[:gj]સહકારી સંસ્થામાં ડૂબત લેણા ફંડ બે ગણું હોય તો હવે 8 ટકા કપાત રહેશે[:]

[:gj]સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલી સંસ્થાઓએ નોન પરફોર્મીંગ એસેટના નિયમોનું પાલન કરતી સંસ્થાનું ડૂબત લેણા ફંડ તેમની નોન પરફોર્મીંગ એસેટના બમણાથી વધુ થાય તો તેવા સંજોગોમાં 15% ને બદલે 8% ચોખ્ખા નફાની રકમ  ડૂબત લેણા ફંડ ખાતે લઈ જઈ શકાશે.

ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ-67 ક માં કરેલ ડુબત લેણા ફંડની જોગવાઇના કારણે સહકારી સંસ્થાઓની આર્થિક સ્થિતિ વધુ સક્ષમ બની છે. હાલની  આ કલમની  જોગવાઇ મુજબ ધિરાણ અને વસુલાતની કામગીરી કરતી સહકારી સંસ્થાઓએ દર વર્ષે તેમના ચોખ્ખા નફાની 15% રકમ ડુબત લેણા ફંડ ખાતે લઈ જવાની રહે છે. આ જોગવાઇ ના કારણે ધણી સંસ્થાઓમાં ડુબત લેણા ફંડ તે સંસ્થાની NPA (નોન પરફોર્મીંગ એસેટ) કરતા અનેકગણા થઇ ગયા છે.  આવી સંસ્થાઓ આર્થિક દ્રષ્ટિએ સક્ષમ હોવા છતા દર વર્ષે આ જોગવાઇના કારણે તે સંસ્થાઓને 15% ડુબત લેણા ફંડની જોગવાઇ કરવી  પડે છે. વધુમાં નાગરિક સહ્કારી બેંક જેવી સહકારી સંસ્થાઓ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રુડેન્શીયલ નોર્મસનુ પાલન કરતી હોય છે તે સંસ્થાઓ આ નોર્મ્સ મુજબ નોન પરફોર્મીંગ એસેટ (NPA) માટે પણ જોગવાઇ કરતી હોય છે.

આમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નોર્મ્સ અને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ મુજબ ડુબત લેણાં ફંડ ખાતે જોગવાઇ કરવાના કારણે સંસ્થા પોતાના સભાસદોને પુરતા પ્રમાણમાં ડિવિડન્ડ ચુકવી શકતી નથી. આથી આવી પરિસ્થિતીને ધ્યાને લઇ સહકારી સંસ્થાઓનુ નાણાંકીય હિત પણ ન જોખમાય અને આર્થિક  દ્રષ્ટિએ સક્ષમ સંસ્થાઓ તેના સભાસદોને સારુ ડિવિડન્ડ આપી શકે તે માટે હાલની જોગવાઇમાં ફેરફાર કરી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નોન પરફોર્મીંગ એસેટના નોમર્સનું પાલન કરતી હોય અને આવી સંસ્થાનું ડુબત લેણા ફંડ તેમની નોન પરફોર્મીંગ એસેટના બમણાથી વધુ થાય તે સંજોગોમાં 15% ને બદલે 8% ચોખ્ખા નફાની રકમ ડુબત લેણા ફંડ ખાતે લઇ જઈ શકશે તેવો સુધારો કરવામાં આવ્યો છે.[:]