મોરબી ભાજપના નેતા શૈલેષનો બળાત્કાર કેસ સ્ટેમસેલના રહસ્યથી બહાર આવ્યો

મોરબીમાં ભાજપ નેતા શૈલેષ માકાસણા પર દુષ્કર્મનો ગુનો

મહિલાના પુત્રનો સ્ટેમસેલ મેચ ન થતા રહસ્ય બહાર આવ્યું

મોરબી 22 સપ્ટેમ્બર 2026
મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8ના મહિલા કોર્પોરેટરના પતિ શૈલેષ લક્ષ્મણ માકાસણા સામે પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ 9 સપ્ટેમ્બર 2026માં નોંધાવી છે. શૈલેષ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

મહિલાના પતિની તબિયત વધુ લથડતાં તેમને સ્ટેમસેલ (બોનમેરો) ટ્રાન્સપ્લાન્ટની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. જ્યારે તબીબી પરીક્ષણ દરમિયાન મહિલાના પુત્રના સ્ટેમસેલ એટલે કે બોનમેરો લેવામાં આવ્યા તેના પતિ (પિતા) સાથે મેચ ન થયા, ત્યારે તબીબી રિપોર્ટ અને ભૂતકાળની કથિત ઘટનાને કારણે રહસ્ય બહાર આવ્યું. નિર્ણાયક પુરાવા માટે પોલીસ દ્વારા આરોપી શૈલેષ માકાસણા અને બાળકના DNAની તપાસ શરૂ થઈ છે.

શૈલેષ મહિલાના કાપડનો ધંધો કરતા હતા. મહિલાના પતિને ગંભીર બીમારી હોવાથી તેને રૂપિયાની જરૂર પડતા પાંચ વર્ષ પહેલા 1 લાખ રૂપિયા શૈલેષ પાસેથી ઉછીના લીધેલા હતા. મહિલા સમયસર રૂપિયા આપી શકે તેમ ન હોવાથી, તેની લાચારીનો ગેર ફાયદો ઉઠાવી શૈલેષએ મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

મોરબીમાં ભાજપના અગ્રણી નેતા અને મહાપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિ શૈલેષ માકાસણા સામે વર્ષ 2020માં બનેલી દુષ્કર્મની ઘટના અંગે સપ્ટેમ્બર 2026માં ગુનો નોંધાયો છે. બળજબરી, દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
શૈલેષ માકાસણાએ પૈસાની ઉઘરાણીના બહાને મહિલાને ઘર પર બોલાવી તેની પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. વારંવાર શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું.

શોષણના કારણે મહિલા ગર્ભવતી બની હતી અને તેણે એક બાળકને જન્મ આપ્યો હતો. તે સમયે આરોપીએ જવાબદારી સ્વીકારવાની લાલચ આપી હતી. કોઈને પણ આ વાત જણાવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે.

9 સપ્ટેમ્બરના રોજ ફરિયાદ નોંધાયા બાદ પણ આરોપી શૈલેષ માકાસણા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પ્રેક્ષક તરીકે હાજર રહ્યો હતો.  પછી ફરાર થતાં આરોપીને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરી હતી.

શૈલેષનું જુગારધામ

અગાઉ 19 જૂલાઈ 2026માં ટંકારા ધુનડા રોડ પર જુગાર રેડમાં પણ તેમનું નામ ખુલ્યું હતું. ઘુનડા ગામ નજીક આવેલ ઓમ વિલા બંગ્લો 3માં બોર્ડર રેંજ ભુજ ટીમે રેડ કરી હતી. બંગ્લોમાં જુગાર ધામ પર રેડ કરી પોલીસે નવ તીન પત્તી રમતાને ઝડપી લઈને રોકડ રૂ 24.30 લાખ, 9 મોબાઈલ, 2 કાર સહીત કુલ રૂ.45 લાખનો મુદામાલ પકડ્યો હતો. વોર્ડ 8ના મહિલા કોર્પોરેટરના પતિના નામે લાઈટ બીલ નીકળ્યું હતું. બંગ્લાનું લાઈટ બીલ ચેક કરતા શૈલેષ લક્ષ્મણ માકાસણાના નામે હોવાનું ખુલ્યું હતું. ભાજપ કોર્પોરેટરના પતિના મસમોટું જુગારધામ ચાલતું હતું.

જંગી બહુમતી બધું કરાવી શકે
શૈલેષ માકાસણા ભાજપના મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર રહી ચૂક્યા છે. રાજકીય વર્તુળોમાં પ્રભાવ ધરાવે છે.
રાજકીય વગ, હોદ્દો અને પૈસાના જોરે પાપ છુપાવીને સમાજમાં આબરૂદાર હોવાનો ઢોંગ કરતા તત્વો માટે આ કિસ્સો આંખ ઉઘાડનારો છે. વિજ્ઞાનની ટેકનોલોજીના કારણે ભાજપનો ગુનાહિત ચહેરો દુનિયા સામે લાવી દીધો છે.  મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 ની ચૂંટણીમાં ભાજપની આખી પેનલ (ચારેય ઉમેદવારો) વિજયી બની હતી.

