અહીંસાની જૈન રૂપાણીની સરકારમાં પશુઓના હત્યારા બેફામ, પોલીસ મથકમાં જ હુમલો

અહીંસામાં માનતા જૈન લઘુમતી ધર્મના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ભાજપ સરકાર દ્વારા પ્રાણીઓ વિરૂધ્ધ ક્રુરતાપૂર્વકની ગતિવિધિઓ રોકવા માટે નિયમો બનાવી અમલ કરવા માટે પોલીસ તંત્રને સુચના આપવામાં આવી છે. પણ રૂપાણીની સંવેદનશીલ સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોવાથી ગેરકાયદેસર કેટલાંક કસાઈઓ પશુધનની ગેરકાયદેસર રીતે હેરાફરી અને કતલ કરી રહ્યાં છે. જેના પર ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાનો પણ અંકૂશ નથી. પોલીસનું કામ લોકો કરી રહ્યાં છે. પશુ રક્ષકોએ ઝડપી લીધા છે. પોલીસ હવાલે કરતાં ઉશ્કેરાયેલા અન્ય શખ્સો પોલીસ સ્ટેશને પહોંચીગયા હતા. ત્યાં જ પશુ રક્ષક પર હુમલો કરી દીધો હતો. .
પશુરક્ષક અશ્વિન ધીરૂભાઈ કંનકણ (૪૪) નિકોલ, ખોડીયારનગર, ડાયમંડ પાર્ક સોસાયટી ખાતે રહે છે. એ સમાજસેવાના કાર્યો ઉપરાંત ગૌશાળા પણ ચલાવે છે. મંગળવારે રાત્રે રબારી કોલોની નજીકથી કેટલીક ભેંસો અને મોટા પ્રમાણમાં ઘેટા-બકરાની ગેરકાયદેસર રીતે હેરફેર થવાની જાણકારી મળી હતી. જેના પગલે અશ્વિનભાઈ તથા અન્ય ગૌરક્ષકોએ રામોલ પોલીસને જાણ કરીને મધરાતે બે વાગ્યાના સુમારે ભેંંસો, પાડા તથા અઢીસોથી વધુ ઘેટા-બકરા ભરેલી ૪ આઈશર ટ્રક ઝડપી લીધી હતી.

ઉપરાંત, ડ્રાઈવર તથા ક્લિનરને પણ ઝડપી લેવાયા હતા. આ ઘટનાની ફરીયાદ નોંધાવવા માટે અશ્વિનભાઈ પોલીસ સ્ટેશન.ે પહોંચ્યા હતા. જ્યાંથી પરત ફરતી વખતે સ્ટેશનની સીડીએમાં જ રબારી કોલોની ખાતે રહેતો જીતુ દેસાઈ અને તેનો સાગરીત તું અમારી ભેંસો કેમ છોડાવે છે. કહીને અશ્વિનભાઈ પર તૂટી પડ્યા હતો અને તેમને ઢોર માર મારીને બંન્ને રફૂચક્કર થઈ ગયા હતા.

આ ઘટના બાદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અશ્વિનભાઈએ પોતાની સારવાર કરાવ્યા બાદ રામોલ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરીયાદ નોંધાવી હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરીને હુમલાખોરોને ઝડપી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જાહેરાતો પોકળ

વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી જૈન સરકારે જાહેર કર્યું હતું કે, ગૌવંશના દોષિતોને 10 વર્ષની કેદની સજા કરાશે. ગૌવંશની હત્યા કે ગેરકાયદે હેરફેરમાં વપરાતા વાહનો રાજ્યસાત કરાશે. ગૌવંશના પશુઓની હત્યા કરવા કે કરાવવા માટે જે કોઇ વ્યક્તિ દોષિત ઠરશે તો તેને આજીવન કેદની મુદત સુધીની, પણ ૧૦ વર્ષથી ઓછી નહીં તેટલી મુદતની કેદની સજા થશે, અને રૂા. ૫ લાખ સુધીના દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે. અગાઉ આ ગુનામાં ૩ થી ૭ વર્ષની કેદ અને રૂા. ૫૦,૦૦૦ સુધીના દંડની જોગવાઇ હતી.
ગૌવંશની ગેરકાયદેસર હેરફેર અથવા ગૌમાંસ કે ગૌમાંસની બનાવટો વેચવા, રાખવા, સંગ્રહ કરવા, હેરફેર કરવા કે પ્રદર્શિત કરવા સામે પણ સજાની જોગવાઇઓ કરવામાં આવી છે. આવું કરતા જે વ્યકતિ દોષિત ઠરશે તેને ૧૦ વર્ષ સુધીની, પણ સાત વર્ષથી આોછી નહીં તેટલી મુદતની કેદની સજા ઉપરાંત રૂા. ૫ લાખ સુધીના, પણ ૧ લાખ કરતા ઓછા નહીં તેટલા દંડની જોગવાઇ કરવામાં આવી છે.
આ કાયદા હેઠળના તમામ ગુનાઓ જે પહેલાં જામીનપાત્ર હતા, તે તમામ ગુનાઓ પોલીસ અધિકારના અને બિન જામીનપાત્ર ગણાશે.
ગૌવંશના પશુઓની હત્યા અને ગેરકાયદેસર હેરફેર જેવા ગુનાહિત કામો રાત્રીના સમયે થતા હોય છે, તેના તરફ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને રાજ્ય સરકારે પશુની હત્યાના હેતુસરની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલા વાહન કે સાધન રાજ્યસાત કરવાનો નિર્ણય પણ કર્યો છે.
સાથે સાથે ગૌમાંસ કે ગૌમાંસની બનાવટની હેરફેર, વેચાણ કે ખરીદી માટે ઉપયોગમાં લેવાયેલા વાહનોને અને સાધનને પણ રાજ્યસાત કરવામાં આવશે. પશુઓની હેરફેર માટે પરમીટ મેળવેલી હશે તેવા કિસ્સામાં પણ સાંજના ૭ઃ૦૦ વાગ્યાથી સવારના ૫ઃ૦૦ વાગ્યા સુધી પશુઓની હેરફેર પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવાની જોગવાઇ આ અધિનિયમ હેઠળ કરવામાં આવેલ નિયમો દ્વારા કરવામાં આવી છે. ગૌવંશના પશુઓની હેરફેર માટેની પરમીટ આપનાર ઓથોરિટીમાં પણ ફેરફાર કરીને હવે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, નગર પાલિકાના ચીફ ઓફીસર, મહાનગર પાલિકાના ડેપ્યુટી હેલ્થ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર અને વેટર્નરી ઓફીસરને પરવાનગી આપવાની સત્તાઓ આપવામાં આવી છે.
રાજ્યમાં ગૌમાંસના પરિક્ષણ માટે પાંચ સ્થળોએ ફોરેન્સીક લેબોરેટરીની સુવિધા તથા ૪ મોબાઇલ લેબોરેટરી વાન કાર્યરત છે. આટલું જ નહીં આ ઝૂંબેશને વધુ વેગવાન બનાવવા માટે રાજ્ય સરકાર આગામી સમયમાં નવી ૧૦ મોબાઇલ લેબોરેટરી વાન કાર્યરત કરાશે. અને, આ રીતે સમગ્ર રાજ્યમાં તમામ વિસ્તારોમાં ગૌમાંસ પરિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

રૂપાણી અને પ્રદીપ જાડેજાએ કરેલી જાહેરાતો ફોગટ સાબિત થઈ છે.