રાજ્ય સરકારે સૂર્ય ઊર્જા અને પવન ઊર્જા માટે કચ્છની વેરાન જમીનો સાવ મફતમાં આપવાનું શરૂ કરી દીધું છે. હાઇબ્રીડ પાર્ક ડેવલપરને સરકારી ખરાબાની જમીન 40 વર્ષ માટે ના ભાડાપટ્ટે પ્રતિ હેકટર રૂા.15,000 વાર્ષિક ભાડું લેશે. હાઇબ્રીડ પાર્ક માટે ફાળવવામાં આવતી જમીન આપોઆપ બિનખેતીની જમીન ગણાશે એવો રાજય સરકારે નિર્ણય પણ લીધો છે. પણ કચ્છના હજારો ચોરસ કિલોમીટર સૂકા ભઠ્ઠ રણ પ્રદેશને લીલોછમ હરિયાળો બનાવી શકાય તેવો અને દુનિયાનું સૌથી મોટું મીઠા પાણીનું રણસરોવર બની શકે તેમ છે. ત્યારે અહીં આ જમીનનો ભાવ આસમાને હશે.
કચ્છનું મોટું રણ એ કચ્છના નાના રણ અને બન્ની ક્ષેત્રની ઘાસ ભૂમિ મળીને 30,000 ચોરસ કિલો મિટર વિસ્તાર સિંધુ નદીના મુખથી કચ્છના અખાત સુધી છે. કળણ સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામ સુધી આવે છે. દરિયાથી 15 મીટર ઉંટાઈએ આવેલાં સપાટ ક્ષારીય રણ પ્રદેશ અને સપાટ કળણ મેદાનો ચોમાસામાં પાણીથી ભરાઈ જાય છે. જેમાં ક્યાંય કાંટાળા છોડ ઝાંખરા વાળા રેતીના ટાપુઓ છે. ચોમાસામાં પાણી આવે છે, ત્યારે ખંભાતનો અખાત અને પૂર્વે આવેલો કચ્છનો અખાત બંને ભેગા મળી જાય છે.
સિકંદર અહીંથી આવ્યો હતો.
કચ્છનો આ વિસ્તાર અરબી સમુદ્રનો છીછરો ભાગ હતો. ધરતીકંપ અને કાંપના કારણે એક મોટા તળાવમાં બદલાઈ ગયો છે. સિકંદર – એલેક્ઝાંડર ધ ગ્રેટ અહીંથી પસાર થયો ત્યારે તળાવના સ્થાને લોકો આવી શકતાં હતા.
ઘાઘર નદી અહીં કચ્છના આ સરોવર સુધી આવતી હતી. હાલ જે ઉત્તર રાજસ્થાનના રણમાં લુપ્ત થઈ જાય છે. સરસ્વતી અને સિંધુ નદીનું પણ આવું જ થયું છે. 2000માં ભારતીય ભૂસ્તર શાસ્ત્ર સંસ્થાએ કચ્છના રણમાં ત્રિભૂજ પ્રદેશ અને નદીના મુખો અને વહેણ હોવાનું શોધી કાઢ્યું હતું. નોંધ્યું છે. જે ધરતીકંપમાં સાબિત થયું છે. રાજસ્થાનથી આવતી લૂણી નદી કચ્છના રણમાં ભળી જાય છે. બનાસ અને રૂપેણ પણ છે.
હવે અહીં સાવ મામુલી ખર્ચમાં કચ્છના નાના રણમાં એશિયાનું સૌથી મોટું સરોવર બની શકે તેમ છે. જેનું નામ રણસર કે રણ સરોવર આપવામાં આવ્યું છે.