મોરબી મહાનગરપાલિકામાં 13 વોર્ડમાં  કુલ 52 કોર્પોરેટરો છે. તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે તમામ 52 બેઠક જીતીને ઐતિહાસિક ક્લીન સ્વીપ કર્યું છે. કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી (AAP) ને એક પણ બેઠક મળી નથી.

તમામ કોર્પોરેટરો ભાજપના જ હોવાથી બોર્ડની સામાન્ય સભા અને તમામ સમિતિઓ પર ભાજપનું સંપૂર્ણ શાસન છે.

પ્રથમ મેયર: ઉત્તમ સુરાણી
ડેપ્યુટી મેયર : ચિરાગ રાણપરા
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન: જયંતી પડસુબીયા
મ્યુનિસિપલ કમિશનર (આઇ.એ.એસ. અધિકારી): સ્વપ્નિલ ખરે છે.

મોરબી ભાજપ સંગઠનના હોદ્દેદારો
મોરબી શહેર ભાજપ પ્રમુખ: નૈમિષ કનૈયાલાલ પંડિત
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ: જયંતી રાજકોટિયા
મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી: અરવિંદ વાંસદડીયા

ધારાસભ્ય
મોરબી બેઠક: કાંતિ શિવલાલ અમૃતિયા
ટંકારા બેઠક : દુર્લભ હરખ દેથરીયા
વાંકાનેર બેઠક : જીતેન્દ્ર કાંતિ સોમાણી (જીતુભાઈ સોમાણી)

મોરબી વિસ્તારના સંસદ સભ્યો (MP)
કચ્છ લોકસભા બેઠક (જેમાં મોરબી અને માળિયા મિયાણા વિસ્તાર આવે છે): વિનોદ લક્ષ્મણ ચાવડા
રાજકોટ લોકસભા બેઠક (જેમાં ટંકારા અને વાંકાનેર વિસ્તાર આવે છે): પરશોત્તમ રૂપાલા છે.

ઉપરના એક પણ હોદ્દેદારોએ શૈલેષ સામે પગલાં લીધા નથી.
આરોપી શૈલેષ માકાસણા સામે પક્ષમાંથી સસ્પેન્ડ કે બરતરફ કરવા જેવા કોઈ કડક શિસ્તભંગના પગલાંની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. વિપક્ષ અને સ્થાનિક સ્તરે શાસક પક્ષ પર નૈતિક પગલાં લેવાનું ભારે દબાણ છે. સામાન્ય સભા અને જાહેર કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. પોલીસ તેમજ પક્ષની ભૂમિકા સામે સવાલો ઉઠી રહ્યા છે.

વખવાદો અને ગુના
લોધિકા સંઘ ચૂંટણીમાં ભાજપમાં આંતરિક કલેશ થયો તેમાં ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા પર ટિકિટ વેચવાના આક્ષેપો હતા.

મોરબીમાં ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓ અને હોદ્દેદારો સામે ગંભીર ગુનાઓ છે. જેમાં જયદીપ રબારી (મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી) પર જાહેર રોડ પર રેલીમાં જીવલેણ જોખમી સ્ટંટ બાજી, નંબર પ્લેટ વગરની કાર,  અને મોટર વ્હીકલ એક્ટનો ભંગ.
ધારાસભ્ય અને ભૂપેન્દ્ર પટેલના રાજ્ય કક્ષાના રોજગાર પ્રધાન કાંતિ અમૃતિયા સામે 1999માં રાજકીય અદાવતમાં પક્ષના જ એક પૂર્વ કાર્યકરની હત્યાના કાવતરાનો આક્ષેપ થયો હતો. આ કેસમાં વર્ષ 2004માં નીચલી અદાલતે સજા સંભળાવી હતી, પરંતુ બાદમાં ઉચ્ચ અદાલત (હાઇકોર્ટ) દ્વારા તેમને તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા હતા.

વિખવાદો
કાંતિ અમૃતિયા વિરુદ્ધ સંગઠન પ્રમુખ જયંતી રાજકોટિયા સહિતના સંગઠનના મોટા નેતાઓની ગેરહાજર રહી વિરોધ નોંધાવ્યો હતો.
ધારાસભ્ય જીતુ સોમાણી અને કાંતિ અમૃતિયાએ સંગઠન સામે જાહેરમાં આકરા પ્રહારો કર્યા હતા.

ધારાસભ્ય અને પૂર્વ કાઉન્સિલર અનોપ જાડેજાના પરિવાર વચ્ચે જાહેર રસ્તા પર ઉગ્ર બોલાચાલી અને વિવાદ થયો હતો.

