ખ્યાતી હોલ્પિટલ કોભાંડ અને આયુષ્યમાન કૌભાંડ

ખ્યાતી હોલ્પિટલ કોભાંડ અને આયુષ્યમાન કૌભાંડ

આયુષ્યમાનની સારવારમાં અમદાવાદમાં 450 કરોડ

અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સરકારના નાણાંથી કૌભાંડો થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન આરોગ્ય યોજનામાં 2022-23માં અમદાવાદમાં 1 લાખ 49 હજાર દર્દીઓ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાં રૂ. 450 કરોડ ખર્ચાયા હતા.

2021-22માં 74 હજાર 723 દર્દીઓને સારવાર અપાઈ હતી. જેમાં રૂ. 218 કરોડ ખર્ચવામાં આવ્યા હતા.

બે વર્ષમાં બમણો ખર્ચ થયો હતો. આ યોજનામાં લાભાર્થીને આયુષ્માન કાર્ડ મળે છે. આ કાર્ડને હોસ્પિટલમાં આપીને લાભાર્થી પોતાની સારવાર કરાવી શકે છે. જાણો આ યોજનામાં એપ્લાય કરવાની ઓનલાઈન પ્રોસેસ.આયુષ્યમાન કાર્ડની મુદ્દત 3 વર્ષની હોય છે. દેશમાં 20,000થી વધારે હૉસ્પિટલો અને 1000થી વધારે બીમારીઓની સારવાર મફતમાં કરાવી શકાય છે.

અમદાવાદમાં 2023-24માં નવા 6 લાખ 14 હજાર આયુષ્યમાન કાર્ડ બન્યા હતા.

દેશમાં ઓકટોબર-2024 સુધીમાં 36 કરોડ કાર્ડ બન્યા હતા. જેમાં ગુજરાતમાં ત્રણ વર્ષમાં હેલ્થકાર્ડની સંખ્યા 1 કરોડ 77 લાખ હતી.

ગુજરાતમાં ખર્ચનો હિસાબ
વર્ષ – આયુષ્માન કાર્ડ – દર્દી – ખર્ચ (કરોડ રૂપિયામાં)
2021-22 – 45,71,023 – 5,66,736 – 1620.60
2022-23 – 53,33,270 – 9,15,284 – 2646.50
2023-24 – 77,95,739 – 12,80,684 – 3607.00

સુરતમાં 2021-22માં 51 હજાર 600 દર્દીઓ પાછળ રૂ. 172 કરોડ ખર્ચાયા હતા. 2023-24માં 94 હજાર દર્દીઓને રૂ. 331 કરોડની સારવાર આપી હતી.

ખ્યાતિકાંડ બાદ હવે કયા દર્દીને ખરા અર્થમાં જરૂર હતી અને તે પ્રશ્ન ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર અને નરેન્દ્ર મોદીની સરકાર સામે ઉભા થઈ રહ્યાં છે.

ગુજરાતમાં 2023-24માં 77 લાખ 95 હજાર નવા આયુષ્યમાન કાર્ડ કઢાવીને લોકો જોડાયા હતા.

મોદીએ નામ બદલ્યું અને કૌભાંડો શરૂ થયા
પીએમજેએવાયને નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (એનએચપીએસ) તરીકે 2008માં પૂર્વ વડાપ્રધાન મનમોહન સીંગે ગરીબો માટે શરૂ કરી હતી. જેનું નામ બદલીને 23મી સપ્ટેમ્બર 2022માં નરેન્દ્ર મોદીએ યોજના શરૂ કરી હતી. વિશ્વભરમાં સૌથી મોટી હેલ્થ ઇન્શ્યોરન્સ યોજના જાહેર કરી હતી. જેમાં ડાયગ્નોસ્ટિક્સ ટેસ્ટ, પ્રી-હોસ્પિટલાઇઝેશન ખર્ચ અને તબીબી સારવારના ખર્ચ પ્રતિ વર્ષ કુટુંબ દીઠ રૂ. 5 લાખ સારવારના આપવામાં આવે છે. કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પણ છે.

વધારો
વીમા કવચને બમણું કરીને રૂ. 10 લાખ (અને મહિલાઓ માટે રૂ. 15 લાખ સુધી) કરવાનું વિચારી રહી છે. આ યોજનામાં 4 લાખ વધારાના ખાનગી હોસ્પિટલ બેડ ઉમેરવા અને લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાનો સમાવેશ થાય છે. 12.34 કરોડ પરિવારોમાંથી અંદાજે 55 કરોડ લાભાર્થીઓને ગૌણ અને તૃતીય સંભાળ હોસ્પિટલમાં દાખલ થવા માટે કુટુંબ દીઠ રૂ. 5 લાખનું વાર્ષિક કવરેજ પૂરું પાડે છે, જેઓ દેશની વસ્તીના 40% છે. 30 જૂન સુધી, આ યોજના અંતર્ગત 1 લાખ કરોડ રૂપિયા મૂલ્યના 7.37 કરોડ હોસ્પિટલમાં દાખલ થવાની મંજૂરી આપવામાં આવી છે. 7.22 લાખ ખાનગી હોસ્પિટલ પથારીઓ છે, જે 2026-27 સુધીમાં વધીને 9.32 લાખ અને 2028-29 સુધીમાં 11.12 લાખ થશે.

કૌભાંડ થતું હોવાની સરકારને જાણ
ભારતના કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ – CAGના અહેવાલમાં જાહેર કરાયું હતું કે, 7.5 લાખ દર્દીઓના એક જ મોબાઈલ નંબર હતા. નંબર પણ સીમ કાર્ડ વગરનો ખોટો હતો. બીજા 20 ફોન નંબર હતા જે બોગસ હતા. એક જ નંબર પર હજારો લોકોના નામ નોંધાયેલા હતા, જ્યારે મોટા ભાગના નંબરો મન ફાવે તેમ નાખવામાં આવ્યા હતા, એટલે કે તે નંબરો માટે કોઈ સિમ કાર્ડ ન હતા. રેકોર્ડ શોધવા માટે મોબાઈલ નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી યોજના વખતે આ ખામી સુધારી હતી.

છતાં 7.87 કરોડ લાભાર્થીઓ વધારીને 12 કરોડ કરી દીધો હતો.

88 હજાર 760 દર્દીઓને સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. પરંતુ આ દર્દીઓને લગતા 2 લાખ 14 હજાર 923 ફરી વખત નવા દાવા ચૂકવવામાં આવ્યા હતા. તેમાંથી 3 હજાર 903 દાવાઓના બદલામાં હોસ્પિટલોને 6 કરોડ 97 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
ગુજરાતમાં આરોગ્ય સારવાર માટેનું ‘મા’ (મુખ્ય મંત્રી અમૃતમ્) કાર્ડ જેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) સાથે જોડી દેવાયું, તેથી લોકોની પરેશાની વધી હતી. 23મી સપ્ટેમ્બર 2018ના રોજ ગુજરાતમાં PMJAY યોજના લાગુ કરવામાં આવી હતી, જેને પાંચ વર્ષ થયા.
જુલાઈ 2023માં ગુજરાત સરકારે PMJAY યોજનામાં ફેરફાર કર્યો હતો. નવી યોજનામાં સારવાર માટેની રકમ 5 લાખથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે.

નવી યોજનામાં આયુષ્માન કાર્ડધારક કિડની ટ્રાન્સપ્લાન્ટ, હાર્ટ, લીવર, કોકલીઅર ઇમ્પ્લાન્ટ અને અન્ય જટિલ સર્જરી પણ કરાવી શકશે. દરદી ગુજરાતની 1745 સરકારી અને 799 ખાનગી હૉસ્પિટલમાં 2471 પ્રકારની સારવાર લઈ શકશે.

આયુષ્યમાન
ગુજરાતમાં સપ્ટેમ્બર 2024 સુધી 2 કરોડ 36 લાખ 60 હજાર અને 580 આયુષ્માન કાર્ડ બન્યાં છે. સૌથી વધુ કાર્ડ અમદાવાદ જિલ્લામાં બન્યાં. સૌથી ઓછાં ડાંગ જિલ્લામાં બન્યાં. રાજ્યમાં 500 પથારી ધરાવતી 28 હૉસ્પિટલો આયુષ્માન યોજના હેઠળ દર્દીઓને સારવાર આપી.

બાકી નાણાં
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (આઈએમએ) ગુજરાત ચૅપ્ટર અનુસાર PMJAY યોજનામાં સારવાર આપ્યાં બાદ સરકાર ખર્ચની ચૂકવણી નથી કરી રહી. રાજ્યની અંદાજિત 250 હૉસ્પિટલોના 350 કરોડ રૂપિયા સરકાર પાસેથી લેણાં રહ્યા હતા.

2022 સુધી
નવેમ્બર 2022 સુધીમાં ગુજરાતમાં કુલ રૂ. 3507.72 કરોડ દર્દીઓ માટે સહાય ચુકવાઈ, રૂ. 534 કરોડ ચૂકવવાના બાકી હતા. જેમાં 14 લાખ 12 હજાર 311 દર્દી હતા. 1 લાખ 19 હજાર દર્દીઓને સહાય ચુકવવાની બાકી હતી.

પહેલું કૌભાંડ
જાન્યુઆરી 2021થી માર્ચ 2021 દરમિયાન ગુજરાતની 50 હૉસ્પિટલ તપાસવામાં આવી હતી. જેમાં 50 હોસ્પિટલોમાં 2552 દર્દીઓને સારવાર આપવાની ક્ષમતા કરતાં વધુ 5217 દર્દીઓની સારવાર કરી હતી. 50 ટકા દરદીઓ કાગળ પર સારવાર લઈ રહ્યા હતા.

દેશમાં સૌથી વધું કૌભાંડ ગુજરાતમાં
દેશમાં 78 હજાર 396 દર્દીઓ પકડાયા જેમાં ગુજરાતમાં જાન્યુઆરી 2021થી માર્ચ 2021 દરમિયાન PMJAY યોજનામાં 27 ટકા એટલે કે 21 હજાર 515 દર્દ હતા. તેનો સીધો મતલબ કે ભૂપેન્દ્ર પટેલની સરકાર આ કૌભાંડ જાણતી હતી.

એક દર્દી અનેક હોસ્પીટલમાં દાખલ
ગુજરાતમાં 302 હૉસ્પિટલ્સમાં દેશમાં સૌથી વધુ 13 હજાર 860 દર્દીઓ એવાં હતા કે જેઓ એક જ સમયે દિવસે બીજી હોસ્પિટમાં સારવાર લેવા દાખલ બતાવાયા હતા.

દર્દી અજાણ, સરકાર જાણ
દર્દીને તો ખરબ પણ પડતી નથી કે તેણે જે સારવાર લીધી છે તેનું બિલ કેટલું છે. ઓન લાઈન છતાં આખી પ્રક્રીયામાં સરકારી તંત્ર દર્દીની સારવારને માન્યતા આપે છે. તેઓ જ આ કૌભાંડ કરી રહ્યાં હતા. દર્દીની વિગત, સારવાર, દવા, સર્જરી જેવી તમામ વિગતો અધિકારીઓ સુધી પહોંચે છે. છતાં કૌભાંડ થયા છે તેનો મતલબ કે તંત્ર અને સરકાર તેમાં સામેલ છે. એક હોસ્પિટમાં લાખલ થયેલા દર્દીના ડેટા બીજી હોસ્પિટલને આપીને કૌભાંડ કરી રહ્યાં હતા. સરકારી અધિકારીઓ અને હૉસ્પિટલની સાંઠગાંઠ હતી. જેની સમિતિ બનાવવાની હતા.

કમાણીમાં કૌભાંડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની આરોગ્ય યોજના ખાનગી હોસ્પિટલ માટે ખોટી કમાણીનું દ્વાર બની ગઈ છે. હોસ્પિટલોએ 3 વર્ષમાં રૂ. 7 હજાર 874 કરોડની જંગી કમાણી કરી છે. ગુજરાતમાં વર્ષ 2023-24માં રૂ. 3 હજાર 607 કરોડ ભૂપેન્દ્ર પટેલે આપ્યા હતા.

2018-19થી 2024-25માં કેન્દ્ર સરકારે ગુજરાતને 5 વર્ષમાં રૂ. 67 હજાર 662 કરોડ આરોગ્ય ખર્ચના આપ્યા હતા. આયુષ્યમાન યોજનાની 2675 હોસ્પિટલોને જંગી નાણાં અપાયા છે.

લાગવગ અને પૈસાનું વજન હોય તો આયુષ્યમાન યોજના હેઠળ જોડાવવામાં મંજૂરી તુરંત જ મળી જાય છે.
તમામ હોસ્પિટલો બદનામી નામના માનસિક દર્દી બની ગઈ છે.

મોરબીમાં કાંડ
મોરબીમાં આવેલી આયુષ હૉસ્પિટલે 21 મહિનામાં 11 હજાર 393 દર્દીઓને સારવાર આપી હતી. મોરબી જિલ્લામાં કુલ 14 હજાર 57 દર્દી હતા, 6100 દર્દીઓના દાવા પડતર હતા, જેમાં 80 ટકા તો આ એક જ હોસ્પિટલમાં ગયા હતા.

