભાજપે પક્ષાંતર કરાવીને મેયર બનાવી દીધા હતા.
ત્રીજી સામાન્ય ચૂંટણી એપ્રિલ 2021માં યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે વિજય મેળવ્યો અને કોર્પોરેશનની કુલ 44 બેઠકોમાંથી 41 બેઠકો પર જીત હાંસલ કરી.
મેયર માટે મહત્ત્વનું
1. શહેરના આયોજન અને વિકાસની સમજ.
2. શહેરી પરિવહન અને ટ્રાફિકનું આયોજન.
3. પાણી, ગટર અને કચરા વ્યવસ્થાપન.
4. બજેટ અને જાહેર નાણાંની સમજ.
5. પર્યાવરણ અને શહેરી હરિયાળીનું રક્ષણ.
6. નાગરિકોની ફરિયાદો સાંભળવાની અને વહીવટ સાથે સંકલન કરવાની ક્ષમતા.
અહીં એક મહત્ત્વનો તફાવત છે:
શૈક્ષણિક ડિગ્રી અને વહીવટી ક્ષમતા એક જ બાબત નથી. પરંતુ પાટનગરના મેયર પાસે નીતિ સમજવાની, અધિકારીઓને પ્રશ્નો પૂછવાની, બજેટની તપાસ કરવાની અને જાહેર જવાબદારી નિભાવવાની ક્ષમતા હોવી જોઈએ.
એટલે પ્રશ્ન એ નથી કે મેયર દસ ધોરણ ભણેલા છે. પ્રશ્ન એ છે કે તેઓ ગાંધીનગરના વિકાસ માટે કેટલી તૈયારી, સમજ અને સ્વતંત્ર નિર્ણયશક્તિ બતાવે છે.
ભાજપે ભલે રાજકારણ ગોઠવવા માટે ગાંધીનગર સાથે પ્રયોગના નામે દ્રોહ કર્યો હોય, પણ ભણેલા શહેર અને જ્યાં સત્તાનું કેન્દ્ર છે એવા ગાંધીનગર હવે કેવા હાથમાં રહે છે તે બતાવે છે.
બોલી શકતા નથી
મેયર ગોખેલું બોલે છે તેના પોતાના કોઈ વિચારો હજુ જાહેર કર્યા નથી. વોર્ડ નંબર 4માં 7 હજાર મતની સરસાઈથી જીત્યા છે. શું યુવાનોને માત્ર હોદ્દા આપવાથી તેમના પ્રશ્નો ઉકેલાશે? જો યુવાનોની ભરતી, પેપર લીક, શિક્ષણ અને રોજગારની સમસ્યાઓ યથાવત્ રહે તો યુવા ચહેરાની નિમણૂક અને યુવાનોની વાસ્તવિક અપેક્ષા વચ્ચે અંતર રહી શકે છે. ગાંધીનગરના યુવાનો માટે રોજગાર અને શિક્ષણ અંગે મેયરની પોતાની નીતિ શું છે? શહેરના આગામી પાંચ વર્ષના વિકાસ માટે તેમની પાસે કોઈ જાહેર આયોજન છે? ભાજપે ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે, તો તે સમાજના શિક્ષણ અને રોજગાર માટે કયા નક્કર પગલાં લેશે? એવા સવાલો પણ ભાજપના નિર્ણય સામે ઉભા થાય છે. પ્રશ્ન એ રહેશે કે મેયર શહેરના વિકાસ, પારદર્શિતા, નાણાકીય શિસ્ત અને નાગરિક સુવિધાઓમાં શું પરિણામ આપે છે. ગુજરાતના પાટનગરનું નેતૃત્વ પસંદ કરતી વખતે ભાજપે ક્યાં માપદંડોને પ્રાધાન્ય આપ્યું છે?
અન્ય હોદ્દેદારો
નાયબ મેયર અંજના મહેતા, ખડી સમિતિના અધ્યક્ષ મહેન્દ્ર પટેલ, ભાજપના મ્યુનિસિપલ નેતા જશપાલ બિહોલા છે.