જયસુખભાઈ પટેલે તૈયાર કરેલા અહેવાલ પ્રમાણે કચ્છના રાષ્ટ્રીય ધોરી માર્ગ જ્યાંથી પસાર થાય છે તે સામખીયાળીના જૂના પુલ વચ્ચે નાળા પુરી દેવામાં આવે તો અહીં દરિયાના ખારા પાણી કચ્છના નાના રણમાં આવતાં અકાવી શકાય તેમ છે. જયસુખભાઈ પહેલા પણ અનેક લોકોએ આ યોજના સરકારને આપી છે. જો આટલું જ કરવામાં આવે તો નાના રણની ખારી બંજર પડેલી અને જ્યાં પવનચક્કી અને સોલાર પેનલો લવાવવામાં આવાની છે તે જમીન લીલી થઈ શકે તેમ છે. હાલ અહીં મીઠું પકવતાં અગરો છે. રણની જમીન ગ્રીનબેલ્ટમાં ફેરવાઈ જાય તેમ છે. જે થોડા વર્ષોમાં ફળદ્રુપ બનાવી શકાય તેમ છે.
5000 ચોરસ કિલોમીટર વિસ્તારની ચારેબાજું 9 જિલ્લા છે. કાળી માટી વિપુલ માત્રામાં છે. ચોમાસામાં 3000 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં કુદરતી રીતે જ પાણી ભરાઈ જાય છે. જેની વચ્ચે 40 હેક્ટરથી 4000 હેક્ટરના 75 ટાપુ બનેલા છે. જેમાં નંદા બેટ ઉપર માણસો રહે છે ડો.નરમાલાવા અને અનિલ કાણે પણ અહીં રણસર બની શકે તેમ છે એવું માને છે. માત્ર રૂ.50 થી રૂ.100 કરોડ ખર્ચીને પુલના સ્થાને માટીનો પાળો બનાવી દેવામાં આવે તો તે સરોવર બની જાય તેમ છે. અહીંથી હડકિયા ક્રિક દ્વારા દરિયાની ભરતી સમયે ખારા પાણી અંદર આવી જાય છે. જે મીઠા પાણીને ખારું બનાવે છે. સૂરજ બારીના પૂલ નીચેથી દરિયાનું પાણી અંદર આવે છે. જો તે આવતું અટકે તો ખારું પાણી ઓછું થાય. જે 1.6 કિમી લાંબો પાળો બની શકે છે.
રણસર નળ સરોવર કરતાં 35 ગણુ મોટું બની શકે તેમ છે. અહીં 4900 ચોરસ કિમી વિસ્તારમાં એક પણ માનવ વસાહત નથી. તેથી વિસ્થાપિતોનો કોઈ પ્રશ્ન ઉભો થઈ શકે તેમ નથી.
જો રણસરમાં વધું પાણી આવી જાય અને છલકાય તો સૂરજબારી, માલવણ, લખતર, નળ સરોવર, બગોદરા થઈને ખંભાતના અખાતમાં કુદરતી રીતે બહાર નિકળી શકે છે.
રણસર અંગે ભારત સરકારે સેન્ટ્રલ સેલ્ફ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ પાસે અભ્યાસ પડેલો છે. જેણે રણસર સામે કોઈ આફત બતાવી નથી.
જો રણસર બને તો લાખો હેક્ટર જમીન ઉપજાવ બની જશે.
કચ્છના નાના રણમાં રાજસ્થાનના અરવલ્લી પર્વતમાળા વિસ્તારના આબુ, શિરોહી, ઉદયપુર જેવા વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતના રાધનપુર, પાલનપુર, થરાદ, પાટણ, સિદ્ધપુર, શંખેશ્વર, સાંતલપુર, ભાભોર, દિયોદર તેમજ કચ્છના મોટાભાગના વિસ્તારો અને મોરબી, હળવદ, સુરેન્દ્રનગર, ચોટીલા, વાંકાનેર,લીમડી, બગોદરા, બહુચરાજી, વિરમગામ સહિતના વિસ્તારોનું ચોમાસાનું પાણી અહીં આવે છે. નર્મદા નહેરનું પાણી અહીં ચોમાસામાં ઠાલવી શકાય તેમ છે.