2018માં આયુષ્યમાન ભારત યોજના હેઠળ મોરબીમાં દેશનું પ્રથમ ઘંટણનું રિપ્લેસમેન્ટ
પેટા હેડિંગઃ વડાપ્રધાન કાર્યાલય તરફથી હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ મોરબીને અભિનંદન પાઠવવામાં આવ્યાં
મોરબીમાં ગરીબ વૃદ્ધાને પગના અસહ્ય દુઃખાવામાંથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ મુક્તિ મળી છે. આ વૃદ્ધાને કરવામાં આવેલું ઓપેરેશન દેશનું સૌ પ્રથમ છે. મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે દેશનું સૌ પ્રથમ knee રિપ્લેસમેન્ટનું નિઃશૂલ્ક ઓપરેશન કરાયું હતું, આ ઓપેરશન ખાનગી હોસ્પિટલમાં દોઢથી બે લાખનાં ખર્ચે થતું હોય છે,  પરંતુ આ યોજના હેઠળ વિનામૂલ્યે ઓપરેશન થતાં ગરીબ પરિવારે રાહત અનુભવી છે. આ ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવતાં વડાપ્રધાન કાર્યાલય તરફથી પણ આયુષ હોસ્પિટલ અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
તાજેતરમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આ યોજના હેઠળ સાંધાના દુઃખાવાનું (knee રિપ્લેસમેન્ટનું) દેશનું પ્રથમ ઓપરેશન મોરબી શહેરમાં થયું છે. મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા જીવીબહેન નામના ૬૦ વર્ષના વૃદ્ધા છેલ્લાં ઘણાં સમયથી સાંધાના દુઃખાવાથી પીડાતાં હતાં. ત્યારે તેઓએ આયુષ હોસ્પિટલનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં તેઓને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. બાદમાં આયુષ હોસ્પિટલના ડો. રાજદિપસિંહ ચૌહાણે વૃદ્ધાનું સાંધાના દુઃખાવાનું ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન અઢી કલાક જેટલો સમય ચાલ્યું હતું. અંતે આ ઓપરેશન સફળ રહેતા વૃદ્ધાએ હાશકારો અનુભવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન રૂ. ૧.૫થી ૨ લાખમાં થાય છે. ત્યારે ગરીબ વૃદ્ધાનું આ ઓપરેશન વિનામૂલ્યે થતાં તેઓએ હોસ્પિટલ તેમજ વડાપ્રધાનનો આભાર માન્યો હતો.
આયુષ હોસ્પિટલના ડો. રાજદીપસિંહ ચૌહાણ અને ચેતન અઘારાએ જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના હેઠળ દેશનું પ્રથમ સાંધાનું ઓપરેશન કરવાનું ગૌરવ આયુષ હોસ્પિટલને પ્રાપ્ત થયું છે. હાલ આ યોજના માટે આયુષ હોસ્પિટલમાં માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. વધુમાં વધુ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લે માટે અનુરોધ છે. જયારે વૃદ્ધાએ જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત યોજનામાં સમાવિષ્ઠ આયુષ હોસ્પિટલમાં તેમનો સંપર્ક સાધ્યો હતો. હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું કે આ યોજના હેઠળ તમારું નામ જાહેર થયું છે. જો તમારે પગના દુઃખાવાનું ઓપરેશન કરાવવું હોય તો ઓપરેશન વિનામૂલ્યે થશે. આથી મારા પુત્રો સાથે વાતચીત કર્યા બાદ મેં આ હોસ્પિટલમાં પગના દુઃખાવાનું ઓપરેશન કરાવ્યું છે. આ ઓપરેશનનો મારે એક પણ રૂપિયો દેવો પડ્યો નથી અને કાયમી રીતે પગના દુઃખાવામાંથી મુક્તિ મળી છે.
હાલ આ યોજના માટે આયુષ હોસ્પિટલમાં માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. વધુમાં વધુ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લે તે માટે અનુરોધ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અન્ય રાજ્યમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનામાં સાંધાના દુઃખાવાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાદમાં Knee રિપ્લેસમેન્ટનું પ્રથમ ઓપેરશન મોરબીમાં થયું છે. આમ આ ઓપરેશન ભારતનું પ્રથમ ઓપરેશન છે.
———
5 હોસ્પિટલ
2018-2019થી 2024-25 દરમિયાન ગુજરાતમાંથી માત્ર 5 ખાનગી હોસ્પિટલોને યાદીમાંથી સસ્પેન્ડ કરાઈ હતી. જ્યારે આ સમયગાળામાં મહારાષ્ટ્રની 479, મધ્ય પ્રદેશની 439, બિહારમાંથી 58, કર્ણાટકમાંથી 176, ઝારખંડમાંથી 184, આંધ્ર પ્રદેશમાંથી 246, ઉત્તર પ્રદેશમાંથી 419 હોસ્પિટલને પેનલમાંથી હઠાવી હતી. એજ બતાવે છે કે, ગુજરાત ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર કંઈક ખોટું કરી રહી છે, ખોટાને છાવરી રહી છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે 5 ખાનગી હોસ્પિટલને 37.24 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.
વેદાંત ચિલ્ડ્રન હોસ્પિટલ, આયુષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, સદભાવના હોસ્પિટલ અને જે.આર. હોસ્પિટલ હતી.
2018-19થી વર્ષ 2024-25માં ગુજરાતની ધર્માનંદ હોસ્પિટલ, નીલકંઠ હોસ્પિટલ, પરમ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, યશ હોસ્પિટલ યાદીમાંથી સસ્પેન્ડ થઈ હતી.
ખ્યાતિ મોતકાંડ બાદ સરકાર ગભરાઈ હતી. તેથી આંખો ખુલી રહી છે. તેથી કાર્ડિયોલોજી અને રેડિયોલોજીની સારવાર માટેની એસઓપી તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલી છે.
સરકાર માને છે કે, કેટલીક હોસ્પિટલો પૈસા કમાવવા માટે ખોટી રીતે સારવાર કરી રહી છે. ખરેખર તો સરકારી નાણાં પડાવી લેવાનો અને દર્દીઓના જીવન સાથે ચેડાં કરવાના કેસ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કરવા જોઈતા હતા. પણ તેમ કર્યું નથી.

ખ્યાતિકાંડમાં સરકારી તંત્રની ગોઠવણ હતી કે, દર્દી દાખલ થાય તેની પાંચ મિનિટમાં આયુષ્યમાન યોજનાના કેટલાંક અધિકારીઓ મંજૂરી આપી દેતા હતા. આવા કરોડો રૂપિયા આપી દેવાયા હોવાની શંકા છે. જેની પુરી તપાસ પણ કરવામાં આવી નથી.

2020નું બોગસ કાર્ડ કૌભાંડ
સપ્ટેમ્બર 2020માં કોરોનામાં સુરતમાં બોગસ આયુષ્માન કાર્ડ બનાવવાનું કૌભાંડ. બોગસ આયુષ્યમાન કાર્ડ મળી આવ્યા હતા. હાર્ટ એટેકના દર્દીના પરિવારે કાર્ડ બતાવેલા હતા. જે પકડાયા હતા.
સૌરાષ્ટ્રવાસા લોકોના રહેણાંકના વિસ્તારોમાં ઠગ ટોળકીએ સ્નેહમિલન કાર્યક્રમોમાં જઈને બોગસ આયુષ્માન કાર્ડનું વિતરણ કર્યું. સારવાર વખતે કોઈ કામમાં ન આવ્યા. કતારગામના એક રહીશને હાર્ટએટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આયુષ્માન કાર્ડ રજૂ કરાયો ત્યારે ખબર પડી કે તે બનાવટી છે. 1000 રૂ.માં કાર્ય લીધા હતા.
2019માં ઉમરાળા તાલુકાના ચોગઠ ગામના સ્નેહ મિલન સમારોહમાં આવા કાર્ડ અપાયા હતા.

————
દેશના સૌથી મોટા આયુષ્યમાન કૌભાંડમાં રૂપાણી સરકાર વિધાનસભામાં મૌન કેમ ?
ગાંધીનગર, 13 માર્ચ 2020

રાજ્ય સરકારે 61,000 ભૂત આયુષ્માન કાર્ડ રદ કરવા જાન્યુઆરી, 2020માં આદેશ આપ્યો હતો પણ પછી તેમાં આગળ શું થયું તે અંગે ગુજરાત વિધાનસભામાં જાહેરાત કરી નથી. આ કૌભાંડ એટલું વ્યાપક છે કે તેમાં ભાજપની રૂપાણી સરકાર બદનામ થઈ જાય તેમ છે. તેથી સરકાર આ કૌભાંડ દબાવી દેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. પણ તે છાપરી પોકારીને કહેશે કે આયુષ્યમાન કૌભાંડ એ ભાજપની સરકારનું સૌથી મોટું આરોગ્ય કૌભાંડ છે. દેશનું આ સૌથી મોટું કૌભાંડ માનવામાં આવી રહ્યું છે. તેનું શું થયું તે અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી મૌન બની ગયા છે કારણ કે રૂપાણીના 2016 પછીના રાજમાં એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યાં છે. જેમાં આયુષ્યમાન કૌભાંડ તો દેશમાં સૌથી મોટું કૌભાંડ છે.

રાજ્ય સરકારે 61,000 જેટલા ભૂત આયુષ્માન કાર્ડ્સ રદ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગે ગયા મહિને એક મોટું કૌભાંડ શોધી કા .્યું હતું જ્યાં છેતરપિંડી કરનારાઓ હજારો ભૂત કાર્ડ બનાવવા માટે કાર્ડના સ softwareફ્ટવેરમાં છીંડા વાપરી રહ્યા હતા.

આશરે 1,500 કાર્ડ એક જ વ્યક્તિને લાભ આપવામાં આવ્યો છે. વડા પ્રધાન જન આરોગ્ય યોજના (પીએમજેવાય) હેઠળ જારી કરાયેલ આયુષ્માન કાર્ડ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના પરિવારોને સરકારી અને રજિસ્ટર થયેલા ખાનગી હોસ્પિટલોમાં 7 લાખ રૂપિયા સુધીની તબીબી સારવાર આપે છે.

તબક્કે તપાસ બાદ, લગભગ 61,000 ભૂત આયુષ્માન કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘કાર્ડ કાંડની તપાસમાં કુલ 61,000 ભૂત આયુસ્યમાન કાર્ડનો આદેશ આપવામાં આવ્યો છે.

આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરીને વિવિધ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં તપાસ ચાલી રહી છે. આ કાર્ડ્સની વિગતો જુદી જુદી વીમા કંપનીઓ પાસેથી માંગવામાં આવી રહી છે.

એક જ પરિવાર પાસે 1700 આયુષ્માન કાર્ડ કૌભાંડનું શું થયું

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લગભગ 50 કરોડ લોકોને નિ: શુલ્ક સારવાર સુવિધા આપવા આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરી હતી. આ પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજના હતી. ગુજરાતના એક જ પરિવારને  1700 આયુષ્માન કાર્ડ મળ્યા છે.

આ યોજના હેઠળ બે લાખથી વધુ નકલી ગોલ્ડન કાર્ડ બનાવવામાં આવ્યા છે. નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ)ની આઈટી સિસ્ટમથી છેતરપિંડીની ઓળખ થઈ છે. આ આંકડો  વધી શકે છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત, છત્તીસગ,, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરાખંડ અને ઝારખંડમાંથી બનાવટી કાર્ડ બનાવીને પૈસા પડાવવાના વધુ કિસ્સા સામે આવ્યા છે. જેઓ આ યોજના માટે પાત્ર નથી તેઓને આયુષ્માન કાર્ડ પણ મળ્યું છે. આ કેસમાં એનએચએના ડેપ્યુટી સીઈઓ પ્રવિણ ગેડામે કહ્યું હતું કે રાજ્યો તરફથી સંપૂર્ણ ડેટા મંગાવવામાં આવી રહ્યો છે. એકવાર સંપૂર્ણ ડેટા આવે પછી પરિસ્થિતિ સાફ થઈ જશે. છેતરપિંડી પકડવા કૃત્રિમ બુદ્ધિનો પણ આશરો લેવામાં આવશે.

ખાનગી હોસ્પિટલોએ સરકારને સારવારના વિશાળ બીલ મોકલવાનું શરૂ કર્યું ત્યારે છેતરપિંડીની આશંકા ઊભી થઈ હતી. આમાંના ઘણા બીલ પણ ચૂકવાયા હતા. પરંતુ છેતરપિંડી કરતા પકડાયા બાદ સરકારે આ હોસ્પિટલો પાસેથી રૂ 4 કરોડનો દંડ પણ વસૂલ કર્યો છે. બનાવટી બિલ મોકલનારા 150 થી વધુ હોસ્પિટલોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવી છે. મધ્યપ્રદેશ અને બિહારના 1350 થી વધુ બિલ પણ શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. છત્તીસગઢની એએસજી હોસ્પિટલમાં એક પરિવારના નામે 109 કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને તેમાંથી 57 ની આંખની સર્જરી પણ કરાઈ હતી. પંજાબમાં બે પરિવારોના નામે 200 કાર્ડ મળી આવ્યા હતા. મધ્યપ્રદેશમાં એક પરિવારના 322 કાર્ડ મળી આવ્યા.

આયુષ્માન ભારત યોજના સપ્ટેમ્બર 2018 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 70 લાખથી વધુ લોકોની સારવાર કરવામાં આવી છે. સરકારે સારવાર માટે ચૂકવણી કરતી વખતે પણ હોસ્પિટલોને 4500 કરોડ રૂપિયાથી વધુની ચુકવણી કરી છે.

ભરૂચનું પગેરું રાજકોટમાં

27 નવેમ્બર 2019માં રાજકોટ શહેરના સદર વિસ્તારમાં વણિક સમાજ માટે આયુષ્માન કાર્ડ કાઢી આપવાના કેમ્પમાં રૂ.30ને બદલે રૂ.700 લેવામાં આવ્યા હતા.

પોલીસે આઠ શખ્સ સામે ગુનો નોંધી છની ધરપકડ કરી હતી. જેમાં ભરૂચના ડોક્ટર અને એક મહિલાની સંડોવણી ખૂલી હતી. ભરૂચમાં દરોડા પાડ્યા હતા. ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરના ડો.કેશવકુમારને આઇડી ફાળવવામાં આવ્યો હતો, પરંતુ ડો.કેશવકુમારે તે આઇડીનો ગેરઉપયોગ કરી અન્ય સ્થળે પણ કાર્ડ કઢાવવાની કામગીરી કરાવી હતી

કૌભાંડમાં સામેલ સુરતના કિશોર ગાંધી અને અમદાવાદના દિલીપ ગાંધીની શોધખોળ હાથ ધરી હતી.

સુરત તો સ્પ્રિંગ બેસાડવામાં ફેમસ છે કંઈ તકલીફ ન હોય અને છાતી ઉપર હાથ રાખીને જાવ એટલે તરત કે હાલો ભાઈ સ્પેલિંગ બેસાડવી પડશે પછી પેશન્ટ એમ કે સ્પ્રિંગ નથી બેસાડવી તો કે બાયપાસ કરાવું પડશે બાયપાસ કે નથી કરાવું તો કે પ્લેન દોડાવું પડશે

નાના મવા રોડ શાસ્ત્રીનગર અજમેરા ઇ-388માં રહેતાં વિજય ઉર્ફ વિરેન્દ્ર વિપુલભાઇ માધાણી (વણિક) (ઉ.વ.52) તથા રામકૃષ્ણનગર-8 ભરતસ્મૃતિ ખાતે રહેતાં ધીરેન્દ્રભાઇ દામોદરદાસ ગોરસીયા (વણિક) (ઉ.62) તથા સુરત કામરેજ જાનવી એપાર્ટમેન્ટ બ્લોક નં. 202માં રહેતાં શૈલેષ નવીનભાઇ ઘીયા (ઉ.28) અને તેના કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામે આવેલા ભરૂચ નારાયણનગર-3, શકિતનાથ સર્કલ પાસે સી-27 ખાતે રહેતાં ભાવીન બાબુભાઇ વાઘેલા (ઉ.23) તથા ભરૂચ શહેનાઝ નગરી ઇખડ ગામના વસીમ જીવાશા દિવાન (ઉ.19) તથા ભરૂચના જંબુસર બાયપાસ રોડ વેલફેર હોસ્પિટલ સામે મહેફુઝ કોમ્પલેક્ષ ડી-201માં રહેતાં શાહીમખાન શરીફખાન પઠાણ (ઉ.19) તથા તથા સુરતના કિશોર ગાંધી અને અમદાવાદના દિલીપ ગાંધી સામે આઇપીસી 409, 34 મુજબ ગુનો નોંધી કિશોર અને દિલીપ સિવાયના છ શખ્સોની ધરપકડ કરી હતી.