નિર્ણય લેવામાં વિલંબ
ગાંધીનગર મનપાની સામાન્ય સભામાં 3 નવેમ્બર 2026ના રોજ વરણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી, પરંતુ નિર્ણય મોડા લેવાયા હતા. કમિશનર સામે કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો. છેવટે ભાજપના શહેર પ્રભારી દોઢ વાગ્યે મેન્ડેટ લઈને મનપા કચેરી પહોંચ્યા હતા, જ્યાં બેઠક બાદ વિવિધ નિર્ણયો લેવાયા હતા.
નુકસાન
10 ઓક્ટોબર, 2026ના રોજ 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. 130 ઉમેદવારો હતા. 2.59 લાખ મતદારોમાંથી 59.25 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. 13 ઓક્ટોબર, 2026ના રોજ મશીનના મતની ગણતરી થતાં 2021 કરતાં 2026માં ભાજપને 3 બેઠકોનું નુકસાન થયું છે. ભાજપ પાસે 41 બેઠકો હતી, જે ઘટીને 2026માં 38 થઈ છે. 2021માં 2 કોર્પોરેટરો કોંગ્રેસના હતા. જે 2026માં 5 થયા છે. કોંગ્રેસના બંને ઉમેદવારો ભાજપે પક્ષાંતર કરાવ્યું હતું.
GMCમાં વિપક્ષનું પ્રતિનિધિત્વ કરવા માટે માત્ર એક AAP સભ્ય તુષાર પરીખ હતા. તે હારી ગયા છે. 2021માં 1 બેઠક આમ આદમી પક્ષને મળી હતી. આ વખતે 0 છે.
AAPએ 41 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જો કે, AAP ઉમેદવારોના ચાર નામાંકન SEC દ્વારા રદ કરવામાં આવ્યા હતા જ્યારે તેમાંથી પાંચ ઉમેદવારોએ તેમના ફોર્મ પાછા ખેંચી લીધા હતા.
1 બેઠક પર અપક્ષ મહિલા ઉમેદવાર દીપિકા વાઘેલા – વોર્ડ નં. 2 માંથી 4,909 મતો મેળવીને જીત્યા હતા.
ભાજપને 56.46 ટકા મત મળ્યા છે. 2021માં 46.39 ટકા મતો મળ્યા હતા, પરંતુ વધુ બેઠકો જીતી હતી.
કોંગ્રેસને 36.93 ટકા મળ્યા જે 2021માં 27.96 ટકા હતા. AAPને 2021માં 21.72 ટકા હતા જે ઘટીને 2026માં 4.37 ટકા મત થઈ ગયા છે. 43.50 ટકા મતદારો ભાજપની સાથે નથી.
ચૂંટણીમાં પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા વોર્ડ નંબર 4માં કોંગ્રેસ માટે પ્રચાર કરતા હતા. જે વધારે નડી ગયું છે. જ્યાં શંકરસિંહ પ્રચાર કરતા હતા ત્યાં તમામ ચાર બેઠક ભાજપને ગુમાવી દીધી હતી.
ભાજપમાં ટિકિટોની વહેંચણીથી ઉભી થયેલી અંગત ઝઘડા હતા. જેમાં 6 બેઠકો ગુમાવી છે. અસંતુષ્ટ કેટલાક કાર્યકરોએ તે 6 બેઠક પર ભાજપના ઉમેદવારોની તોડફોડ કરી હતી.
