સરકારી બસ સેવા એસટીમાં ડ્રાયવરો સિટ બેલ્ટ નથી પહેરતાં

[:gj]હિંમતનગર, તા.૧૮ 

કોઇપણ જાતના આગોતરા આયોજન વગર અકસ્માતો ઘટાડવાના નામે ટ્રાફિકના નિયમોના અમલથી ગ્રામીણ વિસ્તારમાંથી હિંમતનગર કામ અર્થે આવતા લોકોને જુદા જુદા વિસ્તારમાં વાહનોનું ચેકીંગ કરતી પોલીસ અને આરટીઓદ્વારા કરવામાં આવી રહેલી દંડાત્મક કાર્યવાહીથી હિંમતનગર સહિત સમગ્ર જિલ્લામાં રોષ ઊભો થયો છે. સાથે આરટીઓ કચેરીમાં લાયસન્સ કઢાવવા માટે મંગળવારે ભારે ધસારો જોવા મળ્યો હતો. પરંતુ સર્વર બંધ હોવાના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. નવા નિયમ મુજબ વાહનનું પી.યુ.સી. ફરિજયાત હોવાના કારણે પી.યુ.સી. સેન્ટરો ઉપર ભીડ જામતા સંચાલકો દ્વારા વાહનની ચકાસણી કર્યા વગર પી.યુ.સી.નો વેપાર થઇ રહયો છે. સરકાર હસ્તકની એસ.ટી. નિગમની બસો સીટ બેલ્ટ વગર દોડી રહી છે.

હિંમતનગરમાં પીયુસી સર્ટિફિકેટ મેળવવા ચાલકોની લાંબી લાઇનો જોવા મળી રહીછે. આરટીઓમાં અપુરતા સ્ટાફના કારણે લાંબી લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે છે. તેવામાં સર્વર બંધ હોવાથી લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ સરકારના એસ.ટી. નિગમના મોટા ભાગના ડ્રાયવરો સીટ બેલ્ટ વગર એસ.ટી. બસ ચલાવી રહ્યા છે.[:]