60 ખાનગી હોસ્પિટલનું શું થયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આયુષ્યમાન કાર્ડ કૌભાંડ બહાર આવતાં અગાઉ સમગ્ર રાજ્યની હોસ્પિટલોની તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદમાં 70 હોસ્પિટલોની તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરની ૬૦ ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવારનો લાભ  મળી રહ્યો છે. શહેરમાં આયુષ્માન યોજના હેઠળ લાભાર્થીને મળતી મફત તબીબી સારવાર આપતી હોસ્પિટલોમાં ગઈકાલે ખુલ્લી મુકાયેલી સરદાર વલ્લભભાઈ  પટેલ હોસ્પિટલનો પણ સમાવેશ થયો છે. શહેરની આ નવી વી.એસ. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ સહિતની ૧૭ સરકારી હોસ્પિટલ  અને ૬૦ ખાનગી હોસ્પિટલ મળીને કુલ ૭૭ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

આયુષ્માન ભારત યોજનામાં ગુજરાતની ૧૭૦૦થી વધુ સરકારી અને  ખાનગી હોસ્પિટલોનો સમાવેશ કરાયો છે.

ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ કેન્દ્રની આયુષ્યમાન ભારત યોજના નાગરિકો માટે બહુ ફાયદાકારક અને આશીર્વાદસમાન હોઇ તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો, જેને લઇ આગામી દિવસોમાં તેના લાભાર્થીઓનો આંક વધે તેવી પૂરી શકયતા છે.

આયુષ્યમાન ભારત યોજનામાં જે હોસ્પિટલોનો સમાવેશ કરાયો છે તેમાં

આકાશ આઈ કેર,

આલોક હોસ્પિટલ,

આરના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ,

આસ્થા બાવીસી આઈ હોસ્પિટલ,

સેન્ટર ફોર સાઈટ અમદાવાદ,

કોન્ટેક્ટ કેર હોસ્પિટલ,

દેવાંશ આઈ હોસ્પિટલ,

દીવા આઈ ઈન્સ્ટિટ્યૂટ,

ડો. અગ્રવાલ આઈ હોસ્પિટલ,

આઈ કેર હોસ્પિટલ,

ફ્રેક્ચર એન્ડ ઓર્થોપેડિક્સ હોસ્પિટલ,

ગાયત્રી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર,

જીસીએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ,

હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન,

જયદીપ હોસ્પિટલ, ક્રિષ્ના મેટરનિટી નર્સિંગ હોમ,

મવાણી કિડની કેર મેક્સ સુપર સ્પેશિયાલિટી સર્જિકલ હોસ્પિટલ,

નાઈસ ચાઈલ્ડ કેર હોસ્પિટલ,

ઓજસ હોસ્પિટલ,

પામ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ,

પીએચસી પ્રાંજના હેલ્થ કેર,

રાજસ્થાન હોસ્પિટલ,

રૂદ્રાક્ષ હોસ્પિટલ,

સરદાર ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ નિયોનેટલ કેર,

શાલિન હેલ્થ કેર,

શાંતામણિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ,

શિવમ મેડિકલ હોસ્પિટલ,

શ્રીજી આઈ હોસ્પિટલ,

શ્રેય મલ્ટિ ફેસિલિટીઝ, સિંધુ હોસ્પિટલ,

એસએમએસ મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ,

સુશિલાબહેન કોઠારી ચેરિટેબલ હોસ્પિટલ,

સ્ટિવન આઈ ક્લિનિક,

સ્વયંભૂ હેલ્થ કેર,

તૃષા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ,

સહયોગ જનરલ હોસ્પિટલ એન્ડ ર્નસિંગ હોમ,

કર્મદીપ ઓર્થોપેડિક એન્ડ સ્કિન હોસ્પિટલ,

લાઈફકેર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એન્ડ રિસર્ચ,

ન્યૂરો વન સ્ટોક એન્ડ ક્રિટિકલ કેર ઈન્સ્ટિટ્યૂટ,

શક્તિ જનરલ હોસ્પિટલ,

ઓમ ઓર્થોપેડિક એન્ડ ડેન્ટલ હોસ્પિટલ, ?

સિફા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ,

મારૂતિ ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર,

ગ્લોબલ હોસ્પિટલ,

રૂદ્રાક્ષા હોસ્પિટલ,

શિવાલિક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ,

કાકડિયા હોસ્પિટલ,

ર્સ્ટલિંગ હોસ્પિટલ,

પુષ્પા ચિલ્ડ્રન હોસ્પિટલ,

એચસીજી હોસ્પિટલ,

એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ,

દેવશ્ય સુપર સ્પેશિયાલિટી એન્ડ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ,

અમદાવાદ આઈ લેસર હોસ્પિટલ,

શેલ્બી હોસ્પિટલ-નરોડા,

આસ્થા ઓર્થોપેડિક હોસ્પિટલ,

કણબા હોસ્પિટલ, સ્ટાર હોસ્પિટલ,

તેજ આઈ હોસ્પિટલ અને

શેલ્બી હોસ્પિટલ-વિજય ચાર રસ્તાનો સમાવેશ થાય છે.

12 ફેબ્રુઆરી 2019ના રોજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેર કર્યું હતું કે, રાજ્યના મા અને મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓને આયુષમાન ભારત-પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ સમાવિષ્ટ કરવા માટે ભારત સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી.

મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના લાભાર્થીઓને અસાધ્ય રોગો માટે રૂપિયા ત્રણ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર,  આયુષમાનભારત-પીએમજય યોજના હેઠળ રૂા. પાંચ લાખની સારવાર વિનામૂલ્યે સારવાર, તમામ લાભાર્થીઓને આયુષમાન ભારત યોજના હેઠળ સમાવેશ કરવામાં આવશે તો તે અંગેનું જે વધારાનું પ્રીમિયમ ભરવું પડશે તે રાજ્ય સરકાર ભરશે.

આયુષ્ટમાન યોજનામાં કૌભાંડો બહાર આવ્યા પછી સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે વડોદરામાં સૌથી વધું કાર્ડ કેમ અપાયા તેની તપાસ કરવામાં આવી છે કે કેમ  ?

ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ  ફેન ક્લબ દ્વારા ૪૪૦૦ જેટલા મા કાર્ડ અપાવ્યા હતા. અગાઉ ફેન ક્લબ દ્વારા ૬૦૦૦ જેટલા મા કાર્ડ તૈયાર કરી ગરીબ ઉપયોગી કામ કરવામાં આવ્યું છે. રાવપુરા વિધાનસભા વિભાગમાં ૧૦,૪૦૦ જેટલા લાયક પરિવારો માટે મા કાર્ડસ તૈયાર કરી વિતરણ કરાયા હતા.

આયુષમાન ભારત યોજના હેઠળ સમગ્ર દેશમાં ૧૦ કરોડ પરિવારોની ૫૦ કરોડ ઉપરાંત જનસંખ્યાને આવરી લેવામાં આવી છે. ગુજરાતમાં ૨.૪૪ કરોડ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સમાવી લેવામાં આવ્યા છે.

વડોદરા જિલ્લામાં ૨.૯૬ લાખ લાભાર્થીઓને મા કાર્ડ આપવામાં આવ્યા છે. ગંભીર રોગોની સારવાર માટે રાજ્યમાં મા કાર્ડ હેઠળ રૂા. ૧૫૫ કરોડનો ખર્ચ રાજ્ય સરકારે કર્યો છે.

રાજ્ય સરકારે 61,000 ભૂત આયુષ્માન કાર્ડ રદ કરવા આદેશ આપ્યો છે
અમદાવાદ: 10 જાન્યુઆરી, 2020

રાજ્ય સરકારે 61,000 જેટલા ભૂત આયુષ્માન કાર્ડ્સ રદ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગે ગયા મહિને એક મોટું કૌભાંડ શોધી કા .્યું હતું જ્યાં છેતરપિંડી કરનારાઓ હજારો ભૂત કાર્ડ બનાવવા માટે કાર્ડના સ softwareફ્ટવેરમાં છીંડા વાપરી રહ્યા હતા.

આશરે 1,500 કાર્ડ એક જ વ્યક્તિને લાભ આપવામાં આવ્યો છે. વડા પ્રધાન જન આરોગ્ય યોજના (પીએમજેવાય) હેઠળ જારી કરાયેલ આયુષ્માન કાર્ડ સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના પરિવારોને સરકારી અને રજિસ્ટર થયેલા ખાનગી હોસ્પિટલોમાં 7 લાખ રૂપિયા સુધીની તબીબી સારવાર આપે છે.

તબક્કે તપાસ બાદ, લગભગ 61,000 ભૂત આયુષ્માન કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘કાર્ડ કાંડની તપાસમાં કુલ 61,000 ભૂત આયુસ્યમાન કાર્ડનો આદેશ આપવામાં આવ્યો છે.

આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરીને વિવિધ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં તપાસ ચાલી રહી છે. આ કાર્ડ્સની વિગતો જુદી જુદી વીમા કંપનીઓ પાસેથી માંગવામાં આવી રહી છે.

————

આયુષ્યમાન કૌભાંડ – 6 વડોદરામાં સૌથી વધું કાર્ડ કેમ ?
12 ફેબ્રુઆરી 2019ના રોજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેર કર્યું હતું કે, રાજ્યના મા અને મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓને આયુષમાન ભારત-પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ સમાવિષ્ટ કરવા માટે ભારત સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી.

મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના લાભાર્થીઓને અસાધ્ય રોગો માટે રૂપિયા ત્રણ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર,  આયુષમાનભારત-પીએમજય યોજના હેઠળ રૂા. પાંચ લાખની સારવાર વિનામૂલ્યે સારવાર, તમામ લાભાર્થીઓને આયુષમાન ભારત યોજના હેઠળ સમાવેશ કરવામાં આવશે તો તે અંગેનું જે વધારાનું પ્રીમિયમ ભરવું પડશે તે રાજ્ય સરકાર ભરશે.

આયુષ્માન કાર્ડના નામે વધુ એક કૌભાંડ? જરૂર ન હોવા છતા પેશન્ટને ICUમાં કરાયું દાખલ, વડોદરાની અંજના હોસ્પિટલની કરતૂત

આયુષ્ટમાન યોજનામાં કૌભાંડો બહાર આવ્યા પછી સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે વડોદરામાં સૌથી વધું કાર્ડ કેમ અપાયા તેની તપાસ કરવામાં આવી છે કે કેમ  ?

ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ  ફેન ક્લબ દ્વારા ૪૪૦૦ જેટલા મા કાર્ડ અપાવ્યા હતા. અગાઉ ફેન ક્લબ દ્વારા ૬૦૦૦ જેટલા મા કાર્ડ તૈયાર કરી ગરીબ ઉપયોગી કામ કરવામાં આવ્યું છે. રાવપુરા વિધાનસભા વિભાગમાં ૧૦,૪૦૦ જેટલા લાયક પરિવારો માટે મા કાર્ડસ તૈયાર કરી વિતરણ કરાયા હતા.

આયુષમાન ભારત યોજના હેઠળ સમગ્ર દેશમાં ૧૦ કરોડ પરિવારોની ૫૦ કરોડ ઉપરાંત જનસંખ્યાને આવરી લેવામાં આવી છે. ગુજરાતમાં ૨.૪૪ કરોડ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સમાવી લેવામાં આવ્યા છે.

વડોદરા જિલ્લામાં ૨.૯૬ લાખ લાભાર્થીઓને મા કાર્ડ આપવામાં આવ્યા છે. ગંભીર રોગોની સારવાર માટે રાજ્યમાં મા કાર્ડ હેઠળ રૂા. ૧૫૫ કરોડનો ખર્ચ રાજ્ય સરકારે કર્યો છે.

000000000000
આયુષ્યમાન કૌભાંડ 6 – અમદાવાદની 70 હોસ્પિટલની તપાસમાં શું થયું ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આયુષ્યમાન કાર્ડ કૌભાંડ બહાર આવતાં અગાઉ સમગ્ર રાજ્યની હોસ્પિટલોની તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદમાં 70 હોસ્પિટલોની તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરની ૬૦ ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવારનો લાભ  મળી રહ્યો છે. શહેરમાં આયુષ્માન યોજના હેઠળ લાભાર્થીને મળતી મફત તબીબી સારવાર આપતી હોસ્પિટલોમાં ગઈકાલે ખુલ્લી મુકાયેલી સરદાર વલ્લભભાઈ  પટેલ હોસ્પિટલનો પણ સમાવેશ થયો છે. શહેરની આ નવી વી.એસ. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ સહિતની ૧૭ સરકારી હોસ્પિટલ  અને ૬૦ ખાનગી હોસ્પિટલ મળીને કુલ ૭૭ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

આયુષ્માન ભારત યોજનામાં ગુજરાતની ૧૭૦૦થી વધુ સરકારી અને  ખાનગી હોસ્પિટલોનો સમાવેશ કરાયો છે.

ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓએ કેન્દ્રની આયુષ્યમાન ભારત યોજના નાગરિકો માટે બહુ ફાયદાકારક અને આશીર્વાદસમાન હોઇ તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો, જેને લઇ આગામી દિવસોમાં તેના લાભાર્થીઓનો આંક વધે તેવી પૂરી શકયતા છે.

આયુષ્યમાન ભારત યોજનામાં જે હોસ્પિટલોનો સમાવેશ કરાયો છે તેમાં

આકાશ આઈ કેર,

આલોક હોસ્પિટલ,

આરના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ,

આસ્થા બાવીસી આઈ હોસ્પિટલ,

સેન્ટર ફોર સાઈટ અમદાવાદ,

કોન્ટેક્ટ કેર હોસ્પિટલ,

દેવાંશ આઈ હોસ્પિટલ,

દીવા આઈ ઈન્સ્ટિટ્યૂટ,

ડો. અગ્રવાલ આઈ હોસ્પિટલ,

આઈ કેર હોસ્પિટલ,

ફ્રેક્ચર એન્ડ ઓર્થોપેડિક્સ હોસ્પિટલ,

ગાયત્રી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર,

જીસીએસ મેડિકલ કોલેજ હોસ્પિટલ,

હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન,

જયદીપ હોસ્પિટલ, ક્રિષ્ના મેટરનિટી નર્સિંગ હોમ,

મવાણી કિડની કેર મેક્સ સુપર સ્પેશિયાલિટી સર્જિકલ હોસ્પિટલ,

નાઈસ ચાઈલ્ડ કેર હોસ્પિટલ,

ઓજસ હોસ્પિટલ,

પામ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ,

પીએચસી પ્રાંજના હેલ્થ કેર,

રાજસ્થાન હોસ્પિટલ,

રૂદ્રાક્ષ હોસ્પિટલ,

સરદાર ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ નિયોનેટલ કેર,

શાલિન હેલ્થ કેર,

શાંતામણિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ,

શિવમ મેડિકલ હોસ્પિટલ,

શ્રીજી આઈ હોસ્પિટલ,

શ્રેય મલ્ટિ ફેસિલિટીઝ, સિંધુ હોસ્પિટલ,

એસએમએસ મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ,

સુશિલાબહેન કોઠારી ચેરિટેબલ હોસ્પિટલ,

સ્ટિવન આઈ ક્લિનિક,

સ્વયંભૂ હેલ્થ કેર,

તૃષા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ,

સહયોગ જનરલ હોસ્પિટલ એન્ડ ર્નસિંગ હોમ,

કર્મદીપ ઓર્થોપેડિક એન્ડ સ્કિન હોસ્પિટલ,

લાઈફકેર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એન્ડ રિસર્ચ,

ન્યૂરો વન સ્ટોક એન્ડ ક્રિટિકલ કેર ઈન્સ્ટિટ્યૂટ,

શક્તિ જનરલ હોસ્પિટલ,

ઓમ ઓર્થોપેડિક એન્ડ ડેન્ટલ હોસ્પિટલ, ?