અમદાવાદથી કચ્છ જતાં 150 કિ.મી. દૂર સામખીયાળીનો નવા પુલ બનતા જૂનો પુલ બિનઉપયોગી પડી રહ્યો છે. જે સવા કિલોમીટર લાંબો છે. અહીંથી હડકીયા ક્રિકના ખારા પાણી કચ્છના નાના રણમાં આવે છે. જો સામખીયાળી પુલના નાલા બંધ કરી દેવામાં આવે તો દરિયાના ખારા પાણી રણમાં આવતા અટકાવી શકાય તેમ છે.
દર વર્ષે ચોમાસામાં રાજસ્થાન, પાલનપુર, બનાસકાંઠા, ભાભોર મહેસાણા, સિદ્ધપુર, પાટણ, શંખેશ્વર સહિતની 110 નદીઓના મીઠા પાણી અહીં સંગ્રહી શકાય તેમ છે. 5 હજાર ચોરસ કિલોમીટર રણ પ્રદેશમાં 7થી 8 ફૂટ પાણી સંગ્રહ થાય તો નર્મદા બંધ જેટલું 9,46,000 કરોડ લીટર પાણી રૂ.100 કરોડમાં સંગ્રહી શકાય તેમ છે.
કચ્છના નાના રણમાં 50 હજાર અગરીયાઓને આસપાસની જમીન મીઠી થાય તે આપીને વસાવી શકાય તેમ છે. 75 ટાપુઓ ઘડખર માટે અનામત જાહેર કરી શકાય તેમ છે. આસપાસના 9 જિલ્લાઓને સિંચાઈનું પાણી અહીંથી આપી શકાય તેમ છે. વેરાન જમીનમાં ખેતી કરી શકાશે. દરિયામાં વહી જતાં પાણીને અહીં રોકી શકાશે. ખારું પાણી આવતું અટકાવી શકાશે.
આવા રણ સરોવર નેધરલેન્ડ, સાઉથ કોરિયામાં બનાવાયા છે. વડાપ્રધાન અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આ યોજના આપી તેને એક વર્ષ થયું છતાં તે અંગે આજ સુધી કંઈ થયું નથી.
પાકિસ્તાન અને ભારતની સરહદ પર સિંધુનાં પાણીના કારણે 300 કિ.મી.નું શકુર તળાવ છે. લૅકનો 210 કિ.મી.નો વિસ્તાર ભારતમાં અને 90 કિ.મી.નો વિસ્તાર પાકિસ્તાનમાં છે. સિંધુનું પૂરનું પાણી ધોરોપુરાણમાં થઈને શકુર લૅકમાં આવે છે.
ગુજરાતનું પહેલું સરોવર તાપી નદી પર
ગુજરાતના પાણી ક્ષેત્રના નિષ્ણાંત જયનારાયણ વ્યાસે નોંધ્યું છે કે, ગુજરાતમાં પાણીનું પહેલું સરોવર તાપી નદી પર કાકરાપાર વિયર પાણીનો ઉપયોગ કરવા બંધાયું હતું. ત્યારથી માંડીને અત્યાર સુધી સરદાર સરોવર બંધ જેવા મહાકાય પ્રોજેક્ટ ગુજરાતમાં સ્થપાયા છે. સીપૂ જેવા કેટલાક બંધ ભરવામાં જ નથી આવતા. તો કરજણ જેવો બંધ વિપુલ પાણી સંઘરીને બેઠો છે, પણ એ સિંચાઇ માટે વાપરવા પૂરતો કમાન્ડ એરિયા જ નથી. જે. એફ. મિસ્ત્રી જ્યારે ગુજરાત સરકારના જળ સંસાધન વિભાગના સચિવ હતા ત્યારે અમરસિંહ ચૌધરીના વડપણ હેઠળની સરકાર હતી અને રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગે 1998ની સાલમાં ‘મેજર, મીડિયમ એન્ડ માઇનોર રિવર વેલી પ્રોજેક્ટ્સ ઓફ ગુજરાત’ નામે એક વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો હતો.