મોરબી જિલ્લા ભાજપમાં પક્ષના સત્તાવાર કાર્યક્રમોની આમંત્રણ પત્રિકામાં જિલ્લા પંચાયતના ચેરમેન કે સ્થાનિક હોદ્દેદારોના નામ ન છપાવાને કારણે જૂથવાદ જાહેરમાં આવ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખે નોટિસ ફટકારી હતી. નેતાઓ સામસામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ પર ઉતરી આવ્યા હતા.
2022ની મોરબી ઝૂલતા પુલ તૂટી વડવાની દુર્ઘટના બાદ જ્યારે સરકારે નગરપાલિકાને સુપરસીડ (બરખાસ્ત) કરવાની નોટિસ આપી, ત્યારે ભાજપ શાસિત નગરપાલિકાના 52માંથી 41 કોર્પોરેટરોએ પક્ષની લાઇનથી અલગ જઈને પોતાનો જુદો બચાવ પક્ષ રજૂ કર્યો હતો. સભ્યો વચ્ચે જ આંતરિક વિખવાદ થયો હતો કે આ હોનારતની વહીવટી જવાબદારી કોની છે.

મોરબી જિલ્લાની હળવદ નગરપાલિકામાં પણ ભાજપનો જૂથવાદ એ સમયે જોવા મળ્યો જ્યારે પક્ષની સત્તાવાર ‘જન કલ્યાણ શિબિર’માં કુલ 27માંથી માત્ર 7 સભ્યો જ હાજર રહ્યા હતા. મોટાભાગના ભાજપના સભ્યોની આ આંતરિક નારાજગી અને ગેરહાજરી પર સ્થાનિક સાંસદે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
તમારે મોરબી ભાજપના સંસદસભ્ય પરષોત્તમ રૂપાલાના વિવાદો થયા હતા.

મોરબી મહાનગરપાલિકાના ભાજપના કાઉન્સલરો
વોર્ડ
1-જીજ્ઞાસા અમિત ગામિ
1-નિર્મળા મોરારજી કંઝારીયા
1-દેવા પરબત અવાડીયા
1-રાજેશ ચિમન રામાવત
2-ગીતા મનસુખ સારેસા
2-લાભુ જીભાઈ પરમાર
2-ઇદ્રીશ મેપા જેડા
2-જેન્તી છગન ઘાંટીલીયા
3-કમળા બચુ વિડજા
3-પ્રવિણા જિતેન્દ્ર ત્રિવેદી
3-જયરાજ નરેન્દ્ર જાડેજા
3-પ્રકાશ વાલા ચબાડ
4-મનિષા ગૌતમ સોલંકી-
4-જશવંતી સુરેશ સિરોહિયા
4-ગીરીરાજ સુખુભા ઝાલા
4-મનસુખ મોહન બરાસરા
5-સીતાબા અનોપ જાડેજા
5-દર્શના નલીન ભટ્ટ-
5-કમલ રતી દેસાઇ
5-કેતન સુરેશ રાણપરા-
6-સુરભી મનીષ ભોજાણી-
6-મમતા ઘીરેન્દ્રા ઠાકર-
6-ભગવાનજી ગણેશ કંઝારીયા
6-હનીફ હુસેન મોવર-
7-સીમા અશોક સોલંકી
7-હીના ભરત મહેતા –
7-આશીફ રહીમ ઘાંચી
7-કલ્પેશ ભુ૫ેન્દ્ર રવેશિયા-
8-ક્રિષ્ના નવનીત દશાડિયા
8-મંજુલા અમૃત દેત્રોજા
8-પ્રભુ અમરશી ભુત
8-દિનેશચંદ્ર પ્રેમજી કૈલા
9-000 શૈલેષ માકાસણા
9-લાભુ પરબત કરોતરા
9-જયંતી ગોવિંદ વિડજા-
9-દેસાઇ સુરેશ અંબારામ-
10-શીતલ ચતુર દેત્રોજા-
10-મેઘા દિપક પોપટ-
10-કેતન અમૃત વિલપરા
10-નરેન્દ્ર જી પરમાર-
11-અલ્પા રોહિત કંઝારીયા-
11-કુસુમ કરમશી પરમાર
11-માવજી પ્રેમજી કંઝારીયા-
11-હર્ષદ મોતી કંઝારીયા –
12-નિમિષા રાજેશ ભિમાણી
12-પુષ્પા અવચર જાદવ
12-પરમાર ચુની છગન
12-બ્રિજેશ આપા કુંભરવાડિયા
13-પુષ્પા જયસુખ સોનાગ્રા
13-ભાનુ ચંદુ નગવાડિયા
13-જશવંતી પ્રવિણ સોનાગ્રા
13-ભાવિક ભરત જારીયા