સિફા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ,

મારૂતિ ઓર્થોપેડિક હોસ્પિટલ એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર,

ગ્લોબલ હોસ્પિટલ,

રૂદ્રાક્ષા હોસ્પિટલ,

શિવાલિક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ,

કાકડિયા હોસ્પિટલ,

ર્સ્ટલિંગ હોસ્પિટલ,

પુષ્પા ચિલ્ડ્રન હોસ્પિટલ,

એચસીજી હોસ્પિટલ,

એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ,

દેવશ્ય સુપર સ્પેશિયાલિટી એન્ડ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ,

અમદાવાદ આઈ લેસર હોસ્પિટલ,

શેલ્બી હોસ્પિટલ-નરોડા,

આસ્થા ઓર્થોપેડિક હોસ્પિટલ,

કણબા હોસ્પિટલ, સ્ટાર હોસ્પિટલ,

તેજ આઈ હોસ્પિટલ અને

શેલ્બી હોસ્પિટલ-વિજય ચાર રસ્તાનો સમાવેશ થાય છે.

—————-
આયુષ્યમાન કૌભાંડ 5 – સુરતની કિરણ હોસ્પિટલની સેવા રદ

સપ્ટેમ્બર 2019માં સુરત ની પ્રખ્યાત કિરણ હોસ્પિટલ ને “માં” કાર્ડ અને આયષ્યમાન પ્રધાનમંત્રી યોજનાના લાભની સેવાઓ રદ કરાઈ હતી. રાજ્ય સરકારની આરોગ્ય યોજના હેઠળ જે દર્દી ઓ કિરણ હોસ્પિટલમાં દાખલ થતાં હતાં તેમની પાસેથી પણ ચાર્જ વસુલાત કરવામાં આવતી હતી અંને કેન્દ્ર અને રાજય સરકાર પાસે પણ દર્દીઓના ક્લેમ પાસ કરાવીને રૂપિયા મેળવી લેવાતા હતા. આ અંગે રાજ્યના આરોગ્ય કમિશ્નર ને ફરિયાદ થતાં કૌભાંડ બહાર આવ્યું હતું.

8 ઓક્ટોબર 2019 તારીખથી લેખિત આદેશ કરી કતારગામ ની કિરણ હોસ્પિટલને “માં” કાર્ડ અને અખિલ ભારતીય પ્રધાનમંત્રી જન આરોગ્ય આ બંને સેવાઓ ના લાભ માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે જે અંગેનો પત્ર કિરણ હોસ્પિટલ કોડ સોલ્યુંશન પ્રા.લી. મેનેજર ગાંધીનગર અને સીડીએચો સુરત ને પણ આ પત્ર મોકલી દેવામાં આવ્યો હતો.

આયુષ્માન યોજના માં ગડબડ નો મામલો સામે આવ્યો હોવાનું આ પત્ર પરથી ફલિત થાય છે. આ બિલના તમામ નાણાં રોકવા સાથે તેને સસ્પેન્ડ કરતો આદેશ કમિશનર ઓફ હેલ્થ ના એડિશનલ ડિરેક્ટરએ આપ્યો છે. આ મુદ્દે કોંગ્રેસ ના નગર સેવક અસ્લમ સાઇકલ વાળા એ સવાલો ઉઠાવ્યા છે અને એક રૂપિયે ટોકન જમીન આપનાર મહા પાલિકાને પગલાં લેવા અનુરોધ કર્યો છે. કિરણ હોસ્પિટલ નું મોટું કૌભાંડ આવ્યું સામે.

ગુજરાતની ઘણી આવી હોસ્પિટલો હશે તેથી બધી હોસ્પિટલમાં તપાસના આદેશ પણ આપવામાં આવ્યો છે.

સરકારે હોસ્પિટલને બંધ કરી દેવી જોઈતી હતી પણ તે બંધ કરી ન હતી.
————
આયુષ્યમાન કૌભાંડ 4 – રાજકોટમાં નકલી કાર્ડ માટે કેમ્પ
આયુષ્માન કાર્ડ કાઢવાના નામે કૌભાંડ – ૩૦ રૂપિયાને બદલે લેવાતા હતા ૧૦૦ રૂ. કાર્ડ કાઢવા માટે લેવાતા હતા પ્રતિ વ્યકિત દીઠ ૭૦૦ રૂ.

રાજકોટની રમેશભાઇ છાયા સ્કુલમાં દશા સોરઠીયા વણિક સમાજના ગ્રુપમાં પહેલા મેસેજ ફરતો કરાયા બાદ
લોકો આયુષમાન કાર્ડ કઢાવવા પહોંચ્યા. ત્યારે એક એક ફોર્મ માટે રૂ.30ને બદલે 100 રૂપિયા અને કાર્ડ કાઢવા માટે પ્રતિવ્યકિત દીઠ 700-700 રૂપિયાની ઉઘરાણી કરવામા આવી રહી હતી. આ અંગે આરોગ્ય ચેરમેનને ખ્યાલ આવ્યો કે સરકાર તરફથી આવો કોઇ કેમ્પ યોજાયો નથી અને આ કાર્ડ પણ નકલી કાઢવામાં આવતા હતા. જેથી દરોડા પાડતા કાર્ડ કાઢતો શૈલેષ શાહ મીડિયા સામે બઘવાઇ ગયો હતો.

આરોગ્ય ચેરમેને દરોડા પાડ્યા. જેમાં માલૂમ પડ્યું કે બીપીએલ કાર્ડ લઇને જે લોકોનું નામ યોજનામાં ન આવ્યુ હોય તેમની પાસેથી રૂપિયા 700 ખોટી રીતે વસૂલીને આ આખુંયે કાંડ કરાતું હતું. જેથી આયુષ્માન ભારત કાર્ડ યોજનાના પ્રોજેકટ અધિકારીઓએ પોલીસને સાથે રાખીને 3 લેપટોપ તેમજ રોકડ રકમ કબજે કરી હતી.

—————

આયુષ્યમાન કૌભાંડ 3 – ભરુચના ડોક્ટર રંગે હાથ રાજકોટથી પકડાયા
શહેરમાં 135 જેટલા આયુષ્યમાન કાર્ડ સેન્ટરો આવેલા છે..
27 નવેમ્બર 2019માં રાજકોટ શહેરના સદર વિસ્તારમાં વણિક સમાજ માટે આયુષ્માન કાર્ડ કાઢી આપવાના કેમ્પમાં રૂ.30ને બદલે રૂ.700 લેવામાં આવ્યા હતા.

પોલીસે આઠ શખ્સ સામે ગુનો નોંધી છની ધરપકડ કરી હતી. જેમાં ભરૂચના ડોક્ટર અને એક મહિલાની સંડોવણી ખૂલી હતી. ભરૂચમાં દરોડા પાડ્યા હતા. ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરના ડો.કેશવકુમારને આઇડી ફાળવવામાં આવ્યો હતો, પરંતુ ડો.કેશવકુમારે તે આઇડીનો ગેરઉપયોગ કરી અન્ય સ્થળે પણ કાર્ડ કઢાવવાની કામગીરી કરાવી હતી

કૌભાંડમાં સામેલ સુરતના કિશોર ગાંધી અને અમદાવાદના દિલીપ ગાંધીની શોધખોળ હાથ ધરી હતી.

નાના મવા રોડ શાસ્ત્રીનગર અજમેરા ઇ-388માં રહેતાં વિજય ઉર્ફ વિરેન્દ્ર વિપુલભાઇ માધાણી (વણિક) (ઉ.વ.52) તથા રામકૃષ્ણનગર-8 ભરતસ્મૃતિ ખાતે રહેતાં ધીરેન્દ્રભાઇ દામોદરદાસ ગોરસીયા (વણિક) (ઉ.62) તથા સુરત કામરેજ જાનવી એપાર્ટમેન્ટ બ્લોક નં. 202માં રહેતાં શૈલેષ નવીનભાઇ ઘીયા (ઉ.28) અને તેના કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામે આવેલા ભરૂચ નારાયણનગર-3, શકિતનાથ સર્કલ પાસે સી-27 ખાતે રહેતાં ભાવીન બાબુભાઇ વાઘેલા (ઉ.23) તથા ભરૂચ શહેનાઝ નગરી ઇખડ ગામના વસીમ જીવાશા દિવાન (ઉ.19) તથા ભરૂચના જંબુસર બાયપાસ રોડ વેલફેર હોસ્પિટલ સામે મહેફુઝ કોમ્પલેક્ષ ડી-201માં રહેતાં શાહીમખાન શરીફખાન પઠાણ (ઉ.19) તથા તથા સુરતના કિશોર ગાંધી અને અમદાવાદના દિલીપ ગાંધી સામે આઇપીસી 409, 34 મુજબ ગુનો નોંધી કિશોર અને દિલીપ સિવાયના છ શખ્સોની ધરપકડ કરી હતી.

———-
26 Nov 2024 — Surat: સુરત જિલ્લામાં 4 દિવસની ઝુંબેશ હાથ ધરી 40 હજાર આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા … 70 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય આયુષ્યમાન કાર્ડ આપવાનો નિર્ણયો કર્યો છે. જેનો …

—————–
એક જ વ્યક્તિ પાસે થરાદમાં 60 નકલી આયુષ્યમાન કાર્ડ

લાખણી ખાતે ઓનલાઈનનુ પ્રાઇવેટ કામ કરતો એક ઇસમ થરાદની હોસ્પિટલમાં નોકરી કરતા ઇસમ સાથે મળી આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી મોદી જન આરોગ્ય યોજનાનો ખોટો લાભ લેવા માટે સરકારની વેબસાઈટમાં આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ હોસ્પિટલના આયુષ્યમન મિત્રની BIS ID નો ઉપયોગ કરી બનાવતા ડૉક્ટર હીરજીભાઇ દરઘાભાઇ પટેલે બંને યુવક વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ફરિયાદ 28 ડિસેમ્બર 2019માં નોંધાવી હતી.

આયુષ્માન મિત્ર તરીકે કામ કરતાં નરેન્દ્રભાઇ નાગજીભાઇ ચૌધરી (રહે. થરા તા- થરાદ)ની પૂછપરછ કરતા તેને તેના મિત્ર ભરતકુમાર સેનજીભાઇ કુમરેચા (રહે.કુંભાસણ તા- પાલનપુર) ની સાથે મળી હોસ્પિટલના BIS ID ના આધારે કુલ 60 જેટલા આયુષ્માન ભારતના ડમી કાર્ડ બનાવ્યા હોવાની કબૂલાત કરી હતી.

25/01/2019 થી 05/11/2019 ના સમય દરમિયાન ખોટા ડોક્યુમેન્ટના આધારે લાખણી વિસ્તારમાં બન્યા છે.. પોલીસે IT હેઠળ ગુનો નોંધી બંને ઇસમોને ઝડપી લેવા  કાર્યવાહી હાથ ધરી હતી. ભરત ઠાકોર નામનો ઇસમ લાખણી વિસ્તારમાં ઓનલાઇન કામ કરવાની દુકાન ધરાવતો હતો. જ્યારે નરેન્દ્ર ચૌધરી થરાદની આસ્થા હોસ્પિટલમાં આયુષ્માન મિત્ર તરીકે કામ કરતો હતો. જેથી ભરત ઠાકોર આસ્થા હોસ્પિટલના BIS ના આધારે આયુષ્માન ભારતની વેબસાઇટ ઉપર OTP નંબર જનરેટ કરી જે આધારે BIS ID ઉપરથી કુલ 60 જેટલા ડમી કાર્ડ બનાવ્યા હતા.

—————
આયુષ્યમાન કૌભાંડ – 1 – એક જ પરિવાર પાસે 1700 કાર્ડ પકડાયા

વડા પ્રધાનના ગૃહ રાજ્ય પોતાનું સ્વપ્ન પ્રોજેક્ટ, ગુજરાતમાં એક જ પરિવાર સાથે 1700 આયુષ્માન કાર્ડ શેર કરે છે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લગભગ 50 કરોડ લોકોને નિ: શુલ્ક સારવાર સુવિધા આપવા આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરી હતી. આ પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજના હતી. ગુજરાતના એક જ પરિવારને  1700 આયુષ્માન કાર્ડ મળ્યા છે.

આ યોજના હેઠળ બે લાખથી વધુ નકલી ગોલ્ડન કાર્ડ બનાવવામાં આવ્યા છે. નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ)ની આઈટી સિસ્ટમથી છેતરપિંડીની ઓળખ થઈ છે. આ આંકડો  વધી શકે છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત, છત્તીસગ,, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરાખંડ અને ઝારખંડમાંથી બનાવટી કાર્ડ બનાવીને પૈસા પડાવવાના વધુ કિસ્સા સામે આવ્યા છે. જેઓ આ યોજના માટે પાત્ર નથી તેઓને આયુષ્માન કાર્ડ પણ મળ્યું છે. આ કેસમાં એનએચએના ડેપ્યુટી સીઈઓ પ્રવિણ ગેડામે કહ્યું હતું કે રાજ્યો તરફથી સંપૂર્ણ ડેટા મંગાવવામાં આવી રહ્યો છે. એકવાર સંપૂર્ણ ડેટા આવે પછી પરિસ્થિતિ સાફ થઈ જશે. છેતરપિંડી પકડવા કૃત્રિમ બુદ્ધિનો પણ આશરો લેવામાં આવશે.

ખાનગી હોસ્પિટલોએ સરકારને સારવારના વિશાળ બીલ મોકલવાનું શરૂ કર્યું ત્યારે છેતરપિંડીની આશંકા ઊભી થઈ હતી. આમાંના ઘણા બીલ પણ ચૂકવાયા હતા. પરંતુ છેતરપિંડી કરતા પકડાયા બાદ સરકારે આ હોસ્પિટલો પાસેથી રૂ 4 કરોડનો દંડ પણ વસૂલ કર્યો છે. બનાવટી બિલ મોકલનારા 150 થી વધુ હોસ્પિટલોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવી છે. મધ્યપ્રદેશ અને બિહારના 1350 થી વધુ બિલ પણ શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. છત્તીસગઢની એએસજી હોસ્પિટલમાં એક પરિવારના નામે 109 કાર્ડ બનાવવામાં આવ્યા હતા અને તેમાંથી 57 ની આંખની સર્જરી પણ કરાઈ હતી. પંજાબમાં બે પરિવારોના નામે 200 કાર્ડ મળી આવ્યા હતા. મધ્યપ્રદેશમાં એક પરિવારના 322 કાર્ડ મળી આવ્યા.