ગુજરાત પાસે ભારતનું 2.86 ટકા જ પાણી
ગુજરાત પ્રદેશમાં 17 રિવર બેઝિન, સૌરાષ્ટ્રમાં 71 અને કચ્છમાં 97 રિવર બેઝિન આવેલા છે. નર્મદા, તાપી, મહી અને સાબરમતી એ આંતરરાજ્ય નદીઓ છે. રાજ્યમાં આવેલી બધી નદીઓ મળીને નર્મદા યોજનાના 9 મિલિયન એકર ફીટ સમેત 42 મિલિયન એકર ફીટ એટલે કે 51800 મિલિયન ઘન મીટર જળ સંસાધન ધરાવે છે. આની સામે દેશના કુલ સરફેસ વોટરના જળ સંસાધનો 18,01,000 મિલિયન ઘન મીટર અથવા 1457 MAF જેટલા છે. આમ રાજ્યનું કુલ જળ સંસાધન દેશની ઉપલબ્ધિ સામે સરખાવતા 2.26 ટકા જેટલું જ થાય છે. ગુજરાત દેશનો લગભગ 6 ટકા વિસ્તાર અને 6 ટકા વસતિ ધરાવે છે. 2.86 ટકા એટલે કે આપણી રોજની જરૂરિયાતના અરધો અરધથી થોડું વધારે પાણી ઉપલબ્ધ છે. જળ સંસાધનની દ્રષ્ટિએ દેશની સરેરાશ કરતાં અરધો ભાગ ધરાવીએ છીએ. ગુજરાતે પાણીની ખોટવાળા રાજ્ય તરીકે જન્મ લીધો છે. ગુજરાતનો મોટો ભાગ સપાટ ભૂપૃષ્ઠ ધરાવતો હોવાના કારણે મોટા બંધ બાંધવા માટે સાનુકૂળ ભૂપૃષ્ઠ નથી. આ કારણથી દેશના વાપરવાલાયક સરફેસ વોટર રિસોર્સિસ 6,84,000 મિલિયન ઘન ફૂટ (553 MAF)ની સરખામણીમાં ગુજરાત પાસેનો યુટીલાઇઝેશન સરફેસ રિસોર્સ માત્ર 31500 મિલિયન ઘન મીટર (25.5 MAF) જેટલો જ થાય છે. જેમાં નર્મદાના પાણીનો પણ સમાવેશ થાય છે. આમ દેશની સરખામણીમાં ગુજરાત પાસે વાપરવાલાયક સરફેસ વોટરનો જથ્થો માંડ 4.61 ટકા જ છે.
ભૂગર્ભ જળ ઓછા
ભૂગર્ભ જળનો જે જથ્થો છે, તેમાં કચ્છ પાસે 0.65 MAF, સૌરાષ્ટ્ર પાસે 4.58 MAF અને બાકીના ગુજરાત પાસે 10.32 MAF જેટલો જથ્થો ભૂગર્ભ જળ તરીકે ઉપલબ્ધ છે. આમ સપાટી ઉપરનું પાણી અને ભૂગર્ભ જળ બંને મળીને 41.05 MAF જેટલો પાણીનો જથ્થો ગુજરાત પાસે ઉપલબ્ધ છે.