જીત
ભાજપ
વોર્ડ 3
અંકિત અશ્વિન બારોટ, ઉમેશ રમેશચંદ્ર જહા, સોનાલી ઉરેન પટેલ, મિત્તલ હાર્દિક ખિમસુરીયા
વોર્ડ 4
રૂપસિંગ રાણાજી ઠાકોર (સ્વરૂપ ઠાકોર – મેયર), જસપાલ પ્રવિણ બિહોલા, મિત્તલ ગજેન્દ્ર વાઘેલા, જોસના મેલાજી ઠાકોર
વોર્ડ 5
કનૈયા ગાંડા દેસાઇ, કિંજલ દશરથ પટેલ, હેમા મંથન ભટ્ટ, ધ્વનિ ધવલ શાહ
વોર્ડ 6 તમામ કોંગ્રેસ
કર્મજીત વિરેન્દ્ર વાઘેલા, મેહુલ અરવિંદ રાઠોડ, મેઘના રાજુ રબારી, હંસા લલિત નિનામા
વોર્ડ 7
સોનલ ઘનશ્યામ વાઘેલા, શૈલેશ વિઠલ પટેલ, કિંજલ દિનેશજી ઠાકોર, નગીન જગદીશ નાડીયા (કોંગ્રેસ)
વોર્ડ 8
અમિતા કમલેશ ઉપાધ્યાય, મેહુલ રમણ પટેલ, મનિષા મિતેષ પ્રજાપતિ, વિષ્ણુ ગાંડા ઠાકોર
વોર્ડ 9
મહેન્દ્ર પી. પટેલ ઉર્ફે દાસ, શારદા કાળાજી ઠાકોર, વૈદેહી બિપીન રાવલ, જયંતિ સદા ડાભી
વોર્ડ 10
ગૌરાંગ દશરથ પટેલ, તન્વી વિશ્વેશ પટેલ, ધર્મેન્દ્ર વિષ્ણુ નાયી, વિલાસબા રાજેન્દ્ર વાઘેલા
વોર્ડ 11
કમુ માણેક ઠાકોર, જશવંત અંબા પટેલ, સેજલ પરમાર, ગીતા પટેલ / અન્ય ૧ વિજેતા ઉમેદવાર
વોર્ડમાં મતદાન
1: 71.22%
2: 69.70%
3: 59.26%
4: 74.78%
5: 48.43%
6: 61.98%
7: 66.37%
8: 51.88%
9: 51.54%
10: 50.80%
11: 57.69%
ઠાકોર ધારાસભ્ય
ગુજરાત વિધાનસભામાં ઠાકોર જ્ઞાતિના ધારાસભ્યો
ભાજપ
1 – અલ્પેશ મોહન ઠાકોર – ગાંધીનગર દક્ષિણ
2 – લાવિંગ મુળજી ઠાકોર – રાધનપુર
3 – લક્ષ્મણ પુંજા ઠાકોર – કલોલ
4 – ડો. સુખા સોમા ઠાકોર – બેચરાજી
5 – કેશા શિવા ચૌહાણ – દિયોદર
6 – વિષ્ણુ કાળા ઠાકોર – ચાણસ્મા (પેટા ચૂંટણી/પક્ષ પલટો અને વિજેતા)
7 – અજમલજી ઠાકોર (ખેરાલુ)
8 – કિરીટ વાઘેલા વગેરે પણ ક્ષત્રિય-ઠાકોર સમાજના પ્રતિનિધિત્વમાં ગણાય છે.
9 – ધવલ ઝાલા – બાયડ – ભાજપ સાથે છે.
કોંગ્રેસ ઠાકોર ધારાસભ્ય
10 – અમૃત મોતી ઠાકોર – કાંકરેજ
11 – દિનેશ આતા ઠાકોર – ચાણસ્મા
12 – ગુલાબ પીરા રાજપૂત (ઠાકોર) થરાદ (ઠાકોર/ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ)
ગેનીબેન ઠાકોર અગાઉ વાવ બેઠકના ધારાસભ્ય હતા, પરંતુ ૨૦૨૪માં બનાસકાંઠાથી સાંસદ બનતા તેમણે રાજીનામું આપ્યું હતું.
જ્ઞાતિ આધારિત ધારાસભ્યો 2022
1 કોળી 33 અને ઠાકોર 12 કુલ 45
2 પાટીદાર (પટેલ) 45
3 ક્ષત્રિય / રાજપૂત 14
4 ભીલ (આદિવાસી એસ.ટી.) 14
5 બ્રાહ્મણ 11
6 વણકર (એસ.સી.) 7
7 આહીર 5
8 ધોડિયા (આદિવાસી એસ.ટી.) 5
9 વાણીયા / જૈન 4
10 મેઘવાળ 2
11 આંજણા (ચૌધરી પટેલ) 2
12 સિંધી / લોહાણા 2
13 મેર 2
અનુસૂચિત જનજાતિ (ST – આદિવાસી): 27 બેઠકો
અનુસૂચિત જાતિ (SC – દલિત): 13 બેઠકો

English




You must be logged in to post a comment.