2025 के म्युनिसिपल-पंचायत चुनाव कैसे रहे How the 2025 Municipal and Panchayat Elections Unfolded
અપક્ષ 1, કોંગ્રેસ 1, સપા 2 અને ભાજપની 62 પાલિકામાં જીત
અમદાવાદ, 17 એપ્રિલ 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જંગમાં 19 ફેબ્રુઆરી 2025માં ભારતીય જનતા પાર્ટીએ મોટાભાગની નગરપાલિકા, જૂનાગઢ મહાનગર પાલિકા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં જીત મેળવી હતી. 68 નગરપાલિકામાંથી 62 ઉપર ભાજપનો વિજય થયો હતો. 3 તાલુકા પંચાયતની ચૂંટણી થઈ હતી.
1844 બેઠકમાંથી 167 બેઠક બિનહરીફ થઈ હતી.
66 પાલિકાઓની 1677 બેઠક પર માટે મતદાન થયું હતું. જેમાં 1677 બેઠકોમાંથી 1377 બેઠક ભાજપને મળી હતી.
સમાજવાદી પક્ષ
પોરબંદર જિલ્લાની કુતિયાણા, રાણાવાવમાં સમાજવાદી પક્ષની જીત થઈ હતી.
અપક્ષ
આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષ (કોંગ્રેસ)ને બહુમતી મળી હતી.
ટાઈ
ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ હતી.
સલાયા
ભૂપેન્દ્ર પટેલની સરકારના વન પ્રધાન મુળુ બેરાના મત ભંભાલિયા વિધાનસભા વિસ્તારમાં ભાજપના સૂપડા સાફ થઇ ગયા હતા.
કોંગ્રેસને દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકા એક માત્ર મળી હતી. દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકમાંથી 15 હેઠક પર સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી મેળવી હતી. આમ આદમી પાર્ટીને 13 બેઠક મળી હતી. સલાયામાં ભાજપને એક પણ બેઠક મળી ન હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકમાત્ર સરકાર હતી કે જ્યાં ભાજપની એક પણ બેઠક મળી ન હોય
ભાણવડની 24 પૈકી 8 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કર્યા હતા.
મતદાન
68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી થઈ હતી.
66 નગરપાલિકામાં 61.65 ટકા મતદાન થયું હતું. બે નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી માટે 35.23 ટકા મતદાન થયું હતું.
નગરપાલિકાની ખાલી પડેલી 19 બેઠકો માટે 37.85 ટકા મતદાન થયું હતું.
જિલ્લા પંચાયતોની આઠ બેઠક માટેની પેટા ચૂંટણીમાં 43.67 ટકા મતદાન થયું હતું.
તાલુકા પંચાયતની 76 બેઠક માટેની પેટા ચૂંટણીમાં 57.01 ટકા મતદાન થયું હતું.
શાંતિપૂર્ણ મતદાનમાં કોઈપણ મતદાન મથક પર પુનઃ મતદાન કરવાની જરૂર પડી નથી.
રાજય ચૂંટણી આયોગના સચિવ જી.સી. બ્રહ્મભટ્ટ હતા.
ગુજરાતી
English