22 ટકા પાણી સરદાર સરોવર એકલું આપે છે
9 MAF લગભગ કે જે 22.5 ટકા જેટલો પાણીનો જથ્થો માત્ર નર્મદા યોજના એકલી જ પૂરી પાડે છે. તેથી પીવા તેમજ ખેતી બંને માટેની જરૂરિયાત પૂરી કરવામાં મોટો ફાળો આપનાર યોજના તરીકે ‘લાઈફલાઇન ઓફ ગુજરાત – ગુજરાતની જીવાદોરી’ કહીને બિરદાવી. જો રણસર બને તો બીજો 22.5 ટકા પાણીનો સરફેસ જથ્થો એક સરોવરમાં જમા થઈ શકે તેમ છે. આમ ગુજરાતી જળ સપાટી વધારી શકાય તેમ છે.
ગુજરાતમાં 204 સરોવર
ગુજરાતમાં કુલ 204 બંધ આવેલા છે. તેમની કુલ જળસંગ્રહ ક્ષમતા 25226.81 મિલિયન ક્યુબિક ફીટ છે અને 890884.80 મિલિયન એકર ફીટ છે. એમાં સરદાર સરોવર પ્રોજેક્ટ 9460 મિલિયન ક્યુબિક ફીટ છે અને 334079.90 મિલિયન એકર ફીટ છે. બાકીનો વિસ્તાર 556805 મિલિયન એકર ફીટ પાણી આપે છે. હવે જો રણસર બને તો 334079 મિલિયન એકર ફિટ પાણી ભરી શકાય તેમ છે. તો ગુજરાતને ક્યારેય પાણીની તંગી સર્જાય તેમ નથી. ગુજરાતમાં કુલ 204 ડેમમાંથી 18 જેટલા મોટા ડેમ આવેલા છે જેમાં સરદાર સરોવર સિવાય ઉકાઈ, કડાણા, ધરોઇ, પાનમ, કરજણ, દમણ ગંગા, શેત્રુંજી, ભાદર, સુખી, વાત્રક, સીપૂ, દાંતીવાડા, વાત્રક, મચ્છુ(1-2), હાથમતી, બ્રહ્માણી, ઉંડ-1 જેવા મોટા ડેમ આવેલા છે.
ઉકાઈ બંધમાં 7414 મિલિયન ક્યુબિક મીટર નર્મદા 9460 મિલિયન ક્યુબિક મીટર છે. જો રણસર બને તો 12 લાખ એકર જમીન જેટલો વિસ્તાર થાય છે. જેની અઢી મીટર ઉંડાઈ ગણવામાં આવે તો 9,00,000 કરોડ લીટર પાણી ભરી શકાય તેમ છે. જે સરદાર સરોવર જેટલું પાણી થઈ શકે છે.
સૌની યોજનામાં નર્મદા નહેરમાંથી પાણી ઉલેચીને સૌરાષ્ટ્રની નહેરમાં ઉંચુ ચઢાવવા માટે સરકાર રૂ.6 કરોડનું વીજળીનું બિલ ભરે છે. સૌની યોજના પાછળ રૂપાણી સરકારે રૂ.20,000 કરોડનો ખર્ચ કરી નાંખ્યો છે.
એક જ નદી પર એકથી વધું બંધ
204 ડેમમાંથી કેટલાંક એક જ નદી પર એકથી વધુ ડેમ બનેલા છે. આવા 20થી વધું બંધ થવા જાય છે. જેમાં મચ્છુ નદી પર મચ્છુ ડેમ (1 થી 3), રનોતર અને દુદનાળા નદી પર મેવાસા ડેમ (1 થી 3), ન્યારી નદી પર ન્યારી ડેમ (1 અને 2), આજી નદી પર આજી (1 થી 4) અને આનંદપર ડેમ, સ્થાનિક સ્ટોરેજ અને વોકરા પર બનેલ બામઠિયાં ડેમ (1 અને 2), ડેમી નદી પર ડેમી ડેમ (1 થી 3), વાડી અને વારતું નદી પર વારતું ડેમ (1 અને 2), લખપત અને મુંદ્રામાં આવેલ બે વેયોર ડેમ વગેરે જેવા ડેમ મળીને 506 જેટલા ડેમ બંધાયા છે.