આયુષ્માન ભારત યોજના સપ્ટેમ્બર 2018 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 70 લાખથી વધુ લોકોની સારવાર કરવામાં આવી છે. સરકારે સારવાર માટે ચૂકવણી કરતી વખતે પણ હોસ્પિટલોને 4500 કરોડ રૂપિયાથી વધુની ચુકવણી કરી છે.
————-
નવેમ્બર 2024 આયુષ્માન કાર્ડના નામે વધુ એક કૌભાંડ? જરૂર ન હોવા છતા પેશન્ટને ICUમાં કરાયું દાખલ, વડોદરાની અંજના હોસ્પિટલની કરતૂત
———
9 January 2020
રાજકોટમાંથી આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ ઝડપાયું છે. ત્યારે હવે તંત્ર દ્વારા 9 હજાર કાર્ડને રદ કરવાને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાંથી 9 હજાર નકલી કાર્ડ નિકળ્યાં હોવાની આશંકા છે. 5 ઓપરેટરો સામે ફરિયાદ નોંધવા માટે કમિટી બનાવવામાં આવી છે. આ મામલે સાયબર સેલની મદદ લેવામાં આવશે. 9 હજાર કાર્ડ રદ કરવા માટે તંત્રએ કામગીરી શરૂ કરી છે. સાચા લાભાર્થીઓને તંત્ર દ્વારા ફરીથી કાર્ડ કાઢી આપવામાં આવશે.
————
Jan 05, 2020,
રાપર તાલુકાના ફતેગઢ આરોગ્ય કેન્દ્રમાં ડુપ્લીકેટ આયુષ્યમાન ગોલ્ડન કાર્ડ બનાવનું કૌભાંડ બહાર આવ્યું હતું અને આ ગેરરીતી આચરનાર કર્મચારી સામે રાપર પોલીસે મથકે ફરિયાદ પણ નોંધાવી છે. ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૮મા આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના કાર્યરત કરી છે. આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને આયુષ્માન ગોલ્ડન કાર્ડ બનાવી આપીને પાંચ લાખ સુધી મફત આરોગ્ય સારવાર આપવામાં આવે છે, પરંતુ હવે આ યોજનામાં પણ ગેરરીતિ બહાર આવી રહી છે. રાપર તાલુકાના ફતેહગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને આયુષ્યમાન ગોલ્ડન કાર્ડ બનાવી આપવામાં આવી રહ્યા છે.

અહીં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર દ્વારા ડુપ્લિકેટ ગોલ્ડન કાર્ડ બનાવવાનું કૌભાંડ કરવામાં આવી રહ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગની સૂચના પછી ઇન્ચાર્જ રાપર તાલુકા આરોગ્ય અધિકારીએ ફતેગઢ આરોગ્ય કેન્દ્રમાંથી ડુપ્લીકેટ કાર્ડ બનાવવાનું કૌભાંડ પકડીને હેલ્થ વર્કર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઇન્ચાર્જ રાપર તાલુકા હેલ્થ ઓફિસર પાઉલ સતન હેમ્બરોમ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે ફતેગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ભારત સરકારની આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના અંતર્ગત લાયકાત ધરાવતાં લાભાર્થીઓને આયુષ્યમાન ગોલ્ડન કાર્ડ બનાવી આપવામાં આવે છે. આ કામગીરી મલ્ટી પરપઝ હેલ્થ વર્કર બળદેવ ભારમલ સોલંકી સંભાળી રહ્યા છે તેમણે તાલુકા આરોગ્ય અધિકારીના ઈમેલ આઈડી નો ખોટો ઉપયોગ કરી ડુપ્લીકેટ ગોલ્ડન કાર્ડ બનાવીને સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો છે.

આ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર બળદેવ સોલંકી 50 રૂપિયામાં લોકોને ડુપ્લીકેટ આયુષ્યમાન કાર્ડ બનાવી આપતો હતો. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ મામલામાં કાર્યવાહી કરવાનો આદેશ આપતા અન્ય કર્મચારીઓ અને ભોગ બનનારના નિવેદન ઉપરથી હેલ્થ વર્કર ડુપ્લીકેટ કાર્ડ બનાવી આપતો હોવાનું બહાર આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારીએ નોંધાવેલી ફરિયાદના આધારે ડુપ્લીકેટ આયુષ્માન ગોલ્ડન કાર્ડ બનાવી સરકાર સાથે છેતરપિંડી કરનાર બળદેવ ભારમલ સોલંકી સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.

કચ્છના લગભગ તમામ તાલુકાઓમાં ભારત સરકારની આયુષ્માન ભારત જન આરોગ્ય યોજના અંતર્ગત લાયકાત ધરાવતાં લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડ બનાવી આપવાની કામગીરી ચાલુ છે. ઉપર મોનીટરીંગ તાલુકા આરોગ્ય અધિકારીઓએ કરવાનું છે અને તેની ઉપર મોનીટરીંગ જિલ્લા આરોગ્ય અધિકારી કરી રહ્યા છે. જો કે ડુપ્લિકેટ આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ રાપરમાંથી ઝડપાયું છે તેની સાથે સાથ અન્ય તાલુકાઓમાં ચાલતી કામગીરી ઉપર જિલ્લા આરોગ્ય અધિકારી અને તેમની ટીમ દ્વારા તપાસ કરાવવામાં આવે તે જરૂરી છે.

ફતેગઢ આરોગ્ય કેન્દ્રમાં 50 રૂપિયામાં ડુપ્લીકેટ કાર્ડ બનાવીને લોકોને અપાતા આ કોભાંડ પકડાયા પછી અન્ય તાલુકાઓમાં પણ તપાસ કરવી જરૂરી છે. જિલ્લા આરોગ્ય અધિકારી આ મામલે સંજ્ઞાન લઇને તપાસ કરે તો જરૂરી બન્યું છે.

આ અંગે રાપર તાલુકા આરોગ્ય અધિકારી પાઉલ સતન હેમ્બરોમએ જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય વિભાગના આદેશ અનુસાર આ અંગે તપાસ કરી સંબંધિતના નિવેદનો લઈ ફરિયાદ નોંધાવી હતી. આશા વર્કર કૈલાસબેન સુથારે નર્સ દ્વારા આપવામાં આવેલી સુચના અનુસાર ત્રણ વ્યક્તિઓને કાર્ડ બનાવવાની જાણ કરી હતી. બાદમાં કેટલા કાર્ડ બન્યા તેની પોતાને જાણ નથી તેમ જણાવ્યું હતું. જ્યારે દેવરાજભાઈ ઉમટે પોતાના પરિવારના ચાર કાર્ડ કઢાવ્યા હતા તે પોલીસે પરત લઈ લીધા હોવાનું જણાવ્યું હતું.

———–
આયુષ્માન કાર્ડમાં આબરૂની ધૂળધાણી: ગુજરાત સરકારે કરવા પડ્યા ખુલાસા, સરકારી તિજોરી ખંખેરાઈ
Gujarat Scam : સરકારે લોકોની સુવિધા માટે આયુષ્યમાન યોજના લાગુ કરી હતી. પરંતુ હવે ગુજરાતની હોસ્પિટલો તેમાં મોટા ખેલ કરી રહી છે. આયુષ્યમાન યોજનામાં મોટા ગરબડ ગોટાળા કરવામાં દેશમાં ગુજરાત નંબર વન બન્યું છે. સરકારની તિજોરીમાંથી નાણાં પડાવવાના ખેલમાં ગુજરાતની એક-બે નહિ, પરંતું 302 હોસ્પિટલો સામેલ છે. જેઓએ દર્દીના મોત બાદ પણ મૃતદેહોની સારવાર કરીને નાણાંની ઉઘરાણી કરી છે.

Sep 13, 2023,
ગુજરાતમાં આગામી 48 કલાક અતિભારે રહેશે! કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ આવી ગયા

રાશિફળ 10 ડિસેમ્બર: આજે સમસપ્તક યોગ સહિત 3 યોગનો અત્યંત શુભ સંયોગ, જાણો કોને બંપર લાભ કરાવશે, અટકેલા કામ ધડાધડ થવા લાગશે!
એક જ દિવસે થવા જઈ રહ્યું છે શનિ ગોચર અને સૂર્ય ગ્રહણ, આ 4 રાશિઓને કરી દેશે માલામાલ

બરફની ચાદરથી ઢંકાયા પહાડો, માઇનસ તાપમાનમાં મોજ માણી રહ્યાં છે પ્રવાસીઓ, હવામાન વિભાગની ચિંતાજનક વોર્નિંગ
આયુષ્માન કાર્ડમાં આબરૂની ધૂળધાણી: ગુજરાત સરકારે કરવા પડ્યા ખુલાસા, સરકારી તિજોરી ખંખેરાઈ
Gujarat Scam: આયુષ્યમાન યોજનામાં મોટા ગરબડ ગોટાળા કરવામાં દેશમાં ગુજરાત નંબર વન બન્યું છે. ત્યારે “એ.બી.- પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત નાગરિકોને ગુણવત્તા સભર સારવાર મળે અને લાભાર્થીઓ સાથે ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા પોલીસી વર્ષ-7 અને 8 દરમિયાન 832 જેટલી હોસ્પિટલોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 9 હોસ્પિટલોને સસ્પેન્ડ, 1 હોસ્પિટલને ડિ-એમ્પેનલ અને 1 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે તથા અંદાજિત રૂા.2 કરોડથી વધુનો દંડ કરાયો છે.

મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત; બસ-ટ્રક ધડાકાભેર અથડાયા, માંડ માંડ 25 બચ્યા

“એ.બી.-પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત ઓપરેશનો માટે રૂપિયા 10 લાખનું વિનામૂલ્યે આરોગ્યકવચ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત “આયુષ્માન કાર્ડ” આપવામાં આવે છે. જેની મદદથી યોજનાના લાભાર્થીઓ જરૂરિયાતના સમયે સામાન્ય બિમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, હૃદયની સારવાર, કેન્સર જેવી અતિગંભીર બિમારીઓ માટે પોતાના રહેઠાણની આસપાસ પસંદગીની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે.

કરોડો ગુજરાતીઓના શ્વાસ થંભાવી દેશે આ વાત! વરસાદને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી

આ યોજના અંતર્ગત વર્તમાન સ્થિતિએ સરકારી-૧,૭૧૧, ખાનગી- ૭૮૯, GOI-૧૮ એમ કુલ ૨,૫૧૮ હોસ્પિટલ સંલગ્ન છે. જેમાં અંદાજીત દૈનિક ૪,૦૩૯ પ્રિ-ઓથ કેસ સારવાર માટે મુકવામાં આવે છે. આ યોજનાની અમલવારીમાં કોઇ પણ ગેરરીતી ન થાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ની રચના કરવામાં આવી છે. આ યુનિટ દ્વારા હોસ્પિટલોનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે.

લાભાર્થીઓને આ યોજના અંગે કોઇ માહિતી મેળવવી હોય કે ફરિયાદ કરવી હોય તો તેઓ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૧૦૨૨ પર સંપર્ક કરી શકે છે. આ ટોલ ફ્રી નંબર ૨૪x૭ કાર્યરત હોય છે. જેના પર દૈનિક અંદાજિત ૯૦૦ થી ૧૦૦૦ કોલ્સ આવે છે. આ સિવાય પણ યોજનાના કોલ સેન્ટર દ્વારા જે લાભાર્થીઓએ સારવાર લીધેલ હોય તેમનો પ્રતિભાવ લેવા માટે દૈનિક અંદાજીત ૩૦૦૦થી વધુ કોલ પણ કરવામાં આવે છે.

તહેવારોની સિઝન પર સરકારની મોટી ભેટ, 75 લાખ LPG કનેક્શન આપશે મફત

સરકારે લોકોની સુવિધા માટે આયુષ્યમાન યોજના લાગુ કરી હતી. પરંતુ હવે ગુજરાતની હોસ્પિટલો તેમાં મોટા ખેલ કરી રહી છે. આયુષ્યમાન યોજનામાં મોટા ગરબડ ગોટાળા કરવામાં દેશમાં ગુજરાત નંબર વન બન્યું છે. આયુષ્યમાનમાં મોટા ગરબડ ગોટાળા સામે આવ્યા છે. સરકારની તિજોરીમાંથી નાણાં પડાવવાના ખેલમાં ગુજરાતની એક-બે નહિ, પરંતું 302 હોસ્પિટલો સામેલ છે. જેઓએ દર્દીના મોત બાદ પણ મૃતદેહોની સારવાર કરીને નાણાંની ઉઘરાણી કરી છે.

ગાય-ભેંસના ગોબરમાંથી પણ કમાય એનું નામ ગુજરાતી: જાપાનને પણ રસ પડ્યો, 230 કરોડ રોકશે

ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના દર્દીઓ માટે સરકારમાં પીએમજેએવાય યોજના એટલે કે આયુષ્યમાન યોજના શરૂ કરાઈ છે. આ યોજનામાં હવે ચોંકાનારા ખુલાસા થઈ રહ્યાં છે. ગુજરાતમાં 13860 દર્દીઓ એવા હતા, જે પહેલાથી જ કોઈ હોસ્પિટલમાં દાખલ હતા, છતાં એ જ સમયગાળામાં તેઓ બીજા હોસ્પિટલમાં પણ દાખલ કરાયેલા બતાવાયા છે. એટલે કે, એક દર્દી એક હોસ્પિટલમાં હૃદયની સારવાર લઈ રહ્યો છે, તો એ જ દર્દી એ જ સમયગાળામાં બીજી હોસ્પિટલમાં કીડનીની સારવાર લઈ રહ્યો છે. આવુ કેવી રીતે બની શકે. પરંતું આવુ ગુજરાતમાં બન્યું છે.

સાળંગપુર ભીંતચિત્ર વિવાદમાં લોકકલાકાર દેવાયત ખવડની એન્ટ્રી, ડાયરામાં કર્યો હુંકાર

ગુજરાતની 302 હોસ્પિટલોએ મળીને મોટાકાંડ કર્યાં છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. ગુજરાત 21514 કેસમાં 13860 ફેક દર્દીઓ સાથે દેશભરમાં ટોચમાં છે. જેમાં 302 હોસ્પિટલના નામ સામેલ છે. જેઓએ દર્દીઓના ખોટા રિપોર્ટ બતાવ્યા છે. જુલાઈ 2020 માં ડેટા એનાલિસીસ કરાયા હતા, જેમાં આ કૌભાંડ ખૂલ્યુ છે. કૌભાંડોનો ખેલ એટલા હતા કે, ગુજરાતમાં મૃત્યુ પામેલા દર્દીઓને પણ હોસ્પિટલમાં સારવાર લેતા બતાવાયા છે. દર્દીઓના મોત પછી પણ નવી સારવારના નામે નાણાં ચૂકતે કરાવાયા છે. ગુજરાકતમાં 47 મૃતકોની સારવારના દાવા રજૂ કરાયા છે.

