[:gj]સારું શિક્ષણ ન મળતાં કોંગ્રેસે મોં પર કાળી પટ્ટી પહેરી[:]

[:gj]5 સપ્ટેમ્બર 2018નો દિવસ શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા સાવ તૂટીને તળીએ ગઈ છે. ભાવનગર મહાનગરપાલિકામાં શિક્ષણ સમિતિમાં કોંગ્રેસના સભ્યોએ મોં પર કાળી પટ્ટી બાંધીને કામ કર્યું હતું. કારણ કે, વર્ષો જુના પ્રશ્ન ઉકેલાતા ન હોવાથી આમ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી નવી શાળાઓમાં પુરતી વ્યવસ્થા કરી નથી. પૂરતી સગવડ આપવામાં આવતી નથી. જે સરકારી ગ્રાન્ટ મળે છે એ પણ પુરી વાપરવામાં આવતી નથી. જે વપરાય છે તે ક્યાં જાય છે તે ખબર પડતી નથી. નવી શાળાઓમાં પુરી સગવડો નથી. જે જૂની શાળાઓ છે એના મેન્ટેનન્સ માટે પણ ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે આર્થિક રીતે નબળા બાળકોને સ્કૂલમાં ભણવું પણ વાજબી લાગતું નથી. આવા બધા પ્રશ્નો ઉકેલાય તે માટે વિરોધ કરવા માટે મોં પર કાળી પાટ્ટી બાંધી બેઠકમાં હાજરી આપવાનું કોંગ્રેસે નક્કી કર્યું હતું. આમ તેમણે અસરકારક રીતે શિક્ષક દિવસે દેખાવ કર્યો હતો.[:]