અમદાવાદના રાજાઓના સ્મારકની અવદશા

શહેરની મધ્યમાં આવેલા માણેકચોકમાં રાણીનો હજીરો અહમદશાહની કબરની પૂર્વમાં આવેલો છે. દિવાલો કોતરણીવાળા પથ્થરની બનેલી છે. 36.58 ચો.મી.નું પ્રાંગણ 1445માં બન્યું હતું. પ્રાંગણમાં ગુજરાતના સલતનતની રાણીઓની કબરો કોતરણીવાળી અને મીના અને ધાતુથી કોતરણી કરેલી છે. મુખ્ય કબર મુઘલાઈ બીબી મહંમદશાહ બીજાની પત્નીની અને મહંમદ બેગડાની માતાની છે. કબરો ઉત્તમ કોતરણીવાળી અને અહેમદશાહ પહેલાના સમયની હોવાનું માનવામાં આવી રહ્યું છે. કબરો હિંદુ, જૈન અને મુસ્લિમ સંસ્કૃતિની અસર ધરાવે છે. તેની દેખરેખ રાખવા કેટલાક મુસ્લિમ પરિવારો અહીં વસે છે. બાદશાહનો હજીરો રાણીના હજીરાની સામેના ભાગમાં બાદશાહનો હજીરો આવેલો છે. શહેરના સ્થાપક અને અહેમદશાહની કબર ઉપરાંત તેમના પુત્ર મુહમદશાહ અને પ્રપૌત્ર કૂતુબ-ઉદ્દ-દીનની કબરો પણ આવેલી છે. જેણે આગળ જતાં શહેરનું જાપ્રાંગણમાં અહેમદશાહના ભાઈની કબર પણ આવેલી છે. અહીં દર ગુરુવારે ગુલાબ અને ડમરો ચઢાવવા લોકો મોટી સંખ્યામાં આવે છે. નોબત વગાડવાની પરંપરા છે.

શહેરના માણેકચોકમાં આવેલા આ બે ઐતિહાસિક સ્મારકો દબાણોની વચ્ચે ઘેરાઈ ગયાં છે. જ્યાં એક તરફ બાદશાહના હજીરાની આગળની ખુલ્લી જગ્યામાં વિવિધ વાહનોના પાર્કિંગ કરવામાં આવે છે. ઉપરાંત અહીં રહેતાં લોકો બહારની જગ્યામાં લોખંડના પલંગો મૂકી દે છે. આ ઉપરાંત આ સ્થળમાં પ્રવેશવાના મુખ્ય રસ્તા બહાર ક્યાંય બાદશાહનો હજીરો એવો કોઈ ઉલ્લેખ પણ જોવા મળતો નથી. જેને લઈને બહારથી આવતા મુલાકાતીઓ ખૂબ ખરાબ અસર અહીંથી લઈને જાય છે. હજીરાની સામેના ભાગે આવેલા રાણીના હજીરા બહાર વરીયાળી, મુખવાસ વેચવાવાળાથી લઈને વિવિધ ઈમીટેશન ચીજા વેચવાવાળા લોકો સવારથી જ તેમના લારી સહિતનાં દબાણો લઈને ઊભા રહી જાય છે. રાણીના હજીરાની અંદર પણ આ પ્રકારના દબાણો જોવા મળી રહ્યાં છે. ઉપરાંત પ્રાંગણમાં પોટલાં ખડકી દેવામાં આવ્યા છે. આ પોટલાંઓ પૈકી ભાજપના પોટલાં પણ જોવા મળ્યાં છે.