એટલું જ નહિ, અનેક હોસ્પિટલમાં બેડની કેપેસિટી કરતા વધુ દર્દીઓને પણ દાખલ કરાયેલા બતાવાયા છે. ડેથ સમરી રિપોર્ટ અને મૃત્યુના ઓડિટ રિપોર્ટ વિના પણ હોસ્પિટલોને બારોબાર નાણાં ચૂકવવામાં આવ્યા છે. ગુજરાતમાં 1547 મોતના કિસ્સામાં કોઈ રિપોર્ટ જ મળ્યા નથી. તેમજ 1790 લાખથી વધુ રકમની હોસ્પિટલોની ચૂકવણી કરી દેવામાં આવી છે. હવે આ યોજનાની સરકાર વાહવાહી કરી રહી છે.
દર્દી એક-હોસ્પિટલ બે જેવી ગરબડમાં ગુજરાત દેશમાં અવ્વલ
નાણાં પડાવવાના ખેલમાં ગુજરાતની 302 હોસ્પિટલો સામેલ
મોત પછી મૃતદેહની સારવાર કરીને હોસ્પિટલોએ નાણાં ખંખેર્યા
ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને સારવાર આપતી સરકારની લોકપ્રિય યોજના પીએમજેએવાય- આયુષ્યમાન મા યોજનામાં ગોલમાલ થયાના સંખ્યાબંધ કિસ્સા સામે આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, ગુજરાતમાં 13,860 દર્દી એવા હતા જે પહેલેથી જ કોઈ એક હોસ્પિટલમાં દાખલ હતા, અલબત્ત, આ જ સમયગાળા દરમિયાન એને એ જ દર્દીએ બીજી હોસ્પિટલમાં પણ પ્રવેશ મેળવ્યો હતો. જે કોઈ પણ કાળે શક્ય નથી. હૃદય રોગની સારવાર લેતો દર્દી એ જ અરસામાં બીજી હોસ્પિટલમાં કિડનીની સારવાર કે સર્જરી કઈ રીતે મેળવી શકે તે એક મોટો પ્રશ્ન છે. એક જ માનવ શરીર એ જ સમયે અલગ અલગ હોસ્પિટલમાં કઈ રીતે શક્ય હોય? આ ભોપાળું કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના રિપોર્ટમાં ખૂલ્યું છે. ગુજરાત 21,514 કેસમાં 13,860 દર્દીની સાથે આ મામલે દેશભરમાં અવ્વલ છે. આવા કિસ્સામાં ગુજરાતની 302 હોસ્પિટલો સામેલ છે. આ આંકડા પરથી એ વાત સામે આવે છે કે, એક જ દર્દીના નામે બીજી જગ્યાએથી પણ નાણાં ખંખેરવામાં આવ્યા છે.

જુલાઈ 2020ના અરસામાં ડેટા વિશ્લેષણ પરથી આ બાબત ખૂલી છે કે, આયુષ્યમાન યોજનાની સિસ્ટમે હોસ્પિટલમાં જે દર્દી ભરતી થયેલ છે, એને એ જ દર્દીને એ સમય ગાળામાં બીજી હોસ્પિટલમાં પ્રવેશ લેતાં રોક્યા નથી. નેશનલ હેલ્થ ઓથોરિટીએ આ ભૂલ સ્વીકારી હતી, એટલું જ નહિ પરંતુ સાથે એવું કારણ પણ દર્શાવ્યું હતું કે, હોસ્પિટલમાં બાળક જન્મે એવા કિસ્સામાં માતા એ જ હોસ્પિટલમાં હોય પણ નવજાત શિશુની સારવાર માટે બીજી હોસ્પિટલમાં દાખલ કરાય તો તેવા સંજોગોમાં માતાનો જ પીએમજેએવાય આઈડી કાર્ડ વપરાયો હોય છે. જોકે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે આ દલીલ સામે કહ્યું છે કે, આ કિસ્સાઓમાં મહિલાઓ જ નહિ પરંતુ પુરુષ દર્દી પણ સામેલ હતા. મહત્ત્વનું છે કે, આયુષ્યમાન મા યોજનામાં ગુજરાતમાં મૃત્યુ પામેલા દર્દીઓ પર પણ સારવાર કરાયાના કિસ્સા સામે આવ્યા છે, દર્દીનાં મોત પછી નવી સારવારના નામે ય નાણાં ચૂકતે કરી દેવાયા છે. ગુજરાતમાં 47 મૃતકોની સારવાર સંબંધિત 51 દાવા રજૂ કરાયા હતા, જેમાં 17.91 લાખથી વધુ રકમની હોસ્પિટલોને ચુકવણી કરવામાં આવી હતી. નેશનલ હેલ્થ ઓથોરિટીની સાથે સાથે સ્ટેટ હેલ્થ ઓથોરિટીએ અનિયમિત ચુકવણી અને ગરબડ થવાના જોખમથી બચવા માટે તમામ કિસ્સાઓમાં તપાસ નક્કી કરવી જોઈએ તે પ્રકારની ભલામણ કરવામાં આવી છે. એટલું જ નહિ પરંતુ હોસ્પિટલમાં બેડની સંખ્યા કરતાં વધુ પ્રમાણમાં દર્દી દાખલ હોવાનું પણ બહાર આવ્યું છે, જેમ કે કોઈ એક હોસ્પિટલની બેડ કેપેસિટી 55 બેડની છે પરંતુ આ હોસ્પિટલમાં 240 દર્દીને દાખલ કરાયા હોવાની ધુપ્પલ સામે આવી છે. આ ઉપરાંત ડેથ સમરી રિપોર્ટ અને મૃત્યુના ઓડિટ રિપોર્ટ વિના પણ હોસ્પિટલોને બારોબાર નાણાં ચુકવવામાં આવ્યા હતા. ગુજરાતમાં 1,547 મોતના કિસ્સામાં કોઈ પ્રકારના રિપોર્ટ જ નહોતા.
————–
2019
સુરેન્દ્રનગર જિલ્લામાં આયુષ્માન કાર્ડ કૌભાંડ: ૪૩૨ શંકાસ્પદ કાર્ડ મળ્યા

05/02/2020

વેરીફિકેશન કર્યા બાદ કાર્ડ કઢાવનાર સામે આકરી કાર્યવાહી
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ ૪૩૨ જેટલાં આયુષ્માન કાર્ડ શંકાસ્પદ નીકળ્યાં છે. જિલ્લાના ગરીબીરેખા હેઠળના ૧.૨૫ લાખ પરિવારના ૫.૬૦ લાખ સભ્યનો આયુષ્માન ભારત યોજનામાં સમાવેશ થશે, ત્યારે શંકાસ્પદ કાર્ડ નીકળતાં અનેક શંકાકુશંકા સેવાઈ રહી છે. રાજ્ય સ્તરેથી શંકાસ્પદ ૪૩૨ કાર્ડની યાદી જિલ્લાને અપાઈ છે. જિલ્લાના આરોગ્ય વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ કાર્ડનું ભારતના ડીપીઈઓ અવનિ પ્રજાપતિ વેરિફિકેશન કરશે. ત્યાર બાદ બોગસ કાર્ડ કાઢી આપનાર અને કઢાવનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.

Sep 06, 2023માં ગુજરાતમાં 51 જેટલી હોસ્પિટલો એવી છે જ્યાં બેડની સંખ્યા કરતાં વધુ પ્રમાણમાં દર્દી દાખલ હતા. એપોલો સીબીસીસી કેન્સર કેર એપોલો (અમરીશ ઓન્કોલોજી સર્વિસ પ્રા. લિ.નું એકમ)માં છ માર્ચ 2021ના રોજ બેડની સંખ્યા 55 હતી, અલબત્ત, દાખલ દર્દીની સંખ્યા 240 હતી. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં આ બાબત સામે આવી છે. અહેવાલમાં કહેવાયું છે કે, ડે કેર જેવા કેસો એટલે કે કિમોથેરાપી, ડાયાલિસિસ સિવાયના દર્દીઓના દાવાનું વિશ્લેષણ કરાયું હતું, જેમાં ખબર પડી કે, હોસ્પિટલોમાં બેડ કરતાં દર્દીઓની સંખ્યા વધારે છે. ગુજરાતમાં આવી 51 હોસ્પિટલો છે. નેશનલ હેલ્થ ઓથોરિટીએ આ સંદર્ભે એવો જવાબ આપ્યો હતો કે, સાર્વજનિક હોસ્પિટલોનો ડેટા અપડેટ ડેટા બેક-એન્ડથી ભરાયેલ છે, જે સાચો નથી જ્યારે ખાનગી હોસ્પિટલોમાં સુવિધા અપગ્રેડ કરાય છે ત્યારે નોંધણી પોર્ટલમાં હોસ્પિટલ દ્વારા અપડેટ કરાતું નથી. હેલ્થ ઓથોરિટીએ એવો પણ બચાવ કર્યો હતો કે, ડાયાલિસિસ, કિમોથેરાપી, રેડિયોથેરાપીના દર્દી આખો દિવસ હોસ્પિટલના બેડ પર રહેતાં નથી. જોકે હેલ્થ ઓથોરિટીનો આ જવાબ સંતોષજનક નથી, કારણ કે ડેટા વિશ્લેષણ સમયે ડાયાલિસિસ સહિતના ડે કેરના કેસની ગણતરી જ કરવામાં આવી નહોતી. એ પછી નેશનલ હેલ્થ ઓથોરિટીએ કહ્યું હતું કે, બેડની સંખ્યાનો ડેટા વાસ્તવિક સમયના આધાર ઉપર ઉપલબ્ધ નથી. રિપોર્ટમાં કહેવાયું છે કે, કેટલાક કિસ્સામાં હોસ્પિટલમાંથી દર્દીને રજા આપવામાં આવી હોય તે સમયની એટલે કે ડિસ્ચાર્જની તારીખ પણ ગાયબ હતી. ગુજરાતની 51 હોસ્પિટલોમાં બેડની સંખ્યા 2558 હતી, જોકે દર્દીઓની સંખ્યા 5,265 બતાવાઈ હતી. તાજેતરમાં જ એ બાબત પણ બહાર આવી હતી કે, હોસ્પિટલોમાં મૃત્યુ થયેલા દર્દીઓ પર પણ સારવાર કરાઈ હતી, જેમાં હોસ્પિટલોને નાણાંની ચુકવણી થઈ છે.

 

કેન્દ્ર સરકારે ૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૮એ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અમલી કરી છે. આયુષ્યમાન ભારતના નામે ઓળખાતી આ યોજના થકી વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી સમયે ગરીબીરેખા હેઠળ નોંધાયેલા પરિવારોને રૂ. ૫ લાખ સુધીની સારવાર ખાનગી અથવા સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે મળે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ યાદી મુજબ નોંધાયેલા ૧.૨૫ લાખ પરિવારોના ૫.૬૦ લાખ સભ્ય આ યોજનામાં સમાવિષ્ટ થનાર છે. અત્યાર સુધીમાં જિલ્લામાં ૨.૭૬ લાખ લોકોના આયુષ્યમાન કાર્ડ નીકળી ગયાં છે પરંતુ દેશ અને રાજયોના અન્ય ભાગોમાં બોગસ આયુષ્યમાન કાર્ડની ફરિયાદો ઊઠતાં આરોગ્ય વિભાગે સતર્ક બનીને તપાસ આરંભી હતી.

૧ વર્ષ ૨૦૧૧ની યાદી મુજબ આયુષ્યમાનના ડેટામાં અમુક હાઉસ નંબર નીલ (કોઈનું નામ ન હોય તેવાં) બતાવાય છે. આ ઘરના નંબરોમાં કોઈ પણ વ્યક્તિ કે જેનું યાદીમાં નામ ન હોય તેનું નામ લખી બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવાય છે. ૨ આયુષ્યમાનની યાદી મુજબ નીકળેલા કાર્ડમાં ભાણેજ, ભત્રીજાનું નામ ઉમેરી કાર્ડ બનાવાય છે. ત્યારબાદ નીકળેલા કાર્ડના દરેક લોહીના સબંધવાળા વ્યકિતઓના કાર્ડ એક પછી એક ઉમેરી બોગસ કાર્ડ બનાવવામાં આવે છે.

સરકારે આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે સીએસસી કોમન સર્વીસ સેન્ટર શરૂ કર્યા છે. આ કોમન સર્વીસ સેન્ટર પર યાદીમાં નામ ન હોવા છતાં બોગસ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની ફરિયાદો તંત્રને મળી છે. જેમાં બોગસ કાર્ડ કાઢવાના રૂપિયા ૨ થી ૫ હજાર લેવાતા હોવાની પણ ફરિયાદો મળી છે. અન્ય સ્થળોએ બોગસ કાર્ડની ફરિયાદોને આધારે તપાસ કરતાં ઝીંઝુવાડામાં એક જ આઇડીથી નીકળેલાં ૨૨ શંકાસ્પદ કાર્ડની તપાસ કરાઈ હતી, જેમાંથી ૧૬ કાર્ડ બોગસ હોવાનું ધ્યાને આવતાં બ્લોક કરી દેવાયાં છે. ઝીંઝુવાડા પીએચસીના પ્રધાનમંત્રી આરોગ્યમિત્ર જીતકુમારના આઇડીમાંથી બન્યા હોવાનું બહાર આવતાં તેમણે જ પોલીસ મથકે જાણવાજોગ અરજી કરી છે.
———–

Mar 21, 2024

સુરત કલેક્ટરે પુણા વિસ્તારમાંથી બોગસ સરકારી ડોક્યુમેન્ટ બનાવી આપતી એજન્સીને પકડી પાડી છે. પુણાગામ કિરણ ચોક ભગવતી કૃપા સોસાયટીમાં ચલાવાતી ભગવતી કન્સલટન્સી નામની દુકાનમાંથી બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ સહિત અન્ય વિવિધ સરકારી ડોક્યુમેન્ટ બનાવી અપાતા હતા. સુરત કલેક્ટર ડો. સૌરભ પારધીએ આદેશ કરતાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર નિકુંજ દૂધાત નામના શખ્સ સામે પોલીસ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

સુરત સિટી પ્રાંત અધિકારી વિ. જે. ભંડારીએ જણાવ્યું કે, પૂણા વિસ્તારમાં સ્થિત કિરણ ચોક ભગવતી કૃપા સોસાયટીમાં આવેલી જલારામ કોમ્પ્લેક્ષની દુકાન નં. ૧માં ભગવતી કન્સલટન્સી નામની દુકાન છે. આ દુકાનમાંથી વિવિધ સરકારી ડોક્યુમેન્ટ બોગસ બનાવવામાં આવતા હોવાની બાતમી મળી હતી. પુણા મામલતદાર સહિતના સ્ટાફે પહેલાં ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. તપાસમાં ભગવતી કન્સલટન્સીમાં કામ કરતો નિકુંજ ભાવચંદભાઈ દુધાત (રહે. કિષ્ણાપાર્ક સોસાયટી, કુબારનગર પાસે, સીમાડા ગામ, મૂળ રહે. પાણીયાદેવ ગામ, તા.ધારી, જિ.અમરેલી)ની પૂછપરછ કરી હતી. તેમાં હકીકત બહાર આવી હતી કે, જન સુવિધા કેન્દ્રના નામે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, મેરેજ સર્ટિફીકેટ, લાયસન્સ, આયુષ્યમાન કાર્ડ, આવકનો દાખલો, બિન અનામતનો દાખલો, ઈડબ્લ્યુએસનો દાખલો, વિધવા સહાય યોજના, કુંવરબાઈનું મામેરુ યોજના, વ્હાલી દીકરી યોજના, આરટીઈ યોજના વગેરે કામગીરી કરવામાં આવતી હતી. તપાસ દરમિયાન કમ્પ્યુટરમાંથી કોરા બર્થ સર્ટિફિકેટના ફોર્મેટ સહિત ડીજીવીસીએલના લાઈટ બિલ, આધાર કાર્ડ વગેરેની ૨૭ જેટલી ફાઈલ અને ફોલ્ડર મળી આવ્યા હતા. નિકુંજ દૂધાત ઉપરોક્ત તમામ બોગસ સરકારી ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો.

એટલું જ નહીં તપાસ દરમિયાન સુરત મહાપાલિકાનું બોગસ વેરાબિલ પણ મળી આવ્યું હતું. રાખોલિયા જયસુખભાઈ ભીખુભાઈના નામનું ટેનામેન્ટ નં.૬૪ઘ્-૧૭-૨૯૧૧-૦-૦૦૧થી આ બોગલ વેરા બિલ બનાવ્યુ હતું. તેમના કમ્પ્યુટર-લેપટોપમાંથી ડુપ્લીકેટ અલગ અલગ પ્રમાણપત્રો દાખલાઓમાં સિક્કાવાળા અને સહી વગરના વર્ડ ફાઈલમાં બનાવવામાં આવતા હોવાના પુરાવા પણ મળ્યા હતાં.

આ કલમો હેઠળ ગુનો નોંધાયો

આ બાબતે પુણા મામલતદાર રોશની પટેલે નિકુંજ દુધાત સામે અલગ અલગ કાર્ડ, ઓળખના પુરાવા, દાખલા, બિલો વગેરે એડિટીંગ ફોર્મેટની વર્ડ ફાઈલથી ડુપ્લીકેટ બનાવી સરકારી અધિકારી અધિકૃત કરે એવા દાખલા, બિલ જાહેર કરવા બદલ આઈપીસીની કલમ ૪૬૫, ૪૬૬, ૪૬૮ તથા આઈટી એક્ટની કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.

બોગસ ડોક્યુમેન્ટ ઉપર ડુપ્લીકેટ સિક્કા પણ મારતા હતા

ભગવતી કન્સ્લટન્સી દ્વારા બનાવવામાં આવતા બોગસ સરકારી ડોક્યુમેન્ટમાં સરકારી કચેરીઓના ડુપ્લીકેટ સિક્કા પણ મારી આપતા હતાં. આ માટે તેમણે અસલ જેવા જ બોગસ સિક્કા બનાવ્યા હતાં. બોગસ સહી પણ કરવામાં આવતી હતી.

એફએસએલની ટીમને પણ બોલાવાઈ

કલેક્ટર ડો. સૌરભ પારધીના આદેશને પગલે બુધવારે રાત્રે ૮ વાગ્યે તપાસ શરૂ થઈ હતી તે મળસ્કે ૪ વાગ્યે પૂર્ણ કરાઈ હતી. અડધી રાત સુધી ચાલેલી તપાસમાં ઘટનાની ગંભીરતાને લઈને એફએસએલની ટીમને પણ રાત્રે જ બોગસ ડોક્યુમેન્ટની તપાસ માટે બોલાવવામાં આવી હતી.

કલેક્ટર ડો. સૌરભ પારધીને ફોન પર જ ફરિયાદ થઈ હતી

સરથાણામાં ગેરકાયદે રીતે સરકારી આધાર કાર્ડની કીટ વપરાતી હોવા સાથે પુણામાં બોગસ સરકારી ડોક્યુમેન્ટ બનાવવામાં આવતી હોવાની ફરિયાદ ફરિયાદી દ્વારા સીધી જ જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીને ફોન પર કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ જિલ્લા કલેક્ટરની સૂચનાને આધારે કરાયેલી તપાસમાં સમગ્ર ભોપાળïુ બહાર આવ્યું હોવાનું જાણવા મળે છે.

આધારકાર્ડની કીટ શાસનાધિકારીના ઓપરેટરે વેપલો કર્યો

સરથાણામાં ગત સપ્તાહે ખાનગી વ્યકિત કિરીટ આલગિયા સરકાર દ્વારા ફાળવવામાં આવતી આધાર કાર્ડની કીટ ગેરકાયદે રીતે વાપરતો હોવાની હકીકત સામે આવી હતી. આ મામલાની તપાસમાં આ કીટ પાલિકાની શિક્ષણ સમિતિના ઇન્ચાર્જ શાસનાધિકારી મેહુલ પટેલના આઈડી-પાસવર્ડના નામે ઈશ્યુ કરવામાં આવી હતી. તેમના ઓપરેટરે આ સરકારી આધાર કાર્ડની કીટ રાધે કન્સ્લટન્સીના કિરીટ આલગિયાને આપીને વેપલો કર્યો હતો. આ મામલાની તપાસ પાલિકા પણ કરી રહી છે.
———–
મહેસાણાં છે.

November 15, 2024
મહેસાણામાં આયુષ્યમાન કાર્ડને લઈને ચાલતા કૌભાંડ પર તંત્રનો ઢાંકપિછોડો
Mahesana: મહેસાણા જિલ્લામાં આયુષ્માન કાર્ડને લઈને ચાલી રહેલા કૌભાંડ પર વહીવટીતંત્ર ઢાંકપિછોડો કરી રહ્યું છે. સરકારી યોજનાઓનો લાભ મેળવી ગેરરીતિ આચરવા બદલ મહેસાણા જિલ્લાની 20 કથિત કૌભાંડી હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી હોવાની અફવા વચ્ચે જિલ્લા આરોગ્ય વહીવટી તંત્ર આવી હોસ્પિટલોના નામ જાહેર કરવાના મુદ્દે શંકાસ્પદ મૌન સેવી રહ્યું છે.

દરમિયાન જિલ્લામાં સરકારી યોજનાઓ દ્વારા સારવારના નામે મોટા મોટા કૌભાંડો આચરવામાં આવતા હોવાના ખળભળાટ વચ્ચે વહીવટીતંત્ર માત્ર નોટિસ આપીને જ સંતોષ માની લેતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહેસાણા જિલ્લાના સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અનેક હોસ્પિટલો દ્વારા વહીવટી તંત્રની પરવાનગી વગર કેમ્પ યોજવામાં આવી રહ્યા છે.

અગાઉ એવું સામે આવ્યું હતું કે આયુષ્માન કાર્ડ ધરાવતા લોકોની સારવારના નામે પણ ગેરરીતિ આચરવામાં આવી હતી, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તે હોસ્પિટલોને નોટિસ પણ આપવામાં આવી હતી. જેમાં સતલાસણાની એક હોસ્પિટલમાં સરકારી યોજના હેઠળ રૂ.15 હજારનું કૌભાંડ આચરીને નિયમ મુજબ રૂ.75 હજાર વસૂલવામાં આવ્યા હતા.

જિલ્લાના વિસનગરની એક જાણીતી હોસ્પિટલમાં સરકારી યોજનાનો લાભ લઈને બાળકોને 7 દિવસમાં સારવાર માટે રજા આપી દેવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં ટ્રસ્ટો કે રાજકીય આગેવાનોના આશીર્વાદથી ચાલતી ખાનગી હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ દ્વારા સારવારમાં મોટા કૌભાંડની બૂમો વચ્ચે વહીવટીતંત્રે પણ નોટિસ ફટકારી છે.

બ્લેક લિસ્ટની ચર્ચા વચ્ચે મહેસાણા આરોગ્ય શાખાના બાબુઓ જિલ્લાની કઇ હોસ્પિટલોને બ્લેક લિસ્ટ કરવામાં આવી રહી છે તેની યાદી જાહેર કરવામાં ખચકાય છે. ત્યારે જિલ્લામાં કૌભાંડો ચાલતી હોસ્પિટલો અંગે પૂછતાં મહેસાણા જિલ્લા આરોગ્ય શાખાના બાબુઓ મૌન બની ગયા હતા. અને શિક્ષાત્મક કાર્યવાહીની પ્રક્રિયા લાંબી હોય અને નામ જાહેર ન કરવાનું કારણ આપવામાં આવે તો રાજકીય મુદ્દાઓ ઉભા થાય અને નામ જાહેર ન કરવા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ ફોન પણ કાપી નાંખવામાં આવ્યો હતો.

—————–
November 15, 2024
મહેસાણા
મહેસાણા જિલ્લામાં આયુષ્માન કાર્ડને લઈને ચાલી રહેલા કૌભાંડ પર વહીવટીતંત્ર ઢાંકપિછોડો કરી રહ્યું છે. સરકારી યોજનાઓનો લાભ મેળવી ગેરરીતિ આચરવા બદલ મહેસાણા જિલ્લાની 20 કથિત કૌભાંડી હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી હોવાની અફવા વચ્ચે જિલ્લા આરોગ્ય વહીવટી તંત્ર આવી હોસ્પિટલોના નામ જાહેર કરવાના મુદ્દે શંકાસ્પદ મૌન સેવી રહ્યું છે.

દરમિયાન જિલ્લામાં સરકારી યોજનાઓ દ્વારા સારવારના નામે મોટા મોટા કૌભાંડો આચરવામાં આવતા હોવાના ખળભળાટ વચ્ચે વહીવટીતંત્ર માત્ર નોટિસ આપીને જ સંતોષ માની લેતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહેસાણા જિલ્લાના સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અનેક હોસ્પિટલો દ્વારા વહીવટી તંત્રની પરવાનગી વગર કેમ્પ યોજવામાં આવી રહ્યા છે.

અગાઉ એવું સામે આવ્યું હતું કે આયુષ્માન કાર્ડ ધરાવતા લોકોની સારવારના નામે પણ ગેરરીતિ આચરવામાં આવી હતી, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તે હોસ્પિટલોને નોટિસ પણ આપવામાં આવી હતી. જેમાં સતલાસણાની એક હોસ્પિટલમાં સરકારી યોજના હેઠળ રૂ.15 હજારનું કૌભાંડ આચરીને નિયમ મુજબ રૂ.75 હજાર વસૂલવામાં આવ્યા હતા.

જિલ્લાના વિસનગરની એક જાણીતી હોસ્પિટલમાં સરકારી યોજનાનો લાભ લઈને બાળકોને 7 દિવસમાં સારવાર માટે રજા આપી દેવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં ટ્રસ્ટો કે રાજકીય આગેવાનોના આશીર્વાદથી ચાલતી ખાનગી હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ દ્વારા સારવારમાં મોટા કૌભાંડની બૂમો વચ્ચે વહીવટીતંત્રે પણ નોટિસ ફટકારી છે.

બ્લેક લિસ્ટની ચર્ચા વચ્ચે મહેસાણા આરોગ્ય શાખાના બાબુઓ જિલ્લાની કઇ હોસ્પિટલોને બ્લેક લિસ્ટ કરવામાં આવી રહી છે તેની યાદી જાહેર કરવામાં ખચકાય છે. ત્યારે જિલ્લામાં કૌભાંડો ચાલતી હોસ્પિટલો અંગે પૂછતાં મહેસાણા જિલ્લા આરોગ્ય શાખાના બાબુઓ મૌન બની ગયા હતા. અને શિક્ષાત્મક કાર્યવાહીની પ્રક્રિયા લાંબી હોય અને નામ જાહેર ન કરવાનું કારણ આપવામાં આવે તો રાજકીય મુદ્દાઓ ઉભા થાય અને નામ જાહેર ન કરવા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ ફોન પણ કાપી નાંખવામાં આવ્યો હતો.
————-
થરાદ 2018
થરાદની હોસ્પિ.માંથી આયુષ્માન કાર્ડ કૌભાંડ ઝડપાયું
5 વર્ષ પેહલા

થરાદના ખાનગી ડો.હિરજી પટેલની આઈડીથી નિયમ વિરુદ્ધ 60 આયુષ્યમાન કાર્ડ નીકળી ગયા હોવાનું ગાંધીનગર આરોગ્ય વિભાગના ઓનલાઇન સર્વરમાં બહાર આવતા મામલાની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે થરાદની આસ્થા હોસ્પિટલમાં આયુષ્યમાન મિત્ર તરીકે કામ કરતા નરેશ ચૌધરીએ તેના મિત્ર ભરત કુમરેચા સાથે મળી 60 કાર્ડ PMJAYની વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી થરાદના આઈડી જે ખાનગી ડોકટરને ફળવાયેલો હતો તેનો આયુષ્માન મિત્ર નરેશ ચૌધરીના મોબાઈલ પરથી OTP મેળવીને આયુષ્યમાન કાર્ડ જનરેટ કરી લીધા હતા. સમગ્ર મામલે થરાદ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે લેટરમાં જેટલા નામ હોય તેટલાનું કાર્ડ નીકળે આમાં વધારાના નામો ઉમેરાઈ ગયા એટલે કૌભાંડ સામે આવ્યું હતું. જોકે હાલમાં ડોક્ટરની સાથેનો આયુષ્યમાન કરાર રદ કરી દેવાયો છે.

થરાદમાં ખાનગી મેડીકલ પ્રેક્ટિસ કરતા હીરજીભાઈ દરગાભાઈ પટેલનું ભારત સરકારની આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાણ કરાતા તેમને આયુષ્યમાન આઇડી આપવામાં આવ્યું હતું. જેથી જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું લેટર વર્ષો પૂર્વે મળ્યો હોય તેઓએ લેટરના આધારે આયુષ્યમાન કાર્ડ બનાવી શકે. થરાદની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા આયુષ્યમાન મિત્ર નરેન્દ્ર નાગજીભાઈ ચૌધરીએ 25 જાન્યુઆરીથી 5 નવેમ્બરના સમયગાળા દરમિયાન જુદાજુદા 60 આયુષ્યમાન કાર્ડ બનાવ્યા હતા. તમામ કાર્ડ ઓનલાઇન બનેલા હોવાથી ગાંધીનગર આરોગ્ય વિભાગને શંકા જતા આ મામલે બનાસકાંઠા આરોગ્ય વિભાગને લેટર લખી સમગ્ર મામલે તપાસ કરવા જણાવ્યું હતું. જેના પગલે 5 નવેમ્બરે થરાદ તાલુકા હેલ્થ ઓફિસર ડો.હરેશ જયપાલએ થરાદની આસ્થા હોસ્પિટલના ડો.હિરજી પટેલને આયુષ્યમાન કાર્ડ ખોટા નીકળ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે ‘સ્ટાફના નરેન્દ્ર ચૌધરીએ તેના મિત્ર ભરતકુમાર સેનજીભાઇ કુમરેચા (રહે.કુંભાસણ, તા.પાલનપુર) એ વેબસાઇટ પર otp નંબર જનરેટ કરીને વધારાના નામો લખાવીને કાર્ડ બનાવી લીધા હતા. ઘટના બાદ ડોક્ટરે તમામ 60 કાર્ડ પરત લઈ લીધા હતા અને ઘટનાના 20 દિવસ બાદ આગથળા પોલીસ મથકે સ્ટાફના નરેન્દ્ર નાગજીભાઇ ચૌધરી અને ભરત સેનજીભાઈ કુમરેચા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. જોકે થરાદ આરોગ્ય વિભાગે માત્ર આયુષ્યમાન કાર્ડનો કરાર આસ્થા હોસ્પિટલ સાથે રદ કરી જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા.

હોસ્પિટલમાંથી આયુષ્માન કાર્ડનું કૌભાંડ બહાર આવ્યા બાદ કરાર રદ કરી દેવામાં આવ્યો છે. અને 20 જેટલા કાર્ડ પરત લઈ લેવાયા હતા.

એક-એક કાર્ડમાં 10થી 15 લોકોના નામ ઉમેરાતા કૌભાંડ સામે આવ્યુ
આયુષ્માન મિત્રોને ડેટા એન્ટ્રી માટેના આઇડી આપવામા આવ્યા છે.જેમા જરૂરીયાતના સમયે રેશકાર્ડમા નામ હોય તેવા સભ્યોને એડ કરી શકવાના પાવર આપેલા છે.પરંતુ થરાદમા 10થી 15 નામો પ્રત્યેક કાર્ડમા ઉમેરાઇ જતા સમગ્ર કૌભાંડ સામે આવ્યુ હતુ.આરોગ્ય વિભાગે 60 કાર્ડ પૈકી 51 કાર્ડ બ્લોક કરી દીધા છે.

જિલ્લામાં 1,01,612 પરિવારોમાં કાર્ડ ઈશ્યુ
બનાસકાંઠા જિલ્લામાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 1,68,757 પરિવારોને આયુષ્માન ભારતના લેટર ઇસ્યુ કરાયા હતા. જે પૈકી 1,01,612 પરિવારોએ કાર્ડ મેળવી લીધા છે.

—————
રાજકોટ
January 9, 2020,

સંબંધિત સમાચાર
સદ્ભાવના વૃદ્ધાશ્રમ : 5000 વૃદ્ધો માટે નવી બિલ્ડિંગ, 150 કરોડ વૃક્ષારોપણનો લક્ષ્યાંક
નોકરી છોડીને મહિલાએ શરૂ કર્યો ગરમાગરમ ઈડલી વેચવાનો ધંધો, મહિને મેળવે છે આટલી આવક
રાજકોટ: રસ્તા પર દાદાગીરી કરનારાઓની હવે ખેર નથી! આરોપીનો કાઢવામાં આવ્યો વરઘોડો
સદ્ભાવના વૃદ્ધાશ્રમ: 5 સ્ટાર હોટલને ટક્કર મારશે નવું બિલ્ડિંગ, રૂમમાં છે અફલાતૂન સુવિધાઓ
રાજકોટ જીલ્લામાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ સામે આવ્યું છે. જીલ્લામા 9 હજાર કરતા વધુ નકલી કાર્ડ કાઢવામાં આવ્યું હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. જેને આધારે તપાસનાં આદેશ આપવામાં આવ્યા હતા. સાચા લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરી કૌભાંડ આચરનારા 21 જેટલા કોમ્પ્યુટર ઓપરેટરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં એક જ પરિવારનાં નામે 250થી વધુ કાર્ડ કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેને આધારે તપાસનાં આદેશ સરકારે આપ્યા હતા.

જાહેરાત
જે કમિટી દ્વારા 21 જેટલા ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કમિટી દ્વારા કૌભાંડ આચરનારા ઓપરેટરો સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવશે. જોકે હાલ જીલ્લા આરોગ્ય વિભાગે સાયબર સેલની મદદથી કેટલા કાર્ડ કાઢવામાં આવ્યા અને કોની એચએચઆઇડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે સહિતનાં મુદ્દાની તપાસ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ જીલ્લા આરોગ્ય અધીકારીએ કહ્યું હતું કે, આયુષ્યમાન ભારત કાર્ડ માટે કેન્દ્ર સરકારે યાદી મોકલી હોય. તેમને જ આ કાર્ડ કાઢી આપવામાં આવે છે. પરંતુ સોફ્ટવેરમાં રહેલી ક્ષતીનો દુર ઉપયોગ કરીને ઓપરેટરોએ જેમનું લીસ્ટમાં નામ નથી તેવા લોકોને પણ કાર્ડ કાઢી આપ્યા હોવાનુ સામે આવ્યું છે.

ઓપરેટરોને એચએચઆઇડી આપવામાં આવ્યું હોય છે. જેમાં લોગ ઇન કરીને જેના પરીવારનું નામ યાદીમાં છે તેને જ કાર્ડ કાઢવાનાં હોય છે. પરંતુ ઓપરેટરો સોફ્ટવેરની ખામીનો દુરઉપયોગ કરીને ભળતી અટક વાળા પરીવારનાં આઇડીમાં અન્ય લોકોને એડ કરીને ગેરકાયદેસર કાર્ડ કાઢી આપતા હોવાનું સામે આવ્યું હતું. આવા 9 હજાર કરતા વધુ કાર્ડ કાઢવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો 9 હજાર જેટલા નકલી કાર્ડ રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. સાચા લાભાર્થીઓને લાભ મળે તે માટે ફરીથી કાર્ડ કાઢી આપવાની તૈયારી પણ દર્શાવી હતી.

રાજકોટ બોગસ આયુષ્યમાન કાર્ડ કૌભાંડ, 21 ઓપરેટરોને કરાયા સસ્પેન્ડ

———
આયુષ્માન કાર્ડનું કૌભાંડઃ રાજ્ય સરકારે 64 હજાર ભૂતિયાં કાર્ડ કર્યા રદ્દ
21 January 2020

રાજ્યભરમાં એક જ આઈડી પરથી લાભાર્થી ન હોય તેવા લોકોને આયુષ્માન કાર્ડ કાઢવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા 64,000 ભૂતિયાં આયુષ્માન કાર્ડ તાત્કાલિક અસરથી આજે રદ કરી દીધાં છે.

એક જ આઈડી પરથી લાભાર્થી અપાયા અનેક આયુષ્માન કાર્ડ
64 હજાર કાર્ડ કરાયા રદ્દ
રાજ્ય સરકારે દ્વારા લેવાયો કડક નિર્ણય

આ અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને ભલામણ કરી હતી અને ગઈ કાલે હેલ્થ વિભાગની મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર રાજ્યભરના ૬૪,૦૦૦ નકલી કાર્ડ રદ કરી દેવાયાં છે.

21 ઓપરેટરને છૂટા કરાયા

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં એક જ આઈડી પરથી લાભાર્થી ન હોય તેવા લોકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડ બહાર પડયા બાદ 21 ઓપરેટરને છૂટા કરવામાં આવ્યા છે. સમગ્ર કૌભાંડ માત્ર ઓપરેટરોએ જ આચર્યું હોય તેવું ચિત્ર ઊભું કરાયું છે. ઓપરેટર મન ફાવે તેમ એન્ટ્રી કરી આપતાં અને કાર્ડ નીકળતાં હતાં તેવો આભાસ ઊભો કરાયો હતો પરંતુ ઓપરેટર ફક્ત અરજી કરતા હતા.

કૌભાંડમાં ઓપરેટરોની જ ખૂલી સંડોવણી

જેને મંજૂર કરવાની જવાબદારી તબીબોની હતી. અરજીમાં નામ યોગ્ય છે કે નહીં લાભાર્થી યોગ્ય છે કે દસ્તાવેજો ચકાસીને અરજી એપ્રૂવ કરવામાં આવે પછી જ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે. જો કોઈ દસ્તાવેજ પેન્ડિંગ હોય અથવા તો રિજેક્ટ કર્યું હોય તો પણ કાર્ડ નીકળતું નથી. તેથી આ કૌભાંડમાં જેટલા ઓપરેટરોની સંડોવણી ખૂલી છે. રાજકોટમાંથી આયુષ્માન કાર્ડનું કૌભાંડ ઝડપાયું ત્યારે તંત્ર દ્વારા નવ હજાર કાર્ડને રદ કરવાને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાના ડુપ્લિકેટ કાર્ડ (Ayushman Card) કાઢી આપવાનું કૌંભાડ સામે આવ્યું છે. રાજકોટ (Rajkot) જિલ્લામાં 9 હજાર કરતા વધુ નકલી કાર્ડ કાઢવામાં આવ્યું હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. જેના આધારે એક કમિટી બનાવી તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ સાચા લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરી કૌંભાડ આચરનારા 21 જેટલા કમ્પ્યુટર ઓપરેટર્સને સસ્પેન્ડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Video : શારીરિક સંબંધ બાંધવા સિંહ સિંહણની એકદમ નજીક આવ્યો, પહેલા પંજો માર્યો અને પછી…
રાજકોટમાં ફરી એક વખત પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનું કૌંભાડ સામે આવ્યું છે. ગુજરાતમાં એક જ પરિવારનાં નામે 250થી વધુ કાર્ડ કાઢવામાં આવ્યા હોવાનું સામે આવતા સરકારે તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન માત્ર રાજકોટ એક જ જિલ્લામાં 9 હજાર કરતા વધુ નકલી આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને રાજકોટ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. જે કમિટી દ્વારા 21 જેટલા ઓપરેટર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કમિટી દ્વારા કૌંભાડ આચરનારા ઓપરેટર્સ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. જોકે હાલ જિલ્લા આરોગ્ય વિભાગે સાયબર સેલની મદદથી કેટલા કાર્ડ કાઢવામાં આવ્યા અને કોની એચએચઆઇડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે સહિતનાં મુદ્દાની તપાસ શરૂ કરવામાં આવી છે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મિતેશ ભંડારીએ જણાવ્યું.

ગુજરાતનો આ બીચ દેશમાં સૌથી ચોખ્ખો-ચણાક બીચ જાહેર કરાયો

કેવી રીતે આચર્યું કૌંભાડ?
રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે, આયુષ્યમાન ભારત કાર્ડ માટે કેન્દ્ર સરકારે યાદી મોકલી હોય. જેમને જ આ કાર્ડ કાઢી આપવામાં આવે છે. પરંતુ સોફ્ટવેરમાં રહેલી ક્ષતીનો દુર ઉપયોગ કરીને ઓપરેટરો જેમનું લિસ્ટમાં નામ નથી, તેવા લોકોને પણ કાર્ડ કાઢી આપ્યા હોવાનુ સામે આવ્યું છે. ઓપરેટર્સને એચએચઆઇડી આપવામાં આવ્યું હોય છે. જેમાં લોગ ઇન કરીને જે પરિવારનું નામ યાદીમાં છે તેને જ કાર્ડ કાઢવાનાં હોય છે. પરંતુ ઓપરેટર્સ સોફ્ટવેરની ખામીનો દૂરુપયોગ કરીને ભળતી અટકવાળા પરિવારનાં આઇડીમાં અન્ય લોકોને એડ કરીને ગેરકાયદેસર કાર્ડ કાઢી આપતા હોવાનું સામે આવ્યું હતું. આવા 9 હજાર કરતા વધુ કાર્ડ કાઢવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો 9 હજાર જેટલા નકલી કાર્ડ રદ્દ કરવાની કાર્યવાહી કરવામા આવી છે. સાચા લાભાર્થીઓને લાભ મળે તે માટે ફરી થી કાર્ડ કાઢી આપવાની તૈયારી પણ દર્શાવી હતી.

રણોત્સવમાં 3 ટેન્ટ આગમાં બળીને ખાખ, NRI પટેલ પરિવારનો કોઈ સામાન ન બચ્યો

હાલ આરોગ્ય વિભાગે નકલી કાર્ડ ધારક હોસ્પિટલમાં કાર્ડ લઇને સારવાર લેવા પહોંચે એટલે આરોગ્ય વિભાગને જાણ કરવા હોસ્પિટલોને પણ સૂચના આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે, ભારત સરકાર દ્વારા ગરીબ પરિવારોને આરોગ્યની સારી સુવિધા મળે અને ખર્ચ થાય તો 5 લાખ સુધીની સહાય આપવાનાં ઉદ્દેશથી આ યોજના લાગુ કરવામાં આવી છે. પરંતુ કૌંભાડીયાઓ આ યોજનાનો ગેરલાભ લઇને આર્થિક વકરો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ થોડા સમય પહેલા રાજકોટમાં ઝી 24 કલાકની ટીમે સ્ટિંગ ઓપરેશન કરી રૂપિયા મેળવી આયુષ્યમાન કાર્ડ કાઢી આપતા કૌભાંડીઓનો કર્યો હતો.

——–
Sep 11, 2023
ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓને સારવાર આપતી પીએમજેએવાય- આયુષ્યમાન મા યોજનામાં ગુજરાતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો છે. દેશમાં સૌથી વધુ ગુજરાતમાં 2.47 લાખ આયુષ્યમાન કે મા કાર્ડ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે, જે પૈકી 1.36 લાખ કાર્ડમાં ફ્રોડ કે છેતરપિંડી થયાનું ખૂલ્યું છે. આ ઉપરાંત 77 હજારથી વધુ કાર્ડમાં નિર્ણય લઈ શકાયો નથી. 19 હજારથી વધુ કાર્ડમાં કોઈ ઠગાઈ ન હોવાનું ખૂલ્યું છે જ્યારે 8200થી વધુ કાર્ડના કિસ્સા પડતર છે તેમજ 6690 કાર્ડ તપાસ અંતર્ગત છે. પીએમજેએવાયમાં કોઈ શંકાસ્પદ લાભાર્થી હોય તો તેવા કિસ્સામાં સિસ્ટમમાં ટ્રીગર એલર્ટ વાગે છે. મોબાઈલ નંબરમાં ગરબડ હોય, લાભાર્થીનો ચહેરો મળતો આવતો ન હોય, એક જ પરિવારમાં એક જ લાભાર્થીના એક કરતાં વધુ કાર્ડ બન્યા હોય, ખોટા લાભાર્થી હોય, અસ્પષ્ટ બાબત હોય, વધુ કાર્ડ બનાવવા માટે એક જ દસ્તાવેજનો ઉપયોગ કરવા જેવી બાબતો સિસ્ટમમાં ધ્યાને આવે કે તૂર્ત જ ટ્રીગર એલર્ટ મળતું હોય છે. આમ શંકાસ્પદ કાર્ડના ફ્રોડ મામલે ગુજરાત દેશમાં ટોચ ઉપર છે. ગુજરાતમાં 7.65 લાખથી વધુ કિસ્સામાં ટ્રીગર્સ એલર્ટ જારી કરાયું હતું. શંકાસ્પદ લાભાર્થીની તપાસ માટે ખાસ ટીમને કામ સોંપવામાં આવ્યું હતું. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે આ બાબત ઉઘાડી પાડી છે. શંકાસ્પદ કાર્ડના કિસ્સામાં દેશમાં ફ્રોડના 40.81 ટકા કેસ છે. દેશની આ સરેરાશ સામે ગુજરાતમાં 55 ટકા જેટલા કિસ્સામાં ફ્રોડ હોવાનું ખૂલ્યું છે. રાજ્યોની તપાસ પછી આ બાબત ઉજાગર થઈ છે. મહત્ત્વનું છે કે, ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો ખોટી રીતે નાણાં પડાવી રહી હોવાનું પણ સામે આવ્યું છે. દર્દીના મોત બાદ મૃતદેહની સારવાર કરીને પણ નાણાં પડાવાયા છે. હોસ્પિટલોમાં બેડની કેપેસિટી કરતાં મોટી સંખ્યામાં દર્દીઓ બતાવીને નાણાં પડાવાઈ રહ્યા છે. એક રીતે સરકારની આ યોજનાને જાણે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બનાવાઈ રહ્યું છે